Inner Transformation

The True Celebration

આંતરિક પરિવર્તન

એ જ સાચી ઉજવણી 

To read in Gujarati click here (ગુજરાતીમાં લખાણ)


Introduction

Let Param Krupaludev's 150th Birth Celebration year be the most progressive year for our soul. Setting goals that are specific, measurable, attainable and time-bound is the first step in that direction. Remember that a goal remains a mere wish if we do not plan and put sincere efforts to achieve it.

Over the years Param Pujya Bhaishree has been continuously imparting knowledge and revealing the many deep insights on this journey. His discourses have helped us gain deeper understanding, and yet for many our spiritual evolution has been slow. What is needed is a focus on the practical application, imbibing the philosophy into our thinking and actions in every day life.

This year in celebration we resolve to awaken and manifest those inspiring virtues that Bhaishree embodies and exemplifies. Let us come together and pledge that we will dedicate ourselves fully.

This year is a platform, by accomplishing these ten goals let us leap forward to higher planes and reap their benefits forever. For more information you can contact us at contemplate@rajsaubhag.org

Click here to view the 10 goals.

Tools

Reflect - Where am I now

Contemplate - What does this goal really mean

Plan - How can I imbibe this in my life

Strive - Be positive, cultivate enthusiasm and inner energy

Implement - Put it into action

Observe - Evaluate, see the change and celebrate it


The Ten Goals

Let us resolve to abide by all these ten and restructure, reinforce and reinvent ourselves. In order to achieve the greatest internal impact, we constantly evaluate and monitor our progress through introspection and keeping a record.  We can thus decide on our next steps so that we can evolve with our constant dedication.  This will ensure for us a continuous inner evolution and outer harmony and peace. This shall be our greatest gift to Param Krupaludev on His 150th Birthday.  


આંતરિક પરિવર્તન

એ જ સાચી ઉજવણી 

પરમકૃપાળદેવ શ્રીમદ્ રાજચંદ્રજીની દોઢસોમી જન્મ જયંતિનું વર્ષ આત્મઉધ્ધારક નીવડે એવું આપણે સૌ ઈચ્છીએ છીએ, પણ લક્ષ્ય નક્કી કર્યા વગર કોઈપણ વિકાસ અશક્ય છે. લક્ષ ચોક્કસ હોવું જોઈએ, તે આંબી અને માપી પણ શકાવું જોઈએ. અમુક સમય મર્યાદામાં તે પૂર્ણ પણ થવું જોઈએ. જ્યાં સુધી લક્ષ પ્રાપ્તિનું આયોજન થતું નથી અને તે પ્રાપ્ત કરવા માટે પ્રમાદ રહિત પરિશ્રમ કરાતો નથી ત્યાં સુધી તે લક્ષ માત્ર મનની ઈચ્છા અને આંખોનું નિરર્થક સ્વપ્ન જ બની રહે છે.

અનેક વર્ષોથી પરમ પૂજ્ય ભાઈશ્રી આપણા સૌના આત્મકલ્યાણ અર્થે ખુબ મહેનત કરી રહ્યાં છે. સત્સંગ દ્વારા તેઓએ વિવિધ રીતે યથાર્થ બોધ આપીને અનેક રહસ્યો ઉદ્દઘાટિત કર્યા છે અને પુરુષાર્થની ગુપ્ત કુંચીઓ આપી છે. એમનો સદ્ઉપદેશ સાંભળીને આપણે સૌએ ઊંડી સમજણ ગ્રહણ કરેલી છે પણ એ યથાયોગ્ય રીતે આચરણમાં મુકાય નથી. આ દોઢસોમી જન્મજયંતિ વર્ષે એ સમજણ આચરણમાં મુકાય એ આપણું મુખ્ય લક્ષ્ય છે.

પૂ. ભાઈશ્રી તો ગુણોના ભંડાર છે. તેમનામાં રહેલા અનેક ગુણોને આપણે વર્ષોથી અનુભવીએ છીએ. તેમના દિવ્ય ચારિત્ર્યમાં રહેલા તે ગુણોને આત્મસાત્ કરી, જીવવાનો સંકલ્પ, શું આપણે ન કરી શકીએ ? હા ! ચોક્કસ કરી શકીએ.

આપણે સૌ મુમુક્ષુઓ કટિબધ્ધ થઈએ કે, આ વર્ષે આપણે અંદરથી બદલાવું છે, સિધ્ધિના સોપાનો સર કરી આત્મપરાક્રમ સર્જી ગુણસ્થાનકના પગથિયા ચડી આગળ વધવું છે. સમ્યક્ પરાક્રમી થવા માટે આપણે જીવનમાં આમૂલ પરિવર્તન લાવવું પડશે, અને તે માટે દશ ઉત્તમ ધ્યેયને આપણે જીવનમાં સાધવાનું નક્કી કર્યુ છે.

 

હું સંકલ્પ કરું છું કે, આ દશ ધ્યેયોને જીવનમાં સ્થાપીશ. મારી નવચેતના દ્વારા હું મારું નવનિર્માણ કરીશ. જો મારે ખરેખર બદલાવું હશે તો સમયાંત્તરે તટસ્થ ભાવે સ્વનું મુલ્યાંકન કરવું પડશે. સાધક-બાધક કારણોને બરાબર સમજીને હું તેને મનમાં ન રાખતાં નોંધ કરીશ કે જેથી હું વિકાસના પંથે આગળ વધતો રહું. મારા મન-વચન-કાયાના યોગોને લયબધ્ધ કરી પ્રશાંતભાવે  મોક્ષના માર્ગે આગળ વધતો રહીશ. જો હું આત્મજાગૃત્તિપૂર્વકનું સમૃધ્ધ જીવન જીવી શકું તો, આ પરમ કૃપાળુ દેવની દોઢસોમી જન્મજયંતિએ ઉત્તમ ભેટ આપેલ ગણાશે.


આંતરિક પરિવર્તન લાવવા તેમજ વિચારધારાને સૂક્ષ્મ બનાવવા માટે આ પ્રશ્નો આધાર બનશે:

મનન : મારી વર્તમાન દશા શું છે?  

ચિંતન : આ દયેય કઈ રીતે મારા જીવનને ઉન્નત બનાવશે?

યોજના : હું કઈ રીતે આ બધું આચરણમાં મુકીશ?

પુરુષાર્થ : સકારાત્મક બનીને, અંતરમાં ઉત્સાહ વધારો તેમજ વીર્યબળ ને જગાડો.

અમલ : અમલમાં મુકો.

સ્વ અવલોકન : સ્વનું મુલ્યાંકન કરો. શું હું મારા જીવનમાં બદલાવ લાવી શકયો છું? જો લાવી શકયો હોઉં તો તેનું ગૌરવ અનુભવો.