Goal 5: Needs versus Wants
I shall distinguish properly between the needs and wants of life. A simple, noble and divine life is what I pledge to live. I will stop chasing my worldly desires.
ધ્યેય 5: જરૂરિયાતો વિ. ઈચ્છાઓ
હું ઈચ્છાઓથી નહીં પરન્તુ જરૂરિયાતોને સમજીને સાદગીભર્યું પવિત્ર આધ્યામિક જીવન જીવીશ. હું મારી ભૌતિક તૃષ્ણાઓની પાછળ નહિ દોડું અને સંતોષ અને શાંતિ ભર્યું વલણ અપનાવીશ.
Creating a foundation for change and contemplation:
Here are some questions you can use to structure your thoughts in an objective and open manner. They are just a guide and we encourage you to be as broad and as open in your exploration as you can be. Please share your contemplations by clicking on the button below. You can choose to keep your thoughts anonymous.
Reflect - Where am I now
Contemplate - What does this goal really mean
Plan - How can I imbibe this in my life
Strive - Be positive, cultivate enthusiasm and inner energy
Implement - Put it into action
Observe - Evaluate, see the change and celebrate it
મનન : મારી વર્તમાન દશા શું છે?
ચિંતન : આ દયેય કઈ રીતે મારા જીવનને ઉન્નત બનાવશે?
યોજના : હું કઈ રીતે આ બધું આચરણમાં મુકીશ?
પુરુષાર્થ : સકારાત્મક બનીને, અંતરમાં ઉત્સાહ વધારો તેમજ વીર્યબળ ને જગાડો.
અમલ : અમલમાં મુકો.
સ્વ અવલોકન : સ્વનું મુલ્યાંકન કરો. શું હું મારા જીવનમાં બદલાવ લાવી શકયો છું? જો લાવી શકયો હોઉં તો તેનું ગૌરવ અનુભવો.
EXAMPLE QUESTIONS
Q. What are my needs in life? Why do I need them?
Q. What are my wants in life? Why do I want them?
Q. Are my needs and wants clearly distinguishable to myself or is there some blur between them?
Q. Which sensory organ derives my strongest urges?
Q. In what form am I chasing my desires?
Q. What do I spend my time doing during the day and for what end purpose is this?
Q. There is a cost to all that I pursue - be it time, money, attention. What is it in life that I am not able to do or achieve because I am too busy - what is the cost of my current lifestyle?
Q. What is it that I value the most in my life?
Q. What excuses do I give myself that something is a need when really it is a want?
Q. Have I ever had a time when I have truly never wanted anything, all my desires have been fulfilled? Why?
Q. If I had all the money to survive, what would I spend my time doing?
Q. What tools could I use to refrain from being drawn to wants and desires?
Q. What would a simple life look like for me? How could I actualise it?
Q. What do I find hardest to let go of?
Q. What does satisfaction feel like? Do I enjoy this feeling? Why?
Q. What in other people's lives inspires me towards living with simplicity?
Q. Could I test myself to try living without certain items for a period of time and see what impact is has on me mentally, physically and practically? Have I asked for permission or agna for this?
Q. What does Param Krupaludev say about needs versus wants?
Q. What Agnas or instructions have I been given from my Guru regarding my wants and desires versus my needs?
આંતરિક પરિવર્તન લાવવા તેમજ વિચારધારાને સૂક્ષ્મ બનાવવા માટે આ પ્રશ્નો આધાર બનશે:
You can also email us at: contemplate@rajsaubhag.org
Insights from others
Below we will share some contemplations from our audience. Be inspired to read them - often others may have insights which we may not have thought of before. The insights might contain poetry, video clips and personal thoughts.
Needs versus Wants
We all want to live a happy and peaceful life. Then why do we still continue living a frenetic restless life? What are those reasons that do not allow us to remain peacefully happy?
Peace prevails where mind is quiet and pace of life is well synchronised. Life needs to be harmonious. We must build a rhythm in whatever we do. There may not be a consistent set pattern but if the pace is gracefully maintained then we shall remain peaceful. This pace will allow us to evolve and blossom in self awareness.
Living a simple life is most essential for a soul seeker
1) Simplicity is having what is truly needed.
2) Simplicity is not being desirous of living a luxurious life.
3) Simplicity is being what you are, rather than trying to pretend to be what you are not. It's to be a real person and not create a fake personality.
Bhaishree's life is amazingly simple. How well he manages from the small space that he has got for himself at His Mumbai residence. Out of devotion mumukshus come and offer many things. Not keeping for Himself he soon gets them distributed. Objects in His wardrobe are well kept. Remaining detached, His needs are few.
Living a simple life he inspires and induces us to cultivate patience, tolerance and equanimity. With Him we have understood that our life is precious and we have a purpose to accomplish. He has mastered the art and with His gracious shelter we too shall achieve our goal.
Beauty is much more than how things look at the surface. Beauty is imbued with truth and goodness. Living a simple detached life, living more within than wandering outside is what beauty is all about. It is virtues that make us beautiful. Despite rising wealth and dazzling array of new technologies we are not seeing a commensurate growth in human happiness and well being. This is where we need to contemplate and find where peace and happiness lies.
Why can't I live a simple easy life?
Glamour and gleam of this world surrounds us. Malls, five star hotels, exotic homes and lifestyles, new models and latest fashion all keep alluring us. Who can escape the bedazzling flashes of this modern world. New shapes, permutations and combinations of colours, odour will continuously attract our attention and captivate our mind. Desire to possess all that is good shoots up and we often buy things which we don’t really need. Swayed by the external beauty our mind just doesn't want to analyze and think. On the contrary, it is so overwhelmed that it will justify and support our wishes:
1) This will look so pretty on me. People should feel my presence. Who's who is attending the function. My friends are always well dressed. I can't wear the same clothes or jewellery again. Oh! this one is in vogue right now. The venue is seven star. I am not only sitting on the dias but I am going to host the program. I am so close to them, they are just like my family.
2) I must have what is best and latest. It enhances my personality. Watch, mobile, belt, wallet, shoes, laptop, clothes each one speaks of who I am. They will feel more confident and secure dealing with me. I am not attached but that's how people evaluate. I have to be impressive. First impression is the last impression.
3) Having this, my life will become much more comfortable. Its expensive but what will I do with so much of wealth? All these years I have been working hard, I must reward myself. Who has seen tomorrow, let me enjoy today. This isn't a luxury in today's times, it is a necessity. We can’t do without it. What will our guests think when they come home.
4) Why time and again go to the market. Let's buy it in bulk, as it is we are going to need it. The expiry day is two years from now. It's cheaper too. Though the storeroom is full but somehow we will make place for it.
5) Can we leave Lonawala without buying Cooper's chocolate walnut fudge? Of course we can’t. I need to reciprocate and return the favour, please buy 8 packets not just one. Shopping is irresistible especially when we are on a holiday. To the extent that we may sacrifice the purpose of our holiday.
6) Irrespective whether they need or not, love for our near and dear ones makes us buy many presents for them. Instead of gifting something which would help them to rise above this materialistic life, we end up giving them such gifts which further makes them more desirous and acquisitive.
Why do I keep seeking happiness from objects? Why do I show excessive concern and keep worrying about physical comforts? Why is acquisition of wealth and material possessions so important to me? These are the questions we need to answer.
Happiness lies within me. Developing virtues and living with values is how I shall remain happy. Let it be firmly established in my mind that clothes, food and shelter, like water, air and sunlight are needed for my survival. Being in wilderness, walking on a seashore, looking at the world from top of a cliff, meditating on a river bank, gazing at the stars, reading a meaningful book, contemplating life of great saints, playing sports, serving the needy and the poor are true sources of happiness. I will find my joy in them.
Devotion removes delusion. Forgetting the world, Mira kept dancing In devotion. It was her devotion for Krishna and her Sadguru Swami Ramdasji that made her give up all the riches that Ranaji had offered. Her unwavering faith turned poison to elixir. Illusionary world could never cheat her. Singing praise of Krishna she too became Krishna herself.
A Cartier watch, Louis Vuitton bag, outfit designed by Manish Malhotra, exquisite piece of heirloom, a Lamborghini car and so forth all suffer from diminishing marginal utility. Happiness derived from them keeps on diminishing and is short lived. Mental agony and physical exertion I endure to own them is much greater than the happiness derived from them. How irrational am I to give away my whole life to acquire them. With time they depreciate and ultimately become junk. This realistic view needs to be deeply contemplated as only then, it will be ingrained in me.
Do we have the right to flaunt our wealth when innumerable human beings are deprived of basic necessities of life? Mahatma Gandhiji could not bear the poverty and pain his countrymen endured. He decided not to wear more than a dhoti.
Rather than illiteracy it is the deluded mind that is crux of all problems. Academic education is what we pursue for almost one fourth of our life but sadly most of us still remain unwise. The rat race and the maddening chase continues. Each one wants to outshine the other. We fail, we lose the most precious human life. What a shame.
The need is to seek refuge of a true Sadguru, one like Param Pujya Bhaishree. Bhaishree says "we live in an interconnected and interdependent world. The complex web of things is organised in a way that our actions not only affect others but eventually come back to us”. Nobody can escape consequences of their actions. Each one of us has a choice. Let every desire cropping up in our mind first be evaluated by our pure awareness, only thereafter shall we act. Whether we value it or violate it depends on us. To live simple is to value. To live with a materialistic approach is to violate.
જરૂરિયાતો વિ. ઈચ્છાઓ
જીવવા માટે જે આવશ્યક છે, તે છે આપણી જરૂરિયાત અને એના સિવાય જે અન્ય મેળવવાનો અજંપો છે તે છે આપણી ઈચ્છાઓ. આ મહિનાથી આપણે, અંતરમનમાં ઊભી થતી તમામ ઇચ્છાઓની જાગૃતિપૂર્વક નોંધ લેશું.
શાંતિ અને આનંદભર્યું જીવન આપણે સહુ જીવવા ઇચ્છીએ છીએ. તો પછી અશાંત અને અસ્થિર, બેચેનીભર્યું જીવન આપણે શું કામ જીવી રહ્યા છીએ! એવા કયા કારણો છે જે આપણી શાંતિ અને આનંદને હરી લે છે. મન જો સ્થિર હોય તો શાંતિ આપોઆપ વેદાય છે. જ્યા શાંતિ છે ત્યાં આનંદ હાજર હોયજ. જીવન એક સંગીત છે, બધું લયબદ્ધ થવું જોઈએ. જ્યાં ઉતાવળ નથી અને ધીરજ તેમજ સમજણ સાથે, આયોજનપૂર્વક કાર્યો થાય છે ત્યાં તો શાંતિનો ભંગ થતો નથી. યથાયોગ્ય સમયે યથાયોગ્ય કાર્ય યથાયોગ્ય રીતે થવું જોઈએ. લયબદ્ધ રીતે થતાં કાર્યોમાં એક એવી વ્યવસ્થા નિર્માણ થાય છે કે જેથી અંતરની જાગૃતિ વધતી જાય છે અને દેહ કરતાં વધારે આપણે આત્મામાં જીવવા લાગીએ છીએ. આપણો વ્યવહાર પણ પરમાર્થ બની જાય છે. પ્રવૃત્તિમાં નિવૃત્તિ કેળવી શકાય છે. અકર્તૃત્વભાવે બધાં કાર્યો થાય છે.
આત્મવિકાસ અર્થે સાધકે સાદગીભર્યું સંતોષી જીવન જીવવું ખૂબ જરૂરી છે. સંતોષી નર તે સદા સુખી.
१. સાદગી એટલે, એટલું જ ગ્રહણ કરવું કે જે જીવન માટે આવશ્યક હોય.
२. સાદગી એટલે, અનાસક્ત ભાવે ભૌતિક ચમકદમક રહિતનું સાત્વિક સદાચારી મૂલ્યનિષ્ઠ જીવન.
३. સાદગી એટલે, દંભ વગરનું સરળ જીવન. લૌકિક મોટાઇ અને માન પ્રતિષ્ઠાના લક્ષે કાર્યો ન કરવાં. દેખાડો ન કરવો. વ્યક્તિત્વના નવનિર્માણના પ્રયાસમાં હું મારામાં રહેલ વ્યક્તિને મારી ન નાખું.
ભાઈશ્રીનું સાદગીભર્યું સહજ જીવન સહુને આશ્ચર્ય ઉપજાવે છે. મુંબઈના તેમના ઘરે તેઓ ઘણી ઓછી જગ્યા વાપરે છે. તેમના કબાટમાં બધું વ્યવસ્થિત મુકાયેલું હોય. ભક્તિભાવે મુમુક્ષુઓ ઘણું લાવતા હોય પણ પોતે ન રાખતા, બધાને બધું વહેંચી દે. અનાસક્ત ભાઈશ્રીની જીવન જરૂરિયાતો ઘણી ઓછી છે.
તેમનું સાધારણ જીવન ઘણું અસાધારણ છે. તેમના સાત્વિક જીવનમાંથી ઘણી પ્રેરણા મળે છે. શાંતિ, ધીરજ, સહનશીલતા અને સમભાવના તેઓ પર્યાય છે. ઉદયને અનુસરીને સ્વ-પર કલ્યાણભાવને કેળવી તેઓ આદર્શ જીવન જીવી રહ્યા છે. આ કાળમાં આવા મહાન સદ્દગુરુ મળ્યા એ આપણું શ્રેષ્ઠ સૌભાગ્ય છે. તેમની સાથે રહેતા આ દુર્લભ મનુષ્યભવનું પ્રયોજન વિસરાતું નથી અને તેમની નિશ્રામાં આદ્યાત્મિક વિકાસ આપણે સાધી શકીએ છીએ.
સુંદરતા એ બાહ્ય કરતાં વધારે આંતરિક વિષય છે. એક કમળ કાદવમાં રહેલું છે પણ તે જળની સપાટીથી ઉપર છે અને તેથી તે સુંદર છે. અનાસક્ત યોગી પ્રશાંત ભાવે આત્મામાં ઠરીને સહજ સ્વચ્છ જીવન જીવે છે, તેમની સુંદરતા અલૌકિક છે. સુંદર જીવન એટલે ગુણાત્મક જીવન. બાહ્ય વૈભવ અને નિતનવા વિજ્ઞાનના આવિષ્કારોની પ્રાપ્તિ છતાં મનુષ્ય આંતરિક રીતે વધુ દુઃખી જણાય છે. સગવડના સાધનો વધી રહ્યા છતાં તે આરામને અનુભવી શકતો નથી તેનું શું કારણ હશે?
શું કામ હું સાદગીભર્યું સહજ જીવન નથી જીવી શકતો? વધારે કમાવા માટે વધારે કામ કરવું અને તે કમાણી થકી સુખના સાધનો ખરીદવા, આમ જીવન પૂરું થઇ જાય છે. જે ભેગું કર્યું તે અહીં જ મૂકીને જીવ ચાલ્યો જાય છે.
આ દુનિયાની ચમકદમકથી આપણે અંજાઈ જઇયે છીએ. મોટા મોટા મોલ, પાંચ તારક હોટેલો, આલીશાન ઘરો તેમજ અદ્યતન જીવન શૈલી, કપડાં દાગીના, બહારનો ભપકો, દરેકને ખુબ પ્રભાવિત અને પ્રલોભિત કરે છે. આધુનિક જગતની આ બાહ્ય રોનકે સહુને આંધળા કરી દીધા છે. કલાકૃતિઓ, વિવિધ પ્રકારના રંગો, સુગંધિત પદાર્થો આ બધાથી આપણું મન રંજિત થતું જ રહે છે. આયુષ્યનો મોટો ભાગ આ જગતના પર પદાર્થોને જોવા, સમજવા, મેળવવા અને અંતે ત્યાગવામાં ચાલ્યો જાય છે. દરેક વસ્તુઓ અહીં ઘણી જલ્દી જૂની થઇ જાય છે. જે સુંદર દેખાય તેને પ્રાપ્ત કરવા માટે મનમાં ઈચ્છાઓ થતી જ રહે છે અને તે ઈચ્છાઓ પૂર્ણ કરવામાં આ જીવન પૂરું થઇ જાય છે. વસ્તુની આવશ્યકતાનો વિચાર સુદ્ધા જીવ કરતો નથી અને ખરીદી લે છે. અજ્ઞાન તેમજ મોહને કારણે જીવની વિપર્યાસ બુદ્ધિ તે ઈચ્છાઓને યોગ્ય ઠેરવે છે અને તે લેવા જીવ પ્રેરાય છે. પોતેજ પોતાને છેતરે છે.
१) આ ડ્રેસ ખરેખર ખુબ સુંદર છે, તેનું ફિટિંગ પણ બરાબર બેસે છે, હું આ ડ્રેસમાં કેટલી સુંદર લાગુ છું! આવો ડ્રેસ પહેરીને ગયા હોઈએ તો બધાજ આપણી સામે જોશે. દર વખતે આ મારા મિત્રો કેટલા વ્યવસ્થિત કપડાં દાગીના પહેરીને આવે છે, પછી મારે કંઈ પણ પહેરીને થોડું ચાલ્યા જવાય. આ ત્રણ ચાર ડ્રેસ સારા છે, પણ તે તો બે વાર પહેરી લીધા છે. ફરી ત્રીજી વાર થોડું પહેરાય? આ ડ્રેસની તો હમણાં ખાસ ફેશન છે, પ્રસંગ પણ ફાઈવ સ્ટાર હોટેલમાં છે, મારે પાછા સ્ટેજ ઉપર બેસવાનું છે, આટલા બધા સામે બેઠા હશે, કૅમેરામાં પાછું કલોઝ અપ દેખાડશે તો આ ડિઝાઇન બરાબર ઉઠી આવશે. એમના કુટુંબ સાથેનો મારો સંબંધ કેટલો બધો નજીકનો છે, મારુજ ઘર કહેવાય, આપણોજ પ્રસંગ છે.
२) જે સહુથી સારું અને લેટેસ્ટ હોય તેજ લેવાય ને. આપણું વ્યક્તિત્વ એવું હોવું જોઈએ કે સહુ ઉપર એક છાપ પડે. ઘડિયાળ, મોબાઈલ, લેપટોપ, પેન, બેલ્ટ, વોલેટ, કપડાં આ બધાથી ખબર પડે છે કે હું કોણ છુ, હું કેવો છું, એક અપેક્ષાએ તો આ મારી ઓળખ છે. તેઓને પણ લાગશે કે આ વ્યવસ્થિત માણસ છે, વિશ્વાસ કરવા યોગ્ય છે. ખરેખર તો મારે આવી કોઈ મોંઘી રૂબાબદાર વસ્તુઓ લેવી નથી પણ હવે લોકો આજ રીતે મૂલ્યાંકન કરે છે, પછી આપણે શું કરી શકીએ. પહેલી વાર જે છાપ પડે પછી ભવિષ્યમાં એજ રીતે તેઓ આપણી કિંમત કરતા રહે, માટે બરાબર બનીઠનીને જ જવું.
३) આ લેવાથી ઘણી સુવિધા થઇ જશે, ભલે મોંઘુ છે પણ હવે આટલી સંપત્તિનું પછી શું કરશું ? વર્ષો સુધી મેં ખૂબ મહેનત કરી અને આજે હવે હું મારી ઉપર નહિ વાપરું તો પછી કમાયો શું કામ ! આજે છીએ તો વાપરી લઈએ કાલ કોણે દીઠી છે? ભલે મોંઘું છે પણ હવે તો આના વગર ચાલે એમ ક્યાં છે, તે તો હવે જરૂરિયાતની વસ્તુ કહેવાય અને ઘરે મહેમાન આવશે તો શું ઈજજત રહેશે. હવે બહુ વિચાર ન કર અને ખરીદી લે.
४) ફરી ફરી ક્યાં જવું, આ એક સાથે લઇ લીધું એટલે પત્યું, આખા વર્ષ દરમ્યાન જોઇશે તો ખરું જ, અને એક સાથે આટલી લઈએ છીએ તો સસ્તી પણ પડશે, બે વર્ષ પછીની એક્સપાયરી તારીખ છે માટે ક્યાં વાંધો છે. હા સ્ટોર રૂમમાં જગ્યા નથી પણ કંઇક આમ તેમ ખસેડીને જગ્યા કરી નાખીશ.
५) ગાંડા થઇ ગયા છો, કુપરનો વોલનટ ચોકલેટ ફજ લીધા વગર કંઈ લોનાવાલા છોડાતું હશે? ગાડી પાછી વાળો. સાંભળો છો? જોજો એક પેકેટ નહિ ८ લેજો, આપણે બધાને પાછું વાળવું પડે ને? ભલે ભાવ વધી ગયો હોય પણ ८ પેકેટ તો લેવાજ પડશે. બહારગામ જઇએ ત્યારે ખરીદી કરવાનો અનેરો ઉત્સાહ સહુમાં જોવા મળે છે તે એટલે સુધી કે જે ઉદ્દેશ થી ફરવા આવ્યા છીએ તેની પણ અવગણના કરતાં જરાય વાર લાગતી નથી.
६) જરૂરિયાત હોય કે નહિ આપણે આપણા અંગત કુટુંબીજનોને ભેટ આપતા જ રહીએ છીએ. બે ઘડિયાળ હોય તો પણ ત્રીજું આપતા અચકાતા નથી, કારણ આવું ઘડિયાળ એની પાસે નથી. તે આધ્યાત્મિક થાય, સંસાર ભાવના ઓછી થાય એવું કંઈક આપવાને બદલે તેનો પરિગ્રહ ભાવ વધે, અને પુદ્દગલમાંથી સુખ મેળવવાની ઝંખના વધુ સુદ્રઢ થાય એવું આપણે કરતા હોઈએ છીએ.
ભાઈશ્રીની પવિત્ર નિશ્રામાં રહ્યા છતાં હજુ પણ હું શું કામ પર પદાર્થોમાંથી સુખ મેળવવાનો પ્રયત્ન કરું છું? સુખ અને સગવડ સચવાય અને આ દેહને કોઈ કષ્ટ ન પડે તે માટે હું આટલી બધી ફિકર કેમ કરું છું ? સંપત્તિ અને તે દ્વારા અનેક પ્રકારના સાધનો ખરીદુ છું, આટલો બધો પરિગ્રહ, આમ ભેગું કરતાજ રહેવાનો ભાવ કેમ ઓસરતો નથી? આ સવાલો આપણે આપણી જાતને પૂછવાના છે અને તેના ઉત્તર અંતર માંથી મેળવી બરાબર મનોમંથન કરી જીવન બદલવાનું છે.
સાચું સુખ મારી અંદર મારા આત્મામાં રહ્યું છે. ગુણોને ખીલવીને એવું મૂલ્યનિષ્ઠ જીવન જીવવું જોઈએ કે જેમાં સાદગી, શાંતિ અને સંતોષ છે. અંતરમનમાં આ વાતને દ્રઢ કરી દઈએ કે ભોજન, કપડાં અને ઘર, પાણી, પ્રકાશ અને હવા બસ એટલુંજ મારા જીવન નિર્વાહ માટે ઘણું છે. જીવન માટે જે અનિવાર્ય છે તે અમૂલ્ય છે અને આશ્ચર્ય છે કે પ્રકાશ, હવા અને પાણી તદન મફતમાં મળે છે. કુદરતની આ અનેરી ક્રુપા છે.
પુદ્દગળ માંથી સુખ મેળવવાને બદલે નૈસર્ગની સુંદરતા, પહાડો, દરિયા કિનારો, રાત્રે ચંદ્રમા અને તારલાઓ, કોઈ સારું પુસ્તક કે ગ્રંથનું વાંચન, પૂર્વે થઇ ગયેલા મહાપુરુષોના જીવનચરિત્ર, કોઈ રમત રમવી, વ્યાયામ, કસરત કે યોગા નિયમિત કરવા અને સહુથી શ્રેષ્ટ એ કે જે દુઃખી અને દરિદ્ર છે, વૃદ્ધ અને બીમાર છે તેઓની સેવા કરવી, તેમના દુઃખમાં કંઈ રાહત થાય એવા ઉપાયમાં જોડાવું. જીવનમાં સાચો આનંદ જોઈતો હોય તો આવા અનેક નિર્દોષ રસ્તાઓ છે. ભાઈશ્રીની આજ્ઞાને અનુસરતું એક ઉત્તમ દિવ્ય આધ્યાત્મિક જીવન જીવવું એ જરાયે મુશ્કેલ નથી. આ પૌદગલિક દુનિયાના પ્રભાવથી આપણે સમજણપૂર્વક બચીને રહેવાનું છે.
ભક્તિમાં અનેરી શક્તિ છે. તે મોહને તોડે છે, અંતરમાં વિચારશીલતા પ્રગટાવે છે, તે વિચારશીલતા થકી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય તેમજ ઉપશમ ભાવ દ્રઢ થાય છે, તત્વમંથન કરતા પ્રજ્ઞા ખીલે છે અને જીવ આત્મા અનાત્માનો વિવેક કરવા સમર્થ બને છે. સદ્દગુરુ પ્રત્યેની ભક્તિ અપૂર્વ રીતે જાગે છે ત્યારે સંસાર આપોઆપ છૂટી જાય છે, તેને છોડવો પડતો નથી. શ્રીકૃષ્ણની તેમજ ગુરુ રામદાસજીની ભક્તિના રંગે રંગાયેલી મીરાએ રાણાના રાજમહેલોને સહજતાએ ત્યાગી દીધા હતા. તેમની અવિચળ શ્રદ્ધાએ ઝેરને અમૃત કરી દીધું, સર્પને ફૂલની માળા બનાવી દીધી.આ માયાવી જગત મીરાંને ન છેતરી શક્યું, શ્રીકૃષ્ણના ગુણોને ગાતી તે સ્વયં કૃષ્ણ બની ગઈ.
કાર્તિએર ની ઘડિયાળ, લુઇ વિટનની બેગ, મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલો કોઈ મોંઘો પોષાક, બાપદાદા પાસેથી પ્રાપ્ત થયેલા ઉત્તમ પ્રાચીન ઘરેણાં, લમ્બોરઘીની ગાડી કે પછી આ જગત જેને ખૂબ ઈચ્છે છે એવો કોઈપણ પુદ્દગલ પદાર્થ છે, તે ઘસાતો જશે અને અંતે નાશ પામશે. તે નવું હોય ત્યારે આપણે રોમાંચ અનુભવીએ છીએ પણ પછી તે પદાર્થ માંથી પ્રાપ્ત થતું સુખ ઓછું ને ઓછું થતું જાય છે. અંતે તે જોવો પણ ગમતો નથી. તેને પ્રાપ્ત કરવા માટે મેં કેટલાએ માનસિક અને શારીરિક કષ્ટ સહન કર્યાં. આ અમૂલ્ય મનુષ્ય ભવ વેડફી નાખ્યો. હું કેવો ચતુર છું કે જે મારી સાથે નથી આવવાનું તેનેજ હું જીવનભર ભેગો કરતો રહ્યો ! હવે જ્ઞાનચક્ષુએ આ જગત અને તેની માયાને બરાબર ઓળખી હું નહીંજ છેતરાઉં એવો દ્રઢ સંકલ્પ ન કરવો જોઈએ? જો હું સૂક્ષ્મ ચિંતન કરીશ તો આ પુદ્દગલઆનંદીપણું અને તેથી રહેલું ભવાભિનંદીપણું છૂટી જશે, હું મુક્ત થઈશ.
શુભ કર્મના પ્રભાવે જો મને ખૂબ સંપત્તિ પ્રાપ્ત થઇ હોય તો તેને આવી રીતે બેફામ ખરચવાનો મને અધિકાર છે ખરો? જયારે આ પૃથ્વી ઉપર અનેક મનુષ્ય દુઃખી હોય, ખાવાનું અને કપડા પણ જેની પાસે નથી ત્યારે હું આવું બાહ્ય આડંબર સાથેનું લૌકિક મોટાઈનું પ્રદર્શન કરતું જીવન જીવું એ શું યોગ્ય છે? યાદ કરીએ મહાત્મા ગાંધીજીને, ભારતની મોટા ભાગની પ્રજા ખૂબ ગરીબ હતી. તેમની દરિદ્રતા બાપુ ન જોઈ શક્યા અને તેમણે સંકલ્પ કર્યો કે જ્યાં સુધી ભારતની તમામ પ્રજા સુખી નહિ થાય ત્યાં સુધી હું અંગ પર એક ધોતિયા સિવાય બીજું કઈ ધારણ નહિ કરું.
સમાજના પતનનું કારણ એ કંઈ નિરક્ષરતા કે ઓછું ભણતર નથી, પણ મોહમાયાથી ભરેલું અપવિત્ર મન છે. આયુષ્યના પચીસ વર્ષો શિક્ષણ લેવામાં ગયાંં અને છતાં મોટા ભાગના મનુષ્યોને સાચી સમજણ ખીલી નહિ. રણનું રોઝ પ્રાણી મૃગજળ જોઈને તરસ છિપાવવા દોડે તેમ આ ભણેલા ગણેલા ડિગ્રીધારી અણસમજુ મનુષ્યો તૃષ્ણાને સંતોષવા દોડતાજ રહ્યા અને દુઃખી થતા જ રહ્યા. ગતિશીલ જીવનમાં એક બીજાથી ચઢિયાતો થવાના પ્રયત્નોમાં તેમનો જીવન દિપક બુઝાઈ ગયો અને બાંધેલા કર્મો ભોગવવા નરકની ગતિમાં જવું પડ્યું. અફસોસ! આવા હોશિયાર કહેવાતા મનુષ્યો જીવનમાં કશું પામી ન શક્યા અને તેમનો આ અમૂલ્ય મનુષ્ય ભવ એળે ગયો. શું હું પણ આવોજ એક ભણેલો ગધેડો છું?
અત્યારે તાતી જરૂર એ છે કે ભાઈશ્રી જેવા સદગુરુનો આશ્રય લઈએ. ભાઈશ્રી ઉપદેશ આપતા કહે છે કે, “ ઋણાનુબંધથી આપણે બધા એક બીજા સાથે જોડાયેલા છીએ, અન્યોન્ય આધારિત એકબીજાનું જીવન સમય સાથે આગળ વધી રહ્યું છે. આ સંસાર છે તે ન સમજાય એવી કર્મની ગૂંથેલી જાળ છે, તેમાં આપણા મનમાં ઊઠતા વિચારો, હૃદયના ભાવો, અને કાયા દ્વારા થતી દરેક ક્રિયાઓની અસર અન્યને થતી હોય છે અને અંતે તે ફળ સ્વરૂપે આપણે સ્વયં ભોગવવી પડે છે, માટે ખૂબ સાવચેત રહેવું. વિચાર કરીને એક એક ડગલું માંડવું. પોતે કરેલા કર્મોથી કોઈ છટકી શકતું નથી. પુરુષાર્થનો માર્ગ ખુલ્લો છે. જીવન જીવતા સામે ઘણી વસ્તુઓ આવશે, ઘણા વિકલ્પો જાગશે ત્યારે તમારે નકકી કરીને વિવેકપૂર્વક પસંદગી કરવાની રહશે. મનમાં ઊભી થતી ઈચ્છાઓને જાગૃતિ પૂર્વક તપાસી લેવી અને પછી જો તે ઈચ્છા કલ્યાણના માર્ગે લઇ જાય તો તેને પુરી કરવા પ્રયત્ન કરવો અને જો તે અકલ્યાણના માર્ગે દોરી જવાની હોય તો તેને સમજણ સાથે મનમાંથી કાઢી નાખવી.”
એક તરફ છે સાદગીભર્યું “ઇચ્છા નિરોધ તપ” સહિતનું ઉચ્ચું પારમાર્થિક જીવન અને બીજી બાજુ છે લૌકિક અભિનિવેશ સાથેનું પોકળ સંસારી જીવન. પહેલા પક્ષમાં, ભાઇશ્રી જીવી રહ્યા છે અને તમે?
Needs versus Wants:
Let Love and Compassion rule our life
There is so much pain and suffering in this world. Living in poverty, the majority of the world's population is deprived of life's basic necessities. Disparity exists as we are not born equal. Our abilities and skill sets differ. Socio-economic factors contribute to fewer opportunities and increased disadvantages. Circumstances of life do not give all an equal opportunity to progress. Child labour still exists. An intelligent and clever, 12 year old boy, who should be in school, is often working in miserable conditions and paid poorly.
We have the chance to make our life beautiful and this world a better place to live in. Its the selfishness, jealousy, ego and anger which hampers us. Let love and compassion rule our life. Let us be much more sensitive to others’ pain and hardships. It is only universal love and brotherhood that will alleviate the disparity and make this world a better place to live for all.
Let us not hoard our wealth. Let charity be our biggest investment. Raising our standard of giving we resolute to live a simple life.
Be inspired by the generosity of these living examples who have considered the whole of humanity as their family:
Testimonial 3: Anna Hazare
જરૂરિયાતો વિ. ઇચ્છાઓ
પ્રેમ અને કરુણાના સામ્રાજ્યમાં જીવીએ
દુઃખ અને પીડાથી આ જગત ભરેલું છે. ગરીબીમાં જીવતા મોટા ભાગના મનુષ્યો જીવનની જરૂરિયાતોથી પણ વંચિત છે. ધનવાન અને ગરીબ વચ્ચેનું અંતર ઘણું મોટું છે. દરેક મનુષ્ય એક સરખી ગ્રહણશક્તિ, સ્મૃતિ, બુદ્ધિ, કે કળા લઈને જન્મતો નથી. બાહ્ય સંજોગો પણ દરેકના જુદા છે અને માટે જીવનમાં વિકાસ કરવાની તક સહુને એક સરખી મળતી નથી. ખૂબ હોશિયાર એક 12 વર્ષનો બાળક જે શાળામાં ભણતો હોવો જોઈએ એ કોઈ નાના કારખાનાના માળિયામાં દિવસના 9 કલાક કામ કરી રહ્યો છે. તેનો પગાર પણ ઘણો ઓછો છે.
માત્ર પ્રેમ અને કરુણા દ્વારા જ આ જગતમાં રહેલી દરિદ્રતા અને પીડાને આપણે દૂર કરી શકીશું. આ દુનિયામાં બધા જ મનુષ્યો યોગ્ય રીતે જીવી શકે, જીવવા માટેના તમામ આવશ્યક સાધનો સર્વને મળી રહે એવું આયોજન કરવું જોઈએ. અન્યનું દુઃખ પોતાનું લાગે, તેની ફિકરમાં રાત્રે ઊંઘ ન આવે ત્યારે આ શક્ય બનશે. જો આપણે ધારીએ, તો આપણા જીવનને તેમજ આ દુનિયાને, ખૂબ પવિત્ર અને સુંદર બનાવી શકીએ એમ છીએ. સ્વાર્થ, ઈર્ષ્યા, અહમ અને ક્રોધ જેવા આંતર શત્રુઓ, આવું ઉન્નત જીવન જીવવા દેતા નથી. તે શત્રુઓને પ્રેમ અને કરુણાથી જીતી લઈએ.
સંકલ્પ કરીએ કે હું મારી સંગ્રહખોરી વૃત્તિથી મુક્ત થઈશ અને મારી પાસે રહેલું જે ધન છે તેનો હું ઉત્તમ રીતે સદુપયોગ કરીશ. શ્રેષ્ઠ મૂડીરોકાણ જો કોઈ હોય તો તે છે પરોપકારની ભાવનાથી ખર્ચાતી મૂડી. ન કલ્પી શકાય એવું વળતર આવા રોકાણથી મળશે એ નિશ્ચિત છે.
પ્રેરણાત્મક જીવન વાંચવા નીચે આપેલી લિંક ક્લિક કરો:
3. અન્ના હઝારે
આ ઉત્તમ મનુષ્યોની અસીમ ઉદારતા અને વિશ્વવ્યાપી કરુણા સર્વને પ્રેરિત કરે એવી છે. "વસુધૈવ કુટુંબકમ્" નો ભાવ તેમણે સરસ રીતે ચરિતાર્થ કરી બતાવ્યો છે.