Divinity - A Wonder of Virtues

A State of Tranquility - Samadhi bhaav - સમાધિભાવ


We celebrate Param Pujya Bhaishree's divinity through the wonder of his virtues. Each month a different writer has captured the inspirations drawn from Bhaishree's life that shed light on these beautiful virtues and help us recognise his inner being.

This month we explore Param Pujya Bhaishree's virtues of a State of Tranquility - Samadhi bhaav


Samadhi bhaav - A State of Tranquility

Deha chhataa jeni dashaa varte dehaateet,
Te gnaani naa charanmaa ho vandan aganit
— Shrimad Rajchandra

Samadhi : The restfulness of the inner state of Shri Jineshwar is called samadhi and the  restlessness of the inner state is called asamadhi; experiential knowledge indicates this to be absolutely true.

Steady (yourself) without getting stuck in circumstances, samadhi is to experience the indivisible joy of  awareness of the enormous knowledge every moment. 

Bhaishree Dhyan in Deraser close up front.jpg

Tranquility amidst inactivity  

Retracting the senses from external objects and experiences, a self-realised soul – gnani - stays absorbed  in the effervescent bliss of his soul. The substratum of his existence is the soul, not the body. Having attained supreme spiritual awakening self-realised souls inhabit the body and yet reside outside it. In the sublime glory of their inner experience, they attain immortality. 

Evolved in their practice these gnanis can instantly and easily free themselves from their karmic baggage. Their meditation works as a bonfire, that reduces karmas to ashes. Their soul then shines brighter and purer in its manifest consciousness. Having attained supreme spiritual awakening, they are then detached from  all those things which, when living in a mundane realm could  be called as theirs. Dwelling in the bliss of their soul, every activity is performed only as a knower and not a mere observer .

Bhaishree eyes closed doing dhyan.jpg

The only experience they are conscious of is that of the self. All appendages of the external self – the senses, mind, intellect, ego – are inactive; they are not subordinated to the self, they just cease to exist in the real sense. 

There is only one truth into which all distinctions, relations, delusions and myths melt. ‘Aham bhojanam naiva bhojyam na bhokta’ – I am not the meal or the one who consumes or the consumed meal. The experience, the experiencer and the experienced all dissolve in the highest realm of knowledge that becomes the sole wakeful reality for the seer. The seer is free of the restraining shroud of the body and the mind. Cognition, volition and emotion fade before the expression of the truth in the knower.

If there is, there is only the unbounded experience of the self, which forms the sum total of the seer’s knowledge. The experience of this knowledge is the highest stage of consciousness - that which is experienced by the Siddha Bhagwan.  As devotional poet Narsinh Mehta said, “Brhama latkaa kare Brhama paase (Brhama hangs around Brhama).”

In an environment that is free and complete, and where nature is plentiful, the fear-free soul of a gnani dwells joyfully in the spring of knowledge coursing within him.  Param Krupaludev Shrimad Rajchandraji has said in his moving piece, ‘Apoorva Avsar’ that when a gnani encounters a tiger and lion, he sees them as dear friends (and not as fearsome beasts to flee from). This is the state of refinement of the peace and tranquility that a gnani finds within him.

Tranquility in activity

A gnani lives undeterred and undisturbed in the midst of adversities of the body, mind and circumstances. The fulcrum of his existence is inner peace. The tranquility he feels within himself is independent of external factors. The richness of his inner experience endures, stable, undiluted and unaffected. In the thick of activity, he has no doership. He has no desire, no expectation, no opinion. He lives in the present moment unlike most others who either rue the past or worry about the future. His outer life is merely a harmonious acceptance of what life has in store for him. 

Every activity of his is gentle and compassionate. He is aware and alert, and has overcome most shortcomings of temperament and nature such as anger, ego, attachment and greed. That does not mean, however, that a gnani neglects his duties and obligations in this world; in fact, he takes full responsibility for his dependents and for his actions. Yet, he has no attachment to the action or the fruits of the action, no cheer at a task well done, no disappointment at a setback. All is welcomed with dispassionate acceptance.

A gnani aims to level his karmic scores with everyone intended so that he can rest uninterrupted in his other world where he is the knower and the known.  Even though he remains absorbed in his self-experience, his divinity shines through in every single thing that he does, and is evidently discernible to a seeker.

A gnani has no sense of ownership towards anyone. Rather, he radiates selfless and compassionate love for one and all equally. His life demonstrates the spiritual arc from detached abstinence to supreme knowledge.

Bhaishree's welcome at Bapuji's house.jpg

The samadhi of Bhagwan Mahavir – supreme transcendence 

For 12 and half years, Bhagwan Mahavir did rigorous penance - he did not sit on the ground even once and slept merely for 48 minutes in all these years, and he ate on only 349 days.

His transcendental spiritual evolution was the outcome of his state of supreme tranquility. In ‘Chamar na Adhikaar’, he tells one of his foremost disciples, Guru Gautam Swami, that dwelling in his soul he spent 11 years of this period in continuously fasting two days at a stretch, cautiously, in relentless penance and renunciation, travelling from one place to another with utmost awareness and care, shrinking the legs and stretching the hands, bending the body slightly forward and down, detaching from mind-speech-action, dissolving all senses and with meditative focus on one single object.

mahavir 20.jpg

It was by living in such a pure effectless state of samadhi that Bhagwan Mahavir freed his soul of the densest of karmas and attained keval gyan (the highest state of pure knowledge). 

The tranquility of Shrimadji

A gentleman called Bhanji Makanji decided to test Shrimadji’s asceticism. He arrived at the place where Shrimadi was seated with his disciples and began shouting angrily at him. Everybody present was shocked at this inexplicable behaviour and some felt angry with him. Shrimadji’s face, however, bore the same expression of love and compassion as it had before Bhanjibhai’s outburst. His inner tranquility remained unperturbed. When Bhanjibhai saw Shrimadji’s evolved state of being with his own eyes, he felt remorseful. Laying his turban at Shrimadji’s feet, he sincerely asked for forgiveness. An epitome of tolerance, Shrimadji turned a foe into a friend. In a textbook case for strong reaction, he did not flinch or deviate from his inner tranquility even for a moment. 

‘Ame shareer chhe ke nahi te yaad kariye tyaare maand yaad aave chhe’. 

That I reside in a body,  is something I remember with great effort.
— Shrimad Rajchandra

Whenever Shrimadji stayed in holy retreats such as Idar or places in Charotar area, he would slip into such sublime bliss as if he were devoid of body. A mosquito menace or an approaching tiger would not bother him in the least. He would have little recollection of the fact that he had a body or his surroundings. Such was the grandeur of his inner experience that come bone-chilling cold or scorching sun, he remained indifferent. When he walked in Idar, powerful chants would rent the sky stirring up a highly elevating spiritual ferment in listeners. 

Krupaludev climbing with munis in idar.jpg

An extraordinary road to samadhi - Param Pujya Bhaishree

At the instance of Param Pujya Bapuji, Param Pujya Bhaishree turned his eyes away from the world and into his self. The soul, which was previously occupied outward, began getting pre-occupied with itself.  The faculties that were involved in understanding and adjusting to the world began to understand and experience the inner realm. The discontent, restlessness, and turmoil of the outer world transformed into contentment, restfulness and peace as his energies shifted to the soul. The change in goalposts changed his life, and over time, the lives of several thousands of his disciples.

Peaceful endurance 5.jpg

With his capable grasp of the subject and a life of discipline that remains his calling card, Bhaishree shifted his experiential knowledge from the known to the knower. That called for monumental work but he demonstrated that it is possible. 

Nobody has ever seen Bhaishree unhappy or sorrowful. His peacefulness, contentment and self-discipline are evident to all. Everything he does is measured and meaningful; there is never any fluster  or bluster around him. He eats, walks and talks calmly, deliberately and only as required. At 75 years of age, he lives a busier and tougher life than people half his age because benevolence and public welfare are the two pivotal oars of his lifeboat. Bhaishree wears the burden of running the myriad activities of an organisation as vast as Shree Raj Saubhag Satsang Mandal lightly. There is never a crinkle of worry or fear on his face; he is always radiant and cheerful. A mere contemplation of his inner tranquility has the heft to elevate our spiritual status.

Important points to attain samadhi

Protection of Satdev, Satguru and Satdharma

Spiritual evolution begins with unwavering faith in these three elements. This faith is the foundation of samyak gyan, darshan and charitra (true knowledge, experience and conduct).

Veneration of worthy people

The ability to spot good qualities and virtues is extremely beneficial for spiritual seekers. One has to go to the extent of worshipping virtues in others if one wishes to dissolve one’s ego and rid oneself of the vice of willfulness. Finding delight in another person’s qualities is a surefire way of always staying happy as it nips negative emotions such as jealousy in the bud.

Pure mind

Samadhi stems from knowledge of the soul. Unless the mind is disciplined and controlled, the soul remains out of reach. It is only when the mind is still and pure that it dwells steady in the soul. Hence, an constant vigil on the mind is the key to spiritual awakening.

Penance to reorient wayward tendencies towards the self

Penance and samadhi are inter-woven. The body is the singlemost source of delusion and attachment while the mind is forever engaged in keeping the body happy. Once the attitude towards one’s body changes, the body becomes an instrument for undertaking penance. Penance causes the mind to stop disposing all tendencies towards the body and direct them towards true knowledge.

Revulsion and repentance for one’s sins

True repentance for one’s sins and mistakes programs the soul to ensure it does not repeat them. Once restlessness recedes, the soul is capable of achieving a restful poise even in the flurry of activity. 

Retired life

A person who desires to stay steady in complete samadhi should retire and shift to a quiet location, in the lap of nature, eliminating his awareness of the body and consolidating his awareness of the soul. This attempt to live in solitude, away from binding circumstances such as objects, place, time and emotion, can eventually strengthen his detachment and make him immune to the world like a lotus in water. 

સમાધિભાવ 

દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત,
તે જ્ઞાનીનાં ચરણમાં હો વંદન અગણિત.
— શ્રીમદ્દ રાજચંદ્ર

સમાધિ: શ્રી જિન આત્મપરિણામની સ્વસ્થતાને સમાધિ અને આત્મપરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે; તે અનુભવજ્ઞાને જોતાં પરમ સત્ય છે.

સંયોગોમાં ન અટવાતા સ્વભાવમાં સ્થિર રહેવું, વર્તમાનની દરેક ક્ષણે પ્રચંડ જ્ઞાનભાવના અખંડ આનંદને અનુભવવો તે છે સમાધિ.

Bhaishree Dhyan in Deraser.jpg

નિવૃત્તિયોગ મધ્યે સમાધિ 

સર્વ પરદ્રવ્યથી  વૃત્તિઓને  વ્યાવૃત્ત   કરીને, અવધૂત યોગેશ્વર, એવા મહાજ્ઞાનીપુરુષો ધ્યાન સાધનામાં આત્મલીન બની જાય છે. પરબ્રહ્મસ્વરૂપ થયેલા, તેઓ દેહ છતાં દેહાતીત છે. પ્રશમરસ નિમગ્ન વીતરાગભાવમાં  તેઓ અમરત્વને પામ્યા છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો આ અનન્ય ઉપાય છે. ધ્યાન સાધનામાં જયારે તેઓ આવી દશા પ્રાપ્ત કરે છે ત્યારે સહજતાએ અનંત કર્મોની નિર્જરા થતી રહે છે. ધ્યાનભઠ્ઠીમાં ઉદિત અને અનાગત કર્મો ભસ્મીભૂત થતા રહે છે. આત્મા વધુ નિર્મળ અને તેજોમય બને છે. સર્વે પરદ્રવ્યથી પોતે અસંગ અને નિર્લેપ છે. જગત છે જ નહિ, માટે અહીં કેવળ જ્ઞાતાભાવ છે, કોઈ દ્રષ્ટાભાવ નથી. આત્માજ્ઞાન સિવાય કોઈ બીજો અનુભવ નથી. ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધું જ નિષ્ક્રિય છે. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય; જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય;  બધું એક થઇ ગયું છે! કેવળ જ્ઞાનાનંદનો અમર્યાદિત અનુભવ. આ દશા એ સિદ્ધસ્વરૂપી દશા છે. જ્ઞાનનું જ જ્ઞાન થઇ રહ્યું છે. નરસિંહ મહેતા કહે છે તેમ “બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે.” 

નિવૃત્તિ ક્ષેત્રે, પર્યાવરણની વચ્ચે, જ્ઞાનીપુરુષોનો નિર્ભય આત્મા, જ્ઞાનની મસ્તીમાં મસ્ત હોય છે. અપૂર્વ અવસરમાં પરમ કૃપાળુ શ્રીમદ્જીએ કહ્યું છે તેમ વાઘ અને સિંહનો સંયોગ થાય તો જાણે પરમ મિત્રનો સંયોગ થયાનો ભાવ જાગે છે! શાંતિ અને સમાધિની આ ઉચત્તમ દશા છે.

પ્રવૃત્તિયોગ મધ્યે સમાધિ

આધિ વ્યાધિ અને ઉપાધિઓ હોવા છતાં તેઓ વિક્ષેપરહિત વર્તે છે. આત્મશાંતિ જ તેમના જીવનનો ધ્રુવકાંટો છે. તેમની સમાધિને કોઈ બાહ્ય કારણો આધારભૂત નથી. તેમની આ સમાધિ પોતાની છે, સહજ છે અને તેથી તેમના  આત્માના પરિણામો સદૈવ સ્વસ્થ રહે છે. પ્રવૃત્તિ યોગ મધ્યે તેઓ અકર્તૃત્વ ભાવે અને આત્મઉપયોગે ઉદયને અનુસરે છે. ના કોઈ ઈચ્છા કે ના કોઈ અપેક્ષા, કેવળ ઉદિત કર્મને સમભાવે નિર્જરી જવાનો અખંડ પુરુષાર્થ છે. ઉપયોગ યોગથી છૂટો છે, યોગ દ્વારા પ્રવૃત્તિ થાય છે અને તેથી યોગમાં ઉપયોગ જોડાય છે પણ છતાં લેપાતો નથી. સતર્ક અને સભાન છે. ઋણાનુબંધ પૂરા કરવાનો ભાવ છે. ઈંદ્રિયો સંયમિત છે. કષાય બહુ ઉપશમિત થયાં છે. તેમના દરેક વ્યવહારમાં કરુણા અને કોમળતા રહ્યાં છે. આકાંક્ષાઓ, અપેક્ષાઓ કે અભિપ્રાયો - કશું નથી. વર્તમાનની પળ એ જ એમનું જીવન છે. કોઈ લેવાદેવાની કડાકૂટ નથી રહી. આત્મમગ્ન તેઓ અનેક ગુણોના સ્વામી છે. તેમનું એ દિવ્યચારિત્ર, તેમની જ્ઞાનગંભીરતા બધું અવ્યક્ત હોવા છતાં ધર્મજિજ્ઞાસુ માટે વ્યક્ત છે! સૂર્યનો પ્રકાશ જેમ ઢાંકી શકાતો નથી તેમ કાર્યે કાર્યે તેમનું સંતપણું વિદિત થાય છે. ભલે સાધારણ મનુષ્યની જેમ તેઓ ખાય છે, પીએ છે, ચાલે છે, બેસે છે, સૂએ છે, બધી દૈહિક ક્રિયાઓ કરે છે પણ છતાં, તેમના દરેક કાર્યમાં અસાધારણપણું રહ્યું જ હોય છે.

Bhaishree opening eyes after dhyan 2.jpg

કોઈ પ્રત્યે મારાપણાનો ભાવ નથી અને છતાંયે આ જગતના તમામ જીવાત્માઓ પ્રત્યે તેમને એક સરખો પ્રેમ છે. આસક્તિ નથી પણ છતાં નિર્મોહી વાત્સલ્ય ભાવ વહેતો જ રહે છે. તેમની અમી દ્રષ્ટિમાં સમદર્શિતા છે. વૈરાગ્યથી વીતરાગતા સુધીનો આખો માર્ગ તેમના જીવનમાં દ્રષ્ટિગોચર થાય છે.

Bhaishree Swadhyay smiling.jpg

ભગવાન મહાવીરનો સમાધિભાવ - પરમ વીતરાગતા         

સાડા બાર વર્ષ ભગવાન મહાવીરે તપ કર્યું. તેઓ ભૂમિ ઉપર એક વાર પણ બેઠા ન હતા. આટલા વર્ષોમાં માત્ર 48 મિનિટ તેઓ સૂતા હતાં. 349 દિવસો જ તેમણે ભોજન ગ્રહણ કર્યું હતું. આવો પ્રચંડ પરુષાર્થ તેમણે કર્યો!!

તેમની વીતરાગતા એ તેમની પરમ સમાધિનું ફળ છે. ચમરના અધિકારમાં તેઓ ગુરુ ગૌતમ સ્વામીને સંબોધીને કહે છે. “હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં  છદ્મસ્થ અવસ્થાને, હું એકાદશ વર્ષની પર્યાયે, છટ્ઠ છટ્ટે, સાવધાનપણે, નિરંતર તપશ્ચર્યા અને સંયમથી આત્મતા ભાવતા, પૂર્વાનુપૂર્વીએ ચાલતા, એક ગામથી બીજે ગામ જતા, જ્યાં સુષુમારપુરનગર, જ્યાં અશોક વનખંડ બાગ, જ્યાં અશોકવર પાદપ, જ્યાં પૃથ્વીશિલાપટ્ટ પર અષ્ટમભક્ત ગ્રહણ કરીને, બન્ને પગ સંકોચીને, લાંબા કર કરીને, એક પુદગલમાં દ્રષ્ટિ અડગ સ્થાપીને, અનિમેષ નયનથી, જરા શરીર નીચું આગળ ઝૂકી રાખીને,  યોગની સમાધિથી, સર્વ ઇન્દ્રિયો ગુપ્ત કરીને, એક રાત્રિની મહા પ્રતિમા ધારણ કરીને, વિચરતો હતો.” 

નિર્વિકલ્પ સમાધિમાં રહીને ભગવાને તમામ ઘાતી કર્મોથી પોતાના આત્માને મુક્ત કર્યો. ભગવાન કેવળજ્ઞાન પામ્યાં.       

mahavir 20.jpg

પરમ કૃપાળુ દેવની સમાધિ દશા

ભાણજી મકનજી નામના એક ગૃહસ્થે, શ્રીમદ્જીના સંતપણાની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. મુમુક્ષુઓની સાથે, જ્યાં શ્રીમદ્જી બેઠાં હતાં, ત્યાં તેઓ આવ્યા. શ્રીમદ્જી સાથે વેર હોય તેમ, તેઓ ક્રોધે ભરાઈને ઝેર ઓકવા લાગ્યા. ત્યાં બેઠેલા બધા ડઘાઈ ગયા. તેમાંના ઘણાંને ભાણજીભાઇ પ્રત્યે રોષ જાગ્યો. શ્રીમદ્જીના ચહેરા ઉપર એ જ પ્રેમ અને કરુણા હતી. તેમનો સમાધિભાવ ખંડિત ન થયો. જયારે ભાણજીભાઈએ શ્રીમદ્જીને સ્વરૂપસમાધિ ભાવમાં જોયાં ત્યારે તેઓને પસ્તાવો થયો. શ્રીમદ્જીના ચરણોમાં પોતાની પાઘડી ઉતારી ખરાં અંતકરણપૂર્વક માફી માંગી. સહનશીલતાની મૂર્તિ એવા શ્રીમદજીએ ક્રોધની સામે ક્ષમા અને કરુણાના ગુણને આગળ કર્યો. વૈરીને પણ મિત્ર બનાવી દીધો. વિકલ્પરૂપ ઉપાધિની વચ્ચે હોવા છતાં, અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર માટે પણ શ્રીમદ્જી ચૂક્યા નહીં!     

અમે શરીર છે કે નહિ તે યાદ કરીએ ત્યારે માંડ યાદ આવે છે. 

ઇડરમાં કે પછી ચરોતરના નિવૃત્તિ ક્ષેત્રે જયારે તેઓ ધ્યાન સાધનામાં સ્થિર થતાં ત્યારે સંપૂર્ણ  વિદેહી થઇ જતાં. મચ્છરોનો ઉપદ્રવ હોય કે પછી વાઘ આવીને નજીક બેઠો હોય, ત્યાંની ગિરી-ગુફાઓમાં ધ્યાનસમાધિમાં લીન થઇ જાય ત્યારે તેમને દેહ છે કે નહિ તેનું ભાન સુધ્ધાં ન રહેતું. આત્માની ખુમારી એવી હતી કે, ઠંડી હોય કે બળબળતો તાપ, તેઓને કશાની પરવાહ નહોતી. ઇડરની તપોભૂમિમાં ચાલતા હોય ત્યારે, ગગનભેદી ધૂનોનું ગુંજન એવું ચાલતું કે  સાંભળનારામાં ભેદજ્ઞાનની ધારા શરુ થઇ જાય!

Shrimadji in Idar.jpg

ભાઇશ્રીનો પરમ સમાધિનો અપૂર્વ પુરુષાર્થ  

સદગુરુ પરમ પૂજ્ય બાપુજીના અનુગ્રહે, જગત તરફની દ્રષ્ટિ ભાઇશ્રીએ આત્મા તરફ પાછી વાળી. આત્માનો ઉપયોગ જે પરકેન્દ્રિત હતો તે સ્વકેન્દ્રિત થવા લાગ્યો. જે જ્ઞાનશક્તિ જગતને જાણવામાં રોકાયેલી હતી તે હવે પોતાના સ્વભાવને જાણવા, અનુભવવા લાગી. અત્યાર સુધી બહારમાં ભટકતા રહ્યા માટે અસમાધિ, અશાંતિ અને અસંતોષની જ પ્રાપ્તિ થઇ. હવે અંદરમાં વસવાટ થતા શાંતિ, સંતોષ અને પરમ સમાધિ અનુભવાય છે. બાપુજીને મળ્યા બાદ ભાઇશ્રીના જીવનનું લક્ષ આત્મા બની ગયું. લક્ષ બદલાતા તેમની એકાગ્રતની દિશા બદલાઇ ગઈ. કાર્ય સહજ છે, સમજણ અને સંયમના સમન્વયથી સિદ્ધિ પ્રાપ્ત થશે એ ભાઈશ્રી જાણતા હતા. હવે માત્ર એક જ કાર્ય કરવાનું હતું, જ્ઞેય તરફ જનારા જ્ઞાનને, પુરુષાર્થ કરીને જ્ઞાતા તરફ વાળી, તમામ એકાગ્રતા અને વૃત્તિઓને ત્યાં જ ઢાળી રાખવી. 

Equanimity - small size.jpg

વર્ષોથી ભાઈશ્રી આપણી સન્મુખ છે. આપણે તેમને ક્યારેય દુઃખી કે ખેદ કરતા જોયાં નથી. જોનારને અનુભવાય કે તેઓ કેટલા શાંત, સંતોષી અને સંયમી છે. દેહ દ્વારા થતી તમામ પ્રવૃતિઓ લયબદ્ધ થાય. જરાએ ઉતાવળ નહિ. બધી જ પ્રવૃત્તિ વિચારપૂર્વકની. ખાય, પીવે, બોલે, ચાલે, વસ્તુઓ લે કે મૂકે, તેઓ બધું જ્ઞાનભાવમાં રહીને જ કરે. દેહના 75મા વર્ષે પણ તેઓ ઘણું વ્યસ્ત અને કષ્ટમય જીવન જીવે છે. પરોપકાર અને પરકલ્યાણ એ તેમની જીવનનૈયાનાં બે હલેસાઓ છે.  રાજ સૌભાગ સત્સંગ મંડળ જેવી મોટી સંસ્થામાં અનેક કાર્યો એક સાથે ચાલતા હોય પણ ભાઇશ્રીને તેનો કોઈ ભાર કે ભય લાગતો નથી. ફિકર-ચિંતા કશું નહિ, કેવળ પ્રસન્નતા અને આનંદ. તેઓના આત્માના પરિણામો કોઈ પણ પરિસ્થિતિમાં સ્વસ્થ જળવાઇ રહે છે. નરસ્વરૂપે રહેલા ભાઇશ્રીની આત્મસમાધિનું ભાવપૂજન કરતા આપણો આત્મા પણ સ્વસ્થ થશે.     

સમાધિ માટેના અગત્યના મુદ્દાઓ:

સતદેવ, સદગુરુ અને સતધર્મની નિશ્રા 

આત્મ કલ્યાણની શરૂઆત આ ત્રણ તત્વો પ્રત્યેની અવિચળ શ્રધ્ધા સાથે થાય છે. તે શ્રધ્ધા એ સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્રનો પાયો છે.  

ગુણીજનોનું બહુમાન 

ગુણગ્રાહ્ય દ્રષ્ટિ બહુ ઉપકારી છે. ગુણોના પૂજારી બનવાનું છે. પોતાના અહંને ઓગાળવાનો તેમજ સ્વચ્છંદને દૂર કરવાનો આ ઉત્તમ ઉપાય છે. પરના ગુણોથી થતો હર્ષ જીવને સદૈવ આનંદિત રાખે છે, જેથી ઈર્ષા જેવા નકારાત્મક ભાવો ઉદભવતાં નથી.

પવિત્ર મન 

સમાધિભાવ એ આત્માની જ્ઞાનધારા છે. મન જ્યાં સુધી સંયમિત થતું નથી ત્યાં સુધી આત્મા લક્ષાતો નથી. મન શાંત અને પવિત્ર થાય તો જ તે સ્થિર થાય છે. માટે આપણું મન શું કરી રહ્યું છે તેનું સતત ધ્યાન રાખવું.  

વ્રતો આદરી વૃત્તિઓને જ્ઞાનભાવમાં પાછી વાળવી  

તપ અને સમાધિને ઘનિષ્ઠ સંબંધ છે. શરીર એ મોહ અને મિથ્યાત્વનું સહુથી મોટું નિમિત્ત હોય છે. શરીરને સુખી કરવામાં મન અનંતકાળથી રોકાયેલું હોય છે. શરીર પ્રત્યેનું વલણ સંપૂર્ણપણે બદલાઇ જતા તે શરીર હવે તપ આદરવા માટેનું સાધન બની જાય છે. જે વૃત્તિઓ શરીર તરફ વાળેલી હતી તે આત્માના જ્ઞાનભાવમાં વહેતી થતાં સમાધિભાવ ખીલે છે.      

પોતે કરેલા પાપ પ્રત્યે અંતરથી જુગુપ્સા ભાવ 

દોષો અને ભૂલો થઇ હોય તેની ખરા અંતરથી આલોચના કરતા આત્મા હળવો થતો જાય છે. તે ભૂલો પાછી ન થાય એવું જાગૃતિપૂર્વકનું જીવન તે જીવે છે. અસમાધિના પ્રસંગો તેથી ઘટતા જાય છે અને પ્રવૃત્તિ મધ્યે પણ તે નિવૃત્તિમાં નિવાસ કરી શકે છે.      

નિવૃત જીવન 

જેને અખંડ સમાધિભાવમાં સ્થિર રહેવું છે તેને નિવૃત્તિ લઇ નિર્જન સ્થળે, નિસર્ગની નિશ્રા લઇ, દેહ મટીને આત્મભાવે જીવન જીવવું જોઈએ. એકાંતમાં રહી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અસંગ થવાનો આ પ્રયત્ન છે. અસ્પૃશ્ય અને  અસંયુક્ત, તે જળમાં કમળની જેમ અલિપ્ત રહે છે. નારિયળનો ગોળો નારિયળથી જુદો છે તેમ તે દેહમાં રહ્યા છતાં આત્મસ્વરૂપે જીવન જીવે છે.


Moments of Insight:

A State of Tranquility - Samadhi bhaav -

Where am I? I am where my attention is.

Samadhi ... Dissolution of 'I' and 'Mine

Samadhi is defined as the inner tranquility experienced by a seeker, when the ray of awareness, emanating from the soul steadies itself in the infinite bliss and knowledge of the soul. In this meditative state when the mind is engrossed, absorbed and immersed within self, there is a dissolution of 'I' as well as 'Mineness' and a seeker, on experiencing his true self, identifies himself as a Soul.This is Samadhi Bhav. Only and only the soul exists in this state. Despite being surrounded on the outside by the transient worldly attachments, one is always detached. This Internal detachment of mind from passions and emotions, and renouncing worldly objects from within leads to cessation of all desires. He disassociates from all the peripheral, materialistic, mundane dilemmas and becomes entirely encapsulated within the unbounded, limitless, infinite treasures of the knowledge of Self. Samadhi means to dwell, reside in this everlasting, exhilarating ceaseless joy.

The ray of concentration that enables one to perform their tasks.

To know and observe  is an intrinsic nature of the soul. The ray of concentration  enables one to perform their tasks. 'This ray is called Upyog' in Jain terminology. ( Respected Philosopher Shri Gunvantbhai Barvadia)

Upyog means centering our intentness towards the goal.

'Upyog' is a characteristic of our Soul. The alertness, concentration, diligence, meditativeness of our consciousness is described as 'Upyog'. Objects illuminated by Sun's rays are self-evidently visible and discernible to us. Similarly, the serene, tranquil light of knowledge emanating from the Soul, which indiscriminately illuminates everything it perceives is known as 'Upyog'. The soul recognises only those objects on which this ray of focus attention steadies itself. This singularity of focus is Upyog.

Being focussed on Self while performing diverse tasks

Women-folk of the villages go to the river to fill their pots with water. While returning, they are cheerfully enjoying, jesting, clapping, ribbing each other all the way back home. Yet they are so judiciously focussed on the pots brimming with water, which are placed on their head, that not a droplet of water spills over.

Likewise, an acrobat is performing on a tightrope fixed high up in the air. He is encircled by onlookers, who have gathered below to watch his performance. His concentration is so well-developed that without getting distracted by the uproar and commotion created by an applauding audience, he executes his act unerringly.

Analogously, despite discharging our duties and being immersed in varied activities, our focus should remain converged either at our Lord's Feet or inwards towards our consciousness.

The ability to manifest the Self and NonSelf  

The specific attribute which distinguishes the Soul from the other five substances of this universe is its unique power of knowing and illuminating Self as well as non-Self. All the five senses and mind are receivers of touch, taste, smell, colour and sound. The engrossed indulgence of Soul in these five senses results in the form of dualities of likes-dislikes, comfort-discomfort, yearning-apathy etc. This continuous perceiving, knowing and indulging through the medium of senses is a hindrance to self-realisation. To revel in the five senses and believing them to be mine is destructive ignorance.  

Varte nij swabhavnu, anubhav laksh pratit,

Vrutti vahe nij bhavma, parmarthe samkit.


The Turning Around of 'upyog' is 'sadhana'

'Upyog' gets modified according to the disposition of mind, body and speech. Sadhana cannot happen merely by a change or improvement  in the extraneous sphere. It happens only when the upyog turns inwards and pivots towards the soul. Indulgence of senses may be on multifarious spheres and levels but at any given moment, 'Upyog', singularly dwells only in one. Soul, being the Knower, acquires the knowledge of everything that 'Upyog' manifests on.          

The miracles of Thought Power

It is only through thought power that one can transform a sansaric upyog to a soulbased upyog and then ultimately fine tune it so that it can strive towards identifying the soul.

A cleansed mind is capable of distinguishing between the right and wrong, the transient and the intransient. It can then identify the soul and attain immortality.

Param Pujya Bhaishree warmly welcomes us to pursue this divine inner migration of distinguishing oneself from the mind,body and speech by moving focus from the external form to formlessness and from outer attributes to inner awareness.

Come, let's get captivated

Introspective Bhaishree always encourages us to engage and drench our mind in spirituality. His divine soul keeps his mind incessantly engaged in good as well as pure thoughts and deeds.

Samadhi can be attained with considerable ease in the congruent presence of virtues like patience, tolerance, forgiveness and inner awareness. Thus, these form the foundation pillars of samadhi. We too can immerse ourselves in samadhi by beholding and being ceaselessly cognisant of the samadhi bhav of our living Lord, the ever blissful Param Pujya Bhaishree.

સમાધિભાવ

હું ક્યાં છું? હું ત્યાં છું, જ્યાં મારી એકાગ્રતા છે. 

સમાધિભાવ - દેહનું વિસર્જન  

આત્માનો ઉપયોગ જયારે આત્માના જ્ઞાનગુણમાં, અખંડ આનંદમાં સ્થિર થાય તેને સમાધિભાવ કહેવાય. ધ્યાનની સાધનામાં, મન જયારે સુલીન બની જાય છે ત્યારે આત્માનો અનુભવ થાય છે. દેહનું વિસર્જન થતાં, સાધક દેહ મટી આત્મા બને છે - આ સમાધિભાવ છે. સમાધિભાવમાં માત્ર આત્મા જ છે. આજુ-બાજુ બધું હોવા છતાં, કશું અંદર પ્રવેશતું નથી. જે બહાર છે, એ બધું ઉપાધિ છે. ઉપાધિઓથી સંપૂર્ણ વ્યાવૃત્ત થઇ, જ્ઞાનના અઢળક આનંદમાં સમાઇ જવું અને તેમાં જ રહેવું એ સમાધિભાવ છે.          

ઉપયોગ દ્વારા પ્રવૃત્તિમાં જ્ઞાનનું પરિણમન  

ઉપયોગ એ જૈન પારિભાષિક શબ્દ છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે. આ આત્માના જ્ઞાનગુણનું પ્રવૃત્તિરૂપમાં પરિણમન થવાને ઉપયોગ કહેવાય છે. ( આદરણીય તત્વચિંતક શ્રી ગુણવંતભાઈ બરવડીયા )  

ઉપયોગ એટલે લક્ષ તરફનું કેન્દ્રીકરણ 

ઉપયોગ એ જીવનું લક્ષણ છે. ઉપયોગ એટલે આત્માની ચેતના, એકાગ્રતા, લક્ષ તરફનું કેન્દ્રીકરણ, સુરતા તેમજ ધ્યાન. જેમ સૂર્યમાંથી કિરણ પ્રગટ થાય અને તે જ્યાં પહોંચે ત્યાં પ્રકાશ પથરાય અને ત્યાં જે કંઇ હોય તે જણાય છે, તેની ખબર પડે છે. બરાબર એવી જ રીતે  આત્માનો ઉપયોગ જ્યાં સ્થિર થાય, ત્યાંનું જ્ઞાન આત્માને થાય છે. એકાગ્રતાનો આ પ્રવાહ એ ઉપયોગ છે.

કાર્યોની વચ્ચે પણ આત્મકેન્દ્રિત રહી શકાય  

નદીએથી પનિહારીઓ પાણી ભરીને ઘરે પાછી આવે છે. રસ્તામાં, બધી સહેલીઓ એકબીજાની સાથે રસિક વાતો તેમજ મશ્કરી કરે છે, હસે છે, એકબીજાને તાળીઓ દે છે, પણ છતાં તે પનિહારીઓની એકાગ્રતા, માથા ઉપર રહેલા બેડામાં બરાબર જળવાયેલી છે અને માટે તે બેડાઓ માથા ઉપર સ્થિર રહે છે. નાચ અને નાટકના ખેલ ચાલી રહ્યાં છે. નટનો ખેલ જોવા આવેલા, ત્યાં ઉપસ્થિત વ્યક્તિઓ અનેક પ્રકારના ભાવો પ્રદર્શિત કરી રહ્યાં છે, છતાંએ દોરડાં ઉપરથી નટનું ધ્યાન ચલિત થતું નથી. હાથમાં લાંબો વાંસ લઈને એ દોરડાં ઉપરથી પડ્યાં વિના ખેલ પૂર્ણ કરે છે. બરાબર આ જ રીતે અનેક કાર્યો કરતા છતાં આપણે પણ આપણી એકાગ્રતાને જિનેશ્વરના ચરણ તરફ અથવા તો પોતાના જ્ઞાનભાવ તરફ કેન્દ્રિત રાખી શકીએ છીએ.            

સ્વપરપ્રકાશ જ્ઞાન શક્તિ 

જ્ઞાન ગુણ દ્વારા, આત્મા પોતાને તેમજ પરને જાણે છે. રૂપ, રસ, ગંધ અને સ્પર્શને જાણી, જે ઇષ્ટ-અનિષ્ટપણું આત્મામાં થાય છે તેથી કર્મ બંધાય છે. જે ઇષ્ટ છે તેમાં રાગ અને અનિષ્ટ છે તેમાં દ્વેષ થાય છે અને આ જે રાગદ્વેષ થઇ રહ્યાં છે, તેની સભાનતા નથી તે અજ્ઞાન છે. દેહને આત્મા જાણી જીવન જીવવું તે અનંતકાળનું ઘોર અજ્ઞાન છે.      

ઉપયોગ બદલાય એ સાધના 

યોગની પ્રવૃત્તિ પ્રમાણે ઉપયોગ બદલાતો રહે છે. યોગની પ્રવૃત્તિ બદલવી એ સાધના નથી ઉપયોગ બદલાય, અંતર્મુખ બની, આત્મા પ્રત્યે વળે એ સાધના છે. એક સમયે ક્રિયાની વિવિધતા હોઇ શકે પણ ઉપયોગ તો એકમાં જ વર્તે છે. ઉપયોગ જે જ્ઞેય ઉપર કેન્દ્રિત થાય તેનું જ્ઞાન આત્મામાં થાય છે.

વર્તે નિજ સ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત;

વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત.

વિચારશક્તિના ચમત્કારો 

મનની વિચારશક્તિ જ, અશુભ ઉપયોગને શુભમાં અને શુભ ઉપયોગને શુદ્ધમાં પરિણમાવે છે. પવિત્ર મન યથાયોગ્ય વિનય અને વિવેક કરી શકે છે. આત્મા અને અનાત્માનો વિવેક કરી ભેદજ્ઞાન દ્વારા આત્મા અંતે પરમાત્મા બને છે.    

આકાર થી નિરાકાર, સગુણથી નિર્ગુણ, યોગ થી અયોગી સુધીની આ અંતર યાત્રામાં પરમ પૂજ્ય ભાઈશ્રી, સૌને આવકારે છે.

ચાલો નજરાઇ જઈએ 

વિચારશીલ પ.પૂ. ભાઈશ્રી એમ કહેતા હોય છે કે ચિત્ત અધ્યાત્મમય રાખવું. તેમનો આત્મા સતત તેમના મનને, શુભ અને શુદ્ધ ભાવમાં  તથા કાર્યોમાં ધરી રાખે છે. ધીરજ અને આંતર જાગૃતિનો જ્યાં સમન્વય સધાય ત્યાં સમાધિ સહજ પ્રગટે છે. માટે ધીરજ અને આંતર જાગૃતિ એ સમાધિના આધારસ્તંભ છે. પ્રસન્નચિત્ત પ.પૂ.ભાઇશ્રીના સમાધિભાવથી જયારે આપણો આત્મા નજરાશે ત્યારે આપણે પણ એ જ સમાધિભાવમાં સરી જઇશું.

Divine awareness - Infinite Peace - અપૂર્વ અંતર જાગૃતિ - અનંત શાંતિ


We celebrate Param Pujya Bhaishree's divinity through the wonder of his virtues. Each month a different writer has captured the inspirations drawn from Bhaishree's life that shed light on these beautiful virtues and help us recognise his inner being.

This month we explore Param Pujya Bhaishree's virtues of Divine awareness - infinite peace.


Divine Awareness - Infinite Peace

The eternal religion of the soul is to always remain calm and experience unwavering peace. This is the essence of all the spiritual texts. 

Those who hold on to this quintessence, will be able to dwell in peace throughout their lives  and become an embodiment of Joy. In peace lies self-awareness. Knowledge of self-brings boundless joy. This is the perpetual timeless truth.

Divine Awareness 4.jpg

It's time to transform and change the dreadful past. 

Most of us are either delighted and absorbed or saddened and sucked by our own perception, thoughts, ambitions an emotions. We remain beguiled by our own ego. We are unable to look within. We miss out on our own true self. With joy and enthusiasm either we remain engrossed in worldly pursuits or wistfully keep crying and complaining about our awful destiny. We do exist but exist only externally. We get consumed by the extrinsic maelstrom. Thus, the reincarnation, the torment and torture continue. This has been our mournful past. Under Param Pujya Bhaishree’s pious refuge we want to see that this life becomes a game changer. Inner transformation becomes a reality. Let's start living as a soul and not as a body.

Pure divine infinite peace.

The Nature of our soul is to rest in peace. We find peace as we disengage ourselves from various worldly affairs. To treasure peace, the attention must return to its source. Peace is experienced when body mind and speech, all are at rest. Inner stability and profound equanimity lead us to peace. A responsible attitude that's righteous in every sense is peace. Peace is staying afloat and remaining detached while we perform our worldly duties. Peace prevails when there are no desires or expectations, fears or uneasiness. Harmonious smooth and sweet flow of life is peace. Love originates from peace and peace from Love. They both are universal. Even birds and animals can realise the peace that a saint emanates. All other virtues are embedded in this one single virtue. The peace that Param Pujya Bhaishree manifests is boundless and eternal. To be able to feel and worship His peaceful aura is our greatest blessing and inheritance.

Divine Awareness 1.jpg

Most of us get upset when we are surrounded by the chaos and the uproar. Enlightened souls like Param Pujya Bhaishree remain untouched. Peace is calming and it alleviates the stress. Yet a worldly soul finds it difficult to bear it for a longer period. He gets suffocated and wants freedom from the isolation. Solitude for a soul seeker is a graceful convenience. It helps him to ascend and reach the pinnacle of spirituality. 

Its self-awareness that gives access to peace and joy.

It is the inward facing path that leads us to awareness of who I am. It is knowledge of our own being. Thoughts and feelings ever keep changing but the knower who knows is constant. The knower is very evident. It is always there behind everything we do or experience. Thus being aware is a continuous experience. 

With deep contemplation and meditation, we clearly understand that we are the knower and the doer. Currently, our existence is embodied. It's through the body that we endure the fruition of the karma which we have ourself bounded. Along with everything else, we can certainly recognise our own presence. 

One can protect oneself with this stable awareness.  The difficulties borne by karma might surround us, we might need to pass through challenges, but this awareness will give us freedom from worry.  Patience and equanimity will be maintained.  Param Pujya Kalidasbhai writes: “As long as the focus remains eternally pure, tell me, how can we be stained by Karma?”  There is infinite peace in the depths of the ocean and such peace can be experienced in daily life by a seeker.  Param Pujya Bhaishree’s life exemplifies this.

Divine Awareness 9.jpg

The possessor of unique peace:  Lord Mahavir

If anyone can be said to possess unique peace, it is Lord Mahavir.  

His peace and bliss while enduring great austerities and torment are indescribable. 

When the Lord sat on the celestial assembly known as the Samavasaran, the love, compassion  and feelings of Ahimsa radiating from him, reached each and every being present there. 

This love had such a great impact that all living beings forgot their hatred and felt a universal friendship towards each other. Experiencing, abundant peace they remained free of any kind of fear.   

mahavir Samovasaran.jpg

May my inner inclinations become pacified

During his stay at Kavitha, Shrimad would go to the nearby jungles, post midnight and meditate there. Mosquitos would settle on him, in pretty much the same way, as one would drape a blanket. However absorbed in meditation, Shrimad, would have already transcended beyond the body and would purely be absorbed in the nature of the soul, would not be affected by this. While innumerable bites could clearly be visible on his skin, no sign of pain could be evident on his radiant face.

Divine Awareness 10.jpg

He embodied what he wrote in letter 850:  “May my inner inclinations become so pacified that an old deer might believe my body to be lifeless and rub his head against it to scratch away any itches.”

In another episode, once Param Krupalu Dev had gone to Dharampur. A British political agent had also come there to hunt during the same time. But as long as Shrimad was in the vicinity of that region, the agent did not find any prey at all.  The impact of Shrimad’s unique peace was such that the cruel and heartless inclinations of the British agent were defeated.  This is a miracle of peace, compassion and mercy.

A sacred living temple of peace and bliss

When we think of Bhaishree, then we find so many examples. Unprecedented wakefulness and peace has been woven seamlessly into his life. As the possessor infinite peacefulness, he is never in a hurry. He is always calm, irrespective of the situation whether it is conducive or unconducive, profitable or unprofitable, comfortable or painful, joyous or sad. He is an oasis for mortal beings trapped in mental, physical or social troubles.  When he receives any news, he takes note, maintains supreme composure and responds appropriately. 

Once it so happened that, when Bhaishree was in America for the celebration of Shrimad Rajchandra’s centennial anniversary, his mother’s condition suddenly became serious. On hearing the news, not a single expression on his pious face changed. His eternal peace remained constant. Then, acting as per the need of the hour, he patiently handed the responsibility for the programme and left for India.  

There are times when Bhaishree’s health does not support him. However, in these trying times also he always fulfills all his responsibilities at the Ashram. Nothing can disturb him. Whether things are going as per the plan or not, whether someone criticises him or sings his praises, within the everchanging karmic situations of this ever-changing life, his inner awareness and ocean of peace do not waver. He is an embodiment of eternal peace and bliss. Serenely pious, His sight itself is a pilgrimage for soul seekers.

Below we will explore the fundamental sources of strength for unprecedented awakening and infinite peace.  As we read these inspiring lines, we will see and feel Bhaishrees’s presence being manifested in each and every one of them. These paragraphs below effectively describe ever vigilant Bhaishree’s soul-centred striving, ever since he seeked the shelter of Param Pujya Bapuji. 

The Grace of the True Guru and the Attainment of the Seed of Enlightenment

Encountering a self-realised True Guru in this dark age is the fruit of great punya (merit). It is because of the presence of a True Guru that one can recognise the totally equanimous and detached nature of the Tirthankar Bhagwan, the essence of true religion is also revealed through his teachings. The soul is purified by observing his beneficial commandments, and so the basic fundamentals of our life slowly start changing. When the disciple becomes worthy, the True Guru, by his grace, bestows upon him the Seed of Enlightenment and leads him on the path of meditation.  The ray of concentration which once wandered externally, gathering karma, turns inward towards the soul. Renouncing outward identity and inclination, one dwells inwardly. 

IMG_5837-001.jpg

The pacification of the wandering mind/ The pacification of engaging in passing thoughts 

As the mind of a seeker whose quest is purely for moksh is purified, it ceases to engage in passing thoughts.This pure and pious mind, which has now become peaceful, stills itself.  Subtle contemplation by such a mind on the virtues and characteristics of the soul leads to a faith in consciousness itself. As the arising of thoughts and engagement in them diminish, the mind becomes absorbed in the soul’s conscious nature. At this moment, the seeker experiences unprecedented peace and bliss. The lamp of enlightened wakefulness is lit within him.

A state of freedom from sensual hankering

Someone who is deeply content in the bliss of his own nature is disinterested in outer objects.  A soul, whose desire for sensual pleasure is pacified or extinguished, enjoys a unique peace.

Freedom from duality

Someone who is beyond dualities experiences unique peace.  External circumstances do not impact one who has become still in the bliss of consciousness. A person dwelling in the light of inner bliss finds his path even in the depths of darkness. His pure pious life uplifts many others through unprecedented peace, love, compassion and sheer ecstasy. A person who harbours abundant love and universal friendship towards all living beings, treads carefully and causes no pain or suffering to anyone. Such a soul experiences unique peace.

Freedom from comparison

A life, where there is no competition or a desire to be better or appear better than others, where there are no opinions or prejudices, is simple and straightforward. One, who never engages in building his own recognition, experiences the effortless flow of unique peace.

A life of simplicity

A soul, who is content with only that, which  has been attained justly and isn’t bedazzled by the wonders of the world, dwells in peace 

In the shelter of a saint

The soul experiences freedom from worry and fear at the lotus feet of the True Guru.  In serving and caring for him, a unique peace is experienced, because we behold his presence as the living proof and embodiment of infinite peace.

Absence of desire to see and know the world

This related to three entities: The soul, the world and the life.  Once the soul of a seeker has recognised the pain and suffering inherent to this world, he becomes free from worldly life and can experience unique peace.

A life surrendered to God

One, who discharges his duties faithfully, with awareness and without any desire for the fruits of his actions, can be said to have truly surrendered himself to his destiny, to the fruition of karma. Feelings of anger are replaced with utmost peace when there is unshakeable faith in God. A steadfast and elevated soul, who does not dwell on the past and does not think about the future but is fully present in the moment, is the vehicle for unique peace.  Wherever such a great soul travels, all experience peace. 

Divine Awareness 6.jpg

A person who resides in inner awareness is  continuously surrounded by peace. If one is experiencing inner peace, and if the right perspective has been developed, then one can gain wisdom from everywhere. The peace of Bhaishree’s silence and the silence of his peace are both beyond this world.  If we strive for the peace within his silence, we too will master unprecedented awareness and infinite peace.

Equanimity - small size.jpg

અપૂર્વ અંતર જાગૃતિ - અનંત શાંતિ

સનાતન આત્મધર્મ તે શાંત થવું, વિરામ પામવું તે છે,  આખી દ્વાદશાંગીનો સાર પણ તે જ છે.
— શ્રીમદ્દ રાજચંદ્ર, વ્યાખ્યાનસાર, ૧ (૧૮)

જે કોઈ આ સારતત્વને જીવનભર ધરી રાખે છે તેનું જીવન પરમાનંદસ્વરૂપ બની જાય  છે. જ્યાં શાંતિ છે ત્યાં જ્ઞાનનું વેદન છે અને જ્યાં જ્ઞાનનું વેદન છે ત્યાં અઢળક આનંદ અનુભવાય છે. આ સનાતન સત્ય છે.

Divine Awareness 3.jpg

અનંત શાંતિ 

શાંતિ એ આત્માનો મૂળભૂત સ્વભાવ છે. શાંતિ એટલે કશું ન કરતા માત્ર પોતામાં રહેવું. શાંતિ એટલે સમતા, અંદરની સ્થિરતા. શાંતિ એટલે એક અનોખી પરિપક્વતા, અલિપ્તતા અને અસંગતા. આનંદમય નિર્દોષ જાગૃતિ, જ્યાં કોઈ ભય નથી, કે નથી કોઈ મૂંઝવણ. શાંતિ એટલે નિષ્કામ અને 

નિ:સ્પૃહ ભાવે સહજ વહેતું  પ્રશાંત જીવન. શાંતિ એટલે સ્થિતપ્રજ્ઞતા. અધ્યાત્મના શિખરે પહોંચેલા કોઈ મહાજ્ઞાની પુરુષની આ દશા છે. સાધનાની પરાકાષ્ઠા છે. આ શાંતિમાંથી પ્રગટ થાય છે વિશ્વપ્રેમ. જે પ્રેમને પશુ-પક્ષીઓ પણ અનુr. ભવી શકે છે. તે શાંતિ અનંત છે, અમર્યાદિત અને અસીમ છે, ચીરકાળ રહેનારી છે. આ પૂર્વેના અનંત ભવભ્રમણમાં આવી શાંતિ હજી સુધી અનુભવી નથી. તમામ ગુણોનો નિચોડ, તેનું સત્વ, આ એક ગુણમાં સમાય છે. પરમ પૂજ્ય ભાઈશ્રી આવી દિવ્યતમ શાંતિના પર્યાય છે, સજીવન મૂર્તિ છે. તેમની શાંતિને આપણે સહુ અનુભવી શકીએ છીએ અને એ જ આપણું સર્વોત્તમ સૌભાગ્ય છે. શાંતિ પમાડે, તેને સંત કહીએ. 

Divine Awareness 8.jpg

ઘોંઘાટ અને કોલાહલ હોય ત્યાં અજ્ઞાનીને સ્પષ્ટ અશાંતિ વેદાય છે પણ જેના અંતરનો કોલાહલ શમી ગયો છે તેને બહારની અવ્યવસ્થા, બુમરાણ કે શોરબકોરની કશી જ અસર થતી નથી. અંતરની નિરામય શાંતિમાં તેઓ હર્યાભર્યા સદૈવ પ્રસન્ન રહે છે. બહારની શાંતિ અજ્ઞાનીથી લાંબો સમય સહન થતી નથી જયારે જ્ઞાની તે શાંતિના સથવારે એકાંત અને અસંગ બની અધ્યાત્મના શિખરો ચઢી જાય છે.       

ઇતિહાસને બદલી નાંખીએ, રૂપાંતરિત થઈએ, દેહ મટી આત્મા બનીએ   

સંસાર સુધારવાના પ્રયત્નમાં જોડાયેલો દરેક માનવી, પોતાની દ્રષ્ટિ, વિચારધારા, સ્વપ્નો અને સંવેદનોથી ઘેરાયેલો છે. આ જ તેનો અહમ્ છે. કાં તો તે આનંદ અને ઉત્સાહ સાથે સંસારની માયાજાળમાં ડૂબેલો છે અને કાં તો ખેદ અને દુઃખ સાથે પોતાના નસીબને કોસતો રહે છે. પોતે પોતાને જ ભૂલી ગયો છે. તેનું સમગ્ર અસ્તિત્વ બહારમાં જ રોકાયેલું છે. પોતાનું ખરું અસ્તિવ અંદરમાં રહ્યું છે તે એ જાણતો નથી, અને જાણે છે તોયે, અંદર નજર નાંખવાની ક્યાં એને ફુરસદ છે. માટે ભવભ્રમણ, દુઃખ અને પીડાની પરંપરા ચાલુ જ રહે છે. આ આપણો કરુણ અને દયાજનક ઇતિહાસ છે. ભાઇશ્રીની નિશ્રામાં હવે બાજી બદલાવી નાંખીએ. આપણે રૂપાંતરિત થઈએ. દેહ મટી આત્મા બનીએ.

અપૂર્વ જાગૃતિમાંથી પ્રગટ થતી અનંત શાંતિ 

જ્યાં અપૂર્વ જાગૃતિ અનુભવાય છે ત્યાં જ અનંત શાંતિનું વેદન જીવ કરી શકે છે. આત્મભાવે જીવન જીવવું તેનું નામ અંતર જાગૃતિ. જાગૃતિ એટલે મોહનિદ્રામાંથી જાગવું. અનંત સંસાર-પરિભ્રમણમાં આવી જાગૃતિ આ પહેલાં આવી ન હતી.  દેહમાં હુંપણાનો ભાવ હતો તે હવે નથી રહ્યો. જ્ઞાનભાવનો દીપક પ્રદીપ્ત થયો છે. મન, વચન અને કાયા દ્વારા કાર્યો થઇ રહ્યા છે પણ એ લક્ષ રહે છે કે, હું આત્મા છું. આ પ્રકારની સ્થાયી સભાનતા અને સતર્કતા દ્વારા આત્મા પોતાનું રક્ષણ કરી શકે છે. કર્મકૃત  ઉપાધિઓ આવીને ઘેરી વળે, સંઘર્ષોમાંથી પસાર થવું પડે પણ આ જાગૃતિ નિશ્ચિંતતા આપે છે. ધીરજ અને સમતાને જાળવી રાખે છે. પ. પૂ. કાળીદાસ બાપુ લખે છે, “લક્ષ રહે જ્યાં સુધી નિત્ય નિર્મળ પણે, કરમનો ડાઘ કહો કેમ લાગે?”સાગરના પેટાળમાં અનંત શાંતિ છવાયેલી હોય છે એવી જ શાંતિનો અનુભવ સાધક રોજબરોજના જીવનમાં અનુભવી શકે છે. પ. પૂ. ભાઈશ્રી, એનું જીવંત ઉદાહરણ છે.     

Divine Awareness 7.jpg

અપૂર્વ શાંતિના પરમ ધારક ભગવાન શ્રી મહાવીર   

અપૂર્વ શાંતિના પરમ ધારક હોય તો તે છે તીર્થંકર ભગવાન શ્રી મહાવીર. ઘોર તપ અને ઉપસર્ગો સહન કરતી વખતે તેમની શાંતિ અને આત્માનો સમાધિ ભાવ અવર્ણનીય હતો. સમવસરણમાં તેઓ બિરાજે છે. જગતના તમામ જીવો માટે તેમના હૃદયમાં પ્રેમ છે. તે પ્રેમમાંથી પ્રગટ થતો અહિંસાભાવ એવો પ્રભાવક છે કે વૈરભાવને ભૂલી તમામ જીવો એકબીજા પ્રત્યે મૈત્રીની લાગણી અનુભવતા થાય છે. ભયરહિત તેઓ નિશ્ચિંત છે, પરમ શાંતિને અનુભવે છે.

mahavir Samovasaran.jpg

મારી ચિત્તવૃત્તિ એટલી શાંત થઇ જાઓ 

કાવિઠામાં મધરાત્રિ પછી, પરમ કૃપાળુ દેવ જંગલમાં જઈને ધ્યાન કરતા ત્યારે મચ્છરો અને અન્ય જંતુઓ જેમ ચાદર  વીંટળાયેલી હોય તેમ વીંટળાઇ જતાં. ધ્યાનમાં જેણે પોતાના દેહને વોસરાવી દીધો છે અને કેવળ આત્મસ્વરૂપે રહ્યા છે, એવા  વિદેહી શ્રીમદ્જીને તેની કોઈ અસર થતી ન હતી. ડંખના અનેક નિશાનો તેમના શરીર ઉપર સ્પષ્ટ દેખાતા, પણ છતાંએ ચહેરા ઉપર તેની પીડા લેશ માત્ર દેખાતી ન હતી. 

પત્રાંક ૮૫૦ માં શ્રીમદ્જી લખે છે, “મારી ચિત્તવૃત્તિ એટલી શાંત થઇ જાઓ કે, કોઈ વૃદ્ધ મૃગ જેના માથામાં ખુજલી હોય તે આ શરીરને જડપદાર્થ જાણી પોતાનું માથું ખુજલી મટાડવા આ શરીરને ઘસે !”

હવાફેર અર્થે પરમ કૃપાળુ દેવ ધરમપુર ગયા હતા. ત્યાંના પહાડી પ્રદેશોમાં એ વખતના પોલિટિકલ એજન્ટ ત્યાં શિકાર અર્થે આવ્યા હતા. પરમ કૃપાળુ દેવ, જ્યાં સુધી તે ભૂમિ ઉપર ઉપસ્થિત હતા ત્યાં સુધી તેમને કોઈ શિકાર મળ્યો નહિ. તેમની અપૂર્વ શાંતિનો પ્રભાવ એવો હતો કે ક્રૂર અને નિર્દય ભાવોએ હાર માનવી પડી. અપૂર્વ શાંતિ, દયા અને કરુણાનો આ ચમત્કાર  હતો.

શાંતિ અને સમાધિનું ભવ્ય જીવંત મંદિર 

ભાઈશ્રીનો વિચાર કરીએ તો કોઈ એક ઉદાહરણ નથી, તેમનું સમગ્ર જીવન આ અપૂર્વ જાગૃતિ અને અનંત શાંતિમાંથી જ પ્રગટ થાય છે. પારાવાર શાંતિના સ્વામી, તેઓ ક્યારેય ઉતાવળ કરતા નથી. પ્રતિકૂળ કે અનુકૂળ, લાભ કે હાનિ, સુખ કે દુઃખ, હર્ષ કે શોક વખતે તેઓ હરહંમેશ શાંત હોય. આધિ વ્યાધિ અને ઉપાધિમાં ફસાયેલા માનવીઓ માટે તેઓ વિસામો છે. કોઈ પણ સમાચાર સાંભળે તેની નોંધ લે અને ઘટતું કરે પણ તેમની સ્વસ્થતા બરકરાર હોય. માતા કુમુદબાની તબિયત ગંભીર છે એ સમાચાર આવ્યા તો દેહવિલય શતાબ્દીનો કાર્યક્રમ બીજાઓને સુપ્રત કરી તેઓ અમેરિકાથી પાછા ભારત આવ્યા. તે સમાચાર સાંભળી  તેમના મુખની કોઈ રેખા સુધ્ધાં ફરી ન હતી. નિરામય શાંતિ એવીને એવી જ રહી હતી. તેમનું સ્વાસ્થ્ય જયારે સારું ન હોય, આશ્રમના કાર્યોની વિવિધ જવાબદારીઓ નિભાવતા હોય, આયોજન પ્રમાણે બધું વ્યવસ્થિત ચાલતું હોય કે ન ચાલતું હોય, કોઈ તેમની નિંદા કરે કે પછી ગુણાનુવાદ, બદલાતા જીવનની બદલાતી કર્મ પરિસ્થિતિઓમાં તેમની એ અંતર જાગૃતિ અને અનંત શાંતિ એવા જ અડોલ રહે છે. શાંતિ અને સમાધિનું તેઓ ભવ્ય મંદિર છે. મુમુક્ષુઓ માટે તેઓ તીર્થ છે.                 

Divine Awareness 5.jpg

અપૂર્વ જાગૃતિ તેમજ અનંત શાંતિના મૂળ આધાર પરિબળો નીચે પ્રમાણે છે. આ દરેક મુદ્દામાં સાધકોને પરમ પૂજ્ય ભાઈશ્રી પ્રત્યક્ષ દેખાશે. પરમ પૂજ્ય બાપુજીનું શરણ ગ્રહ્યા  બાદ, અપ્રમત  એવા પરમ પૂજ્ય ભાઇશ્રીએ આત્મલક્ષે જે પુરુષાર્થ શરુ કર્યો તેની આ ગાથા છે. અધ્યાત્મની ચરમસીમાએ પહોંચી ગયા એના યશોગાન પણ આ જ મુદ્દાઓમાં સમાવિષ્ટ છે.       

સદગુરુ અનુગ્રહ, બોધીબીજની પ્રાપ્તિ 

આ પંચમકાળમાં આત્મજ્ઞાની સદગુરુ મળવા એ બહુ મોટી પુણ્યાત્મક ઘટના છે. નિર્ગ્રંથ સદગુરુ મળતાં સાચા દેવમાં રહેલી વીતરાગતા તેમજ સાચા ધર્મની ઓળખ થાય છે. સદગુરુના ઉપદેશનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન થતા, તત્વ ની ઊંડી વિચારણા શરુ થાય છે. તેમની કલ્યાણકારી આજ્ઞાઓને અપૂર્વ રુચિથી પાળતા આત્મા વિશુધ્ધ થતો જાય છે. જીવન મૂળથી બદલાય છે. જયારે શિષ્ય લાયક બને ત્યારે શ્રી સદગુરુ અનુગ્રહ કરી બોધીબીજની, ધ્યાન-સાધનાની પ્રાપ્તિ કરાવે છે. જે ઉપયોગ બહારમાં રહી કર્મોથી મલિન થતો હતો તે હવે પાછો આત્મા તરફ વળે છે. બહિરાત્મભાવ ત્યજી શિષ્ય અંતરાત્મભાવમાં નિવાસ કરતો થાય છે.           

જો સંકલ્પ-વિકલ્પ શમી જાય 

કેવળ મોક્ષનો અભિલાષી છે એવા સુશિષ્યનું મન પવિત્ર થતું જાય છે. ધર્મરંગથી રંગાયેલું પવિત્ર મન શાંત અને સ્થિર બનતું જાય છે. આત્માના ગુણ અને લક્ષણનું સૂક્ષ્મ ચિંતન થતાં ઉપયોગની પ્રતીતિ થાય છે. મનના સંકલ્પ તેમજ વિકલ્પ શમી જતાં મન આત્માના જ્ઞાનભાવમાં વિલીન થઇ જાય છે. આવી ક્ષણે સાધક અપૂર્વ શાંતિ અને સમાધિનો અનુભવ કરે છે. તેનાં અંતરમાં જ્ઞાન જાગૃતિનો દીવો પ્રદીપ્ત થાય છે.    

વિષયો પ્રત્યેની અપ્રયત્ન દશા વર્તે 

સ્વરૂપસુખથી જે પરિતૃપ્ત છે તેને પરપદાર્થની નિ:સ્પૃહતા વર્તે છે. ઇન્દ્રિયોના સુખભોગ માટેની ઈચ્છા જેની ઉપશમિત અથવા ક્ષય થઇ છે, એવા આત્માને અપૂર્વ શાંતિનું વેદન થાય છે.   

દ્વંદ્વોથી મુક્ત થાય 

દ્વંદ્વોથી જે પર છે તે અપૂર્વ શાંતિને માણી શકે છે. જ્ઞાનના આનંદમાં જે સ્થિર છે એને બહારની પરિસ્થિતિઓ અસર કરતી નથી. અંતરમાં ઉલ્લાસના તેજ ભર્યા હોય તેને ઘોર અંધકાર વચ્ચે પણ માર્ગ મળી જાય છે. અપૂર્વ શાંતિ, પ્રેમ, કરુણા અને સમાધિભાવમાં તેમનું પવિત્ર જીવન અનેકને પાવન કરે છે. જગતમૈત્રી અને નિર્વૈરબુદ્ધિ જ્યાં પ્રખર રીતે પરિણમે છે ત્યાં કોઈને દુઃખ કે પીડા ન પહોંચે તેની કાળજી લેવાય છે. આવા  આત્માને અપૂર્વ શાંતિ વેદાય છે.      

તુલનાત્મક દ્રષ્ટિથી મુક્ત થાય  

જ્યાં હરીફાઈ નથી, અન્યથી સારા થવાનો કે દેખાવાનો ભાવ નથી, જ્યાં અભિપ્રાય કે પૂર્વગ્રહ નથી, સરળ અને દંભ રહિતનું જીવન છે, પોતાના વ્યક્તિત્વ નિર્માણના પ્રયત્નમાં લેશ માત્ર જોડાવાપણું નથી, ત્યાં અપૂર્વ શાંતિ સહજ વહેતી રહે છે.  

સાદગી ભર્યું જીવન જીવે 

નિયતિ દ્વારા જે પ્રાપ્ત થયું છે તેમાં જ જેને સંતોષ છે, જગતની ચમકદમક જેને આંજી શકતી નથી તેનો આત્મા શાંતિ માં નિવાસ કરે છે.   

સંતના શરણમાં રહે

સદગુરુના શરણમાં જીવ નિશ્ચિંતતા અને નિર્ભયતા અનુભવે છે. તેમની સેવા અને સુશ્રુષામાં જીવ અપૂર્વ શાંતિનો અનુભવ કરે છે, કારણ કે અનંત શાંતિનું પ્રત્યક્ષ જીવંત અવલંબન, સાક્ષાત સામે વિદ્યમાન છે. 

જ્યાં જગતને જોવાનો કે જાણવાનો અભરખો નથી 

જીવ, જગત અને જીવન આ ત્રણ તત્વ છે. એક વાર આ દુઃખમય અને શોકસ્વરૂપ જગતને જાણી લીધું પછી જે સાધક આત્મા તે લૌકિક જીવનમાંથી નિવૃત થાય છે તે અપૂર્વ શાંતિને અનુભવી શકે છે.     

ઈશ્વરને સમર્પિત થયેલું જીવન.  

નિષ્ઠા અને જાગૃતિપૂર્વક જે પોતાના કર્મોને નિભાવે છે અને ફળની ઈચ્છા નથી રાખતા તે ખરા અર્થમાં પોતાની નિયતિને, પોતાના ઉદયને સમર્પિત થયા છે. પરમાત્મામાં અખંડ શ્રધ્ધા છે ત્યાં કોઈ ઉકળાટ નથી, કેવળ પરમ શાંતિ છે. ભૂતકાળને જે વાગોળતા નથી અને ભવિષ્યની જે ચિંતા કરતા નથી, કેવળ વર્તમાનની ક્ષણમાં શાશ્વત   છે તે સ્થિતપ્રજ્ઞ આત્મા અપૂર્વ શાંતિના વાહક છે. આવા મહાત્માઓ જ્યાં જાય ત્યાં સર્વને શાંતિ વેદાય છે.      

Divine Awareness 6.jpg

જે જાત સાથે જીવે છે, શાંતિ તેને સદૈવ વરેલી રહે છે. પાંદડે પાંદડે તત્વજ્ઞાન જ પથરાયેલું છે. જો અંતરમાં અનંત શાંતિ વેદાતી હોય અને જો દ્રષ્ટિ કેળવાયેલી રહે તો આ જગતમાં એક એક જગ્યાએથી જ્ઞાન મળે. ભાઇશ્રીના મૌનમાં રહેલી શાંતિ અને શાંતિમાં રહેલું મૌન અલૌકિક છે. તેમના મૌનમાં રહેલી એ શાંતિના આપણે ઉપાસક થઈએ. આરાધના કરીને આપણે પણ તે અપૂર્વ જાગૃતિ અને અનંત શાંતિના સ્વામી બનીએ. ૐ શાંતિ: શાંતિ: શાંતિ:    

Peaceful endurance 5.jpg

Moments of Insight:

Divine awareness - Infinite Peace - અપૂર્વ અંતર જાગૃતિ - અનંત શાંતિ

A seeker must always contemplate deeply and subtly on the nature of things. Contemplation means the effort put in to understand and grasp, the qualities, the defining characteristics and the very nature of a substance. A seeker whose mind has become still in observing his practice, possesses the power to contemplate subtly and for a while. Righteous and elevated striving can transform faith into experience. One can become a pure soul when the false identity with the body gets healed.  

Contemplation will lead to clarity and certainty on the nature of the soul.

When contemplation reaches the point of experience, it becomes an integrated experience.  There then remains no need for thought, for the very object of our thoughts has been experienced.  

Now the striving is to be directed at lengthening the flow of experience.  

True inner asceticism can be achieved when we reside in pure consciousness itself, i.e in one’s own nature.  Our own nature, is the harmonious union of the three jewels of conduct, perception and knowledge.  It is only in the human form that such striving can take place, but in order to achieve this patience and perseverance, effort and faith, renunciation and awareness will be needed.

Let us not fritter away this noble and extremely rare human birth through our mundane acts.  One who already has wealth but is constantly engaged in striving to attain more wealth is truly poor and foolish. Such a person never retires.  Moreover, he satisfies himself by thinking that gathering mere details is collecting wisdom.  He hence engages in knowing and understanding many subjects, rather than dedicating himself to grasping a single subject deeply, and being deeply absorbed and influenced by it.     

One who seeks, who thirsts, will find all.  A firm resolve to know and experience the highest truth is needed.  Behind this resolve lies a firm faith:  “Divinity is within me.  Even though in this present moment, I am intellectually connected to the body, but I am not this body, for I am the soul, God.  I will make good use of the energy awakened within me to overcome all obstacles and difficulties.”    

If there is one noble thought in this world, then it is that divinity is within me.  This not merely a thought, but is a truth for all souls.  This truth has been revealed through the ages by enlightened saints like Bhaishree.  There is immeasurable power within us.  Let us manifest it within this very lifetime.

Inner awakening is the striving and incomparable peace is its fruit.

For saints it is but naturally easy to remain in the flow of inner light, while we all lose ourselves in the activities driven by our mind, speech and body. 

While we might not have experienced the soul, we have certainly experienced the bitter fruits of impatience and distress.  Let’s resolve: “I will not make haste; I will build tolerance; while daily life will present a variety of circumstances, I will pass through them, remaining still and joyful; I will walk in a measured way, eat slowly, and not hurry when driving my car; I will lovingly wait for anyone who delays me; whatever someone comes to tell me, I will listen to them calmly; I will remain peaceful if someone criticises me or is angry towards me; I will deliberate over all decisions.  I will live a life both cultivated and disciplined.”

I will remained awakened within, taking inspiration from the living example of Bhaishree’s life, and enjoy the abundant experience of infinite peace within.

પ્રથમ તો મુમુક્ષુએ તત્વનું ભાવવાહી સૂક્ષ્મ ચિંતન કરવું રહ્યું. ચિંતન એટલે કોઈપણ પદાર્થને, દ્રવ્યને તેના ગુણ, લક્ષણ અને ધર્મથી ઓળખવનો અને પામવાનો પ્રયત્ન કરવો. જેનું મન સાધનામાં સ્થિર થયું છે તે સાધક આત્મા સૂક્ષ્મ અને લાંબા સમય સુધી ચિંતન કરવાની શક્તિ ધરાવે છે. અંતરની પ્રતીતિને અનુભૂતિમાં લઇ જવાનો, સમ્યક પરાક્રમ કરવાનો, દેહ મટી આત્મા બનવાનો આ અતિ મહાન કાર્ય છે.  આ ચિંતન દ્વારા આત્માનો નિર્ણય અને નિશ્ચય થાય છે. ચિંતન જયારે તત્વના અનુભવ સુધી પહોંચે ત્યારે  તે અનુભવમાં સમાઈ જવાનું છે. વિચાર કરવાની હવે આવશ્યકતા નથી. જેનો વિચાર કરતા હતા તેનો અનુભવ થઇ ગયો. હવે તે અનુભવની  ધારા  લાંબી  ચાલે એ પુરુષાર્થ કરવાનો રહ્યો. શુધ્ધ ઉપયોગમાં, સ્વભાવમાં રહેવું એજ ભાવ ચારિત્ર છે, દર્શન જ્ઞાન અને ચારિત્રની રત્નત્રય એકતા છે. મનુષ્યના ભવેજ તે પુરુષાર્થ શક્ય છે. ધીરજ અને ખંત, મહેનત અને નિષ્ઠા, ત્યાગ અને જાગૃતિ જોઈશે.

ઉત્તમ અને અતિ દુર્લભ એવા મનુષ્ય ભવને  રોજિંદા વ્યવહારિક કાર્યોમાં  આપણે ન ખર્ચી નાખીએ. સંપત્તિ  હોય છતાં જે સંપત્તિને મેળવવાના પ્રયત્નોમાં સતત જોડાયેલો  રહે છે તે ખરેખર, દિન, દરિદ્ર અને મૂઢ છે. નિવૃત્તિ નથી લેતો અને બીજું કે એક વિષયને ધરી રાખવાને, તેને સંસ્કારિત કરવાને બદલે  અનેક વિષયોને જાણવા અને સમજવાના પ્રયત્નોમાં જોડાઈ,  માહિતી મેળવી તેનેજ જ્ઞાન સમજીને સંતુષ્ઠ થઇ રહ્યો છે.

જે ખોજી છે, પિપાસુ છે, તેને બધું મળી રહે છે. પરમ સત્યને જાણવાનો અને માણવાનો સંકલ્પ જોઈએ. તે સંકલ્પની પાછળ એક દ્રઢ શ્રધ્ધાન રહ્યું છે કે મારામાં ઈશ્વર રહેલો છે. વર્તમાને, ભલે હું માનસિક રીતે દેહની સાથે જોડાયેલો છું પણ હું દેહ નથી જ  હું આત્મા પરમાત્મા છું. જે શક્તિ ઉજાગર થયેલી છે તેનો પૂર્ણપણે સદુપયોગ કરી હું તમામ અવરોધો અને મુશ્કેલીઓને ટાળીશ જ.

જો આ સંસારનો કોઈ શ્રેઠ વિચાર હોય તો એ છે કે મારામાં પરમ દિવ્યતા રહેલી છે. આ કેવળ વિચાર નથી પણ તમામ જીવાત્માઓનું સત્ય છે. ભાઈશ્રી જેવા જ્ઞાની પુરુષ દ્વારા યુગે યુગે આ મહાન સત્ય પ્રગટતું રહ્યું છે. આપણી અંદર અમાપ શક્તિ રહેલી છે તે શક્તિનો આવિર્ભાવ  આજ ભવે કરીયે 

અંતર જાગૃતિ એ પુરુષાર્થ છે અનન્ય શાંતિ એ તેનું ફળ છે. પરમ પૂજ્ય ભાઈશ્રી જેવા સંત માટે જ્ઞાનધારામા રહેવું એ સહજ છે, જયારે આપણે, યોગમાં અને યોગ દ્વારા થતા કાર્યોમાં  ખોવાય  જઈએ છીએ.

ભલે આત્માનો અનુભવ નથી પણ અધિરજ અને અશાંતિના કડવા ફળનો અનુભવ તો છેજ. સંકલ્પ કરીએ કે હું ઉતાવળ નહિ કરું. મારી સહનશીલતા વધારીશ. રોજિંદા જીવનમાં એવા અનેક પ્રસંગો આવતા રહે છે પણ હું સ્થિર અને પ્રસન્ન રહી તેમાંથી પસાર થઈશ. હું ધીમેથી  ચાલીશ, શાંતિથી ખાઈશ, ગાડી ચલાવતા ઉતાવળ નહિ કરું, કોઈની રાહ જોવી પડે તો હું પ્રેમપૂર્વક તેની રાહ જોઇશ, કોઈ કઈ કહેવા  આવે તોહ હું તેની વાત શાંત ચિત્તે સાંભળીશ. કોઈ મારી નિંદા કરે મારી ઉપર ગુસ્સે થાય તોપણ હું શાંત રહીશ, વિચાર પૂર્વક તમામ નિર્ણયો લઈશ. હું  કેળવાયેલું  સંયમિત જીવન જીવીશ. 

ભાઈશ્રીના જીવનનું અવલંબન લઇ હું અંદરમાં જાગતો રહીશ અને અનંત શાંતિના પ્રચુર અનુભવને માણતો રહીશ. 

Peaceful endurance - ઉદયને અનુસરતું જીવન


We celebrate Param Pujya Bhaishree's divinity through the wonder of his virtues. Each month a different writer has captured the inspirations drawn from Bhaishree's life that shed light on these beautiful virtues and help us recognise his inner being.

This month we explore Param Pujya Bhaishree's virtues of Peaceful Endurance.


Peaceful Endurance

Shrimad Rajchandra has stated in the ‘Six affirmations’ that each and every element in this universe including consciousness is engaged in some form of action or expression. Fundamentally, each element is the doer of its own existence, but externally it is the doer of certain actions too. While our pure consciousness is incarnated in the material world and is identified with a body, its actions certainly have repercussions. These repercussions, some of which may be experienced within moments, while others over the course of several lifetimes are what we call the fruition of karma. The ignorant soul, not recognising the events of one’s life as the fruition of his own past actions, engages in further bondage through thoughts and deeds of attachment and aversion and so the vicious cycle continues. Only the wise, enlightened beings have awakened to the virtuous path that can break this vicious cycle. They have realised that to break free from this cycle requires one to live their life in accordance with whatever their karmic destiny throws at them and to joyfully welcome it as the fruits of our own actions that have arisen only so that they may pass away.

IMG_5837-001.jpg

This radical acceptance slowly but steadily depletes these karmic reserves and in turn, the soul becomes lighter and stronger to further deal with whatever destiny throws at them. In joyful acceptance lies the great key to breaking free from these bondages. Param Pujya Bhaishree’s life is a marvellous example of this truth. One sees not the least of resistance to whatever arises in his life, good or bad, favourable or unfavourable, desirable or undesirable. All we see in him is graceful acceptance and conscious dealing with whatever needs to be attended to.

Param Pujya Bhaishree was a young man of just thirty-three, when he had a chance encounter with the enlightened saint and his future Guru Param Pujya Bapuji, as the later had come to Mumbai upon the insistence of some seekers. After this meeting as time passed, an inexplicable, ineffable devotion swelled within him and deep within him, he knew that he had met his true Guru.

Peaceful endurance 1.jpg

Despite being a householder with a business to manage and a large family including three young boys and his parents to support, Bhaishree knew his life had reached an inflection point and that he had to follow his heart’s calling. With all his love and dedication, he surrendered unto Bapuji and adopted his instructions for spiritual progress. Bapuji had always urged his disciples, to perform their duties to the hilt. Hence following his gurus directions, Bhaishree strived to maintain a perfect balance between his duties and spirituality. But the cosmic dice of destiny was determined not to leave this seeker alone without testing his commitment.

Peaceful endurance 3.jpg

On the very same day as his ‘arpanta’ ie his initiation into the path by Bapuji, a fire broke out in velvet-fabric manufacturing factory that Bhaishree used to manage. Much of the plant, equipment and inventory was left destroyed by the flames. As the news of this devastating incident broke, Bhaishree fell into a deep silence. Destiny had brought him to a crossroad. Two paths lay ahead of him, such a profound conundrum. On one hand was fear, panic & resistance. On the other joyful acceptance.

fire2.jpg

Bhaishree however was not one whose faith was to be shaken by the winds of change. Unperturbed inner-peace and composure were like the warp and weft that made up his very being from a very young age. Not only did he wholeheartedly accept what had occurred, this incident only went on to further strengthen his faith towards Bapuji and the path. Without the least amount of regret or remorse and with a smiling face in the midst of all of this. All along this process, he did not let his commitment to progressing on the path waver even a bit. On the contrary, he continued to progress by leaps and bounds. Silently he fought this internal battle, and emerged victorious without letting anyone in his family feel his pain. Little did anyone around ever know the tremendous internal transformation that was going through his being.

Allowing one’s life to unfold in accordance with whatever destiny throws at us is a very powerful practice in itself that can unlock numerous portals on the spiritual path. Resistance to life, resistance to what the present moment holds is the very way by which the ego keeps its stronghold upon us and prevents us from experiencing our true nature. A river never resists whatever comes along in its path. It delicately meanders along the land, in a graceful manner and eventually reaches and merges with the ocean. In the process, it nourishes the entire world and sustains all living beings. If our lives were to unfold in this very manner of the watercourse way, then steadily but surely we will reach, the ocean of infinite bliss and unconditional fulfilment, which lies deep within our true self. Bhaishree’s life holds testament to this very truth in the highest possible manner.

Just a few months after the above incident, there took place another seemingly minor incident, but one that had very deep repercussions on Bhaishree’s spiritual progress. In those days, the Raj Saubhag Ashram was located in an old and unoccupied house, which used to belong to Pujya Chotabhai Desai, who was Bapuji’s Guru. At every given opportunity, Bhaishree would find time to stay in the Ashram close to Bapuji. As with many tropical villages, the place was infested with flies and other such insects. One fine day as Bhaishree sat in meditation a fly flew over and perched itself on his face! As it wandered around all over and created a major distraction and irritation, Bhaishree was faced with two choices. Succumb to the most basic, involuntary and irresistible urge to tap it away so as to continue to meditate in peace and to avoid fearful thoughts of infections etc. Or to let go of all resistance and accept whatever life has thrown in this moment with unconditional love. Miraculously the young seeker in Bhaishree overcame the most basic of human urges and decided to accept life as it unfolds in all its glory. And in that moment of divine, unconditional acceptance the universe smiled and new doors were unlocked. A sudden realisation dawned upon Bhaishree – he was aware of the sensation of the fly on his face because his attention was drawn to it. As the fly walked around all over his face, his ray of attention followed it around and threw light upon that sensation. The sensation was not aware of itself or capable of making itself known, but it was this conscious attention that could enlighten that sensation! This attention was distinctly different from the body, indeed the body was an object of awareness within that conscious attention. And this attention was under his command, for he could draw it back into meditation by simply willing so. Lo and behold, in that very instance, out of his acceptance of the moment, Bhaishree attained the realisation that all of his experiences - both internal and external - were possible because of this ray of conscious attention. In other words, he attained unshakeable faith in the existence of consciousness. All of this was simple through the acceptance of the moment as it unfolded. Instead of cursing the fly for causing disturbances, Bhaishree instead ended up thanking it - for it had led to a fierce concentration of his ray of attention and in-turn its actualisation! The wise have always said that realisation of consciousness is the thread which will lead one to experience the pure Self. After all, how far can one be from the Sandalwood tree once one had spotted its fragrance; how far can one be from the fire, once its warm caress has been felt. So also this incident became the proverbial spark that would light up the haystack and lead Bhaishree to the full experience of the Divinity that lay within and which was indeed the source of that conscious ray of attention.

Equanimity - small size.jpg

Such is the power of accepting whatever arises without resistance. It is in flowing upstream that we expend our energy and find only frustration. Flowing downstream requires absolutely no effort, just loving acceptance and unconditional surrender to what is. Since those early experiences, Bhaishree’s entire life has blossomed into an exemplary, graceful ballet of accepting life exactly as it unfolds from moment to moment.

Within a few short years of meeting Bapuji, Bhaishree had attained the zenith of spirituality and seeing him as the most worthy ambassador of the eternal path, Bapuji declared him as his spiritual successor. Since that day on, at a young age of 50 years following his gurus agnya Bhaishree has left his personal life unfold without much interference from his side. If nature can take care of all her flora and fauna, why should we have to worry about our basic needs. With this principle at heart and considerable support and love from his brothers and family, he slowly withdrew himself from his business and family duties and dedicated himself in service to the Ashram and the multiplying numbers of spiritual seekers.

Perhaps Bhaishree’s greatest act of acceptance has been that, of unconditionally welcoming all those who came to the Ashram seeking spiritual growth. People from numerous backgrounds, preconceived notions, ideologies, tendencies, tempers and expectations would turn up from time to time. Some drank a few sips from the oasis and moved on, some stayed longer. Many would try and impose their ideas right from the smallest of things to the grandest and try to make to make dramatic changes. Yet all were embraced with the same love by Bhaishree. Masterfully, Bhaishree has walked the tightrope of growing the Ashram without ever deriding anyone’s point of view. He always listens to everyone’s ideas with rapt attention and welcomes them to work and develop those ideas. Despite knowing fully well that some of these people and their ideas would cause nothing but trouble, he has still wholeheartedly accepted all their suggestions and allowed them to take their due course. In doing so, each and everyone has felt welcomed and has received the necessary lessons that they were meant to learn. Equally the Ashram has continued to grow and numerous souls have continued to benefit spiritually.

Peaceful endurance 6.jpg

Often, people would react rudely, speak ill or act in a derogatory manner. It would have been easy for Bhaishree to sever such connections, or at the very least react from a place of righteous anger. Bhaishree however has so deeply internalised his unconditional acceptance of life’s ebbs and flows, that not only did he remain unmoved but he continued to shower his love upon those very people. Even the most parched of fields will eventually bear fruit when showered by the Sun’s light. So also, eventually everyone’s hearts would melt and sooner or later they would be enamoured by Bhaishree’s divine inner state.

External circumstances may be accepted and dealt with by many, but few can remain unflinching when it comes to bodily ailments. With his advancing age and extensive travel, Bhaishree’s health would often face severe trials. Not once though, did he ever make any attempt to seek relief from them. On the contrary, he would continue with his duties to the best of his capabilities, not skipping a single meeting or discourse. Followers would arrange doctors and medical treatments, and he would accept them without any resistance. Never was there anything in him but unconditional acceptance to the flow of life. Deep within he knew that he was only experiencing the fruits of his own past actions, and like waves on the ocean all these experiences would soon subside but the knower behind them would remain unaffected.

Truly, the lessons from Bhaishree’s life are numerous, but none is more powerful that his unconditional acceptance of destiny’s passes. Resistance to whatever arises is easy. Regret and remorse are natural. Weeping & wallowing in sorrow seem normal. Turning one’s face away and spiritually bypassing one’s destiny is a natural escape route. But accepting what is, in the loving embrace of open, empty, luminous awareness is only for the valorous few. In showering our loving awareness upon the most painful, unexpected and traumatic of experiences lies the great doorway to awakening. For it is in this brave act that the spiritual seeker has stood their ground and has invoked the courage to see the illumination beyond all dualities of darkness and light, favourable and unfavourable, pleasant and unpleasant, good and bad. In accepting and flowing along with life, Bhaishree has manifested abundance without any possessions, bliss without any limitations, love without any boundaries, unity without any divisions and existence without any resistance. This great penance of unconditional acceptance is experienced by all of us in Bhaishree through his childlike, pristine innocence and mirth at all times, one that is untouched by the world.

Bhaishree reaching up waving.jpg

By observing Bhaishree’s divine conduct, we can also inculcate this virtue of joyous acceptance of karmic fruition in our lives. To start with, we need to deeply imbibe the understanding that our entire life is a reflection of nothing but our own past actions. Everything from our physical bodies, health, intellect, wealth, family, status, problems, successes etc are a direct result of our past actions. At each juncture, life will throw at us whatever is due at that moment. Now if we were to rejoice in favourable situations and resent in unfavourable ones, then this course of action will only lead to more karmic bondage and further slow our spiritual progress. Instead, by the grace of the Guru, we have the capacity in us to accept with equanimity whatever has been handed to us, and consciously go about doing whatever is necessary. In doing so, we let go of what has arisen and prevent further bondage. The harder the circumstances, the greater must be our resolve to adhere to unconditional acceptance. Shrimad Rajchandra has pointed out that the wise spiritual adepts actually seek out difficult circumstances, for it is in such adverse conditions that they are able to summon the strength to delve deeper in their spiritual practice. Observing Bhaishree’s life unfold in this manner, as also reflecting upon the various trying incidences in his life is a powerful tool for us to inculcate this virtue. But most of all, it is Bhaishree’s magnanimous love towards all of us that shall be our pillar of support as well as guiding light to strive on, no matter where life takes us.

‘Row, row, row your boat,
Gently down the stream,
Merily, merily, merily, merily,
Life is but a dream’

Peaceful endurance 7.jpg

ઉદયને અનુસરતું જીવન

દરેક જીવાત્મા પોતાના આયુષ્ય દરમિયાન પળે પળે વિવિધ પ્રકારની પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે. જીવન એ વિવિધ પ્રકારના અનુભવોની હારમાળા છે. જે દેહ ધારણ કર્યો છે અને જે કાંઇ તે દેહ દ્વારા એ ભોગવે છે તે તમામ તેના જ પૂર્વે કરેલા કર્મોનું ફળ છે. વર્તમાનની દરેક ક્ષણમાં જે ઉદભવે છે તે જીવનો ઉદય છે. કર્મધારામાં, એક પછી એક ઉદયો વિદ્યમાન થતાં રહે છે. તે ઉદય આત્માની ઈચ્છા પ્રમાણે નહિ પણ કર્મના પરિપાક સ્વરૂપે પરિણમે છે. એક માત્ર મનુષ્યભવમાં, પૂર્ણ ખીલેલું સંજ્ઞિ મન હોવાથી તે ઉદયને કઈ રીતે નિભાવવો, સાખવો કે વેદવો તેની સ્વતંત્રતા પ્રાપ્ત છે. આ સત્તા તેનું સૌથી મોટું સદભાગ્ય છે. જ્ઞાની મહાત્માઓ, પોતાની ઈચ્છાઓનો નિરોધ કરીને, જ્ઞાનનાભાવના ઉલ્લાસમાં રહીને, જીવનની દરેક ક્ષણને સમભાવે જીવે છે અને તેનું જ નામ “વિચરે ઉદય પ્રયોગ” છે.  જ્ઞાનીનાં ચારિત્રનું આ અપ્રતિમ લક્ષણ છે.  જ્ઞાની આત્મધર્મમાં રહી કર્મ ભોગવે છે જયારે અજ્ઞાની દેહમાં ઓતપ્રોત હોવાને કારણે કર્મ ભોગવતી વખતે રાગ અને દ્વેષ કરીને ફરી પોતાના આત્માને બાંધે છે.

છ પદના પત્રમાં શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે સર્વ દ્રવ્ય પરિણામ ક્રિયા સહિત જ જોવામાં આવે છે. નિશ્ચયથી તે દ્રવ્યો સ્વ- સ્વરૂપનાં કર્તા છે પરંતું વ્યવહારથી તે બાહ્ય ક્રિયાનાં કર્તા છે. જ્યાં સુધી આત્મા દેહધારી છે અને જગતમાં પરિભ્રમણ કરે છે ત્યાં સુધી અવશ્ય તે પોતાના કરેલા કર્મના ફળનો ભોક્તા છે. તે ફળના પરિણામ અલ્પ ક્ષણોમાં પણ ભોગવાય છે અથવા ઘણાં ભવાંતરે ભોગવાય છે. જ્ઞાની શાંત ભાવે પોતાના ઉદયને સ્વીકારે છે, ન કોઈ ફરિયાદ કે ન કોઈ અંતરમાં ઉકળાટ. સ્વીકારની આવી ઉત્કૃષ્ટ  ભાવના હોવાથી સત્તામાં રહેલા કર્મો શિથિલ થતાં જાય છે અને સામે આવતા કર્મના ઉદય સામે લડવા માટે આત્મા સશક્ત બનતો જાય છે. શાંત સ્વીકારની ભાવનામાં કર્મની શૃંખલાને જીતવાની ચાવી રહેલ છે. પરમ પૂજ્ય ભાઈશ્રીનું જીવન આ જ સિદ્ધાંતને દર્શાવતું એક ઉત્તમ ઉદાહરણ છે. વ્હાઇશ્રીની દ્રષ્ટિ સંજોગોમાં કે પર પુદ્દગલમાં અટવાતી નથી પણ સ્વભાવમાં સ્થિર થાય છે. વૃત્તિઓને જ્ઞાનભાવમાં વિલીન કરી પરિણતીને સમતુલ્ય રાખી તેઓ દ્વંદ્વ થી મુક્ત રહે છે.  તેમના જીવનમાં જે કંઈ પણ થઈ રહ્યું છે - સારું કે નરસું,  શાતાજન્ય કે અશાતાજન્ય,  ઉચિત કે અનુચિત - તે પ્રત્યે તેઓને બિલકુલ પણ પ્રતિકાર ભાવના હોતી નથી. માત્ર સ્વીકાર ભાવના તથા તે પરિસ્થિતિમાં જે જે યોગ્ય છે તે તે તેઓ સાવચેતપણે કરતા રહે છે.

IMG_2571.jpg

માત્ર 33 વર્ષની ઉંમરે, મુંબઈમાં, પરમ પૂજ્ય ભાઈશ્રીનો ભેટો તેમના ગુરુ, જ્ઞાની સંત પરમ પૂજ્ય બાપુજી સાથે થયો હતો. શરૂઆતમાં આ મેળાપ એ તેમના માટે એક સામાન્ય મુલાકાત હતી, ભાઇશ્રીને ખ્યાલ ન આવ્યો કે મોક્ષનું બીજ બાપુજી તેમના અંતરમાં રોપી ગયા, પણ સમય જતાં ભાઇશ્રીના હૃદયમાં બાપુજી પ્રત્યેનું એક અવર્ણનીય આકર્ષણ ઊભું થતું ગયું અને તેઓ જાણી ગયા કે આ જ મારા તારણહાર, મારા સદગુરુ  છે. 

Peaceful endurance 4.jpg

સંયુક્ત પરિવારમાં સહુની સાથે રહેતા ભાઇશ્રીને અનેકવિધ ગૃહસ્થ જવાબદારીઓ હતી. કૌટુંબિક વ્યવસાયમાં કાર્યરત એવા ભાઇશ્રીએ પોતાના ભાઈઓની સાથે રહીને માતા-પિતાની સારસંભાળ  લેવાની  હતી. લૌકિક અને ભૌતિક જીવનમાં અલૌકિક વિચારધારાએ સામ્રાજ્ય જમાવ્યું. જીવનનો અભિગમ બદલાતા બધું બદલાવા લાગ્યું. અપૂર્વ ઉલ્લાસ ભાવ સાથે તેઓ તન-મન-ધન અને આત્માથી પ.પૂ. બાપુજીને સમર્પિત થયાં તથા તેમની આજ્ઞાને શિરોધાર્ય કરીને સાધનાની શરૂઆત કરી. 

ઉત્તમ સાધકની પરીક્ષા લેવા માટે  નિયતિ હરહંમેશ તૈયાર હોય છે. એવું બન્યું કે જે દિવસે ભાઈશ્રી બાપુજીને અર્પણ થયા, તે જ દિવસે  તેઓના કાપડનાં કારખાનામાં આગ લાગ્યાના સમાચાર આવ્યા.  આગને લીધે કારખાનામાં ખૂબ નુકશાની થઈ હતી. આવા સમાચાર આવ્યા છતાં પ.પૂ. ભાઈશ્રી શાંત જ રહ્યાં. ભય, ખેદ, દુઃખ કે ક્રોધ - તેમાનું કશું તેમને ન થયું. અસ્વીકાર કે પ્રતિકાર કરવાને બદલે તેમણે પરિસ્થિતિનો  શાંત સ્વીકાર કર્યો.

fire2.jpg

જે બને છે તે ન્યાયયુક્ત બને છે એવો ભાવ તેઓ સતત ધરાવતા. સતદેવ સતગુરૂ અને સતધર્મમાં તેમની શ્રદ્ધા અડગ હતી. આંતરિક શાંતિ તથા સૌમ્ય પ્રકૃતિ તો નાનપણથી જ તેમના જીવનમાં વણાયેલી હતી. કુટુંબ પરિવારની સાથે રહીને હસતા મુખે ભાઇશ્રીએ પોતાના કારખાનાનું ફરી નવનિર્માણ કર્યું. આ આખી પ્રવૃત્તિમાં તેઓએ પોતાની સાધનાને ગૌણ થવા ન દીધી. ખૂબ જ વેગથી તેઓ સાધનામાં પ્રગતિ કરતા રહ્યા. તેઓના હૃદયમાં સર્જાઈ રહેલા અદભુત આધ્યાત્મિક પરિવર્તનને તેમના ગુરુ સિવાય કોઈ જાણી શક્યું નહિ. 

જીવનનું તપ એ છે કે કર્મના ઉદયને વધાવી, આનંદપૂર્વક લયબદ્ધ રીતે વહેતા રહેવું. આવું પ્રશાંત જીવન જ્યાં વહે ત્યાં અધ્યાત્મના દરવાજાઓ આપોઆપ ઉઘડતા રહે છે. જીવનનો શાંત સ્વીકાર એ સમર્પણ છે જયારે તેનો વિરોધ એ અહંભાવને પોષણ આપે છે તથા જીવને પોતાના સાચા સ્વરૂપની અનુભૂતિથી દૂર રાખે છે. સાગર તરફ વહેતી નદીના પંથમાં જે કંઈ પણ આવે છે તે પ્રત્યે તેને કોઇ અરુચિ, અણગમો કે દ્વેષ નથી. બધા જ અવરોધોને ઓળંગી જઈ તે નદી પોતાના પ્રવાહને વહેતો રાખે છે અને અનુક્રમે તે સાગરમાં જઈ ભળી જાય છે. અવરોધો વચ્ચે વહેવા છતાં તે નદી સમસ્ત સૃષ્ટિને પોષણ આપે છે તથા આખી જીવાયોનીને સહાયક બને છે. જો આપણું જીવન પણ આ જ પ્રમાણે ઘડાશે તો અનુક્રમે આપણે પણ આપણી અંદર રહેલા શુદ્ધ આત્મસ્વરૂપી અનંત મહાસાગરમાં ભળી જઈશું. જ્ઞાનધારામાં રહીને કર્મધારાને પ્રેમપૂર્વક ભોગવી લેતા ભાઈશ્રી, પ્રયોગાત્મક રીતે દિવ્યજીવન જીવીને સહુને તેવું જીવન જીવવા માટે પ્રેરી રહ્યા છે.

શાંત સ્વીકારની આ ભાવનાને કારણે ભાઇશ્રીને ધ્યાન સાધનામાં આત્માનો ઉપયોગ લક્ષાયો. વર્ષ 1977 થી 1985 સુધી, શ્રી રાજ સોભાગ સત્સંગ  મંડળની બધી જ પ્રવૃતિઓ, સાયલા ગામમાં આવેલા ગુરુવર્ય પૂજ્ય છોટા બાપુના જૂનાં મકાનમાં જ ચાલતી. વ્યવસાયમાંથી નિવૃત્તિ લઇને ભાઈશ્રી અનેકવાર સાયલા જતા અને બાપુજીની નિશ્રામાં પોતાની સાધનામાં રક્ત રહેતા. 

તે કાળે સાયલામાં માખીઓ તેમજ મચ્છરોનો ખૂબ ઉપદ્રવ રહેતો. એક વેળા એવું બન્યું કે ભાઈશ્રી ધ્યાનમાં બેઠા કે એક માખી તેમના મુખ ઉપર આવીને બેઠી અને પછી મુખ ઉપર ફરવા લાગી. આંખ બંધ  કરીને ધ્યાન કરતા પ.પૂ.ભાઈશ્રી સમક્ષ બે ઉપાય હતા - કાં તો તે માખીને ઉડાડી દેવી કે જેથી શાંતિથી ધ્યાન થાય, અથવા તો કઈ પણ ન કરતા શાંતભાવે માખીનો સ્વીકાર કરવો. પ.પૂ.ભાઇશ્રીએ કર્મના ઉદયને આધીન થતાં જે કાંઈ થઈ રહ્યું હતું તેના દ્રષ્ટા બનવાનું પસંદ કર્યું. અને તે જ દિવ્ય પળે ભાઇશ્રીના અંતરમાં પ્રકાશ થયો કે ઉપયોગ તે તરફ જવાથી જ માખીના સ્પર્શનું જ્ઞાન થઇ રહ્યું છે. જેમ તે માખી ફરતી હતી તેમ તે ઉપયોગનું કિરણ તે તરફ દોરાતું હતું. માખીનો સ્પર્શ સ્વયં પોતાને જણાવવા સમર્થ નહતો પરંતુ આત્માના જ્ઞાન ઉપયોગમાં રહેલ ચૈતન્યતાના ગુણ વડે તે સ્પર્શની અનુભૂતિ થઈ રહી હતી. તે ઉપયોગ તો દેહ આદિથી સ્પષ્ટ ભિન્ન છે, વળી દેહ આદિ તમામ જ્ઞેય પદાર્થો છે તે આ ઉપયોગ વડે જણાય છે. જો ધારીએ તો આપણે તે ઉપયોગને વાળી, ફરી ધ્યાનમાં જોડી શકીએ છીએ. ધ્યાનની એ ધન્ય ક્ષણે ભાઇશ્રીને ઉપયોગની પ્રતીતિ થઈ ગઈ! એમ સ્પષ્ટ ખાતરી થઈ કે અંદર બાહરના જે પણ અનુભવો થઇ રહ્યા છે તે સર્વ માત્ર સ્વ-પર પ્રકાશક એવા ઉપયોગ વડે જ જણાઈ રહ્યા છે! માત્ર શાંત સ્વીકારને કારણે આવો ઉત્તમ જ્ઞાન અનુભવ થયો. તે માખી પ્રત્યે દ્વેષ ન કરતા ઊલટાનું ભાઇશ્રીએ તેનો આભાર માન્યો કારણ કે તેના જ સ્પર્શ વડે ઉપયોગ કેન્દ્રિત થયો અને તેથી તેની પ્રતીતિ થઇ! અનાદિકાળથી જ્ઞાનીઓ કહેતા આવ્યા છે કે ઉપયોગ વડે આત્મા સુધી પહોંચાય છે. આખરે ચંદનની સુવાસ આવ્યા પછી તે ચંદન વૃક્ષથી કેટલા દૂર રહી શકાય? એ જ પ્રમાણે આ ઉપયોગની પ્રતીતિ થવાથી અનુક્રમે ભાઈશ્રીને આત્માનો સાક્ષાત્કાર થયો.

Peaceful endurance 5.jpg

ઉદયને આધીન ન થતાં સાક્ષીભાવે ઉદયને અનુસરતા રહેવું એ ભાઇશ્રી માટે સહજ થઇ ગયું. જીવનનો પ્રવાહ ગમે તેવો વેગવંતો હોય પણ ભાઈશ્રી તેમાં ડૂબ્યા વગર વહેતા રહે છે. જગતને બદલવામાં, તેની વિરુદ્ધ તરવામાં આપણી શક્તિઓને શું કામ વેડફી નાખવી? એનાં કરતા આપણે સ્વયં બદલાઇ જવું. જ્ઞાન દર્શન અને ચારિત્રની અભેદતા અને અંતરની વીતરાગતામાં ભાઈશ્રીનો આત્મા અડોલ થઇ કર્મના ઉદયને અનુસરતો રહ્યો. જે જીવનમાં  કર્મના ઉદયનો પ્રભાવ નથી ત્યાં કોઈ આવેશ કે ઉશ્કેરાટ નથી, ફક્ત શાંત સ્વીકાર અને સમર્પણતા છે. પોતાના સાધક જીવનની શરૂઆતમાં બનેલી આવી ઘટનાઓ થકી ભાઈશ્રીનું જીવન પળે પળે ઉદયને અનુસરતું રહ્યું અને તેમનો આત્મા કર્મોથી મુક્ત થતો ગયો. શાંત સ્વીકાર એ સકામ નિર્જરા છે.

બાપુજીને અર્પણ થયા બાદ થોડાં જ વર્ષોમાં ભાઈશ્રી આધ્યાત્મના ઉચ્ચ શિખરે પહોંચી ગયા હતા. તેમના સર્વ ગુણોનું મૂલ્યાંકન કરી બાપુજીએ તેમને પોતાના આધ્યાત્મિક વારસદાર તરીકે જાહેર કર્યા.  તે દિવસથી ભાઇશ્રીએ પોતાના નિજી જીવનને સંપૂર્ણપણે કર્મના ઉદયાધીન કરી દીધું. આ સમયે ભાઇશ્રીની ઉમર 50 વર્ષની હતી. તેમના સંતાનો પણ હવે સાવ નાના ન હતા. ભાઈઓનો સાથ હતો તેથી તેઓ પોતાના કુટુંબના જીવનનિર્વાહ માટે નિશ્ચિંત હતા અને સાથોસાથ મનમાં તેઓ વિચાર કરતા કે સૃષ્ટિમાં રહેલ સર્વ જીવોને પોત-પોતાના કર્મોદય પ્રમાણે ભરણપોષણ મળી રહે છે, તો આપણે શા માટે  તેની ચિંતા કરવી? - આ સિદ્ધાંતને અનુલક્ષી તેઓ અનુક્રમે પોતાની વ્યવહારિક અને કાર્યકારી ફરજોથી ધીમે-ધીમે નિવૃત્ત થતાં ગયા. પોતાના સમસ્ત યોગક્ષેમને આશ્રમ તથા મુમુક્ષુઓની આધ્યાત્મિક ઉન્નતિ માટે સમર્પિત કર્યું. સ્વ-પર કલ્યાણ એ જ જીવનનો ઉદેશ બન્યો. 

Surrender 3.jpg

પ.પૂ. ભાઇશ્રીના જીવનમાં ડોકિયું કરીએ ત્યારે જણાય કે શાંત સ્વીકારની ભાવના કેટલી અધિક તેમનામાં વિકસેલી હતી. તેઓ આશ્રમમાં આવેલ દરેક જીવને ઉલ્લાસથી આવકાર આપતા. ચિત્ર-વિચિત્ર પ્રકૃતિઓ ધરાવતા, વિધ વિધ મત-મતાંતરોમાં માનતા, જુદી-જુદી આશાઓને લઈને અનેક વ્યક્તિઓ આશ્રમમાં આવે છે. તેમાંનાં અમુક વ્યક્તિઓ સાધના માટે લાંબા કાળ સુધી આશ્રમમાં રહે છે. તેમાંના કોઈક આડંબરભર્યું જીવન જીવી પોતાનું વર્ચસ્વ સ્થાપવાના પ્રયત્નો પણ કરે છે, છતાં તે સર્વને ભાઈશ્રી તરફથી એકસરખો પ્રેમ પ્રાપ્ત થતો રહે છે. આશ્ચર્યજનક વાત એ છે કે કોઈનું મન દુભાય નહીં એ રીતે ભાઈશ્રી વ્યવહાર કરે છે.  અમુક વ્યક્તિઓ દૂધમાંથી પૂળા કાઢી માત્ર સલાહ અને સૂચનો આપતા રહેશે એમ જાણતા છતાં ભાઈશ્રી શાંતપણે તેઓને સાંભળે અને સહન કરે. પ.પૂ. ભાઈશ્રીનાં આવા કરુણાસભર વલણથી તે વ્યક્તિઓનું અપમાન પણ ન થતું  અને તેઓ સ્વયમ પોતાની ભૂલ જાણી પોતાની પ્રકૃતિને બદલતા. ભાઇશ્રીની નિરામય શાંતિ અને પ્રસન્નભાવ થકી આશ્રમની ખૂબ ઉન્નતિ થતી ગઈ અને વધતી સંખ્યામાં અનેક જીવો આધ્યાત્મિક માર્ગે પ્રગતિ પામતા ગયાં.

પરમ પૂજ્ય ભાઈશ્રીનું ઉદયાધીન પવિત્ર જીવન

ઘણી વખત એવું પણ બનતું કે લોકો અનુચિત વ્યવહાર કરતા. આવી પરિસ્થિતિમાં સામાન્ય વ્યક્તિ કાંતો તે લોકો સમક્ષ ક્રોધજનિત વ્યવહાર કરે અથવા તો આવી વ્યક્તિઓ સાથે સંબંધ તોડી નાંખવારુપ સહેલો રસ્તો પસંદ કરે, પરંતું એમ ન કરતાં ભાઈશ્રી તો તે વ્યક્તિઓ પ્રત્યે અસીમ પ્રેમ વરસાવતા રહ્યાં! ભાઇશ્રીનાં આવા નિઃસ્વાર્થ અને કરુણાસભર પ્રેમનો અનુભવ તથા તેમની ઉચ્ચ દશાની પ્રતીતિ થતાં તે જ વ્યક્તિઓના હૃદયમાં ભાઈશ્રી પ્રત્યે પ્રેમ અને ભક્તિ ઉભરાવા લાગી!

બાહ્ય પરિસ્થિતિઓનો સહજ સ્વીકાર એ કદાચ સરળ હોઇ શકે, પણ જ્યારે શારીરિક તકલીફ આવે ત્યારે ઉદયાધીન વર્તવું એ ઘણું કઠિન છે. જેમ જેમ પ.પૂ.ભાઈશ્રીની ઉંમર વધતી ગઈ તથા દેશ-પરદેશની ધર્મ યાત્રાઓ પણ વધતી ગઈ તેમ તેમ તેમને શારીરિક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો. આવી પરિસ્થિતિઓમાં પણ ગમે તેટલી તકલીફ હોય, છતાં તેઓ એક પણ સત્સંગ અથવા આયોજિત મુલાકાતોમાં પોતે ગેરહાજર રહ્યાં નથી. પોતાના જીવનને કર્મના ઉદય પ્રમાણે વહેવા દેવું એ જ એમની અહર્નિશ સાધના હતી. હૃદયમાં તો એવી ભાવના સ્થિર હતી કે જે થઈ રહ્યું છે તે મારા જ પૂર્વે કરેલા કર્મના ફ્ળ છે અને હું તો માત્ર તેનો જોનાર અને જાણનાર છું.

ખરેખર, ભાઈશ્રી તો અગણિત ગુણોના ભંડાર છે પણ તેમાં શિરોમણી ગુણ જો કોઈ હોય તો તે છે ઉદયને અનુસરતું જીવન. સામાન્ય રીતે, જે થઈ રહ્યું હોય તે પ્રત્યે સહજ ભાવ-અભાવ થતો હોય, ઘણી વાર ખેદ તો અમુક સંજોગોમાં ખૂબ હર્ષની લાગણીઓ અનુભવીએ, અને તે સહેજેે જાહેર પણ થઇ જાય. અજ્ઞાની જીવ માટે રડવું અને કજીયા કરવા એ સ્વાભાવિક છે. વિપરીત પરિસ્થિતિઓમાં પોતાનું મોઢું ફેરવી નાખવું અને ભાગ્યોદયથી દૂર ભાગવાનો પ્રયત્ન તો સામાન્ય બાબત છે. પરંતુ જે થઇ રહ્યું છે તેને જેમ છે તેમ જ પોતાના અનંત, અસીમ, ચૈતન્ય સ્વભાવથી આવકારવું એ તો વિરલા જીવોનું જ કામ છે. જીવનની દરેક દુઃખદાયક ઘટનાઓમાં શાંત સ્વીકારની ભાવના રાખવી એ આધ્યાત્મિક ઉન્નતિના ભવ્ય પગથિયાં છે. ઉદયને અનુસરતું જીવન જીવવાથી સાધકમાં દિવ્ય શક્તિ સ્ફૂરાયમાન થાય છે અને તેથી તે સર્વ દ્વન્દ્વોથી ઉપરામ, ઉદાસીન થાય છે. પ.પૂ. ભાઈશ્રીના મુખ ઉપર સદૈવ રહેતા પ્રેમભર્યા નિર્દોષ સ્મિત દ્વારા તેમનો આ શાંત સ્વીકારનો મહાન ગુણ  અનુભવાય છે. 

ઉદયને અનુસરતું જીવન જીવવા માટેની કૂંચીઓ

પ.પૂ.ભાઇશ્રીના આવા દિવ્ય ચારિત્રને જોઈ આપણે પણ આપણું જીવન ઉદયને અનુસરતું બનાવી શકીએ છીએ. તે માટે સૌ પ્રથમ તો આપણે એવો નિશ્ચય કરવો પડશે કે આપણી આખી જિંદગી માત્ર આપણા પૂર્વે કરેલા કૃત્યોના ફળસ્વરૂપે જ ચાલી રહી છે. 

આપણું સમસ્ત અસ્તિત્વ, આપણું શરીર, સ્વાસ્થ, બુદ્ધિમતા, ધન-ધાન્ય, કુટુંબ, સત્તા, પરિસ્થિતિઓ ઇત્યાદિ બધાં જ આપણા પૂર્વે કરેલા કર્મોના પરિણામો છે. માટે જો, જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં આપણે રાગ-દ્વેષ કરીશું તો નવા કર્મો બાંધતા જ રહીશું અને સાથે આપણી આધ્યાત્મિક પ્રગતિ પણ અટકેલી રહેશે. પરંતુ ગુરુકૃપાથી આપણામાં એવી શક્તિ છે કે આપણે સમભાવથી જે થાય છે તેને વેદી શકીએ. એ પ્રમાણે કરવાથી ઉદયમાં આવેલાં કર્મો ખરતાં જશે અને નવા કર્મો બંધાશે નહીં. જેટલી કઠિન પરિસ્થિતિ તેટલો મજબૂત આપણો શાંત સ્વીકારનો ભાવ હોવો જોઈએ.  

શ્રીમદ રાજચંદ્રજી કહે છે કે જ્ઞાનીઓ તો વિપરીત પરિસ્થિતિઓને ઈચ્છે છે કારણ કે તે પરિસ્થિતિમાં તેઓ વિશેષ આત્મઉન્નતિ સાધી શકે છે. ભાઇશ્રીના જીવનના દ્રષ્ટાંતો તથા તેઓનો આપણા પ્રત્યેનો નિષ્કામ પ્રેમ એ આપણને આપણું જીવન ઉદય અનુસાર જીવવાની શક્તિ આપે છે. 

IMG_2415-X4 2.jpg

જીવનશૈલીમાં બદલાવ લાવીએ 

અભિપ્રાય કે પ્રતિભાવ ન આપવો અને કોઈ પ્રતિક્રિયા પણ ન કરવી. જે કંઈ કરવું પડે તે જાગૃતિપૂર્વક સમભાવ જાળવીને કરવું.

ધીરજ અને ગંભીરતાના, સહનશીલતા તેમજ ક્ષમાના ગુણોને જીવનમાં વિકસાવતા રહીએ.   

વૈરાગ્ય અને ઉપશમભાવ જગાડે એવી 16 ભાવનાઓનું ચિંતન કરતા રહીએ. 

ઈચ્છાઓ અને અપેક્ષાઓ ન સેવીએ.

સાદગીભર્યું સરળ જીવન જીવીએ.     

ઇન્દ્રિયોને સંયમિત રાખીએ.  

સંસારી મનોરથો ન સેવીએ.

ઝાઝાનો સહવાસ ન સેવતા, એકાંત અને અસંગતાનો મહાવરો કેળવીએ. 

તત્વચિંતન દ્વારા ઉત્તમ પ્રજ્ઞા કેળવીને જ્ઞાતાભાવમાં રહેવાનો પુરુષાર્થ કરીએ.


Moments of Insight: Peaceful Endurance

Some of us might think of living life in accordance with karmic fruition as a sort of submissive, fatalistic practice of self-denial. But the truth is, in fact, quite contrary. Karma works in numerous ways. Often, the act of acceptance requires us to step out of our comfort zone, summon up every fibre of courage and venture into the unknown to pursue our true purpose in life.

A courageous person braces for bad times with fortitude whereas a gnani (self-realised soul) embraces bad times with a smile. Param Pujya Bhaishree’s life is a stunning example of such courageous acceptance and the resulting blessings that flowed from it.

Bhagwan Mahavir sought and solicited atonement for his past sins. Eschewing the lap of luxury he was born into, he deliberately walked into alien lands where he was ridiculed, abused, beaten, mauled and tortured for 12 and half years. Yet, not for a moment did he flinch or have second thoughts or turn back to the comfort of a cosy life. Not for a moment did he lose his equilibrium. He remained compassionate towards his tormentors; he remained a picture of total calm, radiating peace even as they rained blows on him and hammered nails in his ears. 

Having accumulated a heavy karmic baggage from his previous births, this was his penance. He suffered unspeakable torture with a serene grace stemming from the fountain of spiritual abundance that coursed unfettered within him. All that mattered to him was his goal – that of salvation (moksh). Each adversity was, to him, a boon in disguise, taking him closer to his goal by clearing the path of his bad karmas. His was not an antithetical approach of zero resistance but a pro-active approach of joyful endurance.  
Param Krupalu Dev Shrimad Rajchandra had a promising future awaiting him. His extraordinary ability to attend to a hundred things at the same time (shatavdhan) brought him widespread acclaim and enthusiastic invitations for performances. He was feted, honoured and admired. An ordinary person would have got readily sucked into the dazzle of fame and wealth. But Shrimadji remained completely unmoved and unruffled by such temptations. To him, these demonstrations of mental prowess were but a tiny glimpse into the power of the soul. Renouncing the lure of the limelight, he pursued his goal of self-realisation zealously.

To Bhaishree, such expression of admiration is more agonizing than flattering. In his sublime humility, he mentally surrenders all praise to his guru. He goes inward, and conceives that the appreciation is directed at Bapuji. Whenever Bhaishree enters the Kalyan hall in the ashram, he is greeted by devout mumukshus with three pranams. At such moments, Bhaishree almost invariably closes his eyes in meditation, and, after adding his own salutations, offers the devotional expressions of the mumukshus to Bhagwan Mahavir, Krupalu Dev and Bapuji.

Ditto for individual pranams. Typically, Bhaishree folds his hands even before the person greeting him does so. He has no desire for veneration and admiration, or even the notional superiority of being a Guru. Having evolved above the most treacherous and trickiest of human frailties, he is extremely vigilant about never slipping into the quicksand of flattery and maintaining his detachment in all circumstances – good and bad.

The manifestation of all karmas, bad as well as good, is treacherous and a gnani does not make the fatal mistake of identifying with either. He owns nothing that belongs to this world.

એક બહાદુર અને હિંમતવાન વ્યક્તિ, મક્કમ મનોબળ સાથે  મુશ્કેલીઓનો સામનો કરે છે, જ્યારે આત્મજ્ઞાની મહાત્મા મુશ્કેલીઓને  પ્રેમપૂર્વક આવકારે છે! બન્નેના વલણ સકારાત્મક છે છતાં, બન્નેનાં આશય અને લક્ષ તદ્દન જુદાં છે. એકને જીવનમાં યશસ્વી થવું છે તો એકને કર્મોથી મુક્ત. એકને સંસારમાં સફળ થવાનો હર્ષોલ્લાસ છે તો એકને તે સંસાર પાર ઉતરવાનો આનંદ છે.   

મોક્ષને ઇચ્છતા અધ્યાત્મયોગી પુરુષો, કર્મકૃત ઉદયને  શાંતભાવે સ્વીકારી લે છે. સમભાવમાં સ્થિર થઇ તેમાંથી સંવર અને નિર્જરાના પરિણામો કેળવીને પસાર થતાં રહે છે. આમ હોવા છતાં, ઉદયમાં જ્યારે શુભ કર્મો ઉત્કૃષ્ટ ભૌતિક સુખ લઈને સામે ઉભા રહે છે ત્યારે તેઓ ઉદીરણા કરીને તપ અને ત્યાગનો, કષ્ટ સહન કરવાનો માર્ગ ગ્રહણ કરે છે. અબાધિત કાળના અનંત કર્મોને એક ભવમાં ભોગવી લેવાનું શૌર્ય તેમના આત્મામાં ભરપૂર રહેલું હોય છે. ઘોર અશુભ કર્મો ઉદય સ્વરૂપે સામે આવે છે પણ નતમસ્તક થઇ ચાલ્યા જાય છે. આત્માની અમૃતધારામાં નિવાસ કરતા મહાપુરુષોને કર્મોદયનું ઝેર ડંખી શકતું નથી.        

પરમ પૂજ્ય ભાઈશ્રી કહે છે કે, જ્ઞાનીપુરુષ પોતાનાં અશુભ કર્મોને ખપાવવા માટે તેનાં ફળરૂપ ઉદયની આતુરતાપૂર્વક રાહ જોતાં હોય છે. તેઓ તેને અંતરના આનંદ સાથે વધાવે છે અને પરિણામે તેઓ પોતાના આત્મા ઉપર રહેલા કર્મરૂપી આવરણને ઝડપથી દૂર કરી શાશ્વત સુખના ધામ, "મોક્ષ" તરફ પ્રયાણ કરે છે.

ભગવાન મહાવીરે રાજમહેલને છોડી, ત્યાગનો માર્ગ ગ્રહણ કર્યો. ઉપસર્ગોની અગનવર્ષામાં સામે ચાલીને નીકળી પડ્યાં. તપ, સાધના અને ધ્યાનનો અપ્રમત્ત પુરુષાર્થ આદરી, હૃદયમાં પ્રેમ, કરુણા તેમજ મૈત્રીભાવને ધારણ કરી કર્મક્ષયના પંથે આગળ વધવા લાગ્યા. એક પછી એક, અનેક ઘોર ઉપસર્ગો શરુ થયાં. આપત્તિઓની આંધી વચ્ચે ભગવાને સમતાનો દીપક પ્રજ્વલ્લિત રાખ્યો. દેહની સંભાળ ન લેવાનો સંકલ્પ ભગવાને દીક્ષા લીધી ત્યારથી જ કર્યો હતો.

ઉપસર્ગો દરમિયાન ઘૃણા, તિરસ્કાર, માનસિક યાતના, પરાકાષ્ઠાની શારીરિક પીડા અને પારાવાર દુઃખ તેમણે હસતા મોઢે સહન કર્યા. કાનમાં ખીલાં ઠોકાયા, પગમાં ખીર રાંધવામાં આવી, અણીદાર શસ્ત્રોથી અનેકવાર હણાયા, હાથી, સિંહ જેવા હિંસક પશુના રૂપ ધરી યક્ષોએ તેમને ખૂબ સતાવ્યા છતાં, તેઓ ધ્યાનમાં અચલિત રહ્યા.  જ્યાં ઉપસર્ગો થવાની સંભાવના હતી તેવા ક્ષેત્રોમાં તેઓએ સામે ચાલીને વિહાર કર્યો! સાડા બાર વર્ષ સુધી ઘોર તપશ્ચર્યા કરીને, ઉપસર્ગોમાં અડોલ રહીને, તેમની દિવ્યતમ જ્ઞાન ચેતનાએ કર્મોને ભસ્મીભૂત કરી નાંખ્યાં.

તેમના ચિત્તમાં પ્રત્યેક આત્મા માટેનો અસીમ કલ્યાણ ભાવ હતો.  તેમના સંયમી આત્માએ, આત્મશક્તિના પ્રચંડ પ્રભાવનો વિશ્વને પરિચય આપ્યો. તેમના આત્માની ગુણસમૃદ્ધિનો સ્પષ્ટ ખ્યાલ તેમની સહનશીલતા અને ક્ષમાના ભાવોમાંથી પ્રગટ થાય છે. પોતાના ઉદયને તેમણે આવકાર્યો અને કર્મોને હંફાવી દીધા. અંતે કેવળજ્ઞાન પ્રગટ કરી સર્વજ્ઞનું બિરુદ પ્રાપ્ત કર્યું. ભવતારક તીર્થંકર બનીને તેમણે અનેકને તાર્યા અને તારી રહ્યા છે.

શતાવધાનના પ્રયોગ બાદ પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીને, અતિ ઉજ્જવળ ભવિષ્ય આવકારી રહ્યું હતું. તેઓમાં રહેલી શતાવધાન કરવાની અદ્ભૂત અને અસામાન્ય ક્ષમતાને કારણે તેઓને વૈશ્વિક પ્રશંસા અને પ્રસિદ્ધિ પ્રાપ્ત થઇ. મુંબઈના ઉદ્યોગપતિઓ તથા અન્ય પ્રતિષ્ઠિત વર્ગ તેમની સાથે સંબંધ બાંધવા તત્પર હતા. વવાણીયાથી મુંબઈ આવેલા શ્રીમદ્ માટે મુંબઈમાં ઠરીઠામ થવા આ સંબંધો ખૂબ ઉપયોગી સાબિત થાય એમ હતા છતાં, પરમ વૈરાગી અને નિ:સ્પૃહી શ્રીમદે તે પુણ્યવંત ઉદયને પીઠ બતાવી સાદગીભર્યું નિર્મળ જીવન જીવવાનો સંકલ્પ કર્યો. દેશ વિદેશમાંથી તેઓમાં રહેલ અસાધારણ અવધાન શક્તિને પ્રદર્શિત કરવા માટે આવેલા અનેક આમંત્રણોનો અસ્વીકાર કરીને આધ્યાત્મિક પુરુષાર્થમાં જોડાયેલા રહ્યા. એક સામાન્ય વ્યક્તિ ખ્યાતિ અને સંપત્તિની વિલાસી ચમકદમકથી અંજાઈને સહેલાઈથી તે તરફ ખેંચાઈ જાય છે, પરંતુ શ્રીમદ્જી તો આવા પ્રલોભનોથી તલભાર પણ વિચલિત ન થયાં. તેમનાં માટે તો આ માનસિક કૌશલ્યનું પ્રદર્શન એ આત્માની અનંત શક્તિઓની ખૂબ જ નાનકડી એક ઝાંખી હતી. પ્રસિદ્ધિથી દૂર રહેવાનું નક્કી કરી તેઓએ ખૂબ ઉમંગ અને ઉત્સાહથી પોતાના મુખ્ય લક્ષ - આત્મજ્ઞાન માટે પુરુષાર્થ વધાર્યો.

પ.પૂ. બાપુજીએ આધ્યાત્મિક જવાબદારી સોંપી તે દિવસથી દાસાનુદાસ ભાવે પ.પૂ. ભાઈશ્રીએ પોતાનું જીવન આશ્રમ તેમજ મુમુક્ષુના કલ્યાણ અર્થે સમર્પિત કર્યું છે. પ.પૂ. ભાઈશ્રી જયારે જ્યારે પોતાની પ્રશંસા સાંભળે છે ત્યારે તેઓ અંતરમાં મૂંઝાય છે. ફરી ફરીને, જીવનભર, પોતાના ગુણગ્રામ સાંભળવા એ પણ એક પ્રકારનો પ્રતિકૂળ ઉદય છે. તેઓ સ્વરૂપમગ્ન બની જાણે બાપુજીની વાત ચાલતી હોય એવી રીતે બેઠા હોય. સદૈવ ઉત્કૃષ્ટ લઘુતા ભાવમાં નિવાસ કરતા પ.પૂ. ભાઇશ્રી, સ્વાધ્યાય માટે કલ્યાણ હોલ ￰પધારે ત્યારે સહુ તેમને ત્રણ નમસ્કાર કરે. એ સમયે ભાઈશ્રી પોતે ધ્યાનસ્થ ભાવે આંખ બંધ કરી લે છે. જે અહોભાવથી મુમુક્ષુઓ વંદન કરે છે તેમાં પોતાના ભાવો  ઉમેરી ભગવાન મહાવીર, કૃપાળુ દેવ અથવા તો બાપુજીને તે વંદન અર્પણ કરી દે છે. આવા ઉદયને તેઓ ખૂબ જાગૃતિપૂર્વક વેદે છે. લેશ માત્ર પૂજાવાની કામના નથી એવા ભાઇશ્રીને “હું ગુરુ છું, આ શિષ્યો છે” એવો ભાવ નથી. પોતાની સાધના કરે છે અને સ્વ-કલ્યાણ ભાવ સાથે પર-કલ્યાણ આપોઆપ થઇ રહ્યું છે, એવી ￰ભાવના રાખીને બધાંને પ્રેમથી મળે પણ છતાં અસંગ અને અલિપ્ત રહે.

ભલે કર્મને અનુસરતું જીવન જીવે છે, છતાં જ્ઞાનીઓ શુભ કે અશુભ, કર્મોનો￰ વિશ્વાસ કરતા નથી. દરેક કર્મ એ સંસાર છે, માયા છે. વર્ષોની સાધના પળમાં ધૂળધાણી થઇ જાય. મોટાભાગે સામાન્ય જીવ કર્મોની માયાજાળમાં ફસાઇને છેતરાઈ જાય છે. જ્ઞાનીપુરુષો સદાય સાવચેત રહે છે, એકાંતે જે શોક અને દુઃખરુપ હોય તેનું મૂલ્યાંકન તેઓ કરતા નથી. તેઓ એક પોતાના આત્મા સિવાય જગતની કોઈ વસ્તુ કે પદાર્થમાં મારાપણાનો ભાવ રાખતાં નથી. આત્માની મસ્તીમાં ઉદયને અનુસરતા  રહે છે.

Surrender - સમર્પણભાવ


We celebrate Param Pujya Bhaishree's divinity through the wonder of his virtues. Each month a different writer has captured the inspirations drawn from Bhaishree's life that shed light on these beautiful virtues and help us recognise his inner being.

This month we explore Param Pujya Bhaishree's virtues of Surrender.


Surrender

Param Pujya Bapuji would say that we are all observing the eternal Jain religion as preached by Lord Mahavir. It was expounded by Param Krupaludev and by the grace of the living True Guru, we are striving to understand it.

So let us contemplate upon what Lord Mahavir, Param Krupaludev and Param Pujya Bapuji have said for surrender.

Lord Mahavir

While explaining humility, Lord Mahavir had said in the first chapter ‘Vinayshrut’ of his final sermon ‘Uttaradhyayan Sutra’ that humility equates to surrender. For the seeker of spirituality, the doorway to walk the path is surrender. Lord Mahavir has pointed out to the seeker :

‘O Seeker! If you desire to strive for the Soul, if you wish to realise the Soul and seek liberation, then at first you must surrender yourself at the feet of the enlightened Guru with faith and with humility you must practice His instructions with mind, body and speech.’

Surrender 1.jpg

Param Krupaludev : Shrimad Rajchandra

Param Krupaludev has said, “With humility one shall attain the essence”. Humility implies surrender, the essence refers to one’s soul, attaining it means realisation. Thus by surrender unto the enlightened Guru one can go all the way to experiencing one’s Soul.

Surrender 4.jpg

Param Pujya Bapuji (Shree Ladakchand Manekchand Vora)

Param Pujya Bapuji would say that surrender is to affirm one’s resolve to have faith towards the true Lord, true Guru and the true Religion. The true Lord and the true religion are encompassed within the true Guru. To Surrender to the Guru can itself be considered as self-realisation from a relative point of view.

Surrender 2.jpg

Let us now look at what true Surrender entails :

:- To the true Lord, true Guru and true Religion

:- With the mind

:- With the body in which the heart beats

:- With our wealth

:- We must bow and surrender

ભાવ:- Even the Soul that constantly experiences internal and external feelings must be surrendered unto the enlightened Guru

Thus to offer ones body, mind, wealth as well as one’s externally oriented soul to the enlightened 

Guru is what is Surrender.

Having discussed the above points, lets us now look at how this very virtue is abundantly manifest within Param Pujya Bhaishree :

Param Pujya Bhaishree has surrendered himself to Param Pujya Bapuji. Bhaishree recounts that he was attracted to Bapuji like a magnet. Such was this pull towards Bapuji, that Bhaishree wished to constantly live by his feet. Thus he resolved to spend increasing amounts of time with Bapuji. He made arrangements such that he could participate in more and more pilgrimages with Bapuji. Let us now behold the epic of surrender that is evident in each and every task in Bhaishree’e life.

1Surrender Of The Mind:

Bhaishree has been steadily bringing to fruition all of Bapuji’s aspirations. Bapuji was deeply concerned about women’s education. Bhaishree has established Pujya L. M. Vora Girls High School and Arts College. Nearly one thousand girls are studying in these institutions today.

Bapuji would say, “Service to man is service to the Lord”. Having grasped this teaching of Bapuji, Bhaishree has vastly grown the range and coverage of humanitarian activities. Eye hospital, Centre for the differently abled, Fountain of Love, distribution of food grains, Buttermilk Centres, Community Health Centre etc., are among the numerous projects that are being carried out under his auspices.

Such is the highest form of Surrender of the mind. Bhaishree’s mind is preoccupied with Bapuji’s noble aspirations. He conducts himself in accordance with Bapuji’s instructions. His thoughts are dedicated to Bapuji’s wishes.

Surrender 6.jpg

2. Surrender The Body:

Bapuji instructed Bhaishree to lead his life in service of spiritual upliftment of the self & others. From the very day Bapuji declared Bhaishree as his spiritual successor, Bhaishree set aside all other tasks and has been living his life in accordance with the aforementioned precept of service towards the spiritual upliftment of the self and others. Through numerous discourses, Meditation retreats, Silent-solitude retreats and such other programs, he began showering wisdom. Bhaishree has been presenting to us numerous different spiritual topics, with an emphasis on detachment and equanimity, through the scriptures of enlightened souls in his discourses. Just recently the 100th Silent-solitude retreat was concluded. Every moment of his life passes only for the spiritual upliftment of seekers. No matter what physical ailment he may be undergoing, he never fails to shower his wisdom during discourses and meditation retreats.

3. Surrender of Wealth:

Bhaishree took an early retirement from his family business. He dedicated his entire life to Bapuji.

4. Surrender Of The Externally- Oriented Soul:

Foresight 11.jpg

Bhaishree recounts that he has never observed religion from a strict ritualistic perspective. He has merely continued to follow the instructions of Bapuji ever since he met him. Remaining focussed inwards in meditation and remaining equanimous in life, he continued to purify his soul and thereby experience the true self. He states that it was solely Bapuji who moulded his spirituality. When someone asked him how he remains connected to Bapuji in his absence now, Bhaishree replied, “it is through inward focus that I remain connected to Bapuji”. This is the zenith of surrender, the peak of spirituality. In this state one’s soul has attained the same elevated purity as one’s Guru.

Param Krupaludev says that the union of the individual soul with the universal soul is the final attainment of the highest form of devotion.

Thus as we analyse the various aspects of Bhaishree’s life we come across his surrender unto his Guru through each and every one of his expressions and actions.

That we may also attain such a level of surrender and abidance to the Guru’s instructions and that our spiritual abilities may increase by heartfelt contemplation - this should be the true gift that we present at the feet of our Guru during this birthday celebration.

To conclude, dedication to Bhaishree for us entails the following :

: Single-minded abidance in his instructions
: To enshrine his countenance in our hearts
: To purify our expressions
: Always singing the praises of his numerous virtues

ભાવ: To restrain our negative thoughts and tendencies through the path he has shown us and by the spiritual tools he has given us.

We are truly fortunate that even in this dark age we have found an enlightened Guru. This lineage that began with Lord Mahavir has remained alive by the grace of Param Krupaludev, Bhavya Shri Saubhagbhai and the enlightened sages of Sayla.

Finally lets us understand just this much :

  • The first step of the spiritual path is Surrender
  • The window to experience eternal bliss is Surrender
  • The first duty for attaining liberation whilst still embodied is Surrender
  • The grand doorway to enter within oneself and save oneself from the trifold flames is
    Surrender
  • The origin of transformation in one’s life is Surrender
  • The eternal path that leads to the end of transmigration is Surrender.

With such Surrender in our hearts, let us pray to Bhaishree as follows :

“Day & night I remain drenched in devotion towards Bhaishree, May thy countenance remain in my heart when my time comes, May thy countenance live in my eyes when my time comes.

Surrender 8.jpg

સમર્પણભાવ  

પ. પૂ  બાપુજી કેહતા કે આપણે સૌ મહાવીર ના પ્રબોધેલા સનાતન જૈન ધર્મ ને પાળીયે છીએ. જેની પ્રારૂપણા કૃપાળુદેવ એ કરી છે અને પ્રત્યક્ષ સદ્ ગુરૂ થકી આપણે એની સમઝણ લઇ રહ્યા છીએ.

તો ચાલો વિચારણા કરીયે કે ભગવાન મહાવીરે, પરમ કૃપાળુદેવે અને સદ્ ગુરુ દેવ પ. પૂ બાપુજીએ સમર્પણ ભાવ માટે શું કહ્યું છે.

ભગવાન મહાવીર

ભગવાન મહાવીરની અંતિમ દેશના ' ઉત્તરાધ્યાન સૂત્ર' ના  પહેલા અધ્યયન 'વિનયશ્રુત' માં ભગવાને વિનય ની વ્યાખા કરતા કહ્યું છે કે વિનય એટલે અર્પણતા. અધ્યાત્મ માર્ગના પંથી માટે આરાધના નું પ્રવેશ દ્વાર એટલે સમર્પણતા  . ભગવાન મહાવીર સાધક ને અંગુલી નિર્દેશ કરે છે: ' હૈ સાધક ! જો તારે આત્મ સાધના કરવી હોય તો , આત્માર્થી બની ને મોક્ષાર્થી બનવું હોય તો, પ્રથમ શ્રદ્ધા પૂર્વક સદ્ ગુરુ ના ચારણ માં સમર્પિત બની વિનયપૂર્વક તેઓશ્રીની આજ્ઞા નું પાલન મન - વાણી - કાયા થી કર.

Surrender 5.jpg

પરમ કૃપાળુદેવ: શ્રીમદ રાજચંદ્ર

પરમ કૃપાળુદેવે કહ્યું છે કે "વિનય વડે તત્વની સિદ્ધિ" વિનય એટલે આપણે આ સમર્પણતા ના ભાવ વડે 'તત્વ ' એટલે કે સ્વના આત્મા ની, ' સિદ્ધિ ' એટલે પાપ્તિ કરી શકીયે છે. આમ આત્મજ્ઞાની સદ્ ગુરુ પ્રત્યે અર્પણતા ના ભાવો થી આત્મા ની અનુભૂતિ સુધી જીવ પહોંચી શકે છે.

Surrender 7.jpg

. પૂ બાપુજી (શ્રી લાડકચંદ માણેકચંદ વોરા)

પ. પૂ બાપુજી કેહતા કે સત્ દેવ, સદ્ ગુરુ અને સત્ ધર્મ ની શ્રદ્ધા રાખવાનો સંકલ્પ જાહેર કરવો તે અર્પણતા છે. સત્ દેવ તત્વ અને સત્ ધર્મ તત્વ તે સદ્ ગુરુ માં સમાય જાય છે. તેમને સમર્પિત થવું તે ' કે ' વર્ગ નું સમ્યક્ દર્શન છે વ્યવહારે સમકિત છે.

Surrender 3.jpg

હવે આપણે વિચારીયે કે સમર્પણ ભાવ કોને કહેવાય:

: સત્ દેવ, સદ્ ગુરુ અને સત્ ધર્મ માં

: મન દ્વારા

: દય જેમાં ધબકે છે તે તન દ્વારા

: પૈસો એટલે ધન દ્વારા

: નમન કરી સમર્પિત થવું

ભાવ: આપણો વિભાવિક આત્મા સતત ભાવ અભાવ કર્યા છે તેને પણ સદ્ ગુરુ ને અર્પણ કરી દેવો.

આમ તન મન ધન અને આપણા વિભાવિક આત્મા ને સદ્ ગુરુ ને સમર્પિત કરવો તે સમર્પણ ભાવ છે.

આટલી વિચારણા કર્યા પછી આપણને આ ગુણ પ. પૂ ભઈશ્રી માં કેટલા વિપુલ પ્રમાણમાં દેખાય છે તેની વાત કરીયે:

પ. પૂ ભાઈશ્રી, પ. પૂ બાપુજીને સમર્પિત થયા છે. તેઓ કહે છે છે કે પ. પૂ બાપુજી પ્રત્યે એક લોહચુંબકની જેમ તેઓ આકર્ષિત થતા ગયા. જાણે બાપુજી ના શરણમાં જ રેહવું એવું તેમના પ્રત્યે ખેંચાણ થયા કરતું. માટે તેમની સાથે વધુ સમય ગાળવાનો નિર્ણય તેમણે  લઇ લીધો. તેમની સાથે વધુ માં વધુ જાત્રાઓ કરી શકે તેવું આયોજન તેમણે શરુ કરી દીધું. હવે, આપણે પ. પૂ ભાઈશ્રી ના જીવનનાં પ્રત્યેક કાર્યમાં આ સમર્પણભાવ ની ઉત્કૃષ્ટતા નિહાળીએ.

Equanimity 12.jpg

1) મનની સમર્પણતા:

પ. પૂ  બાપુજીના સઘળા મનોરથો પ. પૂ ભાઈશ્રી પુરા કરી રહ્યા છે.  પ. પૂ ભાઈશ્રી સ્ત્રી શિક્ષણ માટે હમેશા ઉત્સુક હતાં. પ. પૂ ભાઈશ્રી એ Pujya L.M Vora Girls High school તથા arts college ની સ્થાપના કરી. જેમાં આજે લગભગ 1000 કન્યાઓ કેળવણી લઇ રહી છે.

પ. પૂ બાપુજી કેહતા ' જન સેવા એ પ્રભુ સેવા ' તો બાપુજીના ભાવોને ઝીલી પ. પૂ ભાઈશ્રી જનહિતના કાર્યો નો વ્યાપ ઘણો ફેલાવી દીધો. આંખની હોસ્પિટલ, વિકલાંગ કેન્દ્ર, પ્રેમની પરબ, અનાજ વિતરણ, છાશ કેન્દ્રો,  CHC વગેરે  અનેકવિધ કર્યો અત્યારે એમની નીશ્રા માં પુરવેગે ચાલી રહ્યા છે.

આ છે મનનો ઉત્કૃષ્ટ સમર્પણ ભાવ. પ. પૂ ભાઈશ્રી નું મન માત્ર એમના સદ્ ગુરુ ના મનોરથો થી ભરેલું છે. તેમની આજ્ઞા પ્રમાણે જ ચાલે છે. તેમની ઈચ્છા પુતિ માટેજ વિચારશીલ છે.

2) કાયાનો સમર્પણભાવ:

પ. પૂ. બાપુજી એ પ. પૂ  ભાઈશ્રીને કહ્યું કે તમે  સ્વ - પર કલ્યાણની ભાવનાથી જીવન જીવો, આશ્રમમાં  પોતાના ઉત્તરાધિકારી તરીખેની પ. પૂ. બાપુજી એ જાહેરાત કરી તે જ દિવસ થી પ. પૂ. ભાઈશ્રી બધું કામ બંધ કરી માત્ર સ્વ-પર કલ્યાણના ભાવથી જીવન જીવી રહ્યાં છે. ભિન્ન ભિન્ન સ્વાધ્યાયો, શિબિરોનું આયોજન, રાજ માર્ગનું યોગારોહણ તથા એકાંત મૌન શિબિર દ્વારા બોધની વર્ષા શરૂ કરી દીધી. અલગ અલગ વિષયો જેમાં મુખ્યત્વ વૈરાગ્ય અને સમભાવની સાધના હોય તેને પોતાના સ્વાધ્યાયોમાં, વિવિધ જ્ઞાની પુરુષોના ગ્રંથો દ્વારા આપણા સુધી પોંહચાડે છે. હાલમાં 100મી એકાંત મૌન શિબિરની પૂર્ણાહુતિ થઇ. તેમના જીવનની પ્રત્યેક પળ મુમુક્ષુના ઉત્કર્ષ માટે જ વ્યતિત થાય છે. તેમના શરીરમાં ગમે તેવું દર્દ હોય છતાં  સ્વાધ્યાયોમાં અને શિબિરોમાં નિયમિત રીતે બોધ વરસાવે છે. 

3) ધનની સમર્પણતા:

પ. પૂ. ભાઈશ્રીએ પોતાના પરિવારના વ્યવસાય માંથી નિવૃત્તિ લઇ લીધી. અને સમગ્ર જીવન પ. પૂ. બાપુજીને સમર્પિત કરી દીધું.

4) વિભાવિક આત્માનું સમર્પણ:

પ. પૂ. ભાઈશ્રી કહે છે કે તેમણે પોતાના જીવનમાં કોઈ  રૂઢિચુસ્ત ધર્મનું  પાલન કર્યું નથી. માત્ર પ. પૂ. બાપુજી મળ્યા ત્યારથી તેમની આજ્ઞા નું પાલન કરતા રહ્યા. સાધનામાં અંતર્મુખતા નો પુરુષાર્થ, જીવનમાં સમભાવ કેળવતા ગયા અને આમ આત્મા વિશુદ્ધ થતો ગયો અને આત્માની અનુભૂતિ થઇ ગઈ. તેઓ કહે છે કે પ. પૂ. બાપુજીએ જ તેમનું આધ્યાત્મિક ઘડતર કર્યું છે અને આજે જ્યારે પ. પૂ. બાપુજી ની હયાતી નથી ત્યારે તમે કઈ રીતે પ. પૂ. બાપુજી સાથે જોડાયેલા રહો છો એમ પ્રશ્ન કોઈએ પૂછ્યો તો તેઓએ તરતજ જવાબ આપ્યો “ અંતર્મુખતા થી હું બાપુજી સાથે જોડાયેલો છું .” આ  સમર્પણ ભાવની પરાકાષ્ટા છે, આધ્યાત્મનું શિખર છે. જ્યાં પોતાના સદ્ ગુરુ જેવો જ પોતાનો  આત્મા વિશુદ્ધ બની  ગયો છે. 

પરમ કૃપાળુ દેવ કહે છે કે આત્મા પરમાત્માની ઐક્યતા એ પરાભક્તિની છેવટની હદ છે.

આમ જુદી જુદી રીતે આપણે પ. પૂ. ભાઇશ્રી ના જીવનને નિહાળીએ તો પોતાના સદ્ ગુરુ પ્રત્યેનો અખંડિત સમર્પણ ભાવ આપણને તેમની  પ્રત્યેક ચેષ્ટમાં, પ્રત્યેક કાર્યમાં દેખાય.

આપણા જીવનમાં પણ આવો સમર્પણભાવ, આજ્ઞા પાલન, હૃદયથી અવલોકન કરવાની ક્ષમતા વધે એજ સાચી જન્મદીનની ભેટ સદ્ ગુરુના ચરણે ધરવી જોઈએ. 

અંતમાં આપણા માટે  અર્પણભાવ એટલે  પ. પૂ.  ભાઈશ્રી પ્રત્યે,

અ: એકનિષ્ઠાએ આજ્ઞા પાલન

: હૃદયથી તેમની મુખાકૃતિનું અવલોકન

: પરિણામોની વિશુદ્ધિ

: નિત્ય પ્રત્યે ગુણોની સ્તવના

ભાવ: આપણા વિભાવોને, વૃત્તિઓને તેમના માર્ગદર્શન મુજબ તેમણે બતાવેલ સત્ સાધન દ્વારા રોકવા.

આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આવા દુષમ કાળમાં આપણને આવા જ્ઞાની ગુરુ મળ્યા છે. આ વારસો ભગવાન મહાવીરથી શરુ થતો, પરમ કૃપાળુદેવ, ભવ્યશ્રી સૌભગ્યભાઈથી, સાયલાના સંતો થકી જીવંત છે.

અંતમાં એટલુંજ સમજીયે કે:

  • અધ્યાત્મ માર્ગનું પહેલુ પગથિયું એટલે સમર્પણભાવ
  • સત્ સુખના દર્શન કરવાની બારી એટલે સમર્પણભાવ
  • સહદેહે મુક્તિની અનુભૂતિ માટેનું પ્રથમ કર્તવ્ય એટલે સમર્પણભાવ
  • ત્રિવિધ તાપાગ્ની થી બચી નિજની શીતળતાનું પ્રવેશ દ્વાર એટલે સમર્પણભાવ
  • જીવનમાં આમૂલ પરિવર્તનની ધારાનું ઉદ્દગમ સ્થાન એટલે સમર્પણભાવ
  • સત્ના પંથ પર ચાલી ભવના અંત સુધી પોંહચવાની કેડી એટલે સમર્પણભાવ

આપણે આવા સમર્પણભાવને હૈયામાં રાખી  પ. પૂ ભાઇશ્રીને પ્રાથીએ કે:

“  ભઈશ્રીની ભક્તિમાં, રાત દિન હું રહુ લીન,

તુજ મુદ્રા હૈયે રેહજો, થાઉં જ્યારે પ્રાણહીન,

તુજ મુદ્રા નયણે વસજો, થાઉં જ્યારે પ્રાણહીન. ”

Surrender 9.jpg

Moments of Insight: Surrender

OM

Obeisance to the enlightened Guru


The last Tirthankar Lord Mahavir has said :

The one who observes the instructions of the Guru
The one who remains seated close to the Guru
The one who carries out the tasks of the Guru
The one who grasps the subtle essence behind the Guru’s gestures and emotions
Such a  disciple is considered to be humble.

By the strength of surrender unto the Guru, such an aspirant shall be able to overcome his ego and reach the supreme state.

We get to glimpse all of the aforementioned points in Bhaishree’s life.

Along with surrender, three other qualities are found to be intertwined. 

1) Observing the Guru’s instructions

2) Love 

3) Astuteness

Lets us contemplate upon how these three virtues can be found in Bhaishree’s life.

1 Observing the Guru’s instructions : Param Pujya Bapuji has laid down a set of spiritual practices for the ashram. Agnyabhakti in the morning, followed by Dev vandan and then two satsangs. In the evening Aarti and Mangal Divo in the temple followed by Evening Dev Vandan, Atmasiddhi and Satsang again in Kalyan Hall. Since the day the ashram was established, this sequence of practices has been unfailingly adhered to.  Recently we consecrated the grand idol of Shrimad Rajchandra in the basement of Raj Mandir. Everyone came to the agreement that one Dev Vandan should take place in Kalyan Hall while the other should take place in the basement of Raj Mandir. Param Pujya Bhaishree remarked that as per Bapuji’s instructions Dev Vandan must continue in Kalyan Hall both times, while arrangements should be made for it to take place in the Raj Mandir as well.
Such is his discipline in abiding by the Guru’s instructions.

2 Love : Bhaishree has unbounded love and devotion towards Bapuji. When we sing praises of Bhaishree and liken him to Bapuji, he always humbly asks not to be compared to Bapuji. Where is Bapuji and where am ‘I’. Such is the respectful devotion that resides in his heart.

3 Astuteness : Bhaishree would keenly observe the interactions of Bapuji with various people. After the demise of Bapuji, Bhaishree has maintained the same conduct with all those people. In one instance, Bhaishree was invited to a program in honour of C. U. Shah. He wholeheartedly accepted the invitation. I said to him, “Bhaishree will it be convenient for you to attend ?”. To this he answered that with those people who Bapuji had a close association, I also wish to maintain a similar relationship.
Such was the astuteness with which Bhaishree would grasp and follow each and every gesture and emotion of his Guru
To conclude, let us contemplate the following :

“Surrender unto Bapuji is what is true love
Following his instructions, there is always a smile on Bhaishree’s face
Always resonating in his life is the chime of the pure Soul
At the holy feet of such a Guru I offer my obeisance eternally.”

 

શ્રી સદ્ ગુરુ દેવાય નમઃ

ચરમ તીર્થંકર વીર પ્રભુ કહે છે કે:

જે સદ્ ગુરુની આજ્ઞા નું પાલન કરનાર હોય

જે સદ્ ગુરુની સમીપ બેસનાર હોય

જે સદ્ ગુરુના કાર્યો કરનાર હોય

જે સદ્ ગુરુએ બતાવેલ ઈશારા તથા ભાવને સારી રીતે જાણનાર હોય

તે શિષ્ય વિનયવાન કહેવાય.

આવો શિષ્ય સદ્ ગુરુદેવના સમર્પણભાવથી પોતાના અહંનો નાશ કરી અર્હમ પદ સુધી પહોંચી શકે છે.

ઉપર કહેલ પ્રત્યેક ભાવો આપણને સંપૂર્ણ રીતે પ. પૂ. ભાઈશ્રીના જીવનમાં જોવા મળે છે.

અહીં સમર્પણભાવ સાથે અન્ય ત્રણ ગુણો વણાયેલા જણાય છે: 1) આજ્ઞાપાલન

2) પ્રીતિ 2) વિચક્ષણતા.

પ. પૂ. ભાઈશ્રીના જીવનમાં આ ત્રણેય ગુણો કઈ રીતે ભરેલા  છે  તેનો  વિચાર કરીએ

  1. આજ્ઞાપાલન:

પ. પૂ. બાપુજીએ આશ્રમ માટે એક સાધનાનો બાંધો બાંધી આપ્યો છે. સવારે આજ્ઞા ભક્તિ, દેવવંદન, પછી બે વખત સત્સંગ સ્વાધ્યાય. ત્યાર બાદ સાંજના દેરાસરજી માં આરતી, મંગલ દીવો તથા કલ્યાણ હૉલમાં સાયંકાળનું દેવ વંદન, આત્મસિધ્ધિ અને રાતના સ્વાધ્યાય ભક્તિ. આમ જ્યારથી આશ્રમ સ્થપાયો ત્યારથી પ્રત્યેક દિવસ આ ક્રમ ચાલુ છે. હાલમાં આપણે રાજ મંદિરના basement માં પરમ કૃપાળુદેવની ભવ્ય પ્રતિમાની સ્થાપના કરી. બધાએ ભેગા મળી નિર્ણય  કર્યો  કે હવે એકવખત નું દેવ વંદન કલ્યાણ હોલમાં થાય અને એક વખતનું  દેવ વંદન રાજ મંદિરના basementમાં થાય. પરંતુ ભાઈશ્રીએ કહ્યું કે પ. પૂ. બાપુજીની આજ્ઞાથી આટલાં વર્ષોથી બન્ને વખતનું દેવવંદન કલ્યાણ હોલમાં થાય તે ચાલુ રાખવું જોઈએ અને રાજ મંદિરના basement માં પણ દેવ વંદન થાય તેવી ગોઠવણ કરો.

આ છે તેમની ગુરુ આજ્ઞાપાલનની શિષ્ટતા.

2) પ્રીતિ:

પ. પૂ.  ભાઈશ્રીને પ. પૂ. બાપુજી પ્રત્યે અનહદ ભક્તિ અને પ્રીતિ. જ્યારે આપણે પ. પૂ. ભાઇશ્રીના ગુણ ગ્રામ ગાઈએ અને કહીએ કે આપ પ. પૂ. બાપુજી જેવા જ છો ત્યારે પ. પૂ. ભાઈશ્રી કહે કે તમે મને બાપુજી સાથે ન સરખાવો. ક્યાં બાપુજી અને ક્યાં ‘હું’.  આવી પ્રેમાદર ભક્તિ તેમના હૃદયમાં રહેલ છે.

3) વિચક્ષણતા:

પ. પૂ. બાપુજી પોતાના જીવનમાં જેની જેની સાથે જે જે વ્યવહાર કરતાં હતાં તેનું પ. પૂ. ભાઈશ્રી ખૂબ બારીકાઈથી નિરીક્ષણ કરતાં. પ. પૂ. બાપુજીના દેહવિલય પછી પ. પૂ. ભાઈશ્રીએ તે બધા સાથે એ જ પ્રમાણેનો વ્યહવાર સાચવેલો છે. એક વખત શ્રી સી. યુ. શાહ સાહેબ માટે કાર્યક્રમ કરવાનો હતો અને તે માટે પ. પૂ. ભાઈશ્રીને અમે આમંત્રણ આપ્યું. તેમણે આમંત્રણનો સહર્ષ સ્વીકાર કર્યો. મેં કહ્યું ભાઈશ્રી આપને આવવું અનુકૂળ પડશે? ત્યારે તેમણે જવાબ આપ્યો કે જે વ્યક્તિઓ સાથે પ. પૂ. બાપુજીનો આત્મીયતા ભરેલો સંબંધ હતો તે બધા સાથે હું પણ એ જ પ્રમાણનો સંબંધ જાળવી રાખું છું.

આમ પ. પૂ. ભાઈશ્રી કેટલી વિચક્ષણતાથી તેમના સદ્ ગુરુના ઈશારા તથા ભાવોનો સમજતા હતા અને એનું પાલન કરે છે.

અંતમાં આપણે વિચારવાનું છે કે:

“પ. પૂ. બાપુજી પ્રત્યે સમર્પણભાવ એ જ સાચી પ્રીત છે,

આજ્ઞા પાલન કરતા પ. પૂ. ભાઇશ્રીના મુખ પર  સદૈવ સ્મિત છે,

જીવનમાં સદાય ગુંજતું શુધ્ધ આત્માનું પાવન સંગીત છે,

આવા શ્રી સદગુરુના ચરણોમાં વંદન  નિત નિત છે.”

Equanimity - સમભાવ


We celebrate Param Pujya Bhaishree's divinity through the wonder of his virtues. Each month a different writer has captured the inspirations drawn from Bhaishree's life that shed light on these beautiful virtues and help us recognise his inner being.

This month we explore Param Pujya Bhaishree's virtues of Equanimity.


Equanimity

Our quest for peace and happiness is inspired by the most noble living examples in front of us, as well as saints from the past and the vast treasury of wisdom which they have bestowed up on. Yet, as we embark on this quest, we find that we are immediately challenged by the volatility and uncertainty of the world around us.

When we face challenges, equanimity allows us to remain calm and composed. This virtue enables and empowers us to think more clearly in the midst of our own difficulties, so that we do not make rash decisions.

IMG-20130812-WA0025.jpg

Equanimity allows this clarity of response, by creating a gap between the stimulus and any potential reaction. Our mind enables us to judge a situation, but it is equanimity which allows us to respond positively or spiritually, regardless of any instant judgement.

Equanimity protects the inner peace and happiness which are innate to us. When circumstances or thoughts potentially threaten the inner state, equanimity prevents the reaction driven by passions such as pride, or the senses and instincts.  Those reactions themselves compound the problem by being destructive to peace and balance, being opposite in nature.  Equanimity, in stark contrast, as a virtue resonates with the characteristics of inner peace.  It is the natural protection for the sanctity of our inner sanctuary.

Foresight 11.jpg

While we usually discuss equanimity in the face of challenges, true equanimity of the highest order is not solely present at times of difficulty. It is present at times of pleasure, when we gain. For the saint sees praise and criticism with the same perspective. Neither seeking nor wallowing in praise, nor rejecting criticism, the saint is purely at peace, absorbed in inner bliss.

Equanimity is not the response to a situation, but a state cultivated by a seeker, and which is naturally ever-present in the Enlightened. Regardless of circumstances, the saint is in equanimity, embodies equanimity, is equanimity personified.

A saint radiates such equanimity that even enemies reconcile and sit peacefully together. Saints and scriptures have written often about this phenomenon. Equanimity calms enmity.

How can anyone constantly remain equanimous in a world of turmoil and uncertainty? The equanimity of an enlightened saint is rooted in the insight that we as souls are distinct from embodiment and thus the vagaries of worldly life with which that embodiment associates us. Association is not identity and identity is ultimately our choice. Are we this body, which experiences the duality of joy and sorrow, of gain and loss? Are we soul who is complete in and of itself, gaining and losing nothing as the world performs it dance of change around us? We are soul, merely a witness to the cosmic dance, the rhythm of embodiment, as neither participant nor performer.  Equanimity enables the serenity of the witness.

Equanimity 11.jpg

Insight into our identity as soul, while freeing us from false identity, still connects us in another way.  All living beings are souls too.  Like us.  That sense of equality-with-distinction means a great reverence of all life.  Each soul has the same capacity to be a liberated being, the highest of the worshipful beings.  Each soul has sentience, consciousness, and can thus feel pain.  Equanimity cannot deny equality and thus ignore the pain of others.  Yet, calmly, composedly, the equanimous saint, will strive to alleviate the suffering of others, in material and societal terms, but ultimately, in spiritual terms.  Equanimity recognises equality and seeks justice.  

Equanimity brings purity of mind and this enables clarity of vision and purity of thought.  It gives the right environment for our virtues and values to arise and flourish.  It enables the noblest of morality and conduct.

The virtue of equanimity distinguishes a mystic.

સમતા ગુણ એ યોગીઓની વિશેષતા છે.

This is a direct quotation of Param Pujya Bhaishree.  He would never say this about himself, but the observant seeker will see how Bhaishree the mystic is distinguished by equanimity. He has compassionately led so many shibirs on this subject, conveying to us the power of equanimity.  The following few anecdotes and examples will not do justice to the profundity of Bhaishree’s equanimity, but hope to serve as indications.

Anointment

In 1993, Param Pujya Bapuji suddenly called a gathering in Sayla and anointed Gurumaa and Bhaishree, as well as Minalben and Vikrambhai.

What an honour!  Anointed as Bapuji’s successor and head of the Ashram! Bhaishree humbly and calmly accepted the responsibility and duty which the role entails.  He did not express the pleasure of receiving an accolade or make a show of any grandeur, but purely accepted his guru’s wish and has, ever since, worked hard to fulfil each and every aspect of Bapuji’s vision.

Equanimity 12.jpg

Transcending the body, above it all

Junagadh

This body is matter and thus temporary.  It is ours in the sense of the duration of that bondage and at the same time it is not ours.  Deluded, we immerse ourselves in every aspect of the pleasure and pain we feel.

Once on pilgrimage in Junagadh, Param Pujya Bhaishree had managed to hurt his toes to the extent that his nail had come off the big toe.  Bhaishree had immersed himself in recollecting the striving and spiritual achievements of the saints remembered at this holy site.  Mumukshus only came to know of his injury after he had made the steep descent from the sacred hill.  “His” body is merely a vehicle in his great spiritual journey. 

Chaar Dhaam

The climb to Gangotri (Gaumukh) is notoriously difficult.  In 2017, many youngsters had decided not to take on the challenge, and many other pilgrims had been prohibited from making the ascent. Bhaishree had resolved to visit this hallowed source of the sacred river.

Completing the strenuous climb and descent, it was obvious that Bhaishree’s body had been severely strained.  Yet, as he came down, Param Pujya Bhaishree remained joyful, smiling as he met mumukshus.

Equanimity 13.jpg
Equanimity 14.jpg

Equality - સમદર્શિતા - Freedom from Duality

“પ્રત્યેક જીવ પોતાના આત્મા સમાન છે, આ દ્રષ્ટિથી સમભાવની વૃદ્ધિ થાય છે.”

“Each living being is like our own soul:  Equanimity grows through this perspective.”

This is another of Bhaishree’s profound statements.  It is drenched with experience and wisdom.  When we consider Param Pujya Bhaishree’s conduct, we find that he has truly imbibed the idea of the equality of all souls. This perspective drives his behaviour.

The play of Karma produces a wide range of extreme conditions: poverty and luxury, physical strength and disability, and so many other contrasting and contradictory circumstances.  Bhaishree’s vision embraces not the material circumstances but the soul enduring them, a soul made of the same substance (દ્રવ્ય) and with the same capacity as his.

In the Ashram, we know that he is equally loving and friendly towards labourers in the Ashram or the most important of visiting guests. He accords each of them respect and, of course, the appropriate (યથાયોગ્ય) customary greetings.

His perspective liberates him from the duality of the play of Karma:  donor and beneficiary; disabled and able-bodied, male and female, for example.  The work of the LMV High School and of the LMV College demonstrate Bhaishree’s keen desire, carrying on Param Pujya Bapuji’s dream, to ensure that young women are empowered with education, regardless of their circumstances.  His vision sees not duality, but insists on equality.

Equanimity 3.jpg

Sometimes the donor feels superior to the beneficiary and the beneficiary feels like a lowly recipient.  But in giving one is also receiving, and thus given the opportunity, and in receiving one is also giving.  A clear demonstration of this idea was seen in a recent mobility camp in Veraval.  Param Pujya Bhaishree did not see the distinction of donor and beneficiary and graciously and wonderfully thanked those who received aids for the opportunity to serve.

In the world of this, our beloved mystic saint, divisions are born of delusion: In giving, one is receiving; and in receiving, one is giving.

Udasinta - Elevated

Param Pujya Bhaishree has dedicated his life to the service of all seekers and the gentle propagation of the path. He is industrious and diligent in his preparation of swadhyays, and we will often observe him hard at work, yet ever joyful.

There is always a constant stream of visitors seeking personal guidance, or seeking input on projects.  Regardless of how busy he is, Param Pujya Bhaishree is fully present in the meeting, undistracted by his own personal workload. Each person is given full attention and all have noticed that Bhaishree made them feel that they are the most important person in the world. How the concentrated attention of a saint graces us!

When he is not engaged in meetings or in work, Bhaishree is immersed in the bliss of his own true nature. He is not compelled to know all around him.  He is not driven to speak or guide at all times.  He is silently observing all and, at the same time, disengaged.  

Equanimity 4.jpg

How is it possible to have so much work and yet to be able to put it aside, not just physically, but with the mind also? How is it possible to carry on the work, but not carry it as a burden? How is it possible to do all this joyfully?

The fact of his self-realisation is the cause. His engagement in the world is purely for his noble and magnanimous purpose and does not extend beyond that for a moment. He is here to give and not to take. The mundane world offers nothing to him, but the opportunity to serve souls and the path. Otherwise, he is complete and satisfied in the ecstasy of his inner world.

flower bud.jpg

Like a lotus in the middle of a muddy pond, Param Pujya Bhaishree rises above all the activity around him. He is in this world, but clearly not of this world. 

Equilibrium

When an ordinary soul strives for equanimity, that equanimity is a goal or destination. The direction of travel is from a place of disturbance to a place of peace and calmness. We calm ourselves down, we silence ourselves. These are all actions to bring us to equanimity, or a state closer to it. It is not the default state from which we operate.

Param Pujya Bhaishree starts from a state of equanimity in all he does.  He is an embodiment of it. This is why he does not have to strive for such a state, when challenged or in difficult circumstances.

“એક માત્ર જ્યાં આત્મવિચાર અને આત્મજ્ઞાનનો ઉદભવ થાય છે, થયાં સર્વ પ્રકારની સમાધિ થય જીવના સ્વરૂપથી જીવાય છે. ” letter ૪૫૬

“Where purely spiritual contemplation and self-realisation arise, all forms of expectation are pacified and the soul then lives in accordance with its own true nature.” 

Free from expectation and worldly desire. His equanimity is a natural, everpresent, lasting serenity. Param Pujya Bhaishree’s level of equanimity is thus unshakeable and natural (સહજ).

Screen Shot 2016-08-25 at 21.03.18.png

This means that instead of the ordinary man’s reaction, Bhaishree’s intentions and deeds are purposeful. They are drenched in love and wisdom, radiating from the self-realised soul. Because he is not reacting, he does not need to say or do anything out of an inner burning desire, but can decide whether he needs or wishes to act or speak at all.

His demonstration to us is this very balance, this state of equilibrium. His life is his message, a message of equanimity.

Imbing his message of Equanimity - Let us drink deeply to our heart’s content.

Let’s not react, let’s respond with purpose

When circumstances do not prove conducive, even as our mind rushes to judge, let’s allow the virtue of equanimity to bring presence of mind, and make a calm and composed decision or response, if necessary. Let’s remember how purposeful Bhaishree is.

Let’s be awake at times of pleasure, not just pain

We often consider equanimity as composure and calmness in the face of challenges and suffering.  However, the saint is awake, perhaps even more so, in the face of pleasure and praise.  Let us remain vigilant so we avoid greed and pride when the fruits of karma are positive.  Let’s reflect on Bhaishree’s composure when anointed as Guru and his courtesy when criticised.

Let’s protect our inner peace, our true wealth

When we realise that this body and any person, object or circumstance associated with it, are inherently ephemeral, it prepares us to face loss. When we realise that, instead our true nature is innately peaceful and forever with us, it prepares us to face loss with equanimity. Let’s realise that losing this body, or anything associated is inevitable; while the loss of inner peace, as a reaction to such worldly losses, is a true spiritual loss. Let’s remember the equipoise and balance which Bhaishree demonstrated.

Let’s not identify, but witness

Identifying and projecting possessive ownership on associations which are truly not ours, and which are inherently ephemeral leads to suffering. The insight that our true identity is the blissful soul, allows us to develop the virtue and the state of equanimity. The equanimous state, to whose state we aspire, serenely witnesses all around.  As seekers, let’s learn to witness, not identify, so we can manifest the serenity of equanimity. Let’s remember Bhaishree’s elevated state even in the midst of great activity.

Let’s see all alike and allow compassion to surface

Our identity as soul, compels a sense of equality with other living beings, possessed of a soul with the same capacity.  When we see suffering in front of us, while not losing composure and expressing anger at injustice, let’s recognise the innate equality of all souls and express in thought, word and deed the gentle compassion which equanimity fosters. Let’s remember Bhaishree’s compassionate vision driving the humanitarian activities around the Ashram and his personal interaction with each and every person.

Equanimity 9.jpg

સમભાવ, સમદર્શિતા, સમતુલ્ય પરિણામ - એક આદર્શ જીવન   

આ જગતમાં સહુથી ઇષ્ટ એવું શું હશે કે જેને સહુ કોઈ ઈચ્છે છે? અનંત શાંતિ અને અપરિમિત આનંદ.

સમભાવના પ્રેરણાસ્ત્રોત  

આત્મામાં ઠરેલાં મહાજ્ઞાની પુરુષોનો પ્રત્યક્ષ સત્સમાગમ  થાય, ત્યારે તેમના ચહેરા ઉપરની અદ્વિતીય પ્રસન્નતા, તેમજ તેમના યોગમાંથી પ્રગટ થતી અનંત શાંતિને નિહાળી આપણે વારી જઈએ છીએ. પૂર્વે થઇ ગયેલા સંતોના પવિત્ર જીવન વિષે જાણીએ કે પછી તીર્થંકર ભગવાનની પ્રશમરસ નિમગ્ન વીતરાગ મુદ્રાના ભાવપૂર્વક દર્શન કરીએ, ત્યારે તેઓની શાંતિ અને સમાધિ પ્રત્યે સહજ પૂજ્યભાવ આપણા અંતરમાં જાગે છે. સત્ શ્રુતમાં રહેલા અગાધ જ્ઞાનનો વિચાર કરીએ ત્યારે તે શાંતિ અને આનંદ સ્વરૂપ બની જીવન જીવવાનો સંકલ્પ પણ કરીએ છીએ. સંકલ્પ  કર્યા બાદ, સંસારના તોફાની સાગરમાં ફસાયેલા મોટા ભાગના જીવોએ  પોતાના અંતરની શાંતિ અને આનંદને જાળવવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડે છે.  

Simplicity 1.jpg

સમભાવના વિવિધ સવરૂપો 

સમભાવ એક એવો અપ્રતિમ ગુણ છે કે, જે આવા વિપરીત ઉદયોમાં જીવને શાંત અને સ્થિર રાખે છે. સમભાવ કેળવાયેલો હોય તો મુશ્કેલીઓ વચ્ચે પણ, ડગમગ્યા વગર, ધીરજ કેળવી આપણે  સ્વસ્થતાપૂર્વક  વિચાર કરી યોગ્ય નિર્ણય લઇ શકીએ છીએ. આપણું મન વસ્તુસ્થિતિનું મૂલ્યાંકન કરી શકે છે પણ સમભાવ થકી જ આપણો આત્મા  પ્રેમભર્યું, સકારાત્મક અને આધ્યાત્મિક વર્તન કરવા સમર્થ બને છે.

આંતરિક શાંતિ અને આનંદને જાળવી રાખવા માટે સમભાવ ખૂબ મદદરૂપ થાય છે. જયારે સંજોગો પ્રતિકૂળ હોય કે પછી આપણી પોતાની વિચારધારા વિપરીત રીતે ચાલતી હોય ત્યારે અહં અને સ્વચ્છંદ અંતરમાં અંધાધૂંધી સર્જે છે. ધીરજ અને સમભાવનો આશ્રય લેતાં જ આવેગના ઉભરાઓ શમી જાય છે અને આપણું જીવન વલણ યોગ્ય રીતે પ્રતિભાવો આપે છે. સમભાવ છે ત્યાં ઇન્દ્રિયોના વિષયો આત્માને લોલુપ્ત કરી શકતા નથી. 

સંસારી કામનાઓમાં સપડાયેલો મોહાંધ આત્મા ઉશ્કેરાઇ જાય છે. કષાયો સાથેનું તેનું નિષેધક તેમજ વિધ્વંશક વર્તન સમસ્યાઓને ઉકેલવાને બદલે વધુ જટિલ બનાવી દે છે. જો આપણે સમતુલ્ય પરિણામો જાળવી શકીએ તો સહજતાએ અંતરમાં શાંતિનું મનમંદિર સર્જાય છે. ચિત્તની એકાગ્રતા અને સ્વભાવમાં પ્રસન્નતા કેળવીને જે કંઈ કરીએ છીએ તેમાં નિર્મળતા અને પવિત્રતા વેદાય છે.   

સમભાવને આપણે કસોટી, દુઃખ તેમજ અશાતાના ઉદય સાથે વધુ જોડીએ છીએ પણ ઉત્કૃષ્ટ સમભાવ તેને કહેવાય કે જે સુખ અને સમૃદ્ધિ વચ્ચે વેદાય. મહારાજા જનક, વિદેહી ભાવે જગતમાં રહ્યાં હતાં. સમભાવની ધરોહર પર સ્થિર થઇ, તેમણે ભોગમાં પણ યોગ સાધી બતાવ્યો.        

સમભાવ કેવળ પ્રતિભાવ નથી, તે તો આત્માની નિતાંત રહેનારી સહજ અવસ્થા છે. જ્ઞાનભાવમાં જ્ઞાનીઓ નિવાસ કરે છે અને સમભાવ તેનું ફળ છે. જ્ઞાતા હોય તે જ દ્રષ્ટા રહી શકે છે. પોતાના સ્વભાવમાં સદોદિત રહેવું એ પુરુષાર્થ છે દ્રષ્ટા ભાવે બહારમાં ન જોડાવું, ભાવ તેમજ અભાવથી મુક્ત રહેવું તે તેનું ફળ છે. અપ્રમત અવસ્થાએ પહોંચેલા મહાજ્ઞાની પુરુષો સમભાવના જીવંત પર્યાય છે. 

સંતમાં રહેલો સમભાવ એટલો અધિક પ્રભાવશાળી છે કે તે દુશ્મનને પણ પરમ મિત્ર ગણી સાથે રાખે છે. તેનો નિ:સ્પૃહી અને નિર્મોહી પ્રેમ ભેદભાવ વગર એક સરખો વહેતો રહે છે. સમભાવનો પ્રકાશ છે ત્યાં શત્રુતાનું ભયંકર અંધારું ઉલેચાઇ જાય છે એ વાત સંતો અને શાસ્ત્રો કહેતાં આવ્યાં છે. સમભાવની દ્રષ્ટિએ નિહાળતાં, દુશ્મનમાં પણ દોસ્તનાં દર્શન થાય છે.  

જ્યાં વિડંબણાઓની હારમાળાઓ ચાલુ છે, બાહ્ય કોલાહલ લેશ માત્ર ઘટતો નથી અને માનવીનું મન સતત અસ્થિર રહે છે એવા જગતમાં સમભાવ કઈ રીતે કેળવી શકાય

સંતોનો સમભાવ તેમજ સમાધિ અવસ્થાની પાછળ, એક પ્રચંડ નિશ્ચયાત્મક અનુભવ રહેલો છે. હું આત્મા છું, શરીર કર્મનું ફળ છે, કપડાંની જેમ મેં તેને ધારણ કર્યું છે. આધિ વ્યાધિ અને ઉપાધિઓ શરીર સાથે જોડાયેલી છે. શરીર સાથેનાં મારા સાંયોગિક અસ્તિત્વને કારણે હું તેની સાથે જોડાયેલો ભલે હોઉં, પણ છતાંયે હું નિરુપાધિક, પરમ શાંત, આનંદમયી, સ્વપરપ્રકાશક ચૈતન્ય છું. શરીર અને તેની પર્યાયાત્મક અવસ્થાઓથી હું સંપૂર્ણ ભિન્ન છું. હું મારામાં સ્વતંત્ર છું, પરિપૂર્ણ છું. કર્મોનો ખેલ બહારમાં ભલે ચાલી રહ્યો હોય પણ તેનાથી મારે કાંઈ લેવાદેવા નથી. હું અખંડિત ધ્રુવ સનાતન શાશ્વત છું. હું કર્તા છું, હું કાર્ય છું, સંસારની ગતિવિધિઓ કર્મના તાલે લયબદ્ધ ચાલતી રહેશે પણ આત્મના દિવ્ય સંગીતમાં હું ડૂબેલો રહીશ. આત્મા સિવાય મારું કશું નથી અને જે મારું નથી તેને હું કઈ રીતે ગુમાવી શકું? અલિપ્ત અને અસંગભાવે હું કમળની જેમ જળથી ન્યારો છું, હું કેવળ દ્રષ્ટા છું, સાક્ષી છું

આત્માના ગુણ લક્ષણનો અનુભવ થતાં જ્ઞાનનું અજવાળું પથરાય છે, અને તેના પ્રકાશમાં શરીર સ્પષ્ટ જુદું ભાસે છે. રીતે અનંતકાળની ભ્રામિક અવસ્થાનો અંત આવે છે અને તેની સાથોસાથ એક નવી દ્રષ્ટિ સંપાદન થાય છે. દ્રષ્ટિ છેસર્વાત્મ પ્રત્યેની સમદ્રષ્ટિ”. સમભાવ વિશ્વવ્યાપી બનતાં દરેક જીવાત્મા પ્રત્યે નિર્મળ પ્રેમાદર ભાવ જાગે છે, અને તેથી ઉત્તમ રીતે અહિંસાનું પાલન જીવ કરી શકે છે. દરેક આત્મામાં વેદન શક્તિ છે, તેનું ચૈતન્ય સુખ અને દુઃખને ભોગવે છે. દરેક આત્માને જીવવાનો એકસરખો અધિકાર છે અને તેથી સમભાવ અન્ય પ્રત્યે અન્યાય નથી કરતો પણ  અન્યના દુઃખને પોતાનું ગણી દૂર કરવાના પ્રયત્નમાં જોડાય છે. સંતનો સમભાવ, નિષ્કારણ કરુણા બની અનેકનાં અશ્રુ લૂછવા તત્પર હોય છે. વ્યક્તિના ગુણ કે દોષ તરફ તેની દ્રષ્ટિ નથી. તે માત્ર એટલું ઈચ્છે છે કે સહુ સુખી થાય. લોકસેવાના કાર્યો દ્વારા, વ્યવહારથી તેઓ સંસારનું દુઃખ અને તેમાં રહેલી દરિદ્રતાને દૂર કરવાના પુરુષાર્થમાં જોડાયેલા દેખાય છે, પણ વાસ્તવમાં ભવભ્રમણના અનંત દુઃખથી મુક્ત થવાનો માર્ગ તેઓ આચરીને બતાવતા હોય છે. સમભાવમાંથી પ્રગટ થતી સમદર્શિતા સહુને સમાન અધિકારો આપે છે.

Niranjan Film.jpg

ભેદભાવ વગરનું અપ્રતિબદ્ધ મન, જેમ છે તેમ જગતને જોઈ શકે છે. આવા નિર્મળ મનની શુદ્ધ વિચારધારા આત્માને મોક્ષના માર્ગે આગળ લઇ જવામાં ઉત્તમ નિમિત્ત બને છે. જ્યાં મન જાગૃત હોય છે ત્યાં આધ્યાત્મિક સંસ્કારો અને વ્યાવહારિક મૂલ્યો વિકાસ પામતા રહે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રની અભેદતામાંથી પ્રગટ થતો તે સમભાવ, કે જેમાં પ્રતિષ્ઠિત બનેલાં .પૂ.ભાઈશ્રી જેવા નરહરિ સંતો  અહીં , સદેહે મોક્ષનું સુખ અનુભવે છે

ભાઈશ્રીનો સમતાભાવ 

સમતા ગુણ યોગીઓની વિશેષતા છે.” સત્યને પ્રગટ કરતું આ અનુભવ વચન પરમ પૂજ્ય ભાઈશ્રીનું છે. સ્વાભાવિક છે, કે તેઓએ પોતાને લક્ષમાં રાખી પોતાની સ્તુતિ કરવા અર્થે આ વચન કહ્યું નથી. છતાં આપણે જયારે તેમને જોઈએ છીએ ત્યારે ￰કાર્યે કાર્યે તેઓનો સમભાવ સ્પષ્ટ વેદાય છે. સમભાવમાંથી પ્રગટ થતી તેઓની શાંતિ એમ સૂચવે છે કે તેઓ એક અસાધારણ મહામાનવ છે. ઈશ્વરનો સાક્ષાત્કાર તેમને ચોક્કસ થયો છે, એવું ￰જોનારને વેદાય છે. મુક્ત થવા માટે આ સમભાવનો ગુણ કેટલો અગત્યનો છે તે સમજાવવા અર્થે, પરમ પૂજ્ય ભાઇશ્રીએ ‘સમભાવ’ વિષયને કેન્દ્રમાં રાખીને ૧૦૦થી અધિક એકાંત મૌન આરાધના શિબિરો કરી છે. વિપુલ નિર્જરાનું તે અલૌકિક માધ્યમ છે. નીચે આલેખાયેલા ભાઇશ્રીના જીવન પ્રસંગો ઉપરથી કદાચ કંઈ અંશે ખ્યાલ આવશે કે તેમનો સમભાવ કેટલી ઉચ્ચ કક્ષાનો છે.   

ઉત્તરાધિકારી - સદગુરુપદનો સમભાવપૂર્વક સ્વીકાર   

ઈ.સ. ૧૯૯૩ના વર્ષમાં એકાએક, કોઈ પૂર્વ સંકેત આપ્યાં વિના, બાપુજીએ સર્વ મુમુક્ષુઓને સાયલામાં એકત્રિત કર્યાં અને પરમ પૂજ્ય ગુરુમાં શ્રીમતિ સદગુણાબેન સી યુ શાહ તેમજ પરમ પૂજ્ય ભાઈશ્રી નલીનભાઇ કોઠારીને પોતાના ઉત્તરાધિકારી તરીકે સ્થાપી દીધા! 

ગુરુમાં તેમજ ભાઇશ્રીએ સહજતાએ, બાપુજીની આ કૃપાનો સ્વીકાર કર્યો. આટલી મોટી જવાબદારી માથે આવી તેનો કોઈ ભાર ન હતો, કારણ કે ઉદયને સમભાવે અનુસરતા રહેવું અને અકર્તૃત્વ ભાવે, નિષ્કામ બુદ્ધિએ કાર્યો કરવા એ તેઓને સહજ થઇ ગયું હતું. મુમુક્ષુઓની દ્રષ્ટિમાં તેઓ અતિ પૂજનીય બની ગયાં, પણ તેઓના મુખારવિંદને જોઈએ તો એ જ સૌમ્યતા અને નિર્મળપણે રેલાતા સ્મિતનાં દર્શન થતાં હતાં. પોતે એમ માનતા કે અમો મુમુક્ષુઓના દાસાનુદાસ છે, મુમુક્ષુઓને સમર્પિત થઇ જીવન જીવવાની ગુરુએ આજ્ઞા કરી છે - તેમનામાં રહેલા આ લઘુતાભાવમાં તેમની ગુરુતાના દર્શન થાય છે. બન્નેએ નક્કી કર્યું કે, આપણે હવે, બાપુજીના પારમાર્થિક મનોરથોને સિદ્ધ કરવા અને તેમણે ચીંધેલા માર્ગે, મોક્ષના પંથે સંવેગપૂર્વક, સહુને સાથે રાખી ચાલતા રહેવું. આજ દિવસ સુધી પ.પૂ.ભાઈશ્રી મુમુક્ષુઓને સાથે રાખી ચાલી રહ્યાં છે. 

Equanimity 12.jpg

દેહ છતાં વિદેહી દશા

જૂનાગઢની યાત્રાનો પ્રસંગ  

શરીર જડ છે, તેમાં આત્મા સંચર્યો અને તે જીવંત થયું. આત્માની શક્તિ વડે દેહ, મન, ઇન્દ્રિય, બુદ્ધિ વગેરે કાર્ય કરે છે. રૂપી અને અરૂપીના આ નિમિત્ત નૈમિત્તિક સંબંધને ભાઈશ્રી બરાબર જાણતા સમજતા અને અનુભવી રહ્યા હતા. જે જ્ઞાની છે તે પ્રત્યક્ષ જાણે છે કે, ક્ષણભંગુર દેહ તે આપણો નથી અને છતાંએ તેમાં જ્યાં સુધી રહ્યાં છીએ, ત્યાં સુધી તેને પરમાર્થનું સાધન ગણી સાચવવાનો છે. અજ્ઞાની હોય, તે દેહના દુ:ખે દુઃખી અને દેહના સુખે પોતાને સુખી માને છે. જ્ઞાનીપુરુષ દેહભાવને વોસરાવી દઈ દેહમાં દુઃખ હોય તોય પોતે આનંદમાં રહે છે. આ છે તેમનો સમભાવ.

એક વાર જૂનાગઢની ધર્મયાત્રાએ, ગીરના જંગલમાં રાતવાસો કર્યો હતો. ત્યાંનો ભોમિયો સાથે હતો. તેણે રાત્રે પૂછયું, સવારે ઉઠીને, સહેલાઈથી ચલાય એવા સરળ માર્ગે જવું છે કે પછી અઘરા માર્ગે? સંકલ્પબળ અને શક્તિની કસોટી થાય એવા માર્ગે જવું છે, એમ .પૂ.ભાઇશ્રીએ જવાબ આપ્યો! બીજે દિવસે સવારે તે પહાડોની કેડીઓ તેમજ આડી અવળી પથરાળ ભૂમિ અને ચઢાણો ચઢવાનું શરુ થયું. તાપ પણ ઘણો હતો. ધાર્યા કરતાં તે માર્ગ ઘણો વધારે મુશ્કેલ અને કઠણ નીકળ્યો. ભાઇશ્રીનાં એક પગના અંગૂઠાનો નખ છૂટો પડી ગયો. ૭૨ વર્ષની દેહાયુ ધરાવતા ભાઈશ્રી માટે  લીધેલો માર્ગ ખરેખર કઠણ હતો. ભાઇશ્રીની ચાલ ધીમી પડી ગઈ, બન્ને બાજુથી તેમને સહારાની જરૂર પડી, છતાં તેમણે ચાલવાનું બંધ ન કર્યું. ધીમી ગતિએ જ, પણ ચાલતાં રહ્યાં. સવારે ૭ વાગે ચાલવાનું શરુ કર્યું અને સાંજે ૬ આસપાસ તે યાત્રા પૂરી થઇ. પૂર્વકાળે તે ભૂમિપર અનેક મહાપુરુષોએ કષ્ટદાયક તપ સાધના કરી હતી. તે મહાપુરુષોની સહનશીલતા અને વિદેહીભાવને યાદ કરીને ભાઈશ્રી ચાલતા રહ્યા અને જાત્રા પૂરી કરી. નીચે આવ્યા બાદ મુમુક્ષુઓને ખ્યાલ આવ્યો કે તેમના પગમાં ઘણી ઇજા થઇ હતી.  મોક્ષની યાત્રામાં ગતિ કરવા માટે દેહ એ વાહક છે, માટે તેની કાળજી લેવી પણ ક્યારેય તેને પંપાળવો  નહીં - આ છે પ.પૂ.ભાઈશ્રીનું દેહ પ્રત્યેનું વલણ.

ચારધામની યાત્રા  

ગંગા નદીનું પવિત્ર ઉદગમ સ્થાન એટલે ગંગોત્રી ( ગોમુખ) ઉત્તરાંચલના ઢળતા પહાડોની વચ્ચે ચાલી, લાંબો કષ્ટદાયક માર્ગ કાપીને તે ઉદગમ સ્થળે પહોંચવાનું હતું. વૃદ્ધ તેમજ અશક્ત મુમુક્ષો તેમાં ન  જોડાયા પણ ઘણાં યુવાનોએ પણ તે યાત્રા ન કરવાનો નિર્ણય લીધો. બે દિવસની તે યાત્રામાં એક દિવસ જવાનો તેમજ બીજો પાછા આવાનો હતો. ઘોડા ઉપર બેસવાની વિનંતીને પ.પૂ.ભાઈશ્રીએ સ્વીકારી નહિ. અતિ થકાવનારી તે યાત્રા પગે ચાલીને પૂર્ણ કરી અને જયારે તેઓ નીચે પધાર્યા ત્યારે તેમના ચહેરા ઉપર દિવ્ય સ્મિત વેરાયેલું હતું. તેમના અઢળક આનંદે સહુને ઉત્સાહિત કર્યા હતા. પરિશ્રમથી દેહ થાક્યો હતો પણ આત્મબળ અને મનોબળ એવાં જ પ્રબળ અને સશક્ત હતાં.      

Equanimity 10.jpg

સમદર્શિતા - સમતુલ્ય પરિણામ - દ્વંદ્વથી મુક્તિ.

પ્રત્યેક જીવ પોતાના આત્મા સમાન છે, દ્રષ્ટિથી સમભાવની વૃદ્ધિ થાય છે.” ભાઇશ્રીના આ સહજ ઉદગારો સાધક આત્માને દ્રષ્ટિ પ્રદાન કરે છે. તેમનાં પ્રગટ અનુભવમાંથી, અધ્યાત્મનો સાર, ધર્મનો મર્મ પ્રાપ્ત થાય છે. જગતનાં તમામ જીવો પ્રત્યે એકસમાન પ્રેમ તેઓ ધરાવે છે. તેમની નિશ્ચયાત્મક દ્રષ્ટિ દ્રારા જે કંઇ વ્યવહાર થાય છે તેમાં કોઈને અન્યાય થતો નથી. બધું યથાયોગ્ય રીતે, અધ્યાત્મના લક્ષે થતું રહે છે.    

કર્મોના ખેલ વિચિત્ર હોય છે. અજવાળાં અને અંધારાની જેમ, તદ્દન ભિન્ન અવસ્થાઓ બાહ્યમાં સર્જાયા કરે છે. રંક ક્યારે રાજા બની જાય અને સશક્ત ક્યારે દુર્બળ બની જાય એ કહેવું મુશ્કેલ છે. ભાઇશ્રીએ પ્રદાન કરેલી આત્મકેંદ્રિત દ્રષ્ટિના સહારે બહારની પરિસ્થિતિઓને સમભાવે ભોગવી શકાય છે. આપણો, ભાઈશ્રીનો કે પછી જિનેશ્વરનો આત્મા એક સરખી શક્તિ ધરાવે છે. ભાઈશ્રી તેમજ જિનેશ્વર ભગવાનની જેમ આપણે આત્માની ધરબાયેલી શક્તિઓને સમજણપૂર્વક જાગૃત કરવાની જરૂર છે. 

આશ્રમમાં કામ કરતા શ્રમજીવી અનુચરો હોય, કે કોઈ મોભાદાર મહેમાન આવ્યા હોય, તેમનો પ્રેમ અને મૈત્રીભાવ સહુને એકસરખો આવકાર આપે છે. યથાયોગ્ય આદરભાવ રાખી, તેઓ બધાંને મળે છે. 

મોહ છે, માટે આપણા જીવનમાં મારા-તારાનો ભેદ ઊભો થાય છે. નિર્મોહી ભાઇશ્રીની સમાન દ્રષ્ટિ નિર્મળ અને અવિરત રીતે પ્રવહતી રહે છે. દાતા હોય કે લાભાર્થી, વિકલાંગ હોય કે બધી જ રીતે પૂર્ણ, સ્ત્રી હોય કે પુરુષ તેમની આ દ્રષ્ટિ સર્વમાં પ્રથમ આત્મા જુએ છે. સમભાવના આનંદમાંથી પ્રગટ થતો ભાઈશ્રીનો ઉત્સાહ ખૂબ કલ્યાણકારી નીવડ્યો છે. પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓ શિક્ષિત અને સ્વાધીન બને એવો બાપુજીનો ભાવ ભાઇશ્રીએ પૂર્ણ કર્યો છે.      

Equanimity 7.jpg

નિષ્કામ ભાવે જયારે આપણે કંઈ આપીએ છીએ, ત્યારે બદલામાં અનેકગણું વધારે મેળવીએ છીએ. ખરેખર તો દાનનો સ્વીકાર કરીને દાન ગ્રહણ કરનાર, દાન આપનાર ઉપર ઉપકાર કરે છે. આ વિચાર ભાઇશ્રીએ વેરાવળમાં થયેલા વિકલાંગ કેમ્પમાં જાહેર કર્યો હતો. આદાન પ્રદાન પાછળનું વિજ્ઞાન, તેમના સમદર્શિતાના ગુણમાંથી પ્રગટ થયું હતું.   

ઉદાસીનતા - જગતથી ઉપરામ થઇને જીવીએ.

પ.પૂ.ભાઈશ્રી એક સાચા ભક્ત છે.  બધું જ ઈશ્વરાર્પણ કરી આઠે પહોર તેઓ નિર્ભય અને નિષ્ફિકર રહે છે. વર્તમાનની  ક્ષણમાં હાજર રહી, તેઓ એકાગ્રતા કેળવી, પ્રેમ વાત્સલ્ય અને કરુણા સાથે સદૈવ વર્તે છે. શિબિરના વિષયમાં ઓતપ્રોત ભાઇશ્રીને કોઈ મળવા આવે તો જરાય અકળામણ કે અણગમા વગર હર્ષ સાથે પુસ્તક બંધ કરીને તેઓ જે આવે તેને મળે છે. મુલાકાત દરમિયાન તેઓ ધીરજ કેળવી સાંભળે છે. દરેકને તેઓ વ્યક્તિગત માર્ગદર્શન આપે છે. મુલાકાતીને મળવાનો પૂર્ણ સંતોષ થાય એવી રીતે તેઓ તેમને મળે. 

જયારે તેઓ કોઈ કામ કરતા ન હોય ત્યારે પોતાના સ્વભાવની મસ્તીમાં મસ્ત હોય છે.  વિશ્વમાં રહ્યા છતાં વિશ્વના કોલાહલ અને વિસંવાદથી પર માત્ર પોતાની જાત સાથેનો જ્ઞાન સંવાદ તેમના અંતરમાં ચાલતો રહે છે. 

સંતનું સંતત્વ એવું હોય છે કે, અનેક મોટાં કાર્યોથી ઘેરાયેલા હોય પણ તે કાર્યોનો બોજ કે ભાર તેમને ક્યારે લાગતો નથી. ફળની અપેક્ષા વગર જે કાર્યો કરે છે તેઓ હરહંમેશ નિરાગ્રહી અને નિશ્ચિંત રહે છે. .પૂ.ભાઈશ્રી જેવા કર્મયોગી નિષ્ઠા સાથે પોતાના કર્તવ્યોને નિભાવે છે, તેમનો આનંદ ફળ સાથે જોડાયેલો હોતો નથી અને માટે તેમના ચહેરાનું નૂર ક્યારેય કરમાતું નથી. જગતમાં રહ્યાં છતાં તેઓ જગતને આધીન નથી, કર્મો ભોગવતાં છતાં કર્મોને આધીન નથી, તેઓ નિજાનંદમાં સ્વતંત્ર છે.    

Calgary 27.jpg

સમતુલ્યતા - જ્ઞાનની અખંડ ધારામાં સ્થિતપ્રજ્ઞતા 

સામાન્ય સાધક વૈચારિક પુરુષાર્થ કરી સતત પોતાને યાદ કરાવે છે, કે મારે શાંત અને સૌમ્ય રહેવાનું છે. અંદરમાં તોફાન ચાલુ છે, પણ બહાર શાંત રહેવાનો ડોળ કરે છે. અંદરની અકળામણમાંથી પોતાની જાતને છોડાવવાનો જાગૃતિપૂર્વકનો પ્રયત્ન કરવા છતાં, મોહ અને મિથ્યાત્વ જ્યાં છે, ત્યાં સ્વભાવ અને પ્રકૃતિમાંથી અસંતોષ, ઈર્ષા, કષાય વગેરે છલકાયા કરે છે. પરંતું પ.પૂ.ભાઈશ્રી તો સમતાની સજીવન મૂર્તિ છે. સમ રહેવા માટે તેમણે કોઈ આયાસ કે પ્રયાસ કરવો પડતો નથી. સ્વભાવમાં ઠરેલા હોવાથી સમતા તેમને વરેલી છે. પ્રતિકૂળતા અને સંકટો આવે પણ તેનો કોઈ પ્રભાવ તેમના આત્મા ઉપર પડતો નથી. નિર્મૂઝનપણે, પૂર્ણ સ્વસ્થતા સાથે તેઓ આવા ઉદયોને પોતાની સમતુલ્ય પરિણતિ દ્વારા ઓળંગી જાય છે.            

“એકમાત્ર જ્યાં આત્મવિચાર અને આત્મજ્ઞાનનો ઉદભવ થાય છે, ત્યાં સર્વ પ્રકારની સમાધિ થઇ  જીવના સ્વરૂપથી જીવાય છે. ” પત્રાંક ૪૫૬

ઈચ્છા, આશા કે અપેક્ષાઓ જ્યાં રહ્યા નથી, ત્યાં દુઃખ, ખેદ કે વિષાદના કારણો નિર્મૂળ થાય છે. સ્વભાવમાં રહેવું અને સમભાવમાં જીવવું છે ભાઇશ્રીનું અમૃત જીવન. અક્ષય અને અડોલ તેઓનો સમભાવ અનેકને નિરામય શાંતિનો અનુભવ કરાવે છે.

ppb3.jpg

મોક્ષના હેતુએ તેમનું યોગબળ પોતાનું અને જગતનું કલ્યાણ કરી રહ્યું છે. જ્યાં સૂર્ય છે, ત્યાં અજવાળું હોય તેમ જ્યાં સમતુલ્યતા છે ત્યાં સપ્રમાણતા હોય જ. તેમના પ્રતિભાવોમાં ક્યારેય ઉદ્વિજ્ઞતા કે ઉશ્કેરાટનો અંશ સુદ્ધાં જોવા મળતો નથી. જયારે જયારે આપણે તેમને મળીએ ત્યારે શાંતિ અને સમતાનો સાક્ષાત્કાર થાય. ભાઇશ્રીનો પ્રત્યક્ષ આશ્રય અને બોધવચનોનું આકંઠ પાન કરી આપણે પણ સમભાવના સ્વામી બનીએ.

જીવનમાં સમતા કેળવાય તે માટેના અગત્યના મુદ્દાઓ 

ધ્યેયને સામે રાખી વિચારપૂર્વકનો પ્રતિભાવ આપતા રહીએ.

ભલે બહાર બે વિપરીત વિચારોનું યુદ્ધ ચાલતું હોય, અનેક પ્રકારના ક્લેશ, કંકાસ અને દબાણો પોતાનું જોર અજમાવતા હોય, પણ આપણે અંતરની શાંતિમાં સ્થિર થઇને  પ્રત્યુત્તર આપવો કે પ્રતિક્રિયા કરવી. ધીરજ, સહનશીલતા અને અંતર જાગૃતિનો ત્રિવેણી સંગમ સાધી તમામ કાર્યો જે કરે છે તેને ક્યારેય પસ્તાવાનો વારો આવતો નથી.

માત્ર દુ:ખમાં નહિ, સુખમાં પણ જાગૃત રહીએ 

દુઃખ અને પીડાની વચ્ચે સમભાવ કેળવીએ એમ સહુ કોઈને યાદ રહે છે, પરંતુ ખરેખર તો સુખ, સમૃદ્ધિ, આદર, સત્કાર, બહુમાનના ઉદયો વખતે મોક્ષઅભિલાષીએ વધારે સતર્ક રહેવાનું છે. યાદ રાખીએ કે પ.પૂ.ભાઇશ્રીના કોઈ વખાણ કરે કે વખોડે ભાઇશ્રીને કશું સ્પર્શતું જ નથી. ગુરુપદે બિરાજિત થયાં પણ જાણે કશું જ થયું નથી, જીવન આખુંએ બદલાયું પણ તેઓ અંદરથી જરાય બદલાયા નહિ. તેમનું આ અદ્ભુત સ્વરૂપ પરમ આશ્ચર્ય જગાડે છે અને તેઓ સ્વયં આપણું પ્રકૃષ્ટ અવલંબન બન્યાં છે.     

અંતરની શાંતિને જાળવી રાખીએ, શાંતિ આપણી સદાકાળની, સાચી મૂડી છે.   

સંયોગથી સર્જાય અને વિયોગથી વિખરાય એવો આ દેહ ક્ષણભંગુર છે. વ્યક્તિઓ સાથેના સંબંધો અસ્થિર છે, વસ્તુઓ નાશવંત છે, પરિસ્થિતિઓ સતત બદલાયા કરે છે. એવું આ જગતનું સત્ય સ્વરૂપ જેને સમજાયું છે તેને ખોવાનો ભય કે શોક ઓછો થઇ જાય છે. સદગુરુ અનુગ્રહે, અંતરમાં વળતા, તેને ખાતરી થાય છે કે, હું તો અવિનાશી છું, અનંત સુખ અને આનંદનો ભંડાર છું, જો ધારું તો શાંતિ, સમતા અને સમાધિભાવમાં  હું સ્થિર રહી શકું એમ છું. આવો સાધક, આત્મવિશ્વાસ અને પરમ શ્રદ્ધા સાથે, સમતાપૂર્વક દુઃખ અને સુખને નિર્જરાભાવે ખેરવી જાણે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ વિચારીએ તો શરીરનું મૃત્યુ અવશ્ય છે જ પણ અંતરની શાંતિને, સમતાને જો આપણે ધારીએ તો સાચવી શકીએ એમ છીએ. માટે અશાંતિ અને અસમાધિ એ વધારે મોટું નુકશાન છે. પ.પૂ.ભાઈશ્રી આપણી સામે છે, તેઓ ક્યારેય પોતાની શાંતિનો ભંગ થવા દેતાં નથી.                     

 જ્ઞાતા અને દ્રષ્ટા ભાવે જીવન જીવીએ.

ઈન્દ્રિયો અને મનની પાછળ રહેલો, જે  જુએ છે અને જાણે છે, તે હુંછું.  જગતને જાણવાના પ્રયાસમાં હું, મને ભૂલી ગયો. વાસ્તવિકતાને અનુભવ્યા બાદ, હવે મારે, રૂપ રંગ ગંધ કે સ્પર્શના ભેદોમાં સપડાઈને રહેવું નથી. તે તો હરહંમેશ બદલાયા કરે છે. મોક્ષમાર્ગનો હું પંથી છું. મારે ક્યાંય વિશેષભાવ કરવો નથી, કોઈ સાથે એકતા સાધવી નથી. મારે મારા સચ્ચિદાનંદ સ્વરૂપનો આશ્રય લેવો છે, તેમાં મારું શ્રેય છે. બધું કાર્ય કરતા છતાં ભાઈશ્રી કેવા ઉદાસીન છે, કેવા અલિપ્ત અને અસંગ છે. તેમનું સ્વરૂપ મને સત્યના માર્ગે દોરતું રહેશે.         

સર્વાત્મ પ્રત્યે સમદ્રષ્ટિ રાખી, દયા અને અનુકંપાથી હું વર્તું.

બધાં જ આત્માઓ શક્તિ સ્વરૂપે એકસરખા છે. કર્મના પ્રભાવે જુદાં દેખાય છે પણ હું મારું પ્રતિબિંબ અન્ય જીવાત્માઓમાં જોઈ શકું છું. અન્યાય અને દુષ્કૃત્યો પ્રત્યે ક્રોધ ન કરતા હું દુઃખીજનોના દુઃખને દૂર કરવાના પ્રયત્નોમાં જોડાઈને રહું. કોમળ હૈયે હું સહુની કાળજી લઉં. તન મન અને ધનથી હું સેવામાં જોડાઉં. ભાઇશ્રીની કરુણા અપાર છે, સમગ્ર વિશ્વના જીવોના દુઃખને તે દૂર કરી શકે એમ છે. જનહિતના, લોકસેવાના તમામ કાર્યોમાં તેમનો સમભાવ અને પ્રેમ કાર્યકારી બન્યો છે. વ્યક્તિગત મળીએ ત્યારે તેમની એ જ્ઞાનસભર આંખોમાં રહેલ સમભાવ તેમજ કરુણાના દર્શન કરી આપણે ધન્ય થઈએ.  

Equanimity 16.jpg

Moments of Insight: Equanimity

Some of us might think that equanimity is enduring all that circumstances throw at us, without saying a word. We will even celebrate the idea: “I didn't even say a single word!” All the while, we smoulder within.

In many cases, he will remain serenely silent. But the serenity of that silence casts light on his equanimity.

Bhaishree is, in any case, a man of few words, and whose every word has meaning.  However, he will ensure that the right thing is done when looking at plans for the Ashram, Jatra plans and various tasks and projects. His stillness contains much observation. His few words will sometimes cast a new light.

When people are having difficulties with others, whether in family or in projects, Bhaishree notices, and, if appropriate, intervenes, never losing his serenity.

His silence speaks many words and his few words confer stillness.

Regardless of how busy he is, Param Pujya Bhaishree is fully present in meetings. All have noticed that Bhaishree made them feel that they are the most important person in the world. How the concentrated attention of a saint graces us!

How is it possible to have so much work and yet to be able to put it aside, not just physically, but with the mind also? How is it possible to carry on the work, but not carry it as a burden? How is it possible to do all this joyfully?

The fact of his self-realisation is the cause.

This month’s “Moments of Insight” explores various aspects of equanimity. We will learn more about Bhaishree’s living example and how we might bring equanimity into our thinking and conduct.

જ્યાં નિરૂપાયતા છે ત્યાં સહનશીલતા સુખદાયક છે. સહનશીલતા અને ક્ષમા આ બંને ગુણ સમભાવની આધારશીલા છે.

સુખ- દુઃખની ધારા અંતરમાં ચાલતી હોવા છતાં, મૌન રહી ઉદયને ભોગવી લઈએ એ ઘણી સારી વાત છે પણ એ સાચો સમભાવ નથી. આત્માનો આનંદ અને ચિત્તની પ્રસન્નતા કેળવીને, ઉદયમાં ભળ્યા વગર  ઉદયને ભોગવી લઈએ એને સમભાવ કહેવાય. જ્યાં સમભાવ છે ત્યાં નથી કોઈ દુઃખ કે નથી કોઈ ફરિયાદ. જ્યાં સમભાવ છે ત્યાં સકામ નિર્જરા થતીજ રહે છે.

પ પૂ ભાઈશ્રી ઘણું ઓછું બોલે છે. અંતરમાં જાગૃત રહીને તેઓ બધું જાણી લે છે. આશ્રમના કાર્યોમાં તેઓ પૂર્ણપણે જોડાયેલા હોવા છતાં તેમની શાંતિ અને સમતા અખંડિત રહે છે. કર્મો આવીને ભલે પોતાનો પરચો બતાવે પણ જે સમજણના ઘરમાં નિવાસ કરે છે તે સમભાવને ધરી રાખે  છે.

પ પૂ ભાઈશ્રીનું મૌન એ ઘણું કહી જતું હોય છે. જ્યાં બોલવાની આવશ્યકતા હોય ત્યાં ઓછા શબ્દોમાં તેઓ ઘણું કહી દેતા હોય છે. પરમાર્થને કેન્દ્રમાં રાખીને તેઓ સહુને બોધ આપતા હોય છે.

આશ્રમના અનેક કાર્યોનો ભાર હોવા છતાં તેઓ ફૂલ જેવી હળવાશ અનુભવે છે. હરહંમેશ તેઓ હસતા અને આનંદિત દેખાય છે. સમભાવ તેમને સહજ થઇ ગયો છે.

Foresight - દૂરંદેશિતા


We celebrate Param Pujya Bhaishree's divinity through the wonder of his virtues. Each month a different writer has captured the inspirations drawn from Bhaishree's life that shed light on these beautiful virtues and help us recognise his inner being.

This month we explore Param Pujya Bhaishree's virtues of Foresight.


Foresight - a rare unique virtue

Human beings are naturally blessed with the ability to think, analyse, evaluate and foresee. 

Foresight gives an overview of long-term possibilities. It's a tool that explores emerging trends. It helps us to consider diverse perspectives and experiences. Foresight is about opening our mind to new ways and doing the same things differently.

Foresight is acquired by deep contemplation and thus, our mind and intellect play a vital role in the development of this extraordinary and unique virtue. 

Foresight 11.jpg

Foresight is a habit that needs to be cultivated. We keep on evolving as we observe, examine and reflect on all that is around us. In a structured and organized way, we are then able to plan, execute and accomplish our objective. 

Foresight demands real accountability and integrity. When used constructively, this virtue can prove to be a great blessing for the whole humanity and for the entire universe too.

A visionary is one, whose mind is engaged in thinking of making the impossible, possible. He dreams big and works hard to realise such dreams. Being a keen observer, even simplest things have a special significance for him. The great scientist, Isaac Newton saw the apple falling down from the tree. His inquisitive mind questioned, why did it fall down and not go up? It was only after finding the principle of gravitational force that his mind rested in peace. A simple incident, when seen with a fresh perspective, lead Newton to discover one of the most fundamental principles of physics. Foresight keeps researching till the truth is unveiled. 

More than being just self serving, foresight takes care of society. The virtue of foresight helps us to peacefully find solutions to onerous problems. Future generations of the world will suffer for a very long time due to the irresponsible and reckless conduct of the present. Wastage of water, use of plastic, being cruel to animals, cutting down trees, not being environment-friendly clearly speaks about lack of circumspection.

Foresight makes us wise and we look for long-term benefits. We won't become enticed or lured by short-term gains. 

Keeping us focussed, foresight helps us to channelise our energies in the right direction. Remaining precautious, we shall be alert in whatever we do. Without being deviated, farsightedness will help us remain steadfast on the path that leads us to our goal. 

Foresight 5.jpg

There is a cause behind every effect. There is a reason behind whatever occurs. One who is not insightful shall remain fixed on the outcome. Experiencing grief or joy, he or she is unable to see beyond the consequences of life. Minute observation, thoughtful reflections, learning from experiences, acquiring knowledge and intuition are the tools used by the wise to realise their wisdom. Prevailing movements and tendencies will build the future. Foresight will examine the present, warn us of the future, that could be disastrous. One man's foresight can be immensely empowering, it can save the whole human race. 

Foresight that showered divinity

In present times Shrimadji saw that, most of the soul seekers did not recognise the importance of a true guru. Following their own will, they kept pursuing what they imagined to be right. Forgetting the core objective of self-realization, they either became bare and dogmatic ritualists or, exhibiting their theoretical knowledge, they became dry philosophers. To awaken such deluded souls, Shrimadji immaculately crafted many poems like Atmasiddhi Shastra, Apurva Avasar and Mul Marg. These poems appeal to such deluded souls and explains and awakens them to the true path.  This was His infinite compassion, born of His profound foresight. 

Foresight 1.jpg

Foresight makes this world more friendly, happier and a better place to live. Foresight is easily evident in the lives of Bhagwan Shri Krishna and Chanakya, the great economist and philosopher. 

The singing of the nightingale announces that soon the mangoes will swing on the mango trees, the croak of a rooster tells the world to welcome the dawn. Most of our life is driven by logic and rationalisation provided by common sense. When our diligence gets deeper and as we sincerely begin to deliberate, we can foresee what most cannot. In this complicated and unpredictable world, our imagination can visualise the unknown mysteries of the future. Our decisions and determination can make us a visionary. Foresight helps us to predict and prevent, invest and invent.

Foresight is one of the most important virtue that a leader should have. A leader who is fearless, intelligent and resilient can inspire and energise others to make his vision a reality. 

Foresight that is boundless

It is Tirthankar Bhagwan in whom the virtue of foresight is fully developed. Omniscient, their infinite knowledge is all-pervasive. Nothing is hidden from them. Deep-seated in attentive contemplation, immersed in meditation, experiencing the highest state of blissful consciousness and equanimity, Tirthankar Bhagwan have laid out a pure path. All Those who traverse on it will attain Moksh. 

Foresight That Moulds. 

Dwelling in truth, it is the foresight of the saints, that have been the key benefactor for innumerable souls. Under Param Pujya Bapuji and now Param Pujya Bhaishree, our ashram has reached new heights and we all have progressed spiritually. They have been our best guides. Imparting knowledge, they taught us to act righteously and live divinely. 

Foresight 3.jpg

Bapuji saw a raw gem in Bhaishree, that needed to be polished. A silent seeker, Bhaishree had a profound quest for true knowledge. Disciplined and dedicated, he meaningfully followed the agnas given by Bapuji. Thoughtful and meticulous, calm and composed, he naturally possessed many traits that a true seeker would ordinarily develop after years of intense training. Obedient Bhaishree practised what Bapuji preached. Soon he was transformed. The inner purity began to shine forth. The divine sculptor Bapuji successfully chiselled out the delusion and carved a soulful idol. Gurumaa and Bhaishree are sparkling examples of Bapuji’s mystical foresight.

Bhaishree’s miraculous foresight.

Under Bhaishree’s insightful direction, Saubhagbhai’s and thereafter Param Krupadu Dev Shrimadji’s death centenary years were gloriously celebrated. Bhaishree had chosen media which could be easily taken to various destinations: A film on Shimad’s life, an exhibition of 90 paintings depicting many key events, a pictorial biography and a recording of Shrimadji’s stirring hymns were created by Bhaishree’s sentient guidance.  

Be it Mount Kailash - Mansarovar or Char Dham, each and every pilgrimage is transformed by Bhaishree's foresight.

Foresight 6.jpg

One can recognise his intensely spiritual perspective in the temples, memorials and other buildings within the Ashram compound: such as the Derasar, the Raj Mandir, Kalyan Hall, Saubhagbhai’s memorial, and the dining hall.

Raj Margnu Yogarohan (Yogic Ascent on the Royal Path) and Prem ni Parab (Fountain of Love) are miracles born of Param Pujya Bhaishree's foresight and diligent persistent care. Mumukshus’ spiritual progress and transformation of primary education within and around Sayla have been incomparable.

The 2001 Gujarat Earthquake devastated the village of Ninama, 35km from Sayla.  Param Pujya Bhaishree visited the village and decided at that very moment that we should do as much as possible.  He applied all his abilities and, within 9 months, an ideal village was born.

Param Pujya Bhaishree's foresight has led us all on an appropriate path. The spiritual powers of saints, such as Bhaishree have proven to bestow great benevolence. Praise be, manifold times, to this virtue of theirs!

Let's cultivate within ourselves the virtue of Foresight

Let's not worry, let's contemplate

In the midst of difficulties, a man in the grip of fear and worry becomes anxious, instead of contemplating and seeking a solution. Transform worry into auspicious contemplation. By means of deep thought and contemplation, the virtue of foresight develops. Having made a decision, we should not sit idly but start working. Resolve and care, work and faith create amazing magic and miracles.  

Let us still the mind and practice acumen in observation. Let's learn to purposefully observe the smallest of incidents that occur. Even if life is fast-paced, let’s cultivate Bhaishree's calm-minded focus, study circumstances and people, and conduct ourselves with love.

To read, hear, think, understand and experience

Let's read a great deal, listen much, but contemplate and digest even more.  Let us firmly establish the understanding which we have gained, so that the light of that understanding continues to guide us. May we remain awake and aware as we pass through life's various experiences.

Let's not become engrossed in the petty minded worldly greed

Let's not forget that worldly pleasure leads to an increased worldly embodiment. Let's remain centred on not the ephemeral but the eternal.  

Let's live an awakened life

Don't harm others in the pursuit of our own happiness. Let's serve the Mother Earth on whom we live. Let her seemingly endless treasures not be depleted. Let's take extreme care to maintain the balance of the environment from which we breathe.

A true seekers foresight. 

Loyal to his endeavours, a true seeker is equally concerned of his present as well as future lives. Who am I? How am I connected to this world? Am I living a meaningful life? Why do I experience, joy and sorrow? Can I free myself from the duality of life? Who will show me the path to emancipation? In finding out right answers to these worthy questions, he shall seek refuge in a true Guru. By observing the five great vows, Non-Violence, Truth, Non- stealing, Celibacy and non attachment he shall live a pious life. Such a true genuine foresight is the base of our spiritual evolution.

Our entire life is an incident. But, without foresight, it will become an accident. Under Bhaishree’s immortal shelter, let's steer the boat of our life, powered by the oars of foresight, from the shore of worldly embodiment to the shore of the eternal ecstatic bliss of moksh.

Foresight 12.jpg

દૂરંદેશિતા - એક વિરલ ગુણ

દૂરંદેશિતા એ એક વૈચારિક ગુણ છે. મન અને બુદ્ધિ સાથે તેનો ઘનિષ્ઠ સંબંધ છે. દૂરંદેશી એ મનુષ્યને પ્રાપ્ત થયેલી ઉત્તમ શક્તિ છે. મોટાભાગના મનુષ્યોમાં આ શક્તિનું સામર્થ્ય ભર્યું પડયું છે, છતાંય થોડાં જ મનુષ્યો તેને ઉજાગર કરવામાં સફળ બને છે. જો આ શક્તિ પરિપૂર્ણ અને સકારાત્મક રીતે સક્રિય બને તો તે લબ્ધિ  કે વરદાન પણ સાબિત થાય એમ છે.

કલાકો, મહિનાઓ, વર્ષો, દાયકાઓ કે સદીઓ પછી થનારી ઘટના, જેનો કોઈનેય અણસાર કે અંદાજ નથી, છતાં તે થશે એવું જેને ખ્યાલ આવી જાય તેને દૂરંદેશી કહેવાય.
ભવિષ્યમાં થનારી ઘટનાના એંધાણને વર્તમાનમાં જાણી, ઓળખી અને પરખી લેવું તેનું નામ દૂરંદેશી.

જેનું મન અશક્યને શક્ય બનાવવાના વિચારો અને પ્રયત્નોમાં સતત જોડાયેલું રહ્યું છે, મોટી સિદ્ધિઓના સ્વપ્નમાં જે ખોવાયેલા છે, સામાન્ય લાગતી બધી જ પ્રક્રિયાઓને અસામાન્ય રીતે જોઈ શકે છે તે દૂરંદેશી કહેવાય. વૃક્ષ ઉપરથી સફરજન કેમ નીચે પડ્યું અને ઉપર ન ગયું તે કોયડો ઉકેલવા જતાં આઇસેક ન્યુટનના ખોજી મને  ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત જગતને ભેટ આપ્યો. વિજ્ઞાનના વિવિધ આવિષ્કારોનો જન્મ આ દૂરંદેશિતા ગુણમાંથી થતો રહે છે.

દૂરંદેશિતાનો ગુણ ધરાવનાર જેટલો  સ્વકેન્દ્રિત છે તેટલો જ તે સમાજ  કેન્દ્રિત પણ હોય છે. સંઘર્ષની વચ્ચે પણ તે શાંતભાવે સત્યને  શોધતો રહે છે. જે સમાજ દૂરંદેશી નથી તેની ભવિષ્યની પેઢીઓ ખૂબ દુઃખી થાય છે. પાણીનો વ્યય, પ્લાસ્ટિકનો વપરાશ, અબોલ પશુઓનું શોષણ, વૃક્ષોને કાપવા,  પર્યાવરણની ઉપેક્ષા, નદીઓમાં ઠલવાતું કારખાનાનું ગંદુ ઝેરીલું પાણી કે કચરો જેવાં અનેક દૂષણો આ દૂરંદેર્શિતા ગુણનો અભાવ સૂચવે છે.

દૂરંદેશિતા એટલે  દીર્ઘદ્રષ્ટાપણું. તે લાંબા કાળનો વિચાર કરી શકે છે. જે ક્ષણિક છે, ટૂંકાગાળાનું છે તેનાથી તે પ્રભાવિત  થતો નથી. બધી જ અપેક્ષાઓનો વિચાર કરીને પગલું માંડે છે અને માટે જ તે છેતરાતો નથી. સમય, સંપત્તિ અને સત્તાનો યથાયોગ્ય ઉપયોગ કરી તે પ્રગતિ કરતો રહે છે.

દૂરંદેશિપણાનો ગુણ વ્યક્તિને લક્ષ તરફ કેન્દ્રિત રાખે છે. તેની ઉર્જાશક્તિ સુવ્યવસ્થિત રીતે ધ્યેયની દિશામાં વહેતી રહે છે. દૂરંદેશી વ્યક્તિ અંતરમાં જાગૃત હોય છે માટે તે ફંટાઈ જતો નથી. વેરવિખેર ન થતાં તેનું જીવન સંયમિત, જળવાયેલું અને બંધાયેલું રહે છે.

Foresight 14.jpg

દૂરંદેશિતાનો ગુણ ધરાવનાર જેટલો  સ્વકેન્દ્રિત છે તેટલો જ તે સમાજ  કેન્દ્રિત પણ હોય છે. સંઘર્ષની વચ્ચે પણ તે શાંતભાવે સત્યને  શોધતો રહે છે. જે સમાજ દૂરંદેશી નથી તેની ભવિષ્યની પેઢીઓ ખૂબ દુઃખી થાય છે. પાણીનો વ્યય, પ્લાસ્ટિકનો વપરાશ, અબોલ પશુઓનું શોષણ, વૃક્ષોને કાપવા,  પર્યાવરણની ઉપેક્ષા, નદીઓમાં ઠલવાતું કારખાનાનું ગંદુ ઝેરીલું પાણી કે કચરો જેવાં અનેક દૂષણો આ દૂરંદેર્શિતા ગુણનો અભાવ સૂચવે છે.      

દૂરંદેશિતા એટલે  દીર્ઘદ્રષ્ટાપણું. તે લાંબા કાળનો વિચાર કરી શકે છે. જે ક્ષણિક છે, ટૂંકાગાળાનું છે તેનાથી તે પ્રભાવિત  થતો નથી. બધી જ અપેક્ષાઓનો વિચાર કરીને પગલું માંડે છે અને માટે જ તે છેતરાતો નથી. સમય, સંપત્તિ અને સત્તાનો યથાયોગ્ય ઉપયોગ કરી તે પ્રગતિ કરતો રહે છે.

દૂરંદેશિપણાનો ગુણ વ્યક્તિને લક્ષ તરફ કેન્દ્રિત રાખે છે. તેની ઉર્જાશક્તિ સુવ્યવસ્થિત રીતે ધ્યેયની દિશામાં વહેતી રહે છે. દૂરંદેશી વ્યક્તિ અંતરમાં જાગૃત હોય છે માટે તે ફંટાઈ જતો નથી. વેરવિખેર ન થતાં તેનું જીવન સંયમિત, જળવાયેલું અને બંધાયેલું રહે છે.

દરેક કાર્ય પાછળ ચોક્કસ કારણો રહ્યાં હોય છે.  સાધારણ મનુષ્ય પરિણામ ઉપર કેન્દ્રિત રહી હર્ષ અને શોકના ભાવોમાં ડૂબેલો રહે છે. પણ જે દૂરંદેશી છે તે કાર્યોની પાછળ રહેલા ચોક્કસ કારણો શોધવાનો પુરુષાર્થ કરે છે.  સૂક્ષ્મ નિરીક્ષણ, વિચારશીલતા, જ્ઞાન, અનુભવ, તેમજ અંતરદ્રષ્ટિ દ્વારા વિચક્ષણ અને બુદ્ધિજીવી વ્યક્તિઓ આ જગત અને તેમાં બનતી ઘટનાઓને બરાબર સમજી લે છે. વર્તમાનનો પ્રવાહ ભવિષ્યમાં શું ફળ આપશે તેનો  ખ્યાલ આવતાં, તે સાવચેત થઇ, સભાનતાપૂર્વક વર્તે છે. પોતાનું તેમજ સમાજનું હિત સાચવવામાં તેની દીર્ઘદ્રષ્ટિ અપ્રમત્તપણે જોડાયેલી રહે છે. 

પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ જોયું કે આ દુષમકાળમાં, મોટા ભાગના ધર્માનુરાગી આત્માઓને સદ્દગુરૂનો મહિમા અને તેના અનન્ય શરણની અનિવાર્યતાનો ખ્યાલ જ નથી. સ્વછંદે પોતાને સાચું લાગે એ રીતે તેઓ ધર્મનું આરાધન કરે છે. આત્મજ્ઞાનના લક્ષને વિસરી તેઓ જડક્રિયાવાદી બની ગયા છે અથવા તો શુષ્કજ્ઞાની બની પોતાની પંડિતાઈનું પ્રદર્શન કરી રહ્યાં છે. આવા દુર્ભાગી જીવોને ઢંઢોળીને જગાડવા માટે તેઓએ આત્મસિદ્ધિ શાસ્ત્ર, અપૂર્વ અવસર, મૂળ મારગ જેવા પદોની રચના કરી. આ તેમની અપ્રતિમ કરુણા અને દૂરંદેશિતા છે.

Krupaludev teaching.jpg

દૂરંદેશિતામાંથી પ્રગટ થતું પ્રાબલ્ય આ જગતને વધુ સુખદ, સુલેહભર્યું અને નિરુપદ્રવી બનાવે છે.  ભગવાન શ્રીકૃષ્ણના તેમજ ચાણક્યના જીવનચરિત્રમાં આ શક્તિ વિશિષ્ઠ સ્વરૂપે તાદ્રશ્ય થાય છે.  

કોયલ ટહુકા કરવા લાગે છે એટલે જણાય કે આમ્રમંજરી ખીલી છે ને હવે કેરીઓ વૃક્ષ ઉપર લટકશે. સવાર થતાં પહેલાં જ કૂક્ડાઓ જગતને પોતાના મધુર સ્વરથી જણાવી દે છે કે સૂર્યદેવનું સ્વાગત કરવા જાગી જાઓ. એક ઘટના સમયાન્તરે ઘટતી રહે તેને પ્રથમથી જાણવા માટે કોઠાસૂઝની આવશ્યકતા છે.

સામાન્ય વ્યવહારમાં કોઠાસૂઝ દ્વારા આપણે મોટા ભાગના કાર્યો કરતા હોઈએ છીએ. તે કોઠાસૂઝ જયારે જયારે ઊંડી વિચારશીલતા, ગંભીરતા, પ્રૌઢતામાં ફેરવાય તેમ તેમ દૂરંદેશિતાનો ગુણ વિકસિત થતો જાય છે. આવી વ્યક્તિઓને ભવિષ્ય સાક્ષાત્ દેખાય છે. તેમની કલ્પનાશક્તિ રહસ્યદ્રષ્ટા બનીને ભાવિનો નિર્ણય કરી શકે છે. ગુજરાતીમાં લોકોક્તિ છે કે “પુત્રના લક્ષણ પારણેથી અને વહુના લક્ષણ બારણેથી.” પુત્રનો તરવરાટ અને વહુનો વિનય તથા વિવેકીપણું જોઈ અનુભવી વડીલ તેના ચારિત્ર અને ભવિષ્ય વિષે અંતરમાં સમજી લે છે અને કોઈને ન કહેતાં, પોતાના વ્યવહારમાં તે પ્રમાણે ફેરફાર કરતા હોય છે.   

દૂરંદેશિતાની પરાકાષ્ઠા  

સર્વજ્ઞ ભગવાનનું જ્ઞાન એ કોઈ કલ્પના, અનુમાન કે અંદેશો નથી પણ પ્રગટ સત્ય છે. ત્રિકાળજ્ઞાની હોવાથી તેઓ  વર્તમાનની ક્ષણમાં  ભૂતકાળ અને ભવિષ્ય બંને જાણી શકે છે. અનંતકાળથી જીવનો મોક્ષ થયો નથી. તીર્થંકર ભગવાને પોતે સૂક્ષ્મ ચિંતન, ધ્યાન અને સમાધિનો પુરુષાર્થ કરીને મોક્ષનો માર્ગ આચરીને કંડારી બતાવ્યો. તેઓની દૂરંદેશિતા જ આખા જગતનું  કલ્યાણ કરવા સમર્થ  બની છે.

દીર્ઘદ્રષ્ટાની દિવ્યતમ દૂરંદેશિતા

સંતોમાં રહેલી દૂરંદેર્શિતા કેટલી અધિક કલ્યાણકારી છે તે તો પરમ પૂજ્ય બાપુજી તેમજ પૂ. ભાઈશ્રીના પવિત્ર સાંનિધ્યમાં રહેતાં આપણે સાક્ષાત્ અનુભવી રહ્યાં છીએ. વર્તમાન ક્ષણની કલમ દ્વારા  ભવિષ્ય લખાઈ રહ્યું છે એ સત્યને  ક્યારેય વિસ્મૃત ન કરનારા એવા અગ્રશોચી પૂ. ભાઈશ્રી સતત જાગૃત રહે છે. તેમની અલૌકિક નિશ્રામાં બધું જ યોગ્ય અને યથાર્થ રીતે થઇ રહ્યું હોવાથી; વર્ષ પ્રતિ વર્ષ આશ્રમ તેમજ મુમુક્ષુઓ આધ્યાત્મિક રીતે ઉન્નત થઇ રહ્યાં છે.

Foresight 4.jpg

નેતૃત્વ કરનાર દરેક વ્યક્તિમાં આ ગુણ હોવો અતિ આવશ્યક છે. પ.પૂ.ભાઈશ્રી એક અમૂલ્ય રત્ન છે, એવું હીરા પારખું પરમ પૂજ્ય બાપુજીએ જાણી લીધું. સ્વભાવે શાંત, ઓછું બોલનારા, તત્વમાં રુચી ધરાવનારા, નિષ્ઠાપૂર્વક આજ્ઞાપાલન કરનારા, ધીરજ કેળવીને, વિનય અને વિવેક સાચવી બધાં જ કાર્યો વિચારીને કરનારા એવા પ.પૂ. ભાઇશ્રી એક આદર્શ શિષ્ય છે એમ બાપુજીએ નકકી કર્યું. કુશળ શિલ્પીની જેમ પૂ. બાપુજીએ પૂ. ભાઇશ્રીમાં રહેલી ચૈતન્ય મૂર્તિને અનાવરિત કરી તેમના અલૌકિક સ્વરૂપના દર્શન મુમુક્ષુઓને કરાવ્યા. જેમ એક નિપુણ ઝવેરી હીરામાં પહેલ પાડે તેમ પૂ. બાપુજીએ પૂ. ભાઇશ્રીના આત્માને  તરાશી તેને ચમકાવ્યો. પૂ.  ભાઇશ્રીના આત્માનો દિવ્યપ્રકાશ, તેમના ચૈતન્યનું તેજ એવું પ્રગટ થયું કે અનેક મુમુક્ષુઓના તેઓ પથપ્રદર્શક બન્યાં.  ભાઈશ્રીને પોતાના ઉત્તરાધિકારી સ્થાપી "શ્રી રાજ સૌભાગ આશ્રમ’’નાં ભવિષ્ય માટે આત્મહિતૈષી બાપુજી નિશ્ચિંત થઇ ગયા. આ હતી પૂ. બાપુજીની  દૂરંદેશિતા તેમજ મુમુક્ષુ  પ્રત્યે વરસેલી કૃપા.

પ.પૂ. ભાઇશ્રીની કલ્યાણકારી દૂરંદેશિતા  
ભવ્ય  શ્રી સૌભાગભાઈ  તેમજ પરમ કૃપાળુદેવની  દેહવિલય  શતાબ્દીની  ઉજવણી થઇ  તે પૂ. ભાઇશ્રીની દૂરદર્શિતાનું પ્રમાણ આપે છે. કૃપાળુદેવ ઉપરની  ફિલ્મ, સચિત્રદર્શન કરાવતું પુસ્તક, કૃપાળુદેવના પદોની સીડી તેમજ 90 (નેવું) ચિત્રોના પ્રદર્શનના નવનિર્માણમાં પ.પૂ.ભાઇશ્રીની દિવ્ય દીર્ઘદ્રષ્ટિની પ્રેરણા નિમિત્ત બની.

કૈલાસ માનસરોવર હોય કે ચાર ધામ, બધી જ  ધર્મયાત્રાઓમાં  પૂ. ભાઇશ્રીની  દૂરંદેશી તે ધર્મયાત્રાઓને અનોખી બનાવી દેતી હોય છે. 

Foresight 10.jpg

દેરાસરજી, રાજ મંદિર, કલ્યાણ હોલ, સૌભાગ સ્મૃતિ, અન્નપૂર્ણા વગેરે આશ્રમના પ્રાંગણમાં બંધાયેલ તમામ મંદિરો  તેમજ સ્મારકોમાં તેમની  વિશિષ્ઠ  આધ્યાત્મિક દ્રષ્ટિનો પરિચય પ્રાપ્ત થાય છે.

`રાજમાર્ગનું યોગારોહણ’ તેમજ `પ્રેમની પરબ’ એ પ.પૂ.ભાઇશ્રીની  દૂરંદેશી તેમજ ખંતના ચમત્કારિક  પરચા છે. મુમુક્ષુઓની  આધ્યાત્મિક પ્રગતિ અને સાયલા તેમજ આજુબાજુના તાલુકાઓની પ્રાથમિક શાળાઓના શિક્ષણમાં આવેલું અદ્દભુત પરિવર્તન અનુપમ  છે.

2001ની સાલમાં ધરતીકંપને કારણે સાયલાથી 35 કિલોમીટર દૂર આવેલ નિનામા ગામ આખુંએ ધ્વંસિત થયું. પ.પૂ.ભાઈશ્રીએ તે ગામની મુલાકાત લીધી અને તત્ક્ષણ નિર્ણય લીધો કે જેટલું આપણાથી બની શકે તેટલું કરવું. તેમણે પોતાની તમામ શક્તિઓ કામે લગાડી અને 9 (નવ) મહિનામાં એક આદર્શ ગામ ઊભું કરી દીધું.   

Foresight 9.jpg

પ.પૂ.ભાઇશ્રીની દૂરંદેશીએ સર્વને યોગ્ય માર્ગે  દોરવ્યા છે. પૂ. ભાઈશ્રી જેવા સત્પુરુષોનું યોગબળ  અધિક  કલ્યાણકારી નીવડયું છે. તેઓના આ ગુણને અનેકવાર વંદના.

દૂરંદેશિતા ગુણને આપણામાં ખીલવીએ.

ચિંતા નહિ ચિંતન કરીએ.    
સમસ્યાની વચ્ચે ભયગ્રસ્ત માણસ ચિંતન કરી ઉપાય શોધવાને બદલે ચિંતા અને ફિકર કરતો રહે છે. ચિંતાને ચિંતનના મંગળ સ્વરૂપમાં ફેરવી નાખો. ઊંડી વિચારણા અને ચિંતન દ્વારા વ્યક્તિમાં દૂરદર્શિતાનો ગુણ વિકાસ પામતો જાય છે. નિર્ણય લીધા પછી બેસી ન રહેતાં મન અને શરીરને કામે લગાડવા. નિર્ણય અને ખંત, કાર્ય અને શ્રદ્ધા અજબ જાદુઈ ચમત્કારો સર્જે છે.  

ધીર-ગંભીર બનીને સૂક્ષ્મ નિરીક્ષણ કરતાં રહીએ.  
સામાન્ય ઘટનાઓ પણ લક્ષપૂર્વક જોતાં શીખીએ. ભલે જીવન ગતિશીલ હોય પણ પ.પૂ.ભાઇશ્રીની જેમ શાંત ચિત્તે એકાગ્રતા કેળવી, સંજોગોનો તેમજ વ્યક્તિઓનો અભ્યાસ કરી પ્રેમપૂર્વક વર્તીએ.  

વાંચવું, સાંભળવું, વિચારવું, સમજવું અને અનુભવવું
ખૂબ વાંચીએ, ઘણું સાંભળીએ પણ તેના કરતાં અનેક ઘણું વધારે વિચારીએ અને  વાગોળીએ. જે સમજણ પ્રાપ્ત થઇ તે આપણા અંતરમાં સ્થિર થાય અને દરેક કાર્ય કરતી વખતે તે સમજણનો જ્ઞાનપ્રકાશ આપણને દોરતો રહે એવું જીવન જીવીએ. જીવનના અનુભવોમાંથી પસાર થઈએ ત્યારે આપણે જાગૃત રહીએ.

દુન્યવી ટૂંકા લાભોથી પ્રલોભિત ન થઈએ
આપણે ભૂલીએ નહિ કે સંસારનું સુખ સંસાર વધારનારું હોય છે. ક્ષણિક નહિ પણ શાશ્વત્ પ્રત્યે કેન્દ્રિત થઈએ.

સાવચેતીપૂર્વક જીવન ￰જીવીએ
પોતાના સુખ માટે અન્યને દુઃખી ન કરવાં. જે ધરતીમાતા ઉપર આપણે જીવીએ છીએ તેની સેવા કરવી. તેના અખૂટ ભંડારને નુકશાન ન પહોંચે, જે પર્યાવરણમાંથી શ્વાસ લઈએ  છીએ તેની સંતુલના જળવાય તેની સુવિશેષ કાળજી રાખીએ.  

સાચો દૂરંદેશી

સાચો  દૂરંદેશી વ્યક્તિ આ ભવથી અધિક પરભવનો વિચાર કરે છે. હું કોણ છું? આ જગત શું છે? સુખ શું? દુઃખ શું? કર્મસત્તા શી? મુક્તિ શું? મુક્તિનો માર્ગ કોણ બતાવે? આ બધાં પ્રશ્નોનો યથાર્થ  ઉત્તર મેળવીએ. સદ્દગુરુના આશ્રયે રહી જે અહિંસા, સત્ય, અચૌર્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય પાળી નિર્મળ જીવન જીવે તે સાચો દૂરંદેશી કહેવાય.

આખું જીવન એક ઘટના છે, દૂરંદેશી વગર તે દુર્ઘટના બની જશે. પરમ પૂજ્ય ભાઇશ્રીની અમૃત નિશ્રામાં આપણે સંસારના કિનારેથી આપણી જીવન નૌકાને દૂરંદેશિતાના હલેસા વડે હંકારી, મોક્ષના, શાશ્વત્ સમાધિસુખના કિનારે લઇ જઇએ.

Foresight 13.jpg

Moments of Insight: Foresight

Friendliness - મૈત્રી


We celebrate Param Pujya Bhaishree's divinity through the wonder of his virtues. Each month a different writer has captured the inspirations drawn from Bhaishree's life that shed light on these beautiful virtues and help us recognise his inner being.

This month we explore Param Pujya Bhaishree's virtues of Friendliness.


Friendliness - Bonding across age groups

In a gentle way, you can shake the world
— Mahatma Gandhi

Personifying the above quote is Param Pujya Bhaishree. His entire being is gentle. His walk, talk, smile, reading, every single activity is gentle, conscious and compassionate. His gentleness encompasses a host of imitable virtues like equanimity, tolerance, patience, meticulousness, selflessness and compassion.  

His gentleness stems from his principle of zero strife. The principle of zero strife stems from his universal love and feeling of kinship with not just everyone but with everything in the universe. Unlike ordinary mortals, Bhaishree does not resist anything around him because he belongs to everyone and, at the same time, he owns nothing but his soul. He lives this knowledge every moment.

Due to his tolerant and non-judgmental approach, Bhaishree effortlessly bonds across age groups. Whether it is a young child or a person in their eighties, they would not hesitate even for a moment to share with Bhaishree their innermost concerns, hopes or fears, safe in the knowledge that Bhaishree would offer only the correct advice without judging or criticizing. Such is the sacrosanct bond that Bhaishree shares with every person he meets. The way he connects with everyone at their individual level is nothing short of magical, especially when he is at a much different level of a highly elevated consciousness.

Friendliness 2.jpg
Patience 3.jpg

A young mumukshu says: “Living in the US, many of us grew up struggling to intertwine adhyatma (spirituality) in our lives. Certainly, our parents did whatever they could to instil traditional values in us so that even though we lived far away, our hearts would never be too far from India. However, parents have certain limitations with their own children that Bhaishree did not.

“Our first exposure to Bhaishree without the presence of Param Pujya Bapuji was in 2005, and it was during this trip that we truly came in contact with his gentle heart and innate ability to communicate with groups of all ages.  This was particularly attractive to the Yuva group.  Bhaishree’s ability to recall many details of each of our lives – young or old – was fascinating. He could recall the various stages in our education, or careers, but the most impressive of all was the immense patience with which Bhaishree would seek answers and encourage dialogue between us and Him.  As Bhaishree wound up his US visit, we could sense a great hunger within each one of us satisfied, a hunger that we were not aware we even had. We learned first-hand of the greatness that was Bhaishree, and each one of us felt we had gained a ‘father’ greater than our own.  This trip was indeed a turning point in our lives.”

Friendliness 13.jpg

In spite of his spiritual stature, when the Guru transcends barriers and connects with hundreds of disciples, transformation begins. The shishya (disciple) is drawn to the pure qualities of his Guru and strives to become like his role model, purifying himself in the process.

Another young disciple living in the US narrates his experience: “Like all mumukshus, I had confided in Bhaishree about a difficult time that I was going through. I felt weighed down for months. I was in a fog and couldn't shake it off. But, one conversation with Bhaishree, and he so skillfully lifted my burden that for the first time in months, I felt light-hearted and free. Bhaishree did not judge or talk down to me. He simply gave me his all-powerful counsel, telling me that ‘what was done was done. It could not be changed and so, by replaying it over and over, I was simply building more karma’.  He spoke with such simplicity and divinity that I was able to connect with him instantly in the same way as I would with a close friend of my age. Bhaishree has this innate ability to get to the root of the problem (problems that we complicate in our minds) and offer accurate and spot-on solutions. During our difficult times, He is our saviour indeed.”

All of us aspire to bond with family, friends and every person we meet in our life-journey. But we tend to complicate our human relationships to such an extent that we accumulate an enormous amount of unhappiness, discontent and negative karmas.

Taking inspiration from Bhaishree, we can transform our lives by following a few tips:

1. Be non-judgmental:  Forming judgments has become second nature to us.  We jump to conclusions without listening to all the facts and label people on presumptions or past experiences. We need to see ‘Bhagwan Atma’ (God) in every soul and not get weighed down by flaws or previous interactions. Focus on the present situation without the ‘baggage’ of the past. Rather than being preachy or coming from a position of superiority, Bhaishree is always helpful, like a dear friend and well-wisher, in spite of his towering spiritual status. He is unconditionally positive.

2. Focus on the good qualities in people: Bhaishree often says ‘cultivate the habit of focusing on the good qualities of every person you meet and overlook the negative’.  Imbibing such a powerful virtue would elevate us as human beings, helping us connect and create a vast spiritual family, by increasing our ‘maitri bhaav’ with every living soul. Awareness and acknowledgement of positive traits in the other person ensures elements of the virtues taking root within ourselves.

3. Acceptance and empathy: Empathy is the ability of placing yourself in the other person’s shoes. And calm acceptance gives us the strength to overcome obstacles.  When things don’t go our way, we succumb to anger, resentment, fear or regret.  Acceptance and empathy form the roots of the ‘Syadvaad’ principle propounded by Bhagwan Mahavir. Acceptance of every person as a ‘pure soul, maligned by karmas’ would make us more empathetic and compassionate human beings. Even if you disagree with something others have said or done, do not berate them or shout at them. Communicate calmly rather than criticize.  Even if one is required to be firm, we can be polite. Respect every soul regardless of his social status, gender or educational qualifications. Bhaishree is always kind and respectful to every person he meets, regardless of his or her status or qualities. Such respect comes from compassion and empathy.

4. Self-confidence and positive thinking: When Bhaishree was in the Andaman Islands with mumukshus, there was an opportunity for sea walking and snorkeling. Most people in the group couldn't swim and, hence, were scared. Bhaishree too could not swim. Yet, he showed no fear and listened attentively to all the instructions for sea walking.  At the bottom of the sea, he was able to take in the whole experience uninterrupted, purely and perfectly without the slightest apprehension.  Self-confidence and optimism do not come by accident; they need to be built with patience and perseverance.  Even small successes will lead to increased confidence and greater faith in one’s own abilities. A positive attitude helps scale barriers and reach newer milestones.

Like Mahatma Gandhi, Bhaishree’s life is his message. His every word and action imparts a lesson in compassion, self-confidence, bonding and belonging. With  patient attention to each mumukshu, Bhaishree connects instantly with us and weaves within us the seed of adhyatma (spirituality). He then holds our hands and continues to nurture that seed as we live through the various phases of our lives. Due to the selfless bonds created with the Guru and amongst one another, mumukshus are able to traverse the unfamiliar path of spirituality and atmagyan (self-knowledge) with ease and enthusiasm.

Friendliness 8.jpg

મૈત્રી

વિનમ્રતાના માર્ગે તમે દુનિયા ડોલાવી શકો છો
— મહાત્મા ગાંધીજી

ઉપરનું વાક્ય કોઈ પ્રત્યક્ષ વ્યક્તિના જીવનમાં ચરિતાર્થ થતું હોય તો તે છે પ. પૂ. ભાઈશ્રી. તેઓનું સંપૂર્ણ વ્યક્તિત્વ સૌમ્યતા અને વિનમ્રતાથી છલકાય છે. તેઓનું બોલવું - ચાલવું, ઉઠવું - બેસવું, ખાવું - પીવું, વાંચવું - લખવું કે તેઓની કોઈ પણ પ્રવૃત્તિ કે ક્રિયામાં તેઓનાં આ બન્ને ગુણો આપણી નજરે ચડ્યા વિના રહે નહીં. પ. પૂ. ભાઈશ્રીનાં આ ગુણોને અવલોકતાં, તેઓનો ઉત્કૃષ્ટ વિશ્વવત્સલ ભાવ આપણી નજર સમક્ષ આવે છે. માત્ર દરેક વ્યક્તિ પ્રત્યે જ નહીં, દરેકે દરેક વસ્તુ પ્રત્યે પણ પ.પૂ. ભાઈશ્રીનું વલણ ખૂબ જ કોમળતા અને મૃદુતાભર્યું હોય છે. પ. પૂ. ભાઈશ્રી ક્યારેય પણ કોઈ વ્યક્તિ, વસ્તુ, બાબત કે પરિસ્થિતિ માટે નકારાત્મકતા, અણગમો, નારાજગી કે અસંમતિ દર્શાવતા નથી. કારણ કે તેઓ સમદર્શી છે, દરેકે દરેક જીવને પોતા સમાન ગણે છે, દરેકમાં પોતાના જેવો જ આત્મા નિહાળે છે.

Friendliness 10.jpg
Friendliness 1.jpg

પ.પૂ. ભાઈશ્રી ક્યારેય કોઈ વ્યક્તિ વિષે પોતાના મનમાં અભિપ્રાય બાંધતા નથી, કે કોઈનું મૂલ્યાંકન કરતા નથી. તેઓની દ્રષ્ટિ તો વ્યક્તિના ગુણો તરફ જ હોય છે. ભલે પછી તે ગુણ સાવ સામાન્ય કે નાનો જ કેમ ન હોય. પ.પૂ. ભાઈશ્રીના આ ઉત્કૃષ્ટ ગુણને કારણે વૃદ્ધો, વડીલો, યુવાનો કે પછી બાળકો - તમામ વયજૂથનાં લોકોનાં હૃદય ખૂબ સહજતાથી પ.પૂ. ભાઈશ્રી સહતે જોડાઈ જાય છે. કોઈ પણ વયની વ્યક્તિ તેઓની સાથે ખુલ્લાં મને કોઈ પણ વાત નિઃસંકોચપણે કરી શકે છે. પ.પૂ. ભાઈશ્રી તે વ્યક્તિ કે તેની વાતનું કોઈ પણ પ્રકારે મૂલ્યાંકન કે ટીકા - ટિપ્પણી કર્યા વગર એક પરમ મિત્રની જેમ શાંત ચિત્તે તેની વાત સાંભળે છે, જરૂરી ચર્ચા-વિચારણા પણ કરે છે અને તેની વાતનું યથાયોગ્ય અને સંતોષકારક સમાધાન પણ આપે છે. પ.પૂ. ભાઈશ્રી સાથે વાત કર્યા પછી દરેક વ્યક્તિ હળવો ફૂલ જેવો બની જાય છે, હૃદયમાં ખૂબ જ આનંદ અને પ્રફુલ્લિતતા અનુભવે છે. પોતાની સઘળી ચિંતાઓ અને ઉપાધિઓ ટળી ગઈ હોય એવી હળવાશ અનુભવે છે, કારણ કે, તેને પોતાની બધી ઉપાધીઓનાં સરળ સમાધાન પ.પૂ. ભાઈશ્રી પાસેથી મળી ચૂક્યાં છે.

Friendliness 3.jpg
Friendliness 11.jpg

U.S.ની એક યુવા મુમુક્ષુ પ.પૂ. ભાઈશ્રી સાથેનો પોતાનો અનુભવ વર્ણવે છે : એ વખતે હું ઘણાં જ કપરાં સમયમાંથી પસાર થઇ રહી હતી. અનેક સમસ્યાઓથી ઘેરાયેલી હતી.માનસિક રીતે હતાશ હતી, ભાંગી પડી હતી. હતાશામાંથી કોઈ પણ રીતે બહાર આવી શકતી નહોતી. ત્યારે અવસર મળતાં હું પ.પૂ. ભાઇશ્રીને મારા મનની વાત કરવા ગઈ. પ.પૂ. ભાઇશ્રીએ મારી વાત એકદમ શાંત ચિત્તે અને કોઈ પણ પ્રકારનું મૂલ્યાંકન કર્યાં વગર સાંભળી, જેથી હું એકદમ નિઃસંકોચપણે મારા મનની બધી જ વાત એમને કહી શકી. મને તો એવું જ લાગ્યું કે હું મારી જ ઉંમરના મારા કોઈ ખાસ મિત્ર સાથે વાત કરી રહી છું! પ.પૂ. ભાઈશ્રી સાથે વાત કર્યાં બાદ તો જાણે હું એકદમ નિશ્ચિંત અને તણાવમુક્ત બની ગઈ! ઘણાં મહિનાઓ બાદ હું આટલી હળવાશ અનુભવી રહી હતી. પ. પૂ. ભાઇશ્રીએ તો ખૂબ ચતુરાઈથી મારા માથેથી બધો બોજો ઉતારી નાંખ્યો. તેઓએ ખૂબ મૃદુતા અને પ્રેમપૂર્વક મારી સાથે વાત કરી. કહ્યું કે, “જે બનવાનું હતું તે બની ગયું. આપણે તેને બદલી શકવાનાં નથી. તેને વારંવાર વાગોળીને દુઃખી થવાથી માત્ર આપણે આપણાં કર્મબંધન વધારીએ છીએ.” તેઓએ ખૂબ સહજતાથી આ વાત કરી અને મને સચોટ માર્ગદર્શન મળ્યું. એ દિવસે એ વાત મારા મનમાં દ્રઢ બની કે મુશ્કેલીનાં સમયમાં પ.પૂ. ભાઈશ્રી જ મારા તારણહાર છે.

આપણે સૌ ઇચ્છીએ છીએ કે આપણો સંબંધ આપણા પરિવાર, મિત્રો કે જીવનસફરમાં મળનાર દરેક વ્યક્તિ સાથે ખૂબ સુમધુર રહે, આનંદદાયક રહે. પરંતુ આપણે આ સંબંધોને એટલા જટિલ બનાવી દઈએ છીએ કે જેમાં પછી ફક્ત નકારાત્મકતા, ઉદાસી અને દુઃખ જ રહી જાય છે જે  અશુભ કર્મોનું બંધન કરાવે છે. પ.પૂ. ભાઇશ્રીને આપણા પ્રેરણામૂર્તિ બનાવી જો આપણે નીચેનાં થોડાં મુદ્દાઓ સમજી જીવનમાં અનુસરીએ તો આપણે આપણાં જીવનમાં સકારાત્મક પરિવર્તન ચોક્કસપણે લાવી શકીશું. 

1. લોકોનું સ્વમતિથી મૂલ્યાંકન ન કરતાં સમદર્શિતા કેળવો:

આપણે એકાદ મુલાકાત કે અનુભવથી જ લોકો માટે સ્વમતિથી એક અભિપ્રાય બાંધી લઈએ છીએ. પૂરી વાત જાણ્યાં કે સમજ્યાં વિના પૂર્વધારણાઓ કે અનુભવોને આધારે જ પોતાનાં મંતવ્યો રજૂ કરી દઈએ છીએ. પરંતુ ખરેખર તો આપણે સમદર્શીપણું સાધી દરેક જીવમાં પોતા સમાન ભગવાન આત્માને જોવાની દ્રષ્ટિ કેળવવી જોઈએ. ભૂતકાળમાં બનેલી ઘટનાઓને આપણે કોઈ સંજોગોમાં બદલી શકવાનાં નથી. તેથી ભૂતકાળને ભૂલાવી વર્તમાનની ઉજ્જવળ ક્ષણોમાં જીવંત રહેવું જોઈએ.

2. ગુણગ્રાહ્ય દ્રષ્ટિ કેળવો:

પ.પૂ. ભાઈશ્રી કહે છે કે, “આપણા સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિના સદગુણો તરફ દ્રષ્ટિ કેન્દ્રિત કરવી જોઈએ અને નકારાત્મક બાબતોને હંમેશા નજરઅંદાજ કરવી જોઈએ.” કોઈ પણ વ્યક્તિ સદંતર ગુણરહિત હોય નહિ. કોઈ ને કોઈ ગુણ દરેક વ્યક્તિમાં રહેલો હોય છે. જો વ્યક્તિના મોટામાં મોટાં દોષ કે અવગુણને નજરઅંદાજ કરી તેનાં નાનામાં નાના સદગુણ તરફ દ્રષ્ટિ કરીએ તો એ વ્યક્તિ પ્રત્યે આપણો અભિપ્રાય બદલાઈ શકે છે, સંબંધોમાં સકારાત્મકતા અને મૃદુતા આવે છે. દરેક જીવ પ્રત્યે “મૈત્રીભાવ” કેળવાતાં આપણે એક વિશાળ આધ્યાત્મિક પરિવાર સાથે જોડાઈએ છીએ. ગુણગ્રાહ્ય દ્રષ્ટિ ખીલવાથી સહજપણે આપણે પણ અનેક ગુણોનાં સ્વામી બનતાં જઈએ છીએ.

3. સ્વીકૃતિ અને સહાનુભૂતિ:

જયારે પરિસ્થિતિ આપણી ઈચ્છા કે ધારણાથી વિપરીત બને, ત્યારે ભય અથવા ક્રોધ આપણા મન ઉપર કાબૂ મેળવી તેને આકુળ વ્યાકુળ અને વિચલીત બનાવી દે છે. પરંતુ જયારે વિપરીત પરિસ્થિતિને આપણે બદલી શકવાના જ નથી ત્યારે તેની શાંત સ્વીકૃતિ જ ઉત્તમ રસ્તો છે. સહજ સ્વીકાર અને સાચી સહાનુભૂતિ - એટલે કે પોતાની જાતને સામેની વ્યક્તિના સ્થાને મૂકીને પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરવો - આ બંને ગુણો ભગવાન મહાવીરે પ્રયોજેલા ‘સ્યાદવાદ’ સિદ્ધાંતનાં મુખ્ય પાયા છે.દરેક વ્યક્તિમાં ‘શુદ્ધાત્મા’ નિહાળવાની દ્રષ્ટિ આપણામાં આ ગુણોનો વિકાસ કરે છે. ભલે કોઈ વ્યક્તિની વાત સાથે આપણે સહેમત ન હોઈએ, છતાં તેની સમક્ષ ગુસ્સે થવાને કે ઊંચા અવાજે વાત કરવાને બદલે  શાંત ભાવે જ આપણે પોતાની  વાત રજૂ કરી શકીએ છીએ, અને છતાં પણ જો તે વ્યક્તિ આપણી વાત સમજવા તૈયાર ન હોય તો એ સમયે શાંત સ્વીકૃતિ જ અપનાવવા યોગ્ય માર્ગ છે. કોઈ આપણા પ્રત્યે ગમે તેવો જડ વ્યવહાર કરે પણ તે આપણી મૃદુતા અને માનસિક શાંતિને ડગાવી શકવા ન જોઈએ. પ.પૂ. ભાઈશ્રી સમક્ષ કોઈ પણ વ્યક્તિ ગમે તેવી વાત રજૂ કરે, તેઓ તે વ્યક્તિને ખૂબ ઉમળકાભેર સન્માનસહિત  આવકારે છે અને તેની વાત શાંત ચિત્તે સાંભળે છે. ઉપરનાં બંને ગુણો આવો અભિગમ કેળવવામાં મદદરૂપ બને છે.

4. આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારશૈલી:

પ.પૂ. ભાઈશ્રી જયારે થોડાં મુમુક્ષુઓ સાથે આંદામાન ટાપુ પર હતાં, ત્યારે બધાં માટે ત્યાં દરિયામાં, દરિયાનાં તળિયે જઈ એક સાહસિક અનુભવ કરવાનો અદભુત અવસર હતો. પરંતુ તરતાં ન આવડતું હોવાને કારણે મોટાં ભાગનાં લોકોએ ડરીને એ પ્રવૃત્તિ માટે ના પાડી દીધી. પ.પૂ. ભાઈશ્રીને પણ તરતાં નોહતું આવડતું. છતાં તેઓએ તેના માટે તૈયારી દર્શાવી. બધી જ સૂચનાઓ ધ્યાનપૂર્વક સાંભળી તેઓ પાણીમાં ઊતર્યાં. કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે અડચણ વગર એકદમ વ્યવસ્થિત રીતે પ.પૂ. ભાઇશ્રીએ એ સાહસિક કાર્ય પૂરું પાડયું. આત્મવિશ્વાસ અને આશાવાદીપણું જેવાં ગુણો વ્યક્તિમાં આપમેળે નથી આવતાં, પરંતુ ખૂબ ધીરજ અને મહેનતથી વિકસાવવા પડે છે. સકારાત્મક વિચારશૈલી અને આ ગુણોને સાથે રાખીને વ્યક્તિ સફળતાનાં અનેક શિખરો સર કરી શકે છે.

મહાત્મા ગાંધીજીની જેમ, પ.પૂ. ભાઈશ્રીનું જીવન જ એમનો સંદેશ છે. તેઓનો દરેક શબ્દ અને દરેક ક્રિયા આપણને ધીરજ, આત્મવિશ્વાસ, પ્રેમ અને મૃદુતા તેમજ સકારાત્મકતાનાં પાઠ શીખવે છે. તેઓ દરેક મુમુક્ષુમાં અધ્યાત્મનું બીજ રોપે છે, અને ખૂબ જ ધીરજ, કરુણા અને પ્રેમપૂર્વક તેનું જતન કરે છે. આપણા જીવનની દરેક ચડતી-પડતીમાં આપણો હાથ થામી બરાબર સંભાળ લે છે. આવાં નિસ્વાર્થ, નિર્મળ અને સક્ષમ સદગુરુનો હાથ પકડીને મુમુક્ષુઓ નિર્ભયપણે ખૂબ જ ઉત્સાહપૂર્વક અધ્યાત્મનાં વિકટ પંથે સરળતાથી આગળ વધી શકે છે.

Friendliness 6.jpg

Moments of Insight: Friendliness

Param Pujya Bhaishree radiates such humility, patience and love that every person he meets is instantly drawn to him. The wife of a doctor said after meeting him for the first time, “He personifies my idea of a saintly person.” She voices the perception of many, many others in India and overseas.  Such is the level of connect he has with different age groups that mumukshus see in him as the father figure that gives shelter and support, the close friend who does not judge, the mother who is ever-caring, and the guide who knows the way.

Bhaishree’s immense patience is evident when he deals with people who take too much of his time or keep chatting with him unnecessarily. His sevaks often find some mumukshus wasting his time by narrating insignificant details even when there are long queues outside Bhaishree’s kutir. However, to Bhaishree, every person is important. He indulges every person with the same degree of love, kindness and compassion.

A mumukshu narrates: “I am a Vaishnav by birth while my wife follows Jain dharma. As she is a disciple of Bhaishree, we held a Pratishtha mahotsav of Bhagwan Mahavir at our home at Bhaishree’s hands. Along with Sthapna of Bhagwan Mahavir,  Bhaishree also did Pratishtha of our Vaishnav God, Shreenathji, with the same degree of enthusiasm and devotion. His compassion and thoughtfulness left me spell-bound. When he was about to depart, I touched his feet. He blessed me with such love-filled eyes that I was hooked for life. The experience was incredible. God had paid me a visit that day.”

During Bhaishree’s dharmayatras in India or abroad, the days start early and end late owing to a packed schedule that leaves hardly any time for Bhaishree to rest. Yet, he is always cheerful and participates enthusiastically day after day. Inculcating this quality of enthusiasm in all walks of life, especially in our sadhna, can help us reach our goals while making the journey a pleasure. 

A mumukshu recalls, “During our cruise in Alaska, we were sailing amidst breathtaking scenery. Bhaishree was taking in the view delightedly. It was so wonderful to observe him enjoying the outer beauty of nature while immersed in his own bliss, a manifestation of Ramta.

Nature or adventure, there are takeaways from Bhaishree every moment. Once, Bhaishree joined a mumukshu group for zip line ride with characteristic enthusiasm. During their turn, everyone hurtled along jaggedly, twisting and turning all the way, their hearts in their mouths.  

Bhaishree's turn was different. His movements were deliberate and smooth. He elegantly slid to the destination, calm and composed. Mumukshus were awestruck by his incredible control over his mind, speech and body, and his total lack of fear. As one of them said, “His resolute faith in his immortality was there for all to see.”

Every moment with a enlightened guru like him is an experience; every word is a revelation and every action of his is a lesson to learn. An awesome inspiration to several generations of followers.

પ.પૂ. ભાઇશ્રીનાં અંતઃકરણમાંથી વિનમ્રતા, ધૈર્ય અને નિષ્કામ પ્રેમરૂપી દિવ્ય કિરણો એવા પ્રસરે છે કે જેના પરિણામસ્વરૂપે તેઓને મળનાર દરેક વ્યક્તિ તેઓની સાથે કોઈ અલૌકિક આત્મીયતાનો અનુભવ કરે છે. 

‘મારા મતે એક સાચા સંતની વ્યાખ્યા પ.પૂ. ભાઇશ્રીમાં સંપૂર્ણરુપે ચરિતાર્થ થાય છે.’ - આ છે પ. પૂ. ભાઈશ્રી સાથેની પ્રથમ મુકાલાત બાદ એક ડોક્ટર-પત્નીના પ્રતિભાવ. આવા જ પ્રતિભાવો ભારત અને દુનિયાભરનાં અનેક લોકો તરફથી મળે છે. પ. પૂ. ભાઈશ્રી સાથેનું એ આત્મિક જોડાણ એવું હોય છે કે દરેક વયજૂથનાં વ્યક્તિઓને તેઓ પરમ મિત્ર સરીખા લાગે છે, કે જે ક્યારેય કોઈ વ્યક્તિ વિષે પોતાના મનમાં અભિપ્રાય બાંધતા નથી, કે કોઈનું મૂલ્યાંકન કરતાં નથી. માત્ર મિત્ર જ નહિ, તેઓમાં તો એક આદર્શ પિતાના પણ દર્શન થાય છે, કે જેમની છત્રછાયામાં વ્યક્તિ પોતાની જાતને ખૂબ જ નિર્ભય, સક્ષમ અને સુરક્ષિત અનુભવે છે. જગતનાં દરેક જીવ પ્રત્યે પ.પૂ. ભાઇશ્રીની કરુણા અને વાત્સલ્ય એક ઉત્કૃષ્ટ માતા સમાન વહે છે, જે તેઓનાં નિર્મળ નેત્રોમાં સ્પષ્ટપણે દ્રષ્ટિગોચર થાય છે. સર્વે મુમુક્ષુઓ ઉપરાંત, કોઈ પણ વ્યક્તિ માટે પ.પૂ. ભાઇશ્રી એક ઉત્તમ માર્ગદર્શક છે, જેઓની પાસેથી કોઈ પણ પ્રકારની સમસ્યા કે મુશ્કેલીનું સરળ સમાધાન મળી શકે છે.

પ.પૂ. ભાઇશ્રીને અનેક લોકો મળવા આવે છે. સમયનો ગમે તેટલો અભાવ હોય છતાં તેઓ દરેકે દરેક વ્યક્તિને  એકસરખા પ્રેમ અને ઉમળકાથી આવકારે છે. અધીરાઈ કે ઉતાવળની એક રેખા પણ તેઓના ચહેરા ઉપર ક્યારેય દેખાય નહિ. જયારે કોઈ વ્યક્તિ બિનજરૂરી વાતો કરીને તેઓનો કિંમતી સમય બરબાદ કરે છે ત્યારે આપણે તેઓની અખૂટ ધીરજનો સાક્ષાત અનુભવ કરી શકીએ છીએ. તેઓ દરેકની સાથે સંતોષકારક રીતે વાત પૂરી કરે છે. આશ્ચર્યની વાત તો એ છે કે આટલી ધીરજથી દરેક કાર્ય કરવા છતાં પ.પૂ. ભાઈશ્રી ક્યાંય મોડાં પડતાં નથી!

એક મુમુક્ષુ પોતાનો અનુભવ વર્ણવતાં કહે છે, “હું જન્મે વૈષ્ણવ છું, પરંતુ મારી પત્ની જૈન દર્શન અનુસરે છે. તેણી પ. પૂ. ભાઈશ્રીને સમર્પિત મુમુક્ષુ હોવાથી, અમારા ઘરે પ. પૂ. ભાઇશ્રીના હસ્તે ભગવાન મહાવીરની પ્રતિમાજીની પ્રતિષ્ઠાનો પ્રસંગ આયોજિત કર્યો હતો. હું તે સમયે સમર્પિત મુમુક્ષુ નહોતો, પરંતુ જયારે મેં પ.પૂ. ભાઇશ્રીને ભગવાન મહાવીરની સાથે શ્રીનાથજીની પણ પ્રતિષ્ઠા કરતાં જોયાં, ત્યારે તેઓના મનની વિશાળતા અને વાત્સલ્યભાવ મને ખૂબ સ્પર્શી ગયા. પ્રસંગના અંતે જયારે મેં તેઓને ચરણવંદન કર્યાં, ત્યારે તેઓએ મને જે પ્રેમ અને વાત્સલ્યભીની આંખો સાથે આશીર્વાદ આપ્યાં, તે જોઈ મારા મનમાં તેઓની સાથે જીવનભરનું એક અતૂટ જોડાણ થઇ ગયું! એ અનુભવ ખૂબ જ અમૂલ્ય અને અતુલ્ય હતો. એ દિવસે સાક્ષાત ભગવાને મારા ઘરની મુલાકાત લીધી હતી.”

પ.પૂ. ભાઇશ્રીની ભારત કે વિદેશની ધર્મયાત્રાઓ દરમિયાન, વહેલી સવારથી મોડી રાત સુધી એક પછી એક કાર્યક્રમો એવી રીતે ગોઠવાયેલા હોય છે કે પ.પૂ.ભાઇશ્રીને આરામ માટે ભાગ્યે જ સમય મળી શકે. છતાં તેઓ હંમેશા આનંદ અને ઉત્સાહપૂર્ણ જ દેખાય છે. આવા અવિરત ઉત્સાહનો ગુણ આપણને જીવનના દરેક પગથીએ, ખાસ કરીને આપણી સાધનાનું લક્ષ સાધ્ય કરવામાં ખૂબ જ ઉપયોગી બને છે. 

એક મુમુક્ષુ પ.પૂ. ભાઈશ્રી સાથેનો પ્રસંગ યાદ કરતાં કહે છે, “પ.પૂ.ભાઈશ્રી સાથેની અલાસ્કાની યાત્રા દરમિયાન અમે એક અતિ અદભુત અને અવર્ણનીય સૃષ્ટિસૌન્દર્ય વચ્ચે સફર ખેડી રહ્યાં હતાં. પ. પૂ. ભાઈશ્રી ખૂબ આનંદસહિત તેને નિહાળી રહ્યાં હતાં. તેઓને આ રીતે નૈસર્ગનાં બાહ્ય સૌંદર્યમાં અભિવ્યક્ત થતાં આત્માના ‘રમણતા’ ગુણને નિહાળતા જોવાનો એ એક રોમાંચક લ્હાવો હતો!

ત્યાં પ.પૂ.ભાઈશ્રી તેઓના લાક્ષણિક ઉત્સાહ સાથે ‘ઝીપ -લાઈન રાઈડ’ માટેના જૂથ સાથે જોડાયાં. જયારે તેઓનો વારો આવ્યો, ત્યારે તેઓને જોઈ ત્યાં હાજર સૌ કોઈ દંગ રહી ગયા! તેઓની દરેક ક્રિયા શાંત છતાં લક્ષબદ્ધ હતી. તેઓએ ખૂબ જ શાંતિ અને સ્વસ્થતાપૂર્વક તેઓની રાઈડ પૂરી કરી. તેઓનું તન, મન અને વાણી ઉપરનું ગજબ નિયંત્રણ અને સંપૂર્ણ નિર્ભયતા નિહાળી મુમુક્ષુઓ અભિભૂત થઇ ગયાં.” 

પ.પૂ. ભાઈશ્રી જેવા જ્ઞાની સદગુરુ સાથેની દરેક ક્ષણ એક અદભુત અનુભવ બને છે, તેઓનું દરેક વાક્ય એક અલૌકિક બોધવચન છે અને તેઓની દરેક ક્રિયા આપણા માટે એક શિક્ષાપાઠ છે. તેઓનું વ્યક્તિત્વ મુમુક્ષુઓ માટે અદ્વિતીય પ્રેરણારૂપ છે.

Patience, Tolerance & Forgiveness - ધીરજ, સહનશીલતા, ક્ષમા


We celebrate Param Pujya Bhaishree's divinity through the wonder of his virtues. Each month a different writer has captured the inspirations drawn from Bhaishree's life that shed light on these beautiful virtues and help us recognise his inner being.

This month we explore Param Pujya Bhaishree's virtues of Patience, Tolerance and Forgiveness.


Patience, Tolerance & Forgiveness

An eye for an eye only ends up making the whole world blind.
— Mahatma Gandhi

It was the month of May, and the Indian summer was at its peak. Param Pujya Bhaishree was to grace our house. There was complete chaos and everyone was running around. Amidst this mayhem, I stood on tip toe, and peeped out of a tiny window in our living room. It was roughly 12 noon; that was the first time I saw Bhaishree. Clad in a simple white jabha lehenga, He sat quietly on a garden bench even as the sun cast its golden rays on his face. Every few minutes, he kept wiping the  beads of sweat cropping up on his face with the perfectly folded white handkerchief in his pocket. I watched him for a while and wondered, “Why won’t he come up and wait in the comfort of an airconditioned room.” However, in spite of repeated requests from my anxious family members, an unruffled Bhaishree continued to wait patiently in the blazing sun for all his disciples to arrive. It was only when they all arrived that he entered our home. His stance towards the disciples who had come late amazed me further. Bhaishree greeted each and every one of them with his characteristic warmth and  sweetness. There was no trace of annoyance or irritation on his face. This was my first meeting with him. Never before had I seen an important person wait so patiently and calmly. That day sitting tranquilly on the garden bench Bhaishree had made his way into my heart.

Patience.jpg

Patience, tolerance and forgiveness are interconnected virtues.

Patience is equanimity on a stretch. Patience is to wait for the bud to bloom and become a flower. Patience is to believe that everything shall happen when it is suppose to happen. Patience is remaining a peaceful witness. Patience is to be rather than to do.

flower bud.jpg

Patience needs to be woven in our mundane activities like, keeping our cool,  when waiting in a queue that doesn't seem to move,  waiting for the traffic to clear, when you have a flight or train to catch or waiting for an elevator when running late. Such moments leave us feeling tense and we tend to fidget or snap. Sometimes waiting is inevitable, during such occasions we could try diverting  our mind, put the time to effective use, by finishing some unfinished work. Like reading a book. Preparing in advance will also  prevent unnecessary haste during the execution.

It is the manifestation of peace within that translates as outer calm in any circumstances. Only a person of peace can remain placid and exhibit forbearance amid trying conditions.

Tolerance follows patience. Tolerance means having a high degree of acceptance. Tolerance means not reacting to situations at the drop of a hat. Even two children raised by the same mother can be quite distinct from each other. Tolerance is developing the forbearance to accept behaviours and beliefs which differ from our own. Tolerance is being kind, compassionate and accepting.

With tolerance comes forgiveness. The spirit of forgiveness helps us shed our baggage of negative feelings and unresolved emotions that affect our present and future. To grant forgiveness one requires strength. Every Samvatsari, we seek forgiveness from those around us. To forgive is an intrinsic part of our religion as only then can we cleanse our soul.

Forgiveness, in the spiritual realm, is not just the ability to forgive  someone who has hurt you. It’s the natural quality to not feel any anger towards such a person, to remain unperturbed by any hurtful behaviour by any being, and to feel compassion for a person who has wronged you.

WhatsApp Image 2018-03-27 at 15.13.28.jpg

These three virtues are synonymous with Bhaishree. Merely watching him is an education in how to cultivate these three virtues. His divine presence makes us feel elated and serene. Our worldly issues seem trivial and melt into nothingness as we come under the soothing radiance of his aura.

One can see Bhaishree’s complete freedom from any act of irritation, pride or pretence. His perception of the world is way different from ours. We would need to unlearn our thoughts and emotions, and retrain our minds if we were to enter his world, a world that is devoid of mindless haste, self-inflicted pain or worthless desires. Here is an angelic guru who wishes nothing for himself; his only only desire is the upliftment of his mumukshus. He magnanimously makes time for each disciple, accepts each one of us with our thousand drawbacks, and gives equal love to all. That he does not discriminate among his mumukshus is commendable. But Bhaishree does not discriminate between a mumukshu and a non-mumukshu either. To him, all are equal. A true disciple of Param Pujya Bapuji and a true follower of Param Krupaludev Shrimad Rajchandra, he sees the soul in every living being.  

Patience 2.jpg

Once Bhaishree was in Sayla and had to leave in an hour and a half to take a flight to Mumbai. The morning swadhyay had just finished and the kutir was filled with people who wanted to meet him. He was running late and he still had to have his lunch, pack his  bags, and take a nap. But the queue of people waiting to meet him  kept lengthening. Keeping a keen eye on the watch, the sevak decided to tell everyone to be brief as possible. When he went in to announce the next person to Bhaishree, he gently asked him to go back and tell everyone that all of them could have as much time as they needed. The baffled sevak did as instructed. Miraculously and the way it always is with Bhaishree, it all worked out remarkably well. Everyone got ample time with him; each met him patiently, peacefully and without feeling rushed, and there was still enough time for lunch and a small nap.

Patience 4.jpg
Patience 5.jpg

Tomes can be written about Bhaishrees patience, Bhaishree not only does a whole lot of detailed study of scriptures for shibirs and other big events but he also personally opens letters received by him, cuts and saves the stamps on them, files his own documents, makes a set of semi used papers so as to ensure they are not wasted, arranges folders, and many such minute tasks that require enormous amount of patience, especially when one is pressed for time, these tasks can easily be done by person in seva but Bhaishree rarely allows that.

Patience 6.jpg
Patience 7.jpg

One late evening after the Friday swadhyay, a few disciples had gathered at Bhaishree's house. The laundryman arrived. After neatly sorting the clothes and keeping them in his cupboard, meticulous as he is, Bhaishree asked a mumukshu to pass him the paper and thread in which the clothes had been wrapped. After folding the paper neatly, Bhaishree focussed on the thread, which was badly knotted up. Bhaishree patiently attended to each knot, unravelling one after another without any seeming hurriedness. A young mumukshu, who was watching this huge thread unfold, urged him to let her remove the knots. Bhaishree then articulated what he had demonstrated. He asked her to ensure that the thread does not break and to do the task very patiently.

The consequences of our past deeds test our patience all the time.  But, with an example like Bhaishree’s, we know  it is possible for us to remain unruffled like him.

How can we do it?

1) Live in the present.
Let us live in the present,  Let us be slow and steady in all our actions and thoughts. Let us Think before we act and look before you leap. Let us release the pressures of the past and quit worrying about the future. Let us remember that what we have is just THIS moment. The past is gone and the future is not visible. Bhaishree always exhorts us to condition our minds to always make the best of this moment.  

2) Meditate.
Meditation empowers us to get detached and views everything around us dispassionately.  It gets us in touch with the source of true joy as worldly attachments eventually start loosening their grip on our mind. Negative or detrimental thoughts are bound to arise in our minds but if we merely observe them as a viewer rather than a participant, they will not stick to us and waste away.  A sadhak must meditate regularly and shift his focus and attention towards connecting with the Lord. Being aware is the key.

3) Accept things as they are.
Since time infinite, our souls have accumulated tons of karmas that come to affect us in different births. Everything that happens to us happens because of karma. If we have no control over it, there is no point expending energy on reacting emotionally.  Using this logic, we should repeatedly reason with ourselves and not expend energy on getting hot and bothered about everything that happens to us. Accepting things as they are will make us calmer, patient and lighter. Sometimes trying to walk in the other persons shoes enables us to perceive the situation through his eyes. As once we become hollow like a flute, the music of divinity will pervade us.

4) Have faith.
Life is a long journey. In trying times, we tend to get impatient. But remembering that we are not alone and God is always with us, will enable us to feel his divine presence, his love and compassion. We will then respond to problems with a strength that is not just our own. Let us always remember that our God is way stronger than our problems.

5) Let Go.
Let go what you cannot change. Many situations are beyond our control and accepting that is the key to peace. When we let go, we become calm and the turbulent waters in our mind come to a standstill. Our mind then rests in peace.
    
6) Opt for hardships
Opting for hardships will enable us to increase our tolerance. Normally people tend to relax when they feel lazy, however  those are the days Bhaishree says ‘we need to work more’. We need to push our body to its maximum.

And lastly, a quote that one can contemplate and implement at all times. ,
Christian theologian Lewis Smedes says, “You can forgive someone for what they do; only when you accept them for what they are.”

ધીરજ, સહનશીલતા, ક્ષમા

એક આંખના બદલે એક આંખ લેવાની વૃત્તિ સમસ્ત વિશ્વને આખરે આંધળું બનાવશે.
— રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી

        મે મહિનાનો ઉનાળો એની ચરમસીમાએ હતો સૂર્યનારાયણ અને એમની પૂરી શક્તિ સાથે પ્રકાશી રહ્યા હતા. એવા ધોમધખતા તાપમાં, પરમ પૂજ્ય ભાઇશ્રીના પાવન પગલાં અમારા નિવાસસ્થાને થયાં. આવા પુનિત અવસરે, અમારા ઘરના એકએક સદસ્યના હૃદયમાં આનંદ અને ઉત્સાહ છલકાઈ રહ્યો હતો. પોતાને સોંપેલા કામોમાં બધાંય વ્યસ્ત હતા અને ચઉ દિશાએ હર્ષોલ્લાસની ચહલપહલ નજરે ચઢતી હતી. આ સમયે, નીચેના બગીચાની ખુરશી પર પરમ પૂજ્ય ભાઈશ્રી બિરાજમાન હતા. તેમના પ્રથમવાર જ દર્શન કરવા માટે મેં અમારા દીવાનખંડની બારીમાંથી નજર કરી. ભરબપોરે, પવિત્રતાના શ્વેત રંગના ઝભ્ભા લેંઘામાં દીપી રહેલા તથા સોનેરી રવિકિરણો જેમના મુખારવિંદના વીતરાગી નૂરને પ્રક્ષાલી રહ્યા હતા એવા પરમ પૂજ્ય ભાઈશ્રી, એમની લાક્ષણિક શાંતિથી બગીચાની ખુરશી પર સ્થિત હતા. થોડી થોડી વારે એમના ચહેરા પર આવતા પ્રસ્વેદબિંદુઓને તેઓ એક સુંદર રીતે ઘડી કરેલા હાથરૂમાલથી લૂછતાં હતા. આ દૃશ્યને નિહાળીને મને એવો ભાવ ઉત્પન્ન થયો કે તેઓ ઉપર આવીને ઘરના વાતાનુકૂલિત વાતાવરણની સગવડમાં પ્રતીક્ષા કરે તો? આ જ પ્રકારના ભાવ સાથેની વિનંતી, ઘરના સદસ્યો વારંવાર પરમ પૂજ્ય ભાઇશ્રીને પ્રાર્થી રહ્યા હતા. તથાપિ પરમ પૂજ્ય ભાઈશ્રીએ એવા બળબળતા તાપમાં જ, બધાં મુમુક્ષુઓની પ્રતીક્ષા કરવાનો નિર્ણય કર્યો. છેવટે, જયારે બધાં જ મુમુક્ષુઓનું આગમન થયું ત્યારે પરમ પૂજ્ય ભાઇશ્રીના પુનિત પગલાંથી અમારું ઘર, એક મંદિરમાં રૂપાંતરિત થઇ ગયું! જે મુમુક્ષુઓ સકારણ મોડા પડ્યા હતા, તેમના પ્રત્યેના પરમ પૂજ્ય ભાઈશ્રીના સ્નેહભર્યા વલણથી હું દંગ રહી ગઈ! પ્રત્યેક મુમુક્ષુને તેઓએ એમની સાહજિક ઉષ્માથી અને અંતરની માધુર્યતાથી આવકાર્યા. એમના વદનકમળ પર કે વાણીમાં અલ્પાંશ પણ સંતાપ કે ઉશ્કેરાટ દૃષ્ટિગોચર  થતો નહોતો. આવા અગ્રીમ સ્થાને બિરાજેલી વ્યક્તિમાં, આવી સ્વસ્થતા અને આવી ધીરજ, આની પહેલા ક્યારેય પણ મેં જોઈ નહોતી. તે દિવસે, પ્રથમ દર્શને જ, ખુરશીમાં બેઠાં-બેઠાં જ, પ્રશાંતમૂર્તિ પરમ પૂજ્ય ભાઈશ્રી, મારા હૃદયમંદિરમાં સદા- સર્વકાળ માટે સ્થાપિત થયાં.

ધીરજ, સહનશીલતા અને ક્ષમા - આ ત્રણેય ગુણો એકબીજાથી ન્યારા છે, અને તેમ છતાં પણ તેઓ એકબીજાના પૂરક છે. જ્યાં એક ગુણની હાજરી હોય ત્યાં આગળ બીજા બન્નેએ ઉપસ્થિત થવું જ પડે છે.        

સામ્યભાવની પરાકાષ્ઠા એ જ ધીરજ છે. એક કળી ખીલીને પુષ્પ બને ત્યાં સુધી રાહ જોવી એ જ ધીરજ છે. બનવાકાળે જે બનવાનું હશે તે બનીને જ રહેશે એ શ્રધ્ધા કેળવવી એ જ ધીરજ છે. એક આંતરિક, શાંત સજાગતા હોવી એ જ ધીરજ છે. કોઈ પણ કાર્ય કરતી વખતે કર્તાપણાનો ભાવ ન ધરતા, તે કાર્યના સાક્ષીમાત્ર રહેવું એ જ ધીરજ છે. આપણામાં આ ગુણ કેટલા અંશે વિકસિત થયો છે, એનું માપદંડ, આપણે આપણા દૈનિક જીવનના પ્રસંગોના સ્વઅવલોકનથી કરી શકીએ છીએ જેમ કે - આપણે કોઈ વિમાન કે રેલગાડી પકડવાની હોય અને ટ્રાફિકમાં ફસાયા હોઈએ ત્યારે, અથવા જ્યારે ખૂબ મોડું થતું હોય અને લિફ્ટની રાહ જોવી પડે વિગેરે પ્રસંગે, આપણે આપણી સ્વસ્થતા અકબંધ રાખી શકીએ એ જ આપણા ધૈર્ય ગુણની ચકાસણી છે. કેમ કે ઘણું કરીને, આવા પ્રસંગોમાં આપણે તણાવયુક્ત બનીને ઉદ્વેગ અને ઉચાટનો અનુભવ કરીએ છીએ.

traffic.jpg

જયારે કોઈ પ્રસંગમાં રાહ જોવી અનિવાર્ય બને છે ત્યારે, આપણે આપણું ધ્યાન બીજે વાળીને  એ ફાજલ સમયનો સદુપયોગ કરી શકીએ છીએ, જેમ કે એ દરમિયાન કોઈ અધૂરું કાર્ય નિપટાવવું, અથવા તો કોઈ પુસ્તકનું વાંચન કરવું વિગેરે. જો પૂર્વ તૈયારી સહિત દરેક કાર્ય કરવામાં આવે, તો આવી બિન જરૂરી દોડધામને જરૂર નિવારી શકાય છે.        

આપણી આંતરિક શાંતિ, સમ્યક સ્થિરતા જ આવા સમયે બાહ્ય ધૈર્યતામાં પરાવર્તિત થાય છે. ધૈર્યની ક્સોટી કરનારા પ્રસંગોમાં ફક્ત એક સ્થિર અને પ્રજ્ઞાવાન મહાત્મા જ એમના ગંભીર ઉપયોગથી અચળ રહી શકે છે.       

ધૈર્ય ગુણના પગલે પગલે સહનશીલતાએ હાજર થવું જ પડે છે. ઉત્તમ કક્ષાની સ્વીકૃતિની ભાવના એ જ સહનશીલતા છે. કોઈ પણ પરિસ્થિતિમાં એની તત્ક્ષણ પ્રતિક્રિયા ન કરવી એ જ સહનશીલતા છે. સહનશક્તિ અને પ્રભુપ્રાપ્તિ, બન્ને એક બીજાના પૂરક છે. સહનશક્તિની કોઈ જ સીમા નથી હોતી. મતમતાંતરને ભૂલીને આપણાથી ભિન્ન માન્યતા, વલણ તથા રીતભાત ધરાવનારાઓને અપનાવવાની સંયમિત શક્તિ આપણામાં વિકસે એ જ સહિષ્ણુતાનો ગુણ છે. દયા, કરુણા અને શાંત સ્વીકારની ભાવના સહિષ્ણુતાથી જ કેળવાય છે.       

ક્ષમા એ સહિષ્ણુતાનો સહોદર છે. જ્યાં સહનશીલતાનો વાસ હોય છે ત્યાં ક્ષમા નિર્વિવાદપણે હાજર હોય જ છે. ક્ષમા અને સહનશીલતાના પરસ્પર ગુણ થકી જ આ જગત ટકી રહ્યું છે. આપણા વર્તમાન અને ભવિષ્ય ઉપર આપણા નકારાત્મક વિચારોના પોટલાઓની તથા આપણી વણઉકેલાયેલી લાગણીઓની અસર અચૂક પડતી હોય છે. તેને ખેરવી નાખવા માટે, તેનાથી પર બનવા માટે આ ક્ષમા ભાવના એક અમોઘ ઔષધિ છે. પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજી પ્રકાશે છે કે "ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો છે." ક્ષમામાં સત્ય છે, તપ છે, પવિત્રતા છે. આપણે ત્યારે જ શાંત બનીએ છીએ જયારે આપણે ક્ષમાવાન બનીએ છીએ. તેથી જ દરેક સંવત્સરીએ આપણે પરસ્પર ક્ષમા યાચીએ છીએ. આપણને કર્મમળથી વિશુદ્ધ બનાવવાનું ઉચ્ચત્તમ કાર્ય ક્ષમા કરે છે. "ક્ષમા વીરસ્ય ભૂષણમ્". ક્ષમા એ વીરનું આભૂષણ છે. એક વીર પુરુષ જ સાચા હૃદયથી ક્ષમા આપી શકે છે. અધ્યાત્મના ક્ષેત્રમાં, ફક્ત જે વ્યક્તિએ આપણને દુભવ્યા હોય એમને જ માફ કરવાની ક્ષમતાથી ક્ષમાનું કાર્ય સંપન્ન થઇ જતું નથી. એ તો એક એવી સહજ શક્તિ છે, એક આંતરિક ઊર્જા છે કે જે આપણા ક્રોધને આડી અડીખમ દિવાલ બની જાય છે, કે જેથી કોઈની દુઃખદાયક વર્તણુંક આપણને વિક્ષુબ્ધ નથી કરતી. જે પણ જીવાત્માએ આપણા પ્રતિ અન્યાય કર્યો હોય તેમના પ્રત્યે દયાનું અસ્ખલિત ઝરણું વહેતુ રાખનાર આ અપ્રતિમ ગુણ ક્ષમા જ છે.                     

હૈયે વડવાનલ જલે, તોય સાગર ગાય,
હસી જાણે જગ ઝેર પી, સંત તેને કહેવાય.
   

શુભ્ર સકળકળના પૂર્ણિમા ચંદ્ર જેવા ધીરજ, સહનશીલતા અને ક્ષમા- આ ત્રણેય ગુણોનો દિવ્ય આવિર્ભાવ પરમ પૂજ્ય ભાઇશ્રીમાં આપણને ખૂબ જ સુલભતાથી દૃષ્ટિગોચર થાય છે. એમની આંતરિક દશાનું અવલોકન કરવા માત્રથી જ આ તથા એના જેવા બીજા અનેક દિવ્ય ગુણોના આપણે પણ સ્વામી બનતા જઈએ છીએ. એમની પુનિત ઉપસ્થિતિ આપણને ધીર, ગંભીર અને શાંત બનવા માટે પ્રેરિત કરે છે. આપણા ભૌતિક જીવનની ઈચ્છાઓ, માન્યતાઓ, પૂર્વગ્રહો એમના સ્થિર, શાંત, તેજોવલયની નિશ્રામાં શૂન્યતામાં વિલીન થઇ જાય છે. પરમ પૂજ્ય ભાઈશ્રી કોઈ પણ પ્રકારના સંતાપ કે ઉશ્કેરાટ, ગર્વ કે અહંકાર, માન કે સન્માન, ઉદ્વેગ કે ઉચાટ, માયા કે ધૂર્તતાથી તદ્દન પર છે.       

DSC_0448.jpg

પરમ પૂજ્ય ભાઈશ્રીનો જગત પ્રત્યેનો, જગત વ્યવહાર પ્રત્યેનો અભિગમ સંસારી જીવોના અભિગમ કરતા સાવ જુદો  છે, અનોખો છે, ન્યારો છે. એમનું વિશ્વ, કોઈ પણ પ્રકારની અર્થહીન દોડધામ, ઉતાવળ, પામર ઈચ્છાઓ, મહત્વાકાંક્ષાઓ, દુન્યવી સુખની અભિલાષાઓ વિગેરે દૂષણોથી રહિત છે. એમના વિશ્વમાં દિવ્ય શાંતિ, અવ્યાબાધ સુખ, વણથંભ્યો આનંદ વિગેરે પરમ ઉત્કૃષ્ટ સુખો ચિરકાળ માટે સ્થાયી છે. આવા વિશ્વના રહેવાસી બનવા માટે આપણે સૌ પણ ઉત્સુક છીએ. તેના માટે આપણા મનમાં ઉદ્ભવતા અગણિત અજ્ઞાનજન્ય વૃત્તિઓ, ભાવો, વિચારોની શૃંખલામાંથી આપણી જાતને મુક્ત કરવી અતિ આવશ્યક છે.       

આપણા એવા અપૂર્વ અહોભાગ્ય છે કે આપણે પરમ પૂજ્ય ભાઈશ્રી સમાન સદગુરુનું  પુનિત શરણ પામ્યા છીએ. તેઓએ પોતાનું આખું જીવન, સમગ્ર અસ્તિત્વ ફક્ત અને ફક્ત આપણા ઉત્કર્ષ માટે, આપણા કલ્યાણ માટે, આપણી મુક્તિ માટે સમર્પિત કરી દીધું છે. એમના કરુણામય હૃદયની વિશાળતા, દરેકે દરેક મુમુક્ષુને તેના અસંખ્ય દોષોસહ, પરમ પ્રેમે આવકારે છે. કોઈ પણ કક્ષાનો મુમુક્ષુ હોય, કદાચ મુમુક્ષુ ન પણ હોય, પણ પરમ પૂજ્ય ભાઈશ્રીનું વલણ એ પ્રત્યેક સાથે તુલ્ય હોય છે, સમાન હોય છે, ભેદભાવ વગરનું હોય છે. પરમ પૂજ્ય બાપુજીના સ્તુત્ય, સત્ય શિષ્ય અને પરમ કૃપાળુ દેવના સુપાત્ર અનુયાયી એવા પરમ પૂજ્ય ભાઇશ્રીને પ્રત્યેક જીવમાં ફક્ત એનો આત્મા જ દ્રષ્ટિગોચર થાય છે.       

Patience 3.jpg

એક વાર બન્યું એવું કે, પરમ પૂજ્ય ભાઇશ્રીને સાયલાથી મુંબઈનું વિમાન દોઢ કલાકમાં પકડવાનું હતું. સવારનો સ્વાધ્યાય પરિસમાપ્ત કરીને તેઓ કુટિરમાં બધા મુલાકાતીઓને મળી રહ્યા હતા. તે સમયે મોડું તો થઇ જ ચૂક્યું હતું અને હજુ એમને ભોજન લેવાનું હતું, બેગ તૈયાર કરવાની હતી અને વામકુક્ષી કરવાની પણ બાકી હતી. પણ મુલાકાતીઓની કતાર વધુને વધુ લંબાઈ રહી હતી. ઘડિયાળ પર સતત નજર રાખનારા સેવકે નિર્ણય કર્યો કે તે બહાર ઉભેલી બધી વ્યક્તિઓને એમની મુલાકાત બની શકે એટલી ટૂંકી રાખવાની વિનંતી કરશે. પણ જયારે એ સેવક પરમ પૂજ્ય ભાઈશ્રી પાસે આગામી મુલાકાતીનું નામ દર્શાવવા ગયા ત્યારે પરમ પૂજ્ય ભાઇશ્રીએ હળવેથી તેમને પાછા જઈને બધાંયને જેટલો સમય જોઈતો હોય તેટલો લેવા કહ્યું. મૂંઝાયેલા સેવકે એ સૂચનનો અમલ કર્યો. આશ્ચર્યકારક રીતે, અસામાન્ય રીતે, બધું જ હરહંમેશની જેમ જ સમુસૂતરું પાર  પડ્યું! દરેક મુલાકાતીને પરમ પૂજ્ય ભાઈશ્રી સાથે ભરપૂર સમય મળ્યો, કોઈ પણ પ્રકારની અધીરાઈની લાગણી વગર પ્રત્યેક વ્યક્તિને પરમ પૂજ્ય ભાઈશ્રી ખૂબ જ શાંતિથી, ધીરજથી મળ્યા. તેમ છતાંય, ભોજન માટે તથા વામકુક્ષી માટે પર્યાપ્ત સમય પણ સાંપડ્યો!       

Patience 4.jpg
Patience 5.jpg

પરમ પૂજ્ય ભાઈશ્રીની ધીરજ વિષે તો જેટલું લખાય તેટલું ઓછું જ છે. દરેક શિબિર પહેલા,  શિબિરના વિષયના શાસ્ત્રોનો તેઓ સમગ્રપણે, સંપૂર્ણપણે વિગતવાર અભ્યાસ ઘણી ધીરજથી કરતા હોય છે. દરેક મહત્વના કાર્યક્રમ કે પ્રસંગ વખતે પણ તેઓ આવું જ ધૈર્યપૂર્ણ અખંડ અધ્યયન કરે છે. એમના ઉપર લખાયેલા દરેકે દરેક પત્ર તેઓ સ્વયં ખોલે છે અને એની ટપાલટિકિટ પણ જાતે કાપીને જે જે દેશની તે હોય એમાં એકઠી  કરે છે. એમના લખાણો, દસ્તાવેજોને તેઓ ચોક્સાઇપૂર્વક યથાર્થ સ્થાને રાખે છે. બધાં ફોલ્ડરોને તેઓ સુવ્યવસ્થિત રીતે ગોઠવે છે. અર્ધ વપરાયેલા કાગળોનો દળ બનાવીને તેનો અપવ્યય થતો અટકાવે છે.  વિપુલ માત્રામાં સમય તથા ધૈર્ય માગી લેતા આવા તો કેટલાય નાના મોટા કાર્યો કે જે સેવકને સોંપી શકાય એવા હોય છતાં તે, સમયનો ગમે તેટલો અભાવ હોવા છતાં પણ પરમ પૂજ્ય ભાઈશ્રી સ્વયં જ કરે છે. તેઓ ચોવીસ કલાકના દિવસમાં અનેક દિવસોનું કાર્ય સમાવી દે છે. સમય જાણે કે એમને વશ વર્તે છે!

Patience 6.jpg
Patience 7.jpg

એક સાંજે, સ્વાધ્યાય પછી, પરમ પૂજ્ય ભાઇશ્રીના નિવાસસ્થાને થોડા મુમુક્ષુઓ આવેલા. ત્યારે ધોબીભાઈ કપડાં આપી ગયા. પરમ પૂજ્ય ભાઇશ્રીએ એ કપડાને અલગ પાડ્યા અને પોતાના કબાટમાં સુઘડતાથી ગોઠવી દીધા. પછી, જે કાગળમાં લપેટાઈને એ કપડાં આવ્યા હતા તેની ચીવટતાથી ઘડી કરી. ત્યાર પછી તેમનું ધ્યાન જેનાથી કપડાં બાંધ્યા હતા એ દોરા પર કેન્દ્રિત કર્યું. એ દોરામાં ઘણી વધારે ગૂંચ પડી ગયેલી. એમની ખૂબ જ સહજ એવી લાક્ષણિક ધીરજથી અને શાંતિથી પરમ પૂજ્ય ભાઇશ્રી એક પછી એક ગૂંચને કોઈ પણ પ્રકારની ઉતાવળ વગર ઉકેલી રહ્યા હતા. એક યુવા મુમુક્ષુ, કે જે આ બધુંય નિહાળી રહી હતી, તેણે પરમ પૂજ્ય ભાઇશ્રીને આ કાર્ય પોતાને સોંપવાની વિનંતી કરી. પરમ પૂજ્ય ભાઈશ્રીએ, એની વિનંતીને સ્વીકારીને, એને દોરી તૂટે નહિ એ રીતે ઘણી ધીરજથી, ચીવટતાપૂર્વક કરવાની સૂચના આપી.       

આપણા પૂર્વકર્મોના પરિણામના કારણે આપણા ધૈર્ય ગુણની કસોટી સતત થતી હોય છે. પણ પ્રત્યક્ષ સાક્ષાત અખૂટ ધીરજના સ્વામી એવા પરમ પૂજ્ય ભાઇશ્રીને અવલોકી-અવલોકીને આપણને એ દ્રઢ થાય છે કે એમની પવિત્ર કલ્યાણકારી નિશ્રામાં આપણે પણ એમના ગુણોને ચોક્કસ આત્મસાત કરી શકીશું.       

"જ્ઞાનીને અવલોકીએ છીએ અને તેમ થઈએ છીએ." એમના જેવા બનવા માટે નીચેના થોડાં મુદ્દાઓ વિચારીએ.

૧) વર્તમાનમાં જ જીવવું ~ "વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાંય".

ચાલો આપણે આપણા દરેક કાર્યમાં અને દરેક વિચારમાં ધીરગંભીરતા કેળવીને વર્તમાનમાં આપણું જે કાર્ય ચાલુ છે તેમાં જ હાજર રહીએ. વિવેકથી વિચારીને દરેક કાર્ય કરીએ. આપણા મનને ભૂતકાળના તણાવોથી અને ભવિષ્યની ચિંતાથી રહિત બનાવીએ, કેમ કે હરહંમેશ અત્યારની જ ક્ષણ આપણા હાથમાં હોય છે. ભૂતકાળ વીતી ચૂક્યો છે અને ભવિષ્ય આપણને ચક્ષુગોચર નથી. માટે જ પરમ પૂજ્ય ભાઈશ્રી આપણને વર્તમાનની એક એક ક્ષણનો સદુપયોગ કરવાનું વારંવાર બોધે છે.

૨) ધ્યાન

ધ્યાન આપણને નિ:સ્પૃહ, અનાસક્ત બનવાની સમર્થતા આપે છે, આપણી દ્રષ્ટિને વિરક્તતા આપે છે. દુન્યવી જોડાણોની આપણા મન ઉપરની પકડને ઢીલી પાડતા જઈને ધ્યાન આપણને શુદ્ધ, નિર્મળ, શાશ્વત આનંદના મૂળ સ્ત્રોત સુધી પહોંચાડે છે. નકારાત્મક અને હાનિકારક વિચારો આપણા મનમાં ઉઠે ત્યારે કોઈ પણ પ્રતિભાવ આપ્યા વગર આપણે ફક્ત એના જોનાર બનીએ,  જાણનાર રહીએ, અસંગ રહીએ તો એને વિદાય થવું જ પડશે. સાધકે પોતાના લક્ષને, પોતાની એકાગ્રતાને, પોતાના ધ્યેયને પરમાત્મા સાથે ઐક્યભાવ સાધવામાં જ લગાવીને ધ્યાન કરવું જરૂરી છે. પસાર થતી દરેક ક્ષણના સાક્ષીમાત્ર રહેવું એ જ એની ચાવી છે.

૩) શાંત સ્વીકારની ભાવના

અનાદિકાળથી, અનંતાનંત કર્મોના જથ્થાથી આપણો આત્મા આવરિત છે. જે કંઈ પણ આપણા જીવનમાં બની રહ્યું છે, તે આ સંચિત કર્મોનો ઉદય જ છે. તે ઉદય ઉપર આપણો કોઈ અંકુશ શક્ય જ નથી ત્યારે તેનાથી વ્યથિત થવું, મૂંઝાવું, ઉદ્વેગ-ઉચાટ કરવો એમાં કોઈ સાર્થકતા નથી. તેથી કષાયજનિત પરિણામોમાં શક્તિનો વ્યય ન કરતા, તેનો શાંત સ્વીકાર કરવાથી મનમાં શાંતિ વેદાય છે, હૈયામાં આનંદ ઉભરાય છે અને નવા કર્મનું બંધન નિવારી શકાય છે. પરિસ્થિતિને સામેની વ્યક્તિની નજરે જોવાનો પ્રયત્ન, આપણા મનને નકારાત્મક વિચારોથી પાછું વાળે છે. વાંસળી જેવા પોલા બનવાની આત્મકળા જીવનમાં વણાઈ જાય તો એક દિવ્ય સંગીત આપણા અંતરના અણુ~અણુમાંથી રેલાશે.

૪) શ્રદ્ધા

આપણું જીવન એક સુદીર્ઘ પ્રવાસ છે. કસોટીના કાળ દરમિયાન આપણે વ્યગ્ર બની જઈએ ત્યારે આ ભાવનાથી આપણી જાતને રંગવાની છે - "હે પ્રભુ, તે બધાં સંજોગો મારા કલ્યાણ માટે જ સર્જ્યા છે અને તું હંમેશા મારી સાથે જ છો એની મને પૂર્ણ શ્રદ્ધા છે." એમની દિવ્ય ઉપસ્થિતિ, પ્રેમ અને કરુણા આપણી સમસ્યાઓનો યોગ્ય પ્રતિસાદ આપવા માટે પ્રેરણાબળ બનશે. ભગવાનના અનંત, અખૂટ, અપાર પ્રેરણાબળ સામે આપણી સમસ્યાઓની શક્તિ તૃણવત છે.

૫) જતું કરો   

જે સંજોગોમાં બદલાવ લાવવો શક્ય જ નથી તેને સ્વીકારી લેવા. આપણા અંકુશમાં ન હોય એવી ઘણી પરિસ્થિતિ આપણા જીવનમાં ઉદ્ભવતી હોય છે, ત્યારે તેને જેમ છે તેમ સ્વીકારી લેવા એ જ ઉત્તમ કૂંચી છે. જયારે આપણે જતું કરીએ છીએ ત્યારે આપણે સ્થિર, નિશ્ચળ બનીએ છીએ અને આપણું પ્રક્ષુબ્ધ મન સ્થિર થાય છે, સાચી શાંતિમાં ઠરી જાય છે.

૬) કઠણાઈની જિજ્ઞાસા કરવી, રુચિ રાખવી

કઠણાઈનો વિકલ્પ પસંદ કરવાથી આપણી સહનશીલતામાં વૃદ્ધિ થાય છે. સામાન્ય રીતે જયારે આપણામાં સુસ્તી વર્તાતી હોય ત્યારે આપણને વિશ્રાંતિ લેવાની ઈચ્છા થાય છે. પરમ પૂજ્ય ભાઈશ્રી કહે છે કે ત્યારે તો 'આપણે વધુ કામ કરવું જરૂરી છે'.  આપણા શરીર પાસેથી આપણે જેટલા વધુ કામ લઇ શકીએ તેટલું લેવું અગત્યનું છે.        

ખ્રિસ્તી ધર્મશાસ્ત્રી "લેવિસ સ્મેદેસ"નું  એક અવતરણ અંતમાં ટાંકીએ કે જેના ઉપર વિચાર કરીને એને અમલમાં મૂકવું આવશ્યક છે: "કોઈના માટે સાચા હૃદયની ક્ષમા આપણામાં ત્યારે જ ઉદ્ભવે છે કે જયારે આપણે તે વ્યક્તિ જેવી હોય તેવી જ તેને સ્વીકારીએ છીએ".


Moments of Insight: Patience, Tolerance & Forgiveness

“Tolerance and patience should not be read as signs of weakness. They are signs of strength.”
— Dalai Lama

The rays of the rising sun gently caressed Param Pujya Bhaishree’s face as he sat cross-legged on the bed eating Tulsi leaves from a bowl placed before him. As he chewed on the first one,  his eyes sparkled with a hint of humour. He gently asked to meet the sevak who had served him the leaves.  When he arrived, Param Pujya Bhaishree smilingly asked, “Have you tasted these leaves?” 

When the sevak said he hadn’t, Param Pujya Bhaishree, still smiling, asked him to taste one. Not aware that there had been a huge mistake on his part, the sevak helped himself to a couple of leaves from the cup. To his utter embarrassment he realised he had served Param Pujya Bhaishree leaves that looked like Tulsi but were not. He was full of remorse.

Bhaishree taking tulsi.jpg

It had so happened that, the person who normally got Tulsi leaves for Param Pujya Bhaishree was running late, and had indicated a Tulsi plant pot outside Param Pujya Bhaishree’s kutir to the sevak, asking him to get the leaves from the same. However, as he stepped towards the Tulsi plant, he saw a similar looking plant right next to it, with much larger, cleaner and fresher leaves. Delighted that he had found a better ‘Tulsi’ plant, he plucked leaves from the other plant, washed them and presented them to Param Pujya Bhaishree.

On realising his folly, he apologised to Param Pujya Bhaishree. Ever forgiving, Param Pujya Bhaishree laughed and casually brushed aside the topic as though it was nothing. The episode reflects Param Pujya Bhaishree’s patience with a mistake that was brought out in a compassionate way,  thereby ensuring that the disciple learns from it, tolerance for the person who made him chew a leaf that he was not meant to eat, and ready forgiveness for an act of human folly that he did not  consider worthy of a reprimand. 

All of us aspire to accept people as they are, to accept the good as well as the bad in everyone. However, the hard part is actually doing it. To Param Pujya Bhaishree, accepting everyone as they are and everything as it is, comes naturally. He does not have to aspire or try.

The western coast of Gujarat is famous for its hot summers. Being close to the desert, Sayla, in particular, experiences scorching heat, that is not just very uncomfortable but also makes one susceptible to illnesses. Most disciples avoid Sayla during the summer, fearing the heat. But the heat, or the presence of just a handful of seekers at the ashram during the time, is not a deterrent for Param Pujya Bhaishree. Every summer, he is there at the appointed hour and his schedule remains unchanged. He walks from his kutir to the Swadhyay hall, Prashant Nilay and Annapurna three to four times a day under a punishing sun, unflappable as always, an oasis of stillness and calm.

Ask him about the heat and he replies, “Garmi bahu saras che (the heat is very nice)”. Only a person with boundless tolerance who has detached himself from his bodily existence can call the harsh heat, “saras.”

Bhaishree Walking.jpg

Every interaction with Param Pujya Bhaishree, however small, leaves a deep and positive impact on us and teaches us profound lessons for a lifetime. Let us, with complete dedication, attempt to tolerate what we can and progress towards tolerating what we cannot, with an attitude of acceptance, compassion and detachment. Let us by the virtue of dedication practice what he preaches. 

સહનશીલતા  અને  ધીરજને  ક્યારેય નબળાઈ ન માનવા. આ  ગુણો તો આંતરિક ઓજસના પ્રતિક  છે.
— દલાઈ લામા 

પલંગમાં બેસીને, તુલસીના પાન વાપરતાં, પરમ પૂજ્ય ભાઇશ્રીના તેજસ્વી વદન પર પ્રભાતના રવિકિરણો પ્રકાશી રહ્યા હતા. તુલસીનું પહેલું પાન વાપરતા જ, નયનોમાં રમૂજના  ચમકારા સાથે પરમ પૂજ્ય ભાઇશ્રીએ મૃદુતાથી, જે સેવકે તેઓને તે સવારે તુલસીના પાન પીરસ્યા હતા તેને મળવાનું કહ્યું. જ્યારે તે સેવક પરમ પૂજ્ય ભાઇશ્રીને મળવા આવ્યો ત્યારે તેઓએ મલકાતાં મલકાતાં સેવકને પૂછ્યું કે, “તે આ પાન ચાખી જોયા છે? જ્યારે તે સેવકે પરમ પૂજ્ય ભાઇશ્રીના આ પ્રશ્નનો નકારાત્મક જવાબ આપ્યો, ત્યારે એક રમતિયાળ સ્મિતસહ, પરમ પૂજ્ય ભાઇશ્રીએ સેવકને તે પાન ચાખવાનું કહ્યું.

પરમ પૂજ્ય ભાઈશ્રીના આદેશ પ્રમાણે તે સેવકે કપમાંથી એક-બે પાન લીધા. પાન ચાખતા જ સેવક આશ્ચર્યચકિત થઇ ગયો અને તેનું માથું શરમથી ઝૂકી ગયું, કારણ કે તે પાન તુલસીના હતા જ નહીં! સેવક માની જ નહીં શક્યો, કે તેણે પોતે તુલસીની બદલે કોઈ બીજા જ છોડના પાન પરમ પૂજ્ય ભાઇશ્રીને વાપરવા આપ્યા હતા - તેનું હૃદય ધબકારો જ ચૂકી ગયું.

તે દિવસે એવું બન્યું હતું કે, જે સેવક, પરમ પૂજ્ય ભાઈશ્રી  માટે હંમેશા  તુલસીના પાન લાવતો હતો તે થોડો મોડો પડયો હતો તેથી તેણે આ બીજા સેવકને પરમ પૂજ્ય ભાઇશ્રીની કુટીરની બહારનો તુલસીનો ક્યારો બતાવી રાખ્યો હતો. જયારે તે બીજો સેવક તુલસીના પાન લેવા આવ્યો ત્યારે તેણે તે ક્યારાની બાજુમાં તુલસી જેવો જ દેખાતો બીજો ક્યારો જોયો, જેના પાન વધારે મોટા, ચોખ્ખા, લીલા-છમ અને તાજા હતા. આથી, તે સેવકે, આ ક્યારાની નૂતન શોધથી ગર્વ અનુભવતા, આ બીજા ક્યારામાંથી પાન ચૂંટીને, ધોઈને પોતાના સદ્દગુરુને પીરસ્યા.

સેવકે, પોતાની આ ભૂલ સમજાતાં જ, પરમ પૂજ્ય ભાઈશ્રીની માફી માંગી. પરંતુ, ક્ષમામૂર્તિ પરમ પૂજ્ય ભાઇશ્રીએ, જાણે કશું બન્યું જ ન હોય એવી રીતે સહજતાથી,આ આખા પ્રસંગને નજીવો બનાવીને વિસારી દીધો! તે દિવસ પછી પરમ પૂજ્ય ભાઇશ્રીએ આ પ્રસંગનો ક્યારેય ઉલ્લેખ સુધ્ધાં કર્યો નથી - આવી ઉત્કૃષ્ટ છે આપણા સૌના લાડલા પરમ પૂજ્ય ભાઈશ્રી ની ધીરજ અને સહનશીલતા.

Bhaishree eating Tulsi.jpg

આપણા બધાંની મનોકામના હોય છે કે આપણામાં લોકોના  સારા કે નરસા પાસાઓનો શાંત સ્વીકાર કરવાની ભાવના વિકસે -પણ, આ બાબતને અમલમાં મૂકવી અત્યંત દુષ્કર છે! પરંતુ, આપણા પરમ પૂજ્ય ભાઇશ્રીને  એ સ્વભાવસિદ્ધ છે - તેઓ સદૈવ પ્રત્યેક વ્યક્તિને, દરેક પરિસ્થિતિને સહજતાથી સ્વીકારી લે છે. 

ગુજરાતનો ઉનાળો, અને તેમાં પણ સાયલાનો ઉનાળો તો ભલભલાના હાંજા ગગડાવી દે એવો હોય છે. ગરમી તો કહે, મારું જ કામ!  મુમુક્ષુઓ, મોટે ભાગે આવી તીક્ષ્ણ ગરમીને કારણે, ઉનાળા દરમિયાન સાયલા આવવાનું પસંદ નથી કરતા. પરંતુ પરમ પૂજ્ય ભાઇશ્રીને આવું કશું જ ક્યારેય બાધારૂપ બનતું નથી. ઉનાળા દરમિયાન ઘણા જ ઓછા પ્રમાણમાં મુમુક્ષુઓ આશ્રમમાં હોય. છતાં, દરેક શિબિર, નિયમાનુસાર જ ચાલુ રહે. શાંતસ્થિરતાના આશ્રયસ્થાન એવા પરમ પૂજ્ય ભાઈશ્રીની દિનચર્યા જરા પણ બદલાય નહિ. ધોમધખતા તાપમાં, તેઓ કુટિરથી સ્વાધ્યાય હૉલ, પ્રશાંત નિલય અને અન્નપૂર્ણા,  દિવસમાં અનેકવાર ચાલતાં જ પહોંચે - સૂર્યના રોષને તેઓ પોતાની કોઈ પણ પ્રવૃત્તિમાં બાધા પાડવા જ ન દે.

ઉનાળાને કારણે પરમ પૂજ્ય ભાઇશ્રીની તબિયતની ચિંતા કરતા, તેઓની નજીકના સેવકો ઘણી વાર પરમ પૂજ્ય ભાઇશ્રીને ફોનથી ગરમી વિષેે પૃચ્છા કરે. પરમ પૂજ્ય ભાઈશ્રીનો જવાબ એક જ હોય કે - “ગરમી બહુ સરસ છે!”  જેમનામાં  ઉત્કૃષ્ટ પ્રકારની સહનશીલતા સ્વાભાવિકપણે પ્રદીપ્ત હોય અને પોતાના આત્માને દેહથી સદૈવ જુદો જ અનુભવતા હોય, તેવા મહાત્મા જ આવી અસહ્ય ગરમીને સહજતાથી “સરસ” કહી શકે અને સમભાવથી સહી શકે.

પરમ પૂજ્ય ભાઈશ્રી  સાથેની દરેક  ક્રિયાપ્રતિક્રિયા, ભલેને ગમે તેટલી નાની હોય, આપણા વ્યક્તિત્વ પર એક ગહન સકારાત્મક પ્રભાવ પાડે છે અને આપણને આધ્યાત્મિક ઉત્થાનના પાઠ શીખવી જાય છે. ચાલો, આપણે સૌ સહજસ્વીકૃતિ, અનુકંપા, અને અનાસક્તભાવ જેવા ગુણો કેળવીને, ઉત્કૃષ્ટ સમર્પણભાવથી, પરમ પૂજ્ય ભાઇશ્રીના પુનિત બોધને આપણા જીવનમાં ચરિતાર્થ કરીએ અને  તેને જ આપણું પરમ કર્તવ્ય બનાવીએ.