Inspiring Stories


Introduction

Param Pujya Bhaishree often narrates stories in his swadhyays to illustrate his points effectively in a manner that it engages the seeker. He has dug into his vast wealth of knowledge to present numerous inspirational anecdotes to us. These stories accurately relay the message and create a magical effect on the listener. They encourage him to strive to eliminate his shortcomings and simultaneously imbibing the desirable qualities elaborated upon in the story.

If, in the course of our fast-paced life, we get the opportunity to listen to these stories in Bhaishree's gentle and impactful voice, it calms the mind, reduces the load of our delusive beliefs about and attachment to the external reality and makes us centred within. In addition, we experience his divine presence in our lives much more reverentially and strengthen our inner connection with his supremely magnificent soul. With this pious thought, we begin a new series, 'Inspirational stories', with the objective of sharing with all seekers one inspirational story every week.

There are a few subjects sought to be covered by a few stories each. Each story will convey a specific spiritual message.

મુમુક્ષુઓનાં રસ અને રુચિ જળવાઇ રહે તેમજ ઉપદેશબોધ અંતરમાં સરળતાથી ઊતરી જાય તે હેતુસર પરમ પૂજ્ય ભાઈશ્રી પોતાના સ્વાધ્યાયોમાં કથાનુયોગને જોડતાં હોય છે.

વિચક્ષણ એવા ભાઈશ્રીએ, અત્યાર સુધીમાં, અનેક બોધ પ્રેરક કથાઓ મુમુક્ષુઓ પાસે રજૂ કરી છે. વિષયને અનુરૂપ તે ઉત્તમ કથાઓનું શ્રવણ થતાં જ કોઈ ચમત્કારિક અસર થાય છે. પોતાનામાં રહેલા દોષનો સ્વીકાર કરી તેને દૂર કરવાનો તેમજ પ્રતિપક્ષે ગુણોને સ્થાપવાનો પ્રયત્ન શરુ થાય છે.

ગતિશીલ અને પ્રવૃત્તિમય જીવનની મધ્યમાં, જો જ્ઞાનવંત ભાઈશ્રીનાં શ્રીમુખે આવી કોઈ કથા સાંભળવાનો અવસર મળે તો મન શાંત થાય, બુદ્ધિનું વિપર્યાસપણું ઘટે અને આપણે આત્મકેન્દ્રિત બનીએ. વધુમાં, આપણાં જીવનમાં તેમની દિવ્ય ઉપસ્થિતિ વિશેષ પ્રેમપૂર્વક વેદાય અને તેમના આત્મા સાથેનું આપણું જોડાણ દિવ્ય અને ઘનિષ્ઠ બને. આવો મંગલ ભાવ રાખી દર અઠવાડિયે એક બોધપ્રેરક કથા મુમુક્ષુઓને મોકલવાના ભાવથી આ નવી શ્રેણી " બોધ પ્રેરક કથાઓ" નો આજથી મંગલ પ્રારંભ કરીએ છીએ.

એક વિષયને આવરી લેતી થોડી કથાઓ મોકલી તેમાં રહેલો બોધ સુસંસ્કારિત થાય એવી ઉદ્દાત ભાવના છે. મુમુક્ષુઓ આ શ્રેણીનો ખૂબ લાભ લેશે એ વિશ્વાસ છે.


Theme 1:

મોહનો વિપાક,

The adverse returns of delusion

 

Story 1: Heaven’s Invitation to the Pig

Can we ordinary mortals, immersed in our material senses, ever measure the worth of renunciation or bliss? In his easy and engaging manner, Param Pujya Bhaishree narrates the story of a drove of pigs wallowing in filth. Goddess Laxmiji feels sorry for them and wants to uplift them. Will the pigs, used to a diet of faeces, get to ascend to heaven?

Story 2: The Value of Water for a Millionaire

અબજોપતિને પાણીનું મૂલ્ય

An American millionaire steps into his vast room stocking his treasures. Even as he derives delirious pleasure in his wealth, he gets locked in as the doors shut automatically. In this poignant story, Param Pujya Bhaishree recounts, the millionaire feels he is doomed to die in the middle of all his riches.

Story 3: The Tragic Story of Napoleon

નેપોલિયનની કરુણાંતિકા

Napoleon Bonaparte, the mighty French emperor who fought many successful battles, was finally defeated at Waterloo. Param Pujya Bhaishree explains how he was laid undone by the weak link of attachment.

Story 4: The Fall of The Devout King

ધર્મવત્સલ મહારાજાની અધોગતિ

The itinerant Swami Anand was a guest at King Palav's palace. Once, during their talk, the Swami got disturbed. He had divined the king's impending death in seven days and details about his next birth. On the king's insistence, he shared the knowledge with him. The king remained unperturbed by the first revelation but the second one shook him. Swami Anand told him he would be reborn as a colourful insect around the sewer in which his queens' wastes were deposited. The king ordered his army chief to use all his might to kill him in his birth as the insect. But then came a twist in the tale.

Param Pujya Bhaishree explains how attachment works to destroy the king, whether it is to people and objects in one birth or to his life in the second.

દેશ-વિદેશમાં પદયાત્રા કરતા-કરતા, સ્વામી આનંદ, મહારાજા પલ્લવના રાજમહેલના મહેમાન બન્યા હતા. એકવાર મહારાજા સાથે આનંદપૂર્વક ધર્મચર્ચા કરતાં-કરતાં, અચાનક જ મહારાજા પલ્લવના કપાળ સામે જોઈને સ્વામી આનંદ ગંભીર બની ગયા. રાજાના સાત દિવસ પશ્ચાત મૃત્યુના તથા તેના આગામી જન્મની દુઃખદ વિગતો, તેઓએ તેમના અતીન્દ્રિય જ્ઞાનથી જાણી લીધી હતી. રાજાના આગ્રહને વશ થઈને સ્વામીજીએ રાજાને બંને વાતો જણાવી. સ્વયંના મરણની વાત સાંભળવા છતાંય રાજા સ્વસ્થ રહ્યા પણ પોતાના આગામી ભવની વાતથી રાજા ક્ષુબ્ધ થઈ ગયા. સ્વામી આનંદે, રાજાને જણાવ્યું કે આગામી ભવમાં રાજા તેની રાણીના મહેલની બહારની કુંડીમાં એક પચરંગી કીડા તરીકે નવો જન્મ લેશે. રાજાએ તેના સેનાપતિને જણાવ્યું કે જો હું પચરંગી કીડા તરીકે ઉત્પન્ન થાઉ તો તમે તમારી તમામ તાકાત વાપરીને મને તરત જ મારી નાંખજો. અહીં આ કથામાં એક રસપ્રદ વળાંક આવે છે.

અતિ મોહાસક્તિના પરિણામે જીવને કેવી નિકૃષ્ટ ગતિમાં જન્મ લેવો પડે છે, એ પરમ પૂજ્ય ભાઈશ્રી ઘણીજ માર્મિક રીતે સમજાવે છે.

Story 5: A Fatal Love

વિઘાતક મમતા

Alix, the grandson of British queen, Victoria, was suffering from a lethal contagious disease. He was isolated to avoid exposure, and thereby infection, to others. His mother too had to watch him from far. Once, Alix asked her if she will never come to him. The mother broke the cordon and ran to him. Param Pujya Bhaishree narrates the story of a mother's love which is pure but limited by its finite nature.

બ્રિટનના મહારાણી વિક્ટોરિયાના દોહિત્ર એલેક્સ, એક એવા જીવલેણ ચેપી રોગથી પીડાતો હતો કે જેના રસીના જંતુઓ ચોમેર ખૂબ ઝડપથી ફેલાતા હતા. એના ચેપથી બચવા માટે, અન્ય લોકોને તથા એની માતાને પણ એલેક્સની પાસે આવવાની સખત મનાઈ હતી. માતાનો વિરહ ન જીરવાતા, એલિક્સે તેની માતાને પૂછ્યું કે, શું તે તેની પાસે ક્યારેય નહીં આવે? મૃત્યુશૈયા ઉપર પોઢેલા પોતાના લાડકવાયાના આર્તવચનોને સાંભળીને, ભાવાવેશમાં, એલિક્સની માતા બધાજ બંધનોને તોડીને એલિક્સ પાસે દોડીને, એને ભેટી પડી. પરમ પૂજ્ય ભાઈશ્રી, માતાની નિર્મળ મમતાનું નિરુપણ કરે છે, જે સ્વભાવથી અસીમ હોવા છતાં પણ પરિમિત છે.

Story 6: The Monk’s Weakness

સાધ્વીજીની નબળાઈ

A female saint took great delight in a jewelstone she owned. She knew her attachment to a material object was not appropriate for her status or her goal but could not let go of it. Param Pujya Bhaishree tells us how her irrational attachment inhibited her soul's onward journey.

એક વિદુષી સાધ્વીજી જ્યારે ગૃહસ્થ હતા ત્યારે એક લાલ રત્નથી મોહિત થઈને દીક્ષા પછી પણ એ રત્નને પોતાની પાસે રાખ્યું હતું. આ ભૌતિક પદાર્થ સાથેનો લગાવ, તેમની સાધુજીવનની પર્યાય માટે યોગ્ય નથી એમ જાણવા છતાં પણ, તેઓ તેમને ત્યાગી શક્યા નહીં. આવો વિવેકહીન રાગ તેઓની અનંત તરફની યાત્રામાં કેટલો મોટો અવરોધક બન્યો, એનો બોધ પરમ પૂજ્ય ભાઈશ્રી અર્પે છે.

Story 7: The Grip of Lust

વાસનાનો વિપાક

As a child, Princess Sunanda decided not to marry after watching a man hit his wife brutally. However, in her youth, she fell for the handsome Roopsen, who reciprocated her lustful feelings. Param Pujya Bhaishree narrates how the vice of lust costs Roopsen dearly in several births.

બાળવયે, રાજકુમારી સુનંદાએ ઝરૂખામાંથી, સામેના ઘરની એક વ્યક્તિને, તેની પત્નીને નિર્દયતાથી મારતા જોઈ. પુરુષો ઉપર દ્વેષ આવવાથી તેણે લગ્ન ન કરવાનો નિર્ણય કર્યો. પણ યુવાનીમાં, રાજકુમારી સુનંદા, સોહામણા રૂપસેનમાં મોહિત થઈ ગઈ. સુનંદાના લલચામણા આમંત્રણનું અને રૂપસેનના વાસનામય દુર્ગુણનું કેવું આકરું પરિણામ, રૂપસેનને અનેક ભવાંતરોમાં ભોગવવું પડ્યું, તેનો બોધ પરમ પૂજ્ય ભાઈશ્રી આપે છે.

Story 8: Renouncing for Worldly Pleasures

ભોગલાલસા અર્થે સંસારત્યાગ

Choosing sanyas only to beget good karma and ascend to heaven for worldly pleasures is like selling your elephant in return for a donkey, Param Pujya Bhaishree explains, citing the quirky example of Aivantisukumaal.

સ્વર્ગીય નશ્વર સુખોને પામવા અર્થેજ દીક્ષિત થવું, એ ઝેર સમાન છે. આ સિદ્ધાંતથી સુપરિચિત હોવા છતાં પણ, ક્ષણભંગુર અને વિનાશી ભોગોના કટ્ટર પક્ષપાતથી પિડીત એવા, ઐવંતીસુકુમાલની કથા, પરમ પૂજ્ય ભાઈશ્રી ઉપદેશે છે.

Story 9: The Fear of Death

જીવવાની જીજીવિષા

The fear of death makes an ailing and God-fearing man compromise on his religious values. In this story, Param Pujya Bhaishree explains how our desperate acts borne of delusion cannot save us.

એક ધર્મનિષ્ઠ સાધુ પોતાના સમગ્ર જીવન દરમિયાન ધર્મક્રિયાઓમાં જ અવિરતપણે લીન રહેતા હતા. વૃદ્ધાવસ્થામાં, જીવનના અંતિમ તબક્કામાં, મરણશૈયા પર પોઢેલા સાધુને, એના ડોક્ટર મિત્રએ માછલીના તેલને ઔષધ તરીકે વાપરવાની સલાહ આપી. સાધુની દ્રઢ અનિચ્છા હોવા છતાં પણ, દેહાધ્યાસરૂપી મોહનિદ્રાએ તથા મિત્રના વારંવારના આગ્રહનું શું પરિણામ આવ્યું, તેનો બોધ પરમ પૂજ્ય ભાઈશ્રી આપે છે.

Story 10: Paralysed by the Senses

વિષયોની વિવશતા

Taste is the most difficult sense to overcome, says Param Pujya Bhaishree. In this story, he tells us about a highly principled businessman who cheated to satiate his tastebuds. The experience taught him a life-altering lesson.

નીતિમત્તાનું ચુસ્તપણે પાલન કરનાર શેઠને, રસનેંન્દ્રિયની વિવશતાએ, અલ્પ અનીતિનું પાપાચરણ કરાવ્યું. પોતાના દોષનો ખ્યાલ આવતા જ શેઠના મહત્ પ્રાયશ્ચિતની વાત પરમ પૂજ્ય ભાઈશ્રી જણાવે છે.

Story Series "The Adverse Fruits of Delusion" Conclusion

કથા શૃંખલા "મોહનો વિપાક"નું સમાપન

Life, as the human mind knows it, is all about objects of pleasure - the food we eat, the clothes we wear, the people we meet, the programmes we watch on television or our smart phones. While all enjoyment indulges the senses, it is the human mind which is at work behind every moment of indulgence. In themselves, the senses are insentient. They are incapable of giving us any pleasure if they are not programmed by a lustful mind.

The human mind has complex capabilities that separates it from all other species. Although many species possess five senses and a perceptive mind, the human mind alone possesses the power of discernment and discrimination.

Ironically, the mind that sucks us into material pleasures all the time also is the only asset we have that can pull us out of it. If employed for sensory indulgences, the mind can destroy us. If employed in the right direction, it can deliver us to salvation. Unfortunately, so powerful is the temptation to follow our basal instincts and so weak is our resolve to break the shackles of our entrapment, we do not see the transitoriness and futility of these pleasures as delusion or moh.

In a series of poignant stories, Param Pujya Bhaishree explained the power of moh, or delusion. Moh envelops us in a deceitful bind of self-destruction and drags us into the vortex of births and rebirths, each marked by more suffering than the other because we have squandered all our hard-earned time in every birth on momentary happiness. Each story Bhaishree narrated, from the king’s love for his queens to the monk’s love for a jewelstone, brings home the power of moh and the role of our mind in letting it rule us.

Every act of attachment has a price. And all attachment comes at the cost of our eternal freedom. That is why we need to understand how moh, or delusion, is a force multiplier. It adds to our karmic load by begetting more karma.

These tales of suffering bring home the urgent need to stop this ceaseless accumulation of karma and develop the desire to free ourselves from the vicious karmic web. The desire to be free is the first step to salvation. The next step is to appreciate that the only part of us that survives our death is our soul. The third step is to find a Sadguru to shine a light on the right path. In that regard, we are fortunate to have a master like Bhaishree lead us. Once we shift our attention inward from outward holding his hand, our world changes and so does our destiny. The release from moh seems possible, as we walk towards eternal light, eternal freedom and eternal bliss.

પૂર્ણપણે ખીલેલું, વિવેક કરવાને સક્ષમ તેમજ વિવિધ સમસ્યાઓને ઉકેલવાને સમર્થ, એવું મનુષ્યનું મન તે અન્ય પાંચ ઈન્દ્રિયો ધરાવતા પશુ-પંખી કરતાં અનેકગણું વધુ શક્તિશાળી છે.

પર-પદાર્થના આકર્ષણથી મોહિત થઈ ગયેલા તે મનની ગતિવિધિઓને પ્રથમ બારિકાઇથી તપાસવી જોઈએ. પુદગલની માયાજાળમાં ફસાયેલા, દેહ-કેન્દ્રિત તે મનને સમજણપૂર્વક પાછું વાળી, જો આત્મકેન્દ્રિત બનાવીએ તો તે જ મન ઉત્તમ સાધન બની અનંત કાળનાં અનંત કર્મોથી આત્માને મુક્ત કરી શકે એમ છે.

કરુણામૂર્તિ પ.પૂ.ભાઈશ્રીએ મર્મભેદક કથાઓ દ્વારા, મોહના સ્વરૂપને, તેનાં દીર્ઘકાલીન દુઃખદાયી પરિણામોને, સ્પષ્ટ અને વેધક રીતે સમજાવ્યા. મોહ એવો દુષ્ટ છે કે તે આત્માને ભૂલભૂલામણીમાં નાંખી બહિરાત્મભાવમાં રખડાવી સતત છેતરે છે. જેની એક ક્ષણ અમૂલ્ય કૌસ્તુભ કરતા અધિક મૂલ્યવાન છે એવા મનુષ્ય ભવનું તમામ જીવન, ક્ષણિક સુખ મેળવવામાં, ભવભ્રમણ વધારવામાં ખર્ચાઈ જાય છે. રાજાના, રાણી પ્રત્યેના તેમજ સાધ્વીજીના, રત્ન પ્રત્યેના મોહની વાત કથાઓમાં જણાવીને, સદૈવ જાગૃત એવાં ભાઈશ્રીએ સર્વે મુમુક્ષુઓને ચેતવ્યા છે. આપણાં મન ઉપર તે મોહનું સામ્રાજ્ય ન જ ચલાવી લેવુ. શૂરવીર બનીને, મોહશત્રુને પરાજિત કરો આવું આહવાહન ભાઈશ્રીએ સર્વેને આપ્યું છે.

મોહની પ્રબળ શક્તિથી જ બાકીના ઘાતી કર્મોનું જોર ટક્યું છે. એક મોહને જીતતાં, કર્મોની તમામ પ્રકૃતિઓને જીતી શકાય છે. આમ, પ્રજ્ઞાવાન ભાઈશ્રીએ મુમુક્ષુઓને પુરુષાર્થની દિશા અને પ્રક્રિયા બન્ને બતાવ્યા છે. મોહના વિકલ્પોથી સર્જાયેલી આ ભયંકર ભવઅટવીમાં, અનંતકાળથી જીવ અપાર દુઃખ અનુભવી રહ્યો છે. તેમાંથી જો કોઈ મુક્ત કરાવનાર હોય, તો તે કેવળ પરમાત્માસ્વરૂપ વિદેહી સદગુરુ જ છે. પથપ્રદર્શક, તેઓ જ્ઞાનનું અજવાળું પાથરી, મોહના અંધકારને ઉલેચી, મોક્ષના માર્ગે દોરી જાય છે.

અનન્ય શરણનાં આપનાર સદગુરુ ભાઈશ્રી, હાથ પકડ્યા પછી ક્યારેય છોડતા નથી. તેમનો પ્રેમ અને સત્ઉપદેશ આપણા વિચારોને, વૃત્તિઓને તેમજ દ્રષ્ટિને રૂપાંતરિત કરી મોક્ષ-સન્મુખ બનાવે છે.

ભાઈશ્રીની કૃપાથી, ઉપયોગની જ્ઞાનધારા, અંતર્મુખમાં કેન્દ્રિત થતાં ધ્યાન ભઠ્ઠીમાં અનંત કર્મક્ષયની પ્રક્રિયા શરૂ થાય છે. ધ્યાનમાં લીન થયેલા સાધકને, દ્રઢ વિશ્વાસ છે કે આપણે, સિદ્ધભૂમિમાં, અનંત જ્ઞાન તેમજ આનંદની અવગાહના ધારણ કરી, સાદિઅનંત સમાધિ સુખમાં સ્થિર થઇશું.


Theme 2:

દેહથી ખસ, સ્વમાં વસ

Away from the body, Into the Self

In his talks, Param Pujya Bhaishree always touches upon the key pivots that drive our sansaric bhaav. Moh, or delusion, is one of them. Oneness with the body, is another. After completing our short story series on moh, we launch the second series on 'Away from the Body, Into the Self' with Bhaishree's succint stories.

Many Oriental philosophies, especially Indian ones such as Hindu, Jain and Buddhist, believe that the physical world, including our human body, is unreal. "Neti neti (not this, not this)," said Adi Shankaracharya. The world is "anitya (impermanent)", said Gautam Buddha. Our physical reality is "mithya (illusion)", said our Tirthankaras.

In spite of being conscious of this fact, we find it so hard to separate our identities from our physical form. In the stories that follow, Bhaishree shows us the mirror. He shows us our attachment to the body and, by virtue of the body, to the material world, which is fragile, destructible and temporal. The carefully picked stories convincingly guide us to not trust appearances if we wish to experience the reality. These evocative stories have profound lessons for us. They can shake us from within to help us comprehend that we are different and divisible from the body. Such awareness can help us move leaps and bounds in our spiritual journey under Bhaishree's ever-watchful tutelage.

જે પરિબળો સંસારને વધારનારા છે, તે પ્રત્યે પરમ પૂજ્ય ભાઈશ્રી મુમુક્ષુઓનું લક્ષ દોરી તેમને સાવધાન કરે છે. મોહના સ્વરૂપને જણાવ્યા બાદ, દેહમાં આત્મબુદ્ધિ, શરીરમાં હું-પણાનો જે ભાવ છે તે તરફ અંગુલીનિર્દેશ કરી, આત્મજાગૃત એવા ભાઈશ્રી, અર્થપૂર્ણ કથાઓ દ્વારા મોહને છેદવા માટે મુમુક્ષુને સતર્ક તેમજ તૈયાર કરવા માંગે છે.

જે ક્ષણે ક્ષણે બદલાય છે, જે અશાશ્વત છે, જ્યાં સર્જન વિસર્જન, સંયોગ અને વિયોગનો ક્રમ સતત ચાલુ છે, તેવા પરિવર્તનશીલ જગતને તેમજ કર્મકૃત પ્રાપ્ત દેહને અનિત્ય જાણી તેના યથાર્થ સ્વરૂપને સમજવાનો પ્રયત્ન આસ્તિક દર્શનના પૂર્વચાર્યોએ કર્યો છે. "બ્રહ્મ સત્ય જગત મિથ્યા" નો ભાવ ફરી ફરી તેમના ઉપદેશમાં વ્યક્ત થયો છે. મહાજ્ઞાની શ્રી શંકરાચાર્યજીએ નિર્વાણષટ્કમ્ માં, નેતિ નેતિ દ્વારા, અંતે પોતાના મૂળ શુદ્ધ સ્વરૂપનો પરિચય સાધકને કરાવડાવ્યો છે. ભગવાન બુદ્ધે તેમજ તીર્થંકર ભગવંતોએ તે અસ્થિર જગતમાં આત્મામાં સ્થિર થવાનો આત્મધર્મ પ્રરૂપ્યો છે.

ચર્મ ચક્ષુથી જે કંઈ દેખાય છે તે આપણે નથી. બહારની બદલાતી અવસ્થાઓ વચ્ચે મારો આત્મા અખંડ, અડોલ, અવિનાશી, જ્ઞાન સ્વભાવધારી છે, એ સ્પષ્ટ શ્રદ્ધાન હોવા છતાં, જગત સાથે એકસ્વરૂપ થઈ જવાય છે. સાક્ષી ભાવે આપણે જીવન જીવી શકતા નથી. માટે વિચારશીલ એવા ભાઈશ્રીએ, સહુને સ્પર્શે એવી વેધક કથાઓ પસંદ કરી છે. તે કથાઓના પ્રભાવથી, રૂપ રસ ગંધ તેમજ સ્પર્શની પૌદ્ગલિક માયાજાળમાં ફસાયેલો આપણો આત્મા તેના આકર્ષણથી મુક્ત થાય, સ્વ તેમજ પરનું ભેદજ્ઞાન કરી શકે, એવો તેમનો દિવ્ય હેતુ છે. આપણી ચેતનાને અંતર્મુખ કરી, દેહમાં રહેલા, દેહથી જુદા, ભગવાન આત્મામાં સ્થિર કરીએ એવો તેમનો પવિત્ર ઉદ્દેશ છે. જો આવી અંતરજાગૃતિ કેળવાય તો સાધક સદેહે સિદ્ધ દશાને અનુભવી શકે. તો ચાલો આપણે પુરુષાર્થી બનીએ અને અસંગ એવા ભાઈશ્રીની કલ્યાણકારી નિશ્રામાં જળકમળવત્ જીવન જીવતા થઈએ.

Story 1: The Formless Beauty

આત્મિક ધૃતિ

Dancer Vaasavdatta loses her legendary beauty when her limbs are cut off and her form disfigured. Param Pujya Bhaishree tells us how she gets an insight into her true and eternal beauty from a Buddhist monk.

રૂપગર્વિતા નર્તકી વાસવદત્તાના અશુભ કર્મનો ઉદય થાય છે ત્યારે વ્યથિત થયેલી વાસવદત્તાને નશ્વર દેહની કુરૂપતા તથા અનંત આત્મિક સૌંદર્યનો વિવેક સમજાવનારા બૌદ્ધ ભિક્ષુ ઉપગુપ્તની કથા પરમ પૂજ્ય ભાઈશ્રી કહે છે.

Story 2: The Hidden Lust

કર્મની અકળ લીલા

Vasantpur princess Sukumalika who became a Jain ascetic had chosen to fast unto death and was given up for dead. However, by a quirk of fate, she did not die. Param Pujya Bhaishree tells us the intriguing story of how the lust for the material pleasures can lurk subliminally even in one who did not even care to live.

પ્રવજ્યા ધારણ કરીને સાધ્વીજી સુકુમાલિકા, આત્મરક્ષા કાજે શરીરને શોષવીને, જીવનનો અંત આણવા તરફ પ્રયાણ કરી રહ્યા હતા. તેઓ ભાવિના ગર્ભમાં રહેલા પોતાના પતનથી અજાણ હતા. કર્મની ગતિ કેટલી ન્યારી છે, એ વાતની પુષ્ટિ આપનારી આ કથા પરમ પૂજ્ય ભાઈશ્રી વર્ણવે છે.

Story 3: A slip that costs lifetimes

સાધ્વીજીનું આકરૂં ભવભ્રમણ

Princess Laxmana gets disinterested in sansar after losing her groom during the wedding. However, she suffers a moment's lapse. Param Pujya Bhaishree explains how even decades of penance to atone for that lapse does not get her salvation.

રાજકુમારી લક્ષ્મણા, સંસાર ત્યાગીને એકનિષ્ઠાથી ચારિત્રધર્મનું પાલન કરતા હતા. સાધ્વી લક્ષ્મણાની ક્ષણીક અજાગૃતિની પળમાં ઉઠેલા કામી વિચારની, અસરળતાની તથા દાંભિક પ્રાયશ્ચિતના વિપાકની માર્મિક કથા પરમ પૂજ્ય ભાઈશ્રી સમજાવે છે.

Story 4: The Inner Shelter

અંતર્મુખ આશ્રય

A Muslim saint, Khayaas remained unperturbed in his prayer even when a lion came roaring. Out of prayer, he was different. In this example, Param Pujya Bhaishree says our true refuge is our soul which protects us and frees us from the hold of worldly emotions such as fear.

નિજાનંદમાં નિમગ્ન બનેલા સંત ખૈય્યાસ, સિંહના આગમનથી બેખબર હોવાના કારણે, નિર્ભયતાપૂર્વક નમાજ પઢી રહ્યા હતા. આત્મરમણતામાંથી બહાર આવતાની સાથે જ, મધમાખીના ડંખથી, તેઓ વિક્ષુબ્ધ થઈ ગયા. અંતર્મુખ લીનતા અને બહિર્મુખતાના પરિણામોની તારતમ્યતાનો સચોટ પ્રસંગ, પરમ પૂજ્ય ભાઈશ્રી વર્ણવે છે.

Story 5: The Ticking Clock

કાયાની ક્ષણભંગુરતા

Repeated references by his employees to his greying hair and age angered a notable film actor. That was until he realised he was vainly shooting the messenger. Through this relatable story, Param Pujya Bhaishree tell us how we often live in denial of our physical impermanence.

એક પ્રખ્યાત અભિનેતાએ પોતાની કાયાનું ઘણું જ જતન કર્યું હતું. આટલી બધી માવજત કરી હોવા છતાં પણ, તેમના બારણે વૃદ્ધાવસ્થા ટકોરા મારવા આવી પહોંચી હતી. ઘડપણની પ્રાથમિક નિશાનીઓના આગમનથી તેઓ અત્યંત ઉદિગ્ન બની ગયા. આ પ્રસંગ દ્વારા, પરમ પૂજ્ય ભાઈશ્રી, સ્થૂળ શરીરની સુનિશ્ચિત નશ્વરતાને દર્શાવે છે.

Story 6: The Purity of Being

વિરાગીનો તેજોવલય

Vedvati, the daughter of a rishi, had pledged herself to a life of celibacy. Param Pujya Bhaishree tells us how she protects herself against undesirable attention from a prince to preserve the purity of not just her soul but also her body.

ઋષિકન્યા વેદવતીએ, પિતાની સંમતિથી આજીવન બ્રહ્મચર્ય અંગીકાર કર્યું હતું. આત્મસંયમના પ્રભાવના કારણે તેનું બાહ્ય સૌંદર્ય તેજોમય બન્યું હતું. એકવાર, જંગલમાંથી પસાર થતા રાજાએ વેદવતીના લાવણ્યથી વિષયાસક્ત થઈને તેનો અંબોડો ઝાલીને ખેચવા લાગ્યો. આત્માના હિતાર્થે અને બ્રહ્મચર્ય વ્રતના અખંડ પાલન કાજે, વેદવતીએ ગ્રહણ કરેલી ભૂમિકાનું વર્ણન પરમ પૂજ્ય ભાઈશ્રી કરે છે.

Story 7: Abstinence in Indulgence

અનાસક્તિનો પરમાર્થ

King Sur observed abstinence in physical relations in spite of not practising celibacy and his brother, Som Muni's disinterest in food was equivalent to fasting. In this fascinating story of two evolved brothers, Param Pujya Bhaishree explains that it is possible to partake of worldly pleasures with detachment.

યુવરાજ સોમે વૈરાગ્યથી પ્રેરાયને, ભાગવતી દીક્ષા અંગીકાર કરીને મનની અને તનની નિર્મળતા સાધી લીધી હતી. મોટાભાઈ રાજા સુર, વિરક્તભાવથી રાજ્યની ધુરા સંભાળતા સંભાળતા નાનાભાઈ સોમ મુનિની પ્રમોદભાવયુક્ત અનુમોદના કરતા હતા. પોતાના રાજ્યમાં પધારેલા સોમ મુનિની દેશનાનું દરરોજ શ્રવણ કરવાની રાણીની પ્રતિજ્ઞામાં આવેલા અવરોધની, તથા તે સમસ્યાના હલ વિશેની વિલક્ષણ કથા પરમ પૂજ્ય ભાઈશ્રી વર્ણવે છે

Story 8: Soul over Body

વિદેહી ખુમારી

Sufi saint Mansur Al-Hallaj was accused of heresy, tortured brutally and killed by fellow Muslims for following Hindu thinking. Param Pujya Bhaishree tells us how he coped with the unbearable torture on the strength of his singular belief , "Ana Al-haq."

સૂફીસંત બ્રહ્મજ્ઞાની મન્સૂરની, અનલ-હકની અવિચળ આસ્થાથી, ઉશ્કેરાયેલા ધર્મઝનૂની દાંભીકોની ઘાતકી અમાનુષતા અને મનસુરની નિર્ભિક નિષ્ઠાની પ્રેરણાત્મક કથા પરમ પૂજ્ય ભાઈશ્રી સમજાવે છે.

Story 9: Death as a Comma

નિજાનંદની અપૂર્વ મસ્તી

Param Pujya Bhaishree narrates the inspiring story of legendary Greek philosopher Socrates who was sentenced to death for his advocacy of truth and remained centred in his last moments.

મોહનિદ્રામાં સુતેલા સંસારીજીવોને જાગૃત કરવાનું અભિયાન ચલાવનારા સોક્રેટિસના વિપરીત સંજોગોની તેમજ તેમની આંતરિક દશાનું દર્શન કરાવનારી કથા, પરમ પૂજ્ય ભાઈશ્રી નિરૂપે છે.

Story 10: Living in The Soul

અનન્ય આત્મનિમગ્નતા

Raman Maharshi's life story has innumerable lessons for a sincere seeker. Each incident in his life is divinely inspirational. Sketching his extraordinary journey, Param Pujya Bhaishree tells us how his separation from the body at an early age led to an enduring oneness with the soul and bliss.

બાળવયથી જ, સ્વરૂપમાંજ નિમજ્જન કરનાર મહાત્મા રમણ મહર્ષિની સહજ સમાધિસ્થ દશાનું નિરૂપણ, પરમ પૂજ્ય ભાઈશ્રી, મહર્ષિના જીવનના પ્રેરક પ્રસંગો દ્વારા કરે છે.

Conclusion

The series, ‘Away from the Body, into the Self (Deh thi khas, Swa ma vas)’, takes seekers a giant second step ahead after our first attempt to shed our karmic load by understanding the nature of 'Delusion‘ or 'Moh’. After experiencing the pointlessness of our attachment to the ephemeral material world in the first series, we are asked, in the second series, to observe the equally ephemeral nature of the body and offered a glimpse of what is truly real.

Through a string of stories on the importance of separating the mind from the body and taking it inward to the soul, Param Pujya Bhaishree has shared with us the potent knowledge of the self. The real life stories of saints such as Raman Maharshi and Mansur Al-Hallaj tells us that it is possible to free oneself of all manner of pain that afflicts the physical self and educates us about the technique to do so. The story of the actor Mr. Kapoor reminds us that the body is finite and continually aging; ergo, let us not invest our energies in a destructible entity or experience.

Caught up in the daily whirl of activities to find some elusive happiness, we mostly forget that they fetch us little happiness. These stories work as a wake-up call to shift gears and go inward – travel to our inner realms that are the true reality. Bhaishree teaches us that it is possible to find happiness that is permanent. He compassionately shows us the way by sharing with us the magical formula to find such happiness. All that is required is our willingness to be happy.

પ્રથમ શ્રેણીની કથાઓ દ્વારા આપણે અનિત્ય જગત અને તેમાં રહેલા ભૌતિક પદાર્થોથી અલિપ્ત થવાની પ્રેરણા લીધી. "દેહથી ખસ, સ્વ માં વસ" આ લક્ષને સિદ્ધ કરવા માટે બીજા ચરણમાં કહેવાયેલી કથાઓ દ્વારા, દેહમાં થયેલી ઐક્ય બુદ્ધિ તેમજ મારાપણાના ભાવને તોડવાનો પ્રયાસ છે. શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારથી હું ન્યારો છું. હું જ્ઞાનસ્વરૂપ, સ્વપરપ્રકાશક ચૈતન્ય ભગવાન આત્મા છું, આ ભાવમાં જીવાય તો અનંત કર્મોની નિર્જરા સહજમાં થઈ શકે. જ્ઞાનભાવમાં સ્થિર રહીને, મનના વિચાર અને વૃત્તિઓને ઉપશમાવવાની કળા આ કથાઓના માધ્યમથી દયાળુ પૂજ્ય ભાઇશ્રી શીખવી રહ્યાં છે.

યોગી રમણ મહર્ષિ તેમજ શ્રદ્ધા અને સહનશીલતાની પરાકાષ્ટા એવા મન્સુ અલ-હલ્લાજની આત્મિક ખુમરીના જીવંત દર્શન કરાવીને ભાઇશ્રીએ દેહમાં થતી અસહ્ય પીડા તેમજ દુઃખના સમયે કેવી રીતે આપણે સમભાવમાં ટકી શકાય તેની વાત કરી. ચલચિત્રનાયક શ્રી કપૂર સાહેબનું દૃષ્ટાંત આપીને ભાઇશ્રીએ રાખનાં ઢેર સમી અશુચિમય કાયાના શૃંગારમાં તેમજ લાલન પાલનમાં સમયને વ્યર્થ ના ગુમાવો એમ બોધ કરી આપણા દેહાભિમાન ઉપર સખ્ત પ્રહાર કરી મુમુક્ષુઓને મોહનિંદ્રામાંથી જાગૃત કર્યા છે. આ કથાઓ દ્વારા સત્યનિષ્ઠ પૂજ્ય ભાઇશ્રી જણાવે છે કે દેહ એ જ વેદનાની મૂર્તિ, દુઃખની ખાણ તેમજ જન્મ જરા અને મૃત્યુનું સ્થાન છે. સુખની શોધમાં બહાર ભટકતા આપણે પાછા વળીએ અને અંતરના પરમ સુખમાં આસન જમાવી દૈનિક કાર્યો કરીએ એવું પરમ શ્રદ્ધેય ભાઇશ્રી ઈચ્છે છે.

ક્ષણિકમાંથી શાશ્વત તરફના પ્રયાણમાં, સાચા પ્રસંગોને વર્ણવતી તેમની આ કથાઓ ખરેખર દિશાસૂચક બની ભોમિયાનું કામ કરે છે. તે દિશામાં સંવેગે ચાલીને ચિરકાળ આનંદમાં વિચરણ કરતા રહેવું એ આપણા હાથની વાત છે.


Theme 3: The Mind

મન

Story 1: Heaven Lost in an Instant

આંતરિક પરિણામધારા

Champak Shreshthi, a resident of Dhanyanagri, was an ideal shravak (seeker) who eagerly invited monks home. Param Pujya Bhaishree narrates the fragility of emotions and how the change in his emotional state impacts the sanctity of the act of donation as well as his afterlife.

દોષરહિત ક્રિયાની સાથે-સાથે તેને અનુરૂપ મનોભાવનું માહાત્મ્ય કેટલું અધિક પ્રભાવશાળી છે, તેનું નિરૂપણ આ કથામાં, પરમ પૂજ્ય ભાઈશ્રી કરે છે. અંતરના ઉમળકાથી વૈયાવચ્ચ કરનાર ચંપક શ્રેષ્ઠીના ચડતા-ઉતરતા ભાવપરિણામના વિશ્લેષણ દ્વારા તેની ઉત્તમ સમજણ અર્પે છે.

Story 2: A Fisherman's Catapult

દુષ્કૃતગર્હાનો પ્રભાવ

Param Pujya Bhaishree tells us the fascinating story of a fisherman who could transform himself by repentance and attain spiritual milestones that seem out of reach to the lay person.

અંતરના પરિણામની ઉર્ધ્વગતિ દ્વારા માછીમારે કેવું અલભ્ય કાર્ય સાધી લીધું, એની કથા દ્વારા પરમ પૂજ્ય ભાઈશ્રી, દરેક જીવાત્માને આવો જ પરિણામલક્ષી પુરુષાર્થ ફોરવવાની પ્રેરણા કરે છે.

Story 3: The Power of a Pure Mind

મનોજયનું સામર્થ્ય

A request made in youthful jest lands Bhadrasen on the path to the highest spiritual knowledge, only because of the purity and readiness of his mind. Param Pujya Bhaishree narrates the story of Acharya Chandrudrasuri Maharaj and his superior disciple, Muni Bhadrasen.

નવપરણિત ભદ્રસેનમાંથી પ્રવજ્યા ધારણ કરીને નૂતન દીક્ષિત બનેલા ભદ્રસેન મુનિની ઉર્ધ્વગામી યાત્રાની, તેમજ આચાર્યશ્રી ચંડરૂદ્રસુરીશ્રીજીના કષાયજનિત પરિણામથી કેવળજ્ઞાનની પર્યાય સુધીના ચડતા મનોવ્યાપારની અત્યંત રોચક કથા, પરમ પૂજ્ય ભાઈશ્રી, સચોટ રીતે સમજાવે છે.

Story 4: The Real Wealth

પ્રભુભક્તિનો આહ્લાદ

Param Pujya Bhaishree narrates the story of a man who approaches a contented saint to gain some insight into the great wealth he seemed to possess. He returned truly enriched.

ભક્તિની મસ્તીમાં રમણ કરનાર સંતના નિત્યાનંદને કોઈક વિરલા જીવો જ સમજી શકે છે. આ સત્યને તથા ભાવોની તારતમ્યતાને, કથાના માધ્યમથી પરમ પૂજ્ય ભાઈશ્રી સમજાવે છે.

Story 5: Resisting the Senses

વિષયોની ઉપશાન્તતા

King Nardev challenged his people to find a goat who will refuse to eat the grass offered to him. All goats failed the challenge. On the seventh day, a man arrived with a goat that was trained differently. Param Pujya Bhaishree teaches us about the way we can train our minds to resist the lure of the senses.

માનવીના અતિશય બળવાન મનને, સતત અભ્યાસ દ્વારા નિયમનમાં લાવીને, વિષયાસક્તિરૂપી આવર્તોથી સ્વયંને પર કરવાની કળાને, પરમ પૂજ્ય ભાઈશ્રી, આ કથાના માધ્યમથી સમજાવે છે.

Story 6: Mindfulness Above All

કથા ૬ઃ ચિત્તની લયલીનતા

A pious Mavjibhai Patel asks sage Avdhoot about the secret of self-realisation. Over a short duration, the sage took Patel through a simple exercise that involved his buffalo. Through this educative anecdote, Param Pujya Bhaishree explains the role of the mind and the stages involved in realising the self.

ગુરુગમ જ્ઞાન દ્વારા તેમજ એકનિષ્ઠ પુરુષાર્થથી મનજીભાઈએ વિક્ષિપ્ત મનને સુગમતાથી કેળવીને વિરલ શ્રેયની પ્રાપ્તિ કરી લીધી, એ ઘટનાને પરમ પૂજ્ય ભાઈશ્રી આ કથા દ્વારા કહે છે.

Story 7: Compassion for The Enemy

સત્ત્વની વિશાળતા

When Duryodhan destroyed the lake and garden to harass the Pandavas, Chitrarath Gandharv captured him. Param Pujya Bhaishree narrates the eldest Pandav, Dharmraj Yudisthir's evolved reaction to the incident.

ઉત્તમ પુરુષોના સદગુણોના ગુણજ્ઞ થવું, એ મતિને નિર્મળ બનાવવાનો સુગમ અને સચોટ ઉપાય છે. આ કથનને, યુધિષ્ઠિરના ઔચિત્યપૂર્ણ શાલીનતાના દ્રષ્ટાંતે, પરમ પૂજ્ય ભાઈશ્રી સમજાવે છે.

Story 8: From Devotion to Bliss

પ્રભુભક્તિ: મુક્તિનું દ્વાર

When Revati was called upon to donate her medicine to alleviate Bhagwan Mahavir's pain, the sublime ecstasy of emotion stemming from her devotion took her to the pinnacle of spirituality. Param Pujya Bhaishree recounts the legend that needs to be retold and remembered by all seekers.

કરુણાનિધાન પ્રભુ પ્રત્યેના પ્રશસ્ત રાગનું ફળ પારલૌકિક છે. સિંહ અણગારની ભક્તિસભર વ્યથા તથા સતી સુલસાની ભક્તિની ઉત્કૃષ્ટતાને આ કથામાં પરમ પૂજ્ય ભાઈશ્રી અનુમોદે છે.

Story 9: A Nudge to Liberation

સંકલ્પશક્તિ

Intro: A gentle nudge by a friend serves as a wake-up call for a determined Nathusha Sheth who renounces his settled life in a flash and aspires to a higher spiritual goal. Through this example, Param Pujya Bhaishree explains the power of the mind in helping us shed old karmas and prevent building new ones.

નથુભાઈની આત્મિક અમીરીને, વિચારબળને તથા વચનબધ્ધતાને પરમ પૂજ્ય ભાઈશ્રી બોધે છે.

Story 10: Poison in the Mind

મતિ: મનોભાવોનું દર્પણ

Fed up of constant fights with her mother-in-law, a Chinese woman attempts to poison her. Does she manage to? Through this anecdote, Param Pujya Bhaishree explains the transformative power of the mind.

માયિક કલ્પનાઓના અને વિચારોના વિશ્વથીજ નિજના સંસારનું સર્જન થાય છે. આ મૂળભૂત સત્યને, લીલીના તથા તેની સાસુના મનોભાવોના આરોહ-અવરોહ વિશેના ઉદાહરણથી પરમ પૂજ્ય ભાઈશ્રી સમજાવે છે.

કથા શૃંખલા "મન "નું સમાપન

સ્વાધ્યાય દરમિયાન પરમ પૂજ્ય ભાઇશ્રીએ વારંવાર મનની વિચારશક્તિ તેમજ સંકલ્પશક્તિ તરફ મુમુક્ષુઓનું લક્ષ દોર્યું છે. તેઓ કહે છે કે જો આપણું મન વ્યવસ્થિત થાય અને યોગ્ય રીતે વર્તે તો આત્મસાક્ષાત્કાર માટે તે એક ઉત્તમ સાધન સાબિત થાય એમ છે.

અજ્ઞાની મનુષ્યનું જટિલ અને અટપટું મન, અસંખ્ય વિચારો, સંકલ્પો, વિકલ્પો, ભાવો, સ્મૃતિઓ, સંવેદનાઓ, પૂર્વગ્રહો, આશાઓ, અપેક્ષાઓથી ભરપૂર રહ્યું છે. આપણે વિચારવું રહ્યું કે વિવિઘ થર અને પટલોવાળું ચંચળ અને ભયગ્રસ્ત મન અમૂલ્ય એવા મનુષ્યભવનું સંચાલન કરે તો શું પરિણામ આવે?

ત્રીજી શ્રેણીની કથાઓ દ્વારા ભાઇશ્રી તે જ મનનાં અલૌકિક સ્વરૂપનો પરિચય કરાવે છે.

કથાનુયોગના માધ્યમથી ભાઇશ્રી શાંત અને સ્થિર મનના ઉત્તમ ગુણોના, દર્શન કરાવે છે.

૧) મનની નિરાકરણ તેમજ નિશ્ચયાત્મક શક્તિ,

૨) સકારાત્મક રીતે બધું સ્વીકારવાની તૈયારી,

૩) કોમળ અને કરુણા ભર્યું માનસિક વલણ,

૪) જાગૃતિ સાથે, મક્કમતાપૂર્વક કાર્યો કરવાની દ્રઢતા,

૫) ઈશ્વરીય ગુણો પ્રત્યે ભક્તિ.

આવું પવિત્ર અને નિયંત્રિત મન વ્યવસ્થિત રીતે કલ્યાણના માર્ગે આગળ દોરી જાય છે.

ભગવાન મહાવીર પ્રત્યેની ઉત્તમ ભક્તિ અને સમર્પણભાવ થકી સતી રેવતીએ મુક્તિને પ્રાપ્ત કરી. અથાગ મહેનતે ભેગી કરેલી ભોગ સમૃદ્ધિ પ્રત્યે મિત્રની ટકોરે શેઠ નથુશામાં અનાસક્ત બુદ્ધિ જગાડી અને અંતે તેઓ પૂર્ણ આધ્યાત્મિકતાને વરી મોક્ષે ગયા. નઠારા ને નકારાત્મક વિચારો કરવાથી ચંપકશેઠ જેવા લાયક આત્માનું પણ પતન થયું. આ કથાઓ દ્વારા મનના વિચારો અને પરિણામો આત્માને કર્મબંધન કે કર્મોથી મુક્ત કરવામાં કેટલા અધિક અગત્યના છે તે સમજાય છે.

પરમ પૂજ્ય ભાઇશ્રીના બોધ દ્વારા એ સહજ પ્રમાણિત થાય છે કે આપણો જીવવાનો ઉદેશ, અંતરમાં વેદાતા ભાવો તથા મનમાં ચાલતા વિચારો ઉપર આપણી ધાર્મિકતા અને આપણા આત્માનું ભવિષ્ય ટકેલું છે.

યોગ એટલે યુંજન. મોક્ષની સાથે જે જોડી આપે તે યોગ. મહર્ષિ પતંજલિની યોગની વ્યાખ્યા મુજબ ચિત્તવૃત્તિઓના નિરોધથી યોગની પ્રાપ્તિ થાય છે. તેની પદ્ધતિ એટલે અષ્ટાંગ યોગ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ.

આ આઠ સોપાન એટલા મહત્વના છે કે તેના દ્વારા ચિત્તની વૃત્તિઓના નિરોધથી શરૂઆત કરી સમાધિ સુધીની સર્વોચ્ચ દશાને આત્મા પ્રાપ્ત કરી શકે છે.

આ કથાઓ દ્વારા ભાઇશ્રીએ મુખ્ય પરિબળ ઉપર લક્ષ દોરતાં કહ્યું કે સદગુરુ પ્રત્યેનું પૂર્ણ શ્રદ્ધાન તેમજ સમર્પણભાવ એ મુક્તિ માટેનું સર્વોચ્ચ સાધન છે.

સંત કબીરે આત્માનું કીર્તન કરતા ગાયું છે કે "મૈં તો હું વિશ્વાસ મેં" જ્યાં સાચું સમર્પણ છે ત્યાં સ્વચ્છંદી મન શાંત અને સ્થિર બની ગુરુ આજ્ઞામાં અપૂર્વ રુચિ સાથે રોકાયેલું રહે છે. ત્યારે જીવ, જીવ મટીને શિવ બની જાય છે.

Story Series "The Mind" Conclusion

In his discourses, Param Pujya Bhaishree always refers to the mind as the most potent asset in the armoury of those who have not attained self-realisation. While the infinite powers of the soul remain dormant in such seekers, these are partially expressed in our mental faculties which align with the Vedic concepts of ‘man’ (mind), ‘buddhi’ (intellect), ‘ahamkara’ (ego) and ‘chitta’ (consciousness), all of which we commonly term the ‘mind’.

Our mind is a complex network of thoughts, emotions, ego, will and intellect, each of which is empowered to drive our lives. The stories in the third series on the ‘Mind’ navigated its multiple realms - the power of compassion, determination, devotion, positivity, acceptance. The thought counts, and how. Sati Revati attained liberation on the strength of her pure devotion towards Bhagwan Mahavir; Sheth Nathusha could determinedly walk away from an attractive life he had painstakingly built brick by brick on a gentle nudge by a friend, eventually steering him towards spiritual liberation; A fleeting moment of negativity wipes out all the good karmas of an ideal seeker like Champak Shresthi and plunges him into a karmic abyss. The stories successfully illustrated the various dimensions of the mind and its reach.

P.P. Bhaishree convincingly explained how our intent and emotions – ‘bhaav’ – determine our spiritual worth as seekers and our spiritual trajectory. The Ashtang Yoga seeks to govern the mind through Yam (abstinence), Niyam (discipline), Aasan (physical exercises), Pranayam (breathing exercises), Pratyahaar (going inward) and Dhyaan (meditation) to finally lead us to Samadhi (oneness with the soul).

The most potent of all tools is faith in our Sadguru. As Sant Kabir sang about the soul, “Mein to hoon vishwas me (I dwell in faith).” Once faith conquers the mind, our transition from ‘chitta’ (consciousness) to ‘sat chitta’ (pure consciousness) is complete.


Theme 4:

સમભાવ

Equanimity

Every series of short stories narrated by Param Pujya Bhaishree aims to take us inward and deeper, step by step. Beginning with ‘moh’ or delusion - the outermost veneer of the mind, moving from the body to the mind, and then to understanding the multiple layers of the mind, we now focus in our fourth series on striving to train the mind with the singlemost quality it requires for spiritual growth – sambhaav or equanimity.

Broadly, ‘sambhaav’ has two aspects: equal treatment of all living beings and freedom from raag (attachment) and dvesh (negativity). ‘Aatmavat savva bhue su’ - treat everyone the way you treat yourself. This simple principle embodies the mantra for spiritual liberation. Nobody is inferior or superior; each one is born with good and bad qualities enjoined by karma; somebody who helps you is not better than somebody who does not. Similarly, treating good and bad tidings equally is the core of ‘sambhaav’.

The series will help us understand and internalize ‘sambhaav’. We have the best example of ‘sambhaav’ before us in P.P. Bhaishree. Never does the tranquil steadiness of his expression flicker even for a moment. To him, all of us, disciple or not, are equal.

Looking up to him and listening to him, we begin the process of elimination of raag and dvesh.

—————

પરમ પૂજ્ય ભાઈશ્રી દ્વારા વર્ણવવામાં આવેલી ટૂંકી વાર્તાઓની દરેક શ્રેણીનો ઉદ્દેશ્ય આપણને ધીમે ધીમે અંતરના ઊંડાણમાં લઈ જવાનો છે. પ્રથમ 'મોહ', શરીર પ્રત્યેનો મારાપણાનો ભાવ, ત્યારબાદ મનના બહુવિધ સ્તરોને સમજાવી, હવે ચોથી શ્રેણીની કથાઓ દ્વારા તેઓ સમભાવ ની સાધના માટે સહુને તૈયાર કરવા ઈચ્છે છે.

એક અપેક્ષાએ સમભાવ એટલે સમદ્રષ્ટિપણું. આત્મવત્ સવ્વ ભૂએસુ , અન્યમાં પોતા જેવો જ આત્મા છે એવો ભાવ રાખી બધા પ્રત્યે સમાન પ્રેમ અને મૈત્રીભાવથી વર્તવું. બીજી અપેક્ષાએ સમભાવ એટલે રાગ દ્વેષથી મુક્ત રહી માધ્યસ્થ પરિણામમાં સ્થિર રહેવું. કર્મકૃત સંજોગોને વશ થયેલા અજ્ઞાની આત્માઓ ભલે વિવિધ પ્રકારનો, યોગ્ય કે અયોગ્ય વ્યવહાર કરે છતાં આપણે તે બધાં પ્રત્યે સમશ્રેણીએ વર્તવું. દોષ કે ગુણ ન જોતા સહુમાં ભગવાન આત્માને જોવો. જગતમાં તેમજ વ્યક્તિગત જીવનમાં જે કંઈ થઈ રહ્યું છે તેમાં સાક્ષીભાવે, અલિપ્ત રહેવું. મુક્ત થવા માટેનો આ મહામંત્ર છે.

આ કથાઓના ચિંતન મનન અને નિદિધ્યાસનથી આપણે સમભાવને યથાર્થ રીતે સમજી શકીશું. સમજ્યા બાદ, જો પુરુષાર્થ કરીશું તો સમભાવમાં રહીને આપણાં દૈનિક કાર્યો કરતાં થશું. પરમ પૂજ્ય ભાઇશ્રી, સમભાવની જીવંત મૂર્તિ છે. તેમની શાંતિ, સૌમ્યતા તથા સમરસપણામાં લેશ માત્ર ફેરફાર થતો નથી. ધર્મના માર્ગને અનુસરતો કોઈ શિષ્ય હોય કે પછી કોઈ અજાણ્યું વ્યક્તિ તેઓને બધામાં ઈશ્વરના દર્શન થાય છે.

તેમને જોઈ તેમની આ બોધ પ્રેરક કથાઓને એકાગ્રતાપૂર્વક સાંભળી આપણે પણ રાગ-દ્વેષના, હર્ષ-શોકના, સુખ-દુખના, જીવન-મૃત્યુના દ્વંદોથી મુક્ત થતાં જઇશું. ૐ શાંતિ.

Story 1: Not good, not bad

કથા ૧ઃ સહજ સ્વીકાર

Intro: A Chinese farmer sees several twists of fate that are labelled good or bad by neighbours. Param Pujya Bhaishree explains how destiny cannot be defined by logic and we should stay steadfast in all circumstances.

અનુકૂળ તેમજ પ્રતિકૂળ સંયોગોનું સ્વસ્થતાપૂર્વક મૂલ્યાંકન કરનાર ઘરડા ખેડૂતની આ કથા દ્વારા, પરમ પૂજ્ય ભાઈશ્રી આપણને આવો દ્રષ્ટાભાવ કેળવવા પ્રેરિત કરે છે

Story 2: God in One and All

કથા ૨: નિર્મોહી સમરસપણું

In this interesting anecdote about Sant Kabir, Param Pujya Bhaishree explains how the famed saint was falsely implicated by an enraged group of people and how he responded by living his teachings.

નિસ્પૃહી તથા નિરાકુળ શાંતિના મહિમાને, સંત કબીરજીના વિરોધીઓ દ્વારા રચવામાં આવેલા ષડયંત્રના દ્રષ્ટાંતે, પરમ પૂજ્ય ભાઈશ્રી બોધે છે.

Story 3: Steadfast in Pain

કથા ૩: સમતુલ્ય પરિણામ

A God-fearing Lokman enjoyed a wonderful relationship with his employer who would feed him before he ate. Once Lokman almost finished an entire water melon, leaving nothing for his employer. Param Pujya Bhaishree tells us why and explains how we need to welcome our unhappy moments too.

ખુદાપરસ્ત લૂકમાન પ્રત્યે તેમના શેઠને અત્યંત સ્નેહ અને આદર હતો. તરબૂચની ચીરીઓ કરીને લુકમાનને પ્રેમપૂર્વક ખવડાવનાર શેઠના પ્રસંગ દ્વારા, પરમ પૂજ્ય ભાઈશ્રી સમત્વનો મર્મ સમજાવે છે.

Story 4: Calm surrender

કથા ૪: સમાધિસ્થ પ્રસન્નતા

It is possible to renounce the world but is it possible to renounce pain? Param Pujya Bhaishree narrates the legendary story of Khandak Muni who showed us how to stay centred in our worst moments.

ચામડી ઉખેડી નાખવા જેવી પરાકાષ્ઠાની અશાતાને, ઉલ્લાસિત આત્મિક મસ્તીથી વધાવનાર ખંધક મુનિના અદ્વિતીય પ્રશમભાવને પરમ પૂજ્ય ભાઈશ્રી નિરૂપે છે.

Story 5: Fearless in Death

કથા 5: નિરુપમ ઉપશાંતતા

Param Pujya Bhaishree narrates the exemplary story of King Kumarpal who remained unperturbed and centred even in the most trying circumstances when he fell prey to political intrigue and couldn't seem to find a way out to avoid imminent death.

વિષબાધાના ષડયંત્રની મરણાસન્ન વેદના વખતે રાજા કુમારપાળે ધારણ કરેલી અક્ષુબ્ધ સ્વસ્થતાના દ્રષ્ટાંતે, પરમ પૂજ્ય ભાઈશ્રી માધ્યસ્થતાને સમજાવે છે.

Story 6: A True Karmayogi

કથા ૬: નિર્મમ અનાસક્તિ

Dhandhan Muni, the son of Shri Krishna, was an ascetic who was renowned for his exceptional penance. Param Pujya Bhaishree explains how he could ascend to the acme of spiritual evolution by facing his karm with equanimity.

શ્રીકૃષ્ણના સુપુત્ર શ્રી ઢંઢણ મુનિએ સ્વયંની લબ્ધિથીજ મળેલી ભિક્ષા વહોરવાનો અભિગ્રહ ધારણ કર્યો હતો. છ-છ મહિનાના અનશન પછી પૂરા થયેલા ઉગ્ર અભિગ્રહમાં મળેલી ભિક્ષા તો પરલબ્ધિની છે એ જાણીને, શ્રી ઢંઢણ મુનિના ઉત્કૃષ્ઠ અણગારી પ્રતિક્રિયાના અલૌકિક પરીણામને પરમ પૂજ્ય ભાઈશ્રી સમજાવે છે.

Story 7: Steadfast in Knowledge

કથા ૭ઃ નિસ્પૃહ પ્રશમભાવ

Shrenik Raja's story is the classic lesson in sambhav. After suffering untold torture at the hands of his own son, he was informed that the son was on his way to meet him with an axe. Param Pujya Bhaishree tells us how a compassionate Shrenik Raja received the news.

દુ:સહ કર્મોના ઉદય વખતે પરદોષદ્રષ્ટિથી વ્યાવૃત થઈને, નિજદોષદર્શન દ્વારા આંતરિક પરિણામો તરફ સજાગ રહીને, રાજા શ્રેણિકે સાધેલા અલૌકિક શ્રેય પ્રત્યે પરમ પૂજ્ય ભાઈશ્રી પ્રેરિત કરે છે.

Story 8: More Powerful than Penance

કથા ૮: અસીમ સમત્વનો પ્રભાવ

Intro: The story of Kurghadu Muni turns the common belief in fasting as a means of penance and a tool for spiritual progress on its head. Param Pujya Bhaishree explains how he achieved liberation on the strength of his sambhav.

અનશન કરવાની અસમર્થતાના કારણે લાવેલી ગોચરીનો, સાથી મુનિઓ દ્વારા કરાયેલા ક્રૂર તિરસ્કાર દરમિયાન, સમતારસમાં લયલીન રહીને કુરગુડુ મુનિએ સાધેલી અલૌકિક સિદ્ધિ પ્રત્યે, પરમ પૂજ્ય ભાઈશ્રી આપણને પ્રોત્સાહિત કરે છે.

Story 9: The Path to Freedom

કથા ૯: શામ્યરસની સિદ્ધિ

Driven by a misplaced sense of revenge, Arjun Mali killed six persons every day. One day, he happened to get the opportunity to listen to Bhagwan Mahavir. Param Pujya Bhaishree tells us how he transformed into Arjun Muni and faced his retribution to find liberation.

અર્જુન માળીના પ્રતિશોધે છ-છ મહિના સુધી નગરમાં હાહાકાર મચાવ્યો. સુદર્શન શેઠના નિમિત્તે, પ્રત્યક્ષ પરમાત્મા શ્રી મહાવીર સ્વામીનો આશ્રય ગ્રહણ કરીને, સમભાવરૂપી ઉત્તમોત્તમ તપથી સાધેલા શ્રેયને પરમ પૂજ્ય ભાઈશ્રી નિરૂપે છે.

Story 10: Essence of Self Control

કથા ૧૦: આત્મસંયમ

Param Pujya Bhaishree reveals the mighty seed of taming our willful mind through this story of Philosopher Confucius.

તત્વચિંતક કોન્ફ્યુશિયસની કથાના માધ્યમથી પરમ પૂજ્ય ભાઈશ્રી મનોનિગ્રહનું સબળ બીજ જણાવે છે

Story 11: Boundless Bliss

કથા ૧૧: અપરિમિત આનંદ

In this story of Shri Ramkrishna Paramhans, Param Pujya Bhaishree unfolds the key to rising above this ephemeral body and residing within our inner peace.

આ ક્ષણભંગુર કાયાથી ઉપર ઊઠવાની અને ભીતરની નિરવ શાંતિમાં નિવાસ કરવાની અદ્વિતીય આત્મકળાને, પરમ પૂજ્ય ભાઈશ્રી, શ્રી રામકૃષ્ણ પરમહંસની કથાના માધ્યમથી પ્રકાશે છે.

કથા શૃંખલા "સમભાવ"નું સમાપન

પરમ પૂજ્ય ભાઈશ્રી પોતાની જ્ઞાન વાર્તાઓના ખજાનામાંથી એક પછી એક ઉત્તમ વાર્તાઓ દ્વારા આપણને પ્રેરિત અને પ્રોત્સાહિત કરી રહ્યાં છે. મૃદુ, પ્રેમાળ અને રમુજી ભર્યા સ્વરે, સદગુરુ ભાઇશ્રી વિષયોના જુદા જુદા પહેલુઓને સ્પષ્ટ સમજાવીને ઉત્તમ બોધ આપી રહ્યાં છે. આપણાં આધ્યાત્મિક વિકાસને અર્થે છેલ્લી થોડી વાર્તાઓ દ્વારા તેઓ સમભાવની સાધના પર આપણું લક્ષ કેન્દ્રિત કરાવવા માટે પ્રયત્નશીલ છે.

અત્યંત દુઃખ ભોગવવું પડ્યું તેમાં કર્મોએ શું ભૂમિકા ભજવી છે અને તે કર્મોને બાંધવામાં પોતે શું ભાગ ભજવ્યો છે એ અમુક કથાઓનાં ચરિત્રનાયકને બરાબર ખબર છે. હજુ જીવંત છે એવા ખંધક મુનીની ત્વચા ઉતારવામાં આવી ત્યારે તેમણે ધરી રાખેલો ઉત્તમ સમભાવ અન્યને સંસાર ત્યાગવાની પ્રેરણા આપે છે, છ મહિના સુધી જ્યારે તપનું પારણું નથી થતું ત્યારે શ્રીકૃષ્ણના સંતાન ધનધન મુનિને પોતે કેવું કર્મ બાંધ્યું હશે એવો વિચાર આવે છે. મહિનાઓ સુધી ઘોર દુષ્કૃત્યો આચર્યા બાદ અર્જુનમાળીએ પશ્ચાતાપની અગ્નિમાં પોતા પ્રત્યે જુગુપ્સા વૃત્તિ રાખી સંયમ ગ્રહણ કરી, તપમાં સ્થિર ઊભા રહી લોકોની ઘૃણા, સતામણી અને ત્રાસને સમભાવે સહન કર્યા. દરેક વાર્તાના મુખ્ય નાયકે પોતે બાંધેલા કર્મોનો સૂક્ષ્મ વિચાર કરી તેને નિર્જરવા માટે ઉચ્ચ કોટિના સમભાવની સાધના દ્વારા કેવળજ્ઞાન અને કેવળદર્શનને પ્રાપ્ત કર્યું.

ચાઇનીસ ખેડૂતનો સહજ શાંત સ્વીકારનો ભાવ, શત્રુઓમાં પણ ઈશ્વરને જોવાની સંત કબીરની સ્વઆત્મતુલ્ય સમદ્રષ્ટિ, સદગુરુ ખાતર લુકમણની સહન કરવાની આંતરિક ધર્મદ્રઢતા, ઝેર પ્રસરતા, અશાતાના ઉદય વચ્ચે કેળવાયેલો રાજા કુમારપાળનો અદ્ભુત સમાધિભાવ. આમ, કર્મકૃત અલગ અલગ સંજોગોમાં કેળવાયેલા વિવિધ ગુણોમાં સમભાવના અનોખા સુંદર રંગોનું દર્શન પ્રજ્ઞાવંત ભાઇશ્રી મુમુક્ષુઓને કરાવી રહ્યાં છે.

તેવી જ રીતે, કડગડું મુનિ પોતા થકી મોટા મુનિઓની મુશ્કેલીઓનું કારણ બને છે. પોતે તપ નથી કરી શકતા તેનું અત્યંત દુઃખ અનુભવે છે. મોટા તપસ્વી મુનિઓ તેથી તેમની અવહેલના કરી ઠપકો આપે છે છતાં તેઓ શાંત ચિત્તે તે સહન કરી પોતાને નિંદે છે. સમભાવની સાધના થકી તેઓ ત્વરાએ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. આ કથા થકી એમ પ્રમાણિત થાય છે કે કર્મોને નીર્જરવા માટે બાહ્ય તપ કરતા અનેક ઘણી શક્તિ સમભાવમાં રહી છે જેની સાધના આત્મા અહોરાત્ર કરી શકે છે.

પૂર્વકર્મોના ફળ સ્વરૂપે મળેલું તીવ્રતમ દુઃખનું વેદન કરતા રાજા શ્રેણિક આત્મધ્યાનમાં આરૂઢ થઈ સમભાવે તેને ભોગવી લે છે. દુઃખ આપનાર ખરેખર તો પૂર્વના કર્મોમાંથી મારા આત્માને મુક્ત થવા સહાયભૂત થાય છે એમ જાણી શ્રેણિક મહારાજા તેમને પરમ ઉપકારી ગણે છે. પુત્રને પિતૃ હત્યાથી બચાવવા પોતે પ્રાણની આહુતિ આપવા તૈયાર છે.

કન્ફ્યુશિયસે આંતરદ્રષ્ટિ પ્રદાન કરીને એક અદ્ભુત રહસ્ય સમજાવ્યું. કાન જ્યારે દ્વેષના શબ્દો સાંભળે છે ત્યારે મનને તેમાં ન જોડવું. ઈન્દ્રિયો જ્યારે વિષયોને ગ્રહણ કરે છે ત્યારે જો મન નિર્લેપ રહે તો કર્મકૃત ઉદયમાં આપણે શાંત રહી કર્મોને ખેરવી શકીએ છીએ.

સહનશક્તિની જેઓ પરાકાષ્ઠા છે એવાં, સ્વરૂપમાં નિમગ્ન રહેતા રમણ મહર્ષિએ પોતાનું મન ઈશ્વરના ચરણે ધરી દીધું અને તેથી ગળાના કેન્સરને કારણે જે અસંખ્ય જીવો તેમના ઝખમોમાંથી ખોરાક લઈ રહ્યા છે તેનો આનંદ તેઓ અનુભવે છે. આત્મામાં એકાકાર થયેલી તેમની એકાગ્રતાને દેહનું કોઈ ભાન નથી.

આવી બોધપ્રેરક વાર્તાઓના દૃષ્ટાંતોથી પરમ પૂજ્ય ભાઇશ્રી, મુમુક્ષુઓને સમભાવમાં સ્થિર રહેવાની દિવ્ય કળા શીખવી રહ્યાં છે. આ વાર્તાઓ આપણાં શુભ અશુભ કાર્યો અને ભાવોના પરિણામો પ્રત્યે આપણને જાગૃત કરે છે. કર્મોનું ફળ ભોગવતા કઈ યુક્તિ આપણને પ્રશાંત ભાવમાં પ્રતિષ્ઠિત રાખશે તેનું જ્ઞાન કરાવે છે. કરુણાનિધાન ભાઇશ્રીનો કથાનુયોગ સ્વરૂપે પ્રાપ્ત થતો બોધ જ એમની દિવ્ય કૃપા છે જે અનરાધાર આપણી ઉપર વરસી રહી છે. તેમાં પલળી આપણે સમભાવની શીતળતામાં ચિરકાળ નિવાસ કરવા સમર્થ બનીએ એ જ આપણો લક્ષ અને પુરુષાર્થ છે. ૐ શાંતિ

Conclusion of the Story Series: Equanimity

We have again been inspired and enthused by our beloved Bhaishree whose treasury of stories serves to instil wisdom in us. His gentle, loving, humorous and yet crystal clear messages serve to draw out each and every facet of the subject. In the most recent series on equanimity, the master story-teller cast light on this essential virtue for our spiritual progress.

The Chinese farmer’s glad acceptance, Saint Kabir’s perception of God in all, even his accusers, the servant lukman’s steadfastness in pain borne of love for his master, King Kumarpal’s great peace as he endured his own painful death by poisoning, each demonstrate a different virtue, each a dimension of equanimity.

In a number of the stories, the hero understood the role of karma, and his own role in the binding of karma, which had led to the ordeal faced. Khandakh muni was skinned alive and his great equanimity inspired others to renounce the world. Dhandhan muni, Lord Krishna’s son, contemplated on how strong the karma he bound must have been, that it prevented him from breaking his fast for six months. Arjun Mali, repenting for his six months of sinful murderous behaviour, renounced the world and stood firm in his penance as he was beaten and tortured. He endured all with equanimity and strived in the midst of his ordeals. Each hero contemplated his karma and each attained Omniscience, Total Equanimous Detachment.

Similarly, Kadgadu Muni’s contemplation on the difficulties he was causing his fellow monks, senior to him, by not being able to fast, equanimous even as they insulted and rebuked him, led him to accelerate his own journey, also attaining Keval Gnan, demonstrating the power of equanimity over mere outward penance.

King Shrenik’s self-realisation enabled him to endure torture, realising the fruits of his own karma, to see the torturer as his benefactor, and to even end his own life to prevent his son from committing patricide. Confucius revealed the secret to observing restraint (Sanyam): to let each sense organ work on its own subject alone. By this he meant to not engage the mind. If the ear hears an insult and the mind engages, then anger arises, leading to a departure from restraint. Ramakrishna Paramhansa had described how he could not cast out his throat cancer with the power of his mind. He had surrendered his mind at the feet of God, and it could not be brought back to attend to the lowly body. Indeed, the Paramhansa described how he felt great joy seeing various living beings taking nourishment from his tumour. This was enabled by his greatly elevated spiritual perspective, merely witnessing the body and its pain.

By means of these profound stories, Param Pujya Bhaishree has equipped us all with insights and examples to inspire equanimity. The stories have reminded us of the role of karma, and of various perspectives and thought processes to ensure we remain steadfast, firm, calm - in short, equanimous - as we face any difficulties and even in pleasure. How wonderful a blessing for us to empower our journey towards our goal of self-realisation!

Poetic Verses - Equanimity

Param Pujya Bhaishree, the enlightened storyteller, narrates with compassion,
Explaining Truth, imparting wisdom and guidance in a deep, humorous fashion.

Each series of stories advances us on our journey towards tranquillity.
Having turned us away from body to self, He now inspires equanimity.

The Chinese farmer faced ups and downs with glad acceptance.
Saint Kabir saw God in all, even trusting an enemy to speak in his defence.

The servant Lukman calmly and lovingly endured a bitter, painful watermelon.
King Kumarpal calmly and peacefully faced his own painful death from poison.

Pain and pleasure are the fruition of karma, bound by our own past deeds.
Such contemplation hastens the journey to moksha and forgives others’ misdeeds.

Khandhak muni’s equanimity, while skinned alive, was an inspiration for others’ renunciation.
Dhandhan muni’s thoughts on obstructive karma led to the acceleration of his liberation.

Arjun Mali endured vengeance with equanimity. In the midst of ordeals, he continued to strive.
All three broke the cycle of karma with equanimity, keeping their penance and practice alive.

Kadgadu Muni could not fast. His equanimity when insulted was greater than outward penance.
Confucius taught that restraint is when the mind is not engaged in the work of any sense.

Shrenik Raja’s self-realisation enabled the endurance of torture with gratitude and calm.
As karma was shed, he even took his own life to save his son from any harm.

Ramkrishna Paramhans’ mind, surrendered to god, would not be drawn back for the body’s sake.
He found joy in living beings being nourished by his painful tumour, so elevated was his state.

Inspiring different perspectives and contemplation, and with insight on the law of Karma,
Beloved Bhaishree cast light on equanimity, to be cultivated, as essential for the Dharma.


Theme 5:

રૌદ્ર ધ્યાન

Raudra Dhyan - Fearsome Concentration

રૌદ્ર ધ્યાન

સર્વે મુમુક્ષુઓને મોક્ષમાર્ગમાં ધરી રાખનાર જો કોઈ એક મોટું પરિબળ હોય તો તે છે પરમ પૂજ્ય ભાઈશ્રીની પ્રેમસભર કાળજી.

કથાનુયોગ દ્વારા તેઓ તાત્વિક રહસ્યોને રસપ્રદ બનાવી આપણી સન્મુખ ઉદ્ઘાટિત કરે છે. આ કથાઓને ધ્યાનપૂર્વક સાંભળીને, તેના બોધને જે મુમુક્ષુ વાગોળે છે તે ઉત્તમ પુરુષાર્થ સાધી આત્મ વિકાસના પંથે આગળ વધતો જ રહે છે. દરેક કથાની અંદર મોક્ષ તરફનું પ્રયાણ છે. અજ્ઞાની મનુષ્યનું મન કેવું અશાંત, અસ્થિર અને ડહોળાયેલું રહે છે, જ્યારે જ્ઞાનીનું મન કેવું નિર્મળ, સુલીન અને સ્થિર રહી શકે છે તેની વાત સ્થિતપ્રજ્ઞ ભાઈશ્રીએ કરી. શરીર પ્રત્યેનો મોહ અને મારાપણાનો ભાવ કેટલો ઘાતક, દુઃખદાયી અને ભવભ્રમણમાં રઝળપાટ કરાવનાર છે તે સમજાવીને સમભાવની શક્તિનો પરિચય પણ તેમણે કરાવ્યો. વિશ્વવત્સલ ભાઇશ્રીનાં જ્ઞાનમય નેત્રોમાંથી પ્રગટ થતી સ્વરૂપ દશા તેમજ પ્રેમકરુણાને આપણે જોતાં જ રહીએ એવો સહજ ભાવ આ કથાનુયોગ દ્વારા જાગે છે.

હવે પછીની કથાઓમાં પરમ પૂજ્ય ભાઇશ્રી રૌદ્ર ધ્યાનના સ્વરૂપને સમજાવશે. પૂર્ણ એકાગ્રતાથી તે રૌદ્ર ધ્યાનના સ્વરૂપને સમજી તેનાથી મુક્ત થવાનાં પુરુષાર્થમાં આપણે જોડાઈશું.

સતત આર્તધ્યાનને કારણે હિંસા વગેરે પાપ સ્થાનકોમાં આત્માના ઉપયોગનું પ્રબળ જોડાણ તે રૌદ્ર ધ્યાન. જ્યારે આપણું મન દ્વેષ, તિરસ્કાર, ઘૃણા અને હિંસાયુક્ત વિચારો કરે છે ત્યારે આપણે ક્રોધથી ધમધમીએ છીએ. આવાં વિચારોનું નિમિત્ત મળતાં આપણો આત્મા રૌદ્ર પરિણામી બની નરકના દુઃખોને આવકારે છે. હવે પછીની કથાઓ તે રૌદ્ર ધ્યાનને સમજાવી પ્રેમ, ક્ષમા, સહનશીલતા જેવા ઉત્તમ ગુણોને કેળવવાની પ્રેરણા આપે છે.

Raudra Dhyan - Fearsome Concentration

Parma Pujya Bhaishree’s love attracts our attention. His loving narration of instructive and enlightening stories draws our attention. He has shown us the nature of the mind, the danger of delusion and infatuation with the body and he has shown us the powerful facets of equanimity. His love and wisdom have drawn our attention, our concentration.

And it is to this attention that we now turn in this next set of stories. When our concentration attends to cruel, wrathful, fearsome thoughts, this is known as Raudra dhyan. Bhaishree wants us to protect us from this, to prevent our descent into sinful thoughts, words and deeds, and to save us from the hellish incarnations to which such concentration can lead. Having already shown us the power of equanimity, He shows us examples of Raudra dhyan.

કથા ૧: ક્રોધાગ્નિની કરુણાંતિકા

મકાનમાલિકની પત્નીના ગુમાની સ્વભાવની અને ભાડુઆતની પત્નીની તામસી પ્રકૃતિ વિશેની કથાના માધ્યમથી પરમ પૂજ્ય ભાઈશ્રી રૌદ્રધ્યાનના વિઘાતક પરિણામથી ચેતવે છે.

Story 1: Anger Consumes Everything

In a true story of how anger destroys lives, a woman living in Ahmedabad had placed her pot at the water tap when her landlord’s wife arrived and pushed her pot away. The woman was furious and reacted in the extreme. Param Pujya Bhaishree explains how we too have been scorched by the fire of anger not innumerable times but infinite times.

કથા ૨ઃ ઝનૂની ક્રુરતા

ચેંગીસખાનના પાશવી જુલમના પ્રસંગથી પરમ પૂજ્ય ભાઈશ્રી અમાનુષતાની પરાકાષ્ઠાને વર્ણવે છે.

Story 2: Violence as Victory

Intro: Infamous for his fetish for cruelty, Chenghiz Khan resorted to unbelievable acts of violence to celebrate his victory. Param Pujya Bhaishree explains how violence is an extreme form of roudra dhyan.

કથા ૩ઃ પ્રતિશોધનો અગ્નિ

ગામના મુખી ગુલાબસિંહ બાપુની ઈચ્છાના ભયંકર પરિણામની તથા ગુલાબસિંહ બાપુની કપટી વેરવૃત્તિની કથાના માધ્યમથી પરમ પૂજ્ય ભાઈશ્રી રૌદ્રધ્યાનના માયિક સ્વરૂપની ભયાનકતાને સમજાવે છે.

Story 3: A Sordid Revenge

When a village chieftain, Gulabsinh Bapu, invites a theatre group to perform and finds his son killed in the process of an act, he is internally livid. Param Pujya Bhaishree narrates the destructive power of revenge.

કથા ૪: નિર્દયી ધુર્તતા

અધ્યાત્મવિદ્યાના જાણકાર એવા નિષ્પાપ પંડિતો પ્રત્યે બ્રિટિશ શાસકોએ આચરેલી અધમ દગાખોરીની કથાના માધ્યમથી પરમ પૂજ્ય ભાઈશ્રી વિશ્વાસઘાતરૂપી રૌદ્રધ્યાન પ્રત્યે સાવચેત કરે છે.

Story 4: Extreme Cruelty

Fearing that Indians will learn of their darkest secrets from a group of clairvoyant scholars, the head of a British army unit came up with a cold-blooded proposal to get rid of them. Param Pujya Bhaishree recounts an incident of extreme cruelty dating back to World War 2.

કથા ૫: પરિણતીની તારતમ્યતા

સ્વભાવની તારતમ્યતાના દ્રષ્ટાંત દ્વારા, રૌદ્રધ્યાન તથા તેના ઉપરાંતની ભિન્ન ભિન્ન પ્રકારની પ્રકૃતિઓને વર્ણવીને, પરમ પૂજ્ય ભાઈશ્રી આપણને ઉતરોત્તર, શુક્લ પરિણતી પ્રત્યે જવા માટે પ્રેરણા કરે છે.

Story 5: Six Types of Beings

Param Pujya Bhaishree explains the six types of beings based on their proclivities and refinement of spirit. He says one needs to migrate to the sixth level of being which is completely devoid of all manifestations of roudra dhyan.

કથા ૬: આરાધક બન્યો વિરાધક

અગ્નિશર્મા ક્ષમાભાવ ની ઉપાસનાનો પુરુષાર્થી તાપસ હતો. એની સહનશીલતાની હદબહારની પરિસ્થિતિ વખતે, એને ઉદિત થયેલા ક્રોધાવેશના પરિણામની કથાને પરમ પૂજ્ય ભાઈશ્રી વર્ણવે છે.

Story 6: Karmic Twists

The relationship between Gunsen and Agni Sharma goes through several karmic twists. Param Pujya Bhaishree explains the destructive power of anger and the sublime value of equanimity.

કથા ૭: પાવનકારી પશ્ચાતાપ

બ્રાહ્મણના દીકરો હોવા છતાં રૌદ્રધ્યાની દ્રઢપ્રહારી ચોમેર કાળો કેર વર્તાવા લાગ્યો હતો. પણ, ભીતરની ચેતના જાગૃત થતા જ, તીવ્ર પ્રાયશ્ચિત દ્વારા, દ્રઢપ્રહારીએ આદરેલા અંતરશત્રુઓના સંગ્રામની તથા તેના અલૌકિક ફળની પ્રેરક કથાને પરમ પૂજ્ય ભાઈશ્રી નિરૂપે છે.

Story 7: From Sinner to Saint

An act of extreme violence executed in a moment of anger drives a remorseful dacoit into spirituality. Through this example, Param Pujya Bhaishree explains the outcomes of different states of the mind.

કથા ૮: કુનેહશીલ જીવદયા

હુમાયુની નિર્દયી મતિના અમાનુષી પરિણામોની તથા ધર્મભીરૂ ભેરુશાહની વિચક્ષણ બુદ્ધિની પ્રેરક કથાને પરમ પૂજ્ય ભાઈશ્રી વર્ણવે છે.

Story 8: Rerouting Anger

Bheru Shah, a humane minister in Humayun's cabinet freed lakhs of captive residents without the king's consent. Param Pujya Bhaishree narrates how he cleverly deflected the king's anger.

કથા ૯: સમભાવ - સાચી બહાદુરી

સંજોગોને આધીન બનીને, શ્રીકૃષ્ણના સાથીદારોની આક્રમક પ્રતિક્રિયા વિશેની તથા તેનાથી તદ્દન વિપરીત, શ્રીકૃષ્ણના નિરાકુળ પ્રશમભાવ વિશેની કથાના માધ્યમથી, પરમ પૂજ્ય ભાઈશ્રી સમભાવના સામર્થ્યનો બોધ કરે છે.

Story 9: Fighting with Calm

Bhagwan Krishna and his companions were confronted by a demon in a dense forest. Param Pujya Bhaishree explains how anger causes our defeat and empowers the enemy and how true courage lies in staying calm.

કથા ૧૦: તામસિક વેરવૃતિ

કંપારી ઉપજાવે એવી આ કથામાં, પત્નીના મૃત્યુ પછી મનોજભાઈને ઉદ્ભવતા ક્રૂર ક્રોધાવેશના પરિણામોના નિરૂપણ દ્વારા, પરમ પૂજ્ય ભાઈશ્રી રૌદ્ર મનોભાવોથી અતિશય ચેતતા રહેવાનો બોધ આપે છે.

Story 10: Delirious Rage

A man's wife was bitten by a snake. What followed was a demonstration of uncontrolled rage. Param Pujya Bhaishree tells us how a person consumed by anger can behave abnormally.

Conclusion of the Story Series - “Fearsome Concentration”

The most powerful measure of a person’s spirituality is how he manages his anger. A spiritual person does not get angry. He not only understands the futility and counter-productive nature of the emotion but triumphs over it.

In his meticulous guidance, Param Pujya Bhaishree takes us through the paces towards an evolved state of mind that primarily includes overcoming the four vices of krodh (anger), maan (ego), maya (attachment) and lobh (greed).

In spiritual language, anger is referred to as Roudra dhyan, the first in the four types of engagement of the mind - the other three being Aarta dhyan, Dharma dhyan and Shukla dhyan. As a dominant part of our basal nature, anger makes us commit untold harm to ourselves and others. Bhaishree demonstrated this effectively in all the stories presented in this series.

Roudra dhyan could provoke an agitated man to actually eat a poisonous snake raw after his wife died of snake bite. It could drive a woman into taking her life over a mere argument for access to a water tap. History has recorded examples of Chenghiz Khan’s cruelty and the cold-blooded violence of the British, both of which are manifestations of Roudra dhyan.

Our lives too throw up situations when we find it hard to control our anger. During such moments, it would be worthwhile to recall these stories and to remember the face of our Sadguru. Bhaishree’s entire being radiates positivity, love and peace. It demonstrates in an extremely instructive and inspiring way how it is possible to conquer our lower instincts.

Bhaishree teaches us that, like a boomerang, Roudra dhyan channels our own negativity to destroy us. He shows us that it is possible to not only overcome Roudra dhyan but to eliminate it from our very being. For us seekers, the simplest way of achieving this is by following Bhaishree’s instructions. And by watching him.

કથા શૃંખલા "રૌદ્ રધ્યાન"નું સમાપન

વ્યક્તિની આધ્યાત્મિકતાનું સૌથી શક્તિશાળી માપ એ છે કે તે ગુસ્સાને કેટલી હદે નિયંત્રણમાં રાખી શકે છે. જે આધ્યાત્મિક છે તે મોટે ભાગે ગુસ્સે થતાં નથી.

વિચક્ષણ સાધક ક્રોધની નિરર્થકતા તેમજ તેની પ્રતિ-ઉત્પાદક પ્રકૃતિને જ માત્ર સમજતો નથી પરંતુ તે ક્રોધ પર વિજય પણ મેળવે છે.

ઝીણવટભર્યું માર્ગદર્શન આપી, પરમ પૂજ્ય ભાઈશ્રી મુમુક્ષુઓને એક પ્રૌઢ અને વિકસિત મનોસ્થિતિનાં દર્શન કરાવે છે. તેઓ એક એવાં મનની ઓળખાણ કરાવે છે જે વૈરાગ્યના રંગે રંગાયેલું છે. એવું મન કે જે પવિત્ર, સ્થિર અને શાંત છે. એવું મન જે વિચારી શકે છે અને સમજણપૂર્વક ક્રોધ (આક્રોશ), માન (અહંકાર), માયા (આસક્તિ) અને લોભ (તૃષ્ણા) આ ચાર કષાયો ઉપર કાબૂ મેળવવામાં સફળ થાય છે.

આધ્યાત્મિક ભાષામાં ક્રોધને રૌદ્રધ્યાન કહેવામાં આવે છે. અનિષ્ટના સંયોગ અને ઇષ્ટના વિગોગમાં થતાં દુઃખને આર્તધ્યાન કહેવાય છે. અજ્ઞાની મનુષ્યોના જીવનમાં આ બન્ને ધ્યાનની ધારા ચાલું રહે છે. આધ્યાત્મિક સાધક પોતાના શુદ્ધ સ્વભાવમાં સ્થિર થવાનો જે પ્રયાસ કરે છે તે ધર્મધ્યાન છે અને સમસ્ત કર્મોથી જે મુક્ત કરાવે તે છે ચોથું શુક્લધ્યાન.

ક્રોધ એ આપણો સ્વભાવ નથી પણ મોહ અને અજ્ઞાનમાંથી પ્રગટ થતી વિકૃતિ છે. ક્રોધ પોતાને તેમજ અન્યને કેટલું અધિક નુકસાન કરાવે છે તે આ કથાઓની શ્રેણીના માધ્યમથી પ. પૂ. ભાઈશ્રીએ અસરકારક રીતે સમજાવ્યું છે.

સર્પ દંશથી મૃત્યુ પામેલી પત્નીને જોઈ પતિને એટલો અધિક ક્રોધ આવે છે કે તે વૈર વાળવા ઝેરીલા સાપને કાચો ખાવા તત્પર બને છે. પાણી ભરવા ગયેલી સ્ત્રીઓની વચ્ચે ઝઘડો થતાં તેમાંની એક સ્ત્રી જે અધિક અપમાનિત થઈ છે તે દુઃખ અને ક્રોધના આવેશમાં આવી જઈ અગ્નિસ્નાન કરીને પોતાના જ પ્રાણ હરી લે છે. ઇતિહાસ સાક્ષી છે ચેંગિઝ ખાનની ક્રૂરતા અને બ્રિટિશ રાજ્યના કઠોર ઘાતકીપણાની. રૌદ્રધ્યાનના આ વિવિધ સ્વરૂપો છે.

ક્રોધની અગ્નિમાં આપણે ભાન ભૂલી જઈએ અને ના કરવાનું કરી નાંખીએ તે પહેલા આ કથાઓને તેમજ પરમ પૂજ્ય ભાઇશ્રીના ચહેરા પરના દિવ્ય પ્રેમ, કરુણા તથા ક્ષમાભાવને યાદ કરીએ. તેઓ શાંતિ અને સમતાના પર્યાય છે. પરમ પૂજ્ય ભાઇશ્રીને જ્યારે આપણે અહોભાવથી નિહાળીએ છીએ ત્યારે આપણામાં રહેલી તે નીચલી અને હલકી વૃત્તિ ઉપર આપણે વિજય મેળવવા શક્તિસંપન્ન બનીએ છીએ.

વિચક્ષણ એવાં ભાઇશ્રી સમજાવે છે કે અન્ય પર કરાયેલો ક્રોધ પાછો આપણી ઉપર જ પ્રહાર કરી આપણી બરબાદીનું કારણ બને છે. તે રૌદ્રધ્યાનમાંથી ઉત્પન્ન થતી ક્રોધની તમામ પ્રકૃતિઓને આપણે જો ધારીએ તો મૂળથી છેદી શકીએ એમ છીએ. તેનો સરળ ઉપાય એ જ છે કે ભાઇશ્રીની આજ્ઞાઓ લક્ષપૂર્વક પાળીએ અને તેમના એ શીતળ પ્રેમસ્વરૂપને સદૈવ પૂજતાં રહીએ.


Theme 6:

કર્મ ની ગતિ

Might of Karma

કથા શૃંખલા ૬: કર્મ ની ગતિ

આપણે જેવું વાવશું તેવું જ લણશું. અનાદિ અનંત કાળથી કર્મ સત્તાનું સામ્રાજ્ય આ લોકમાં પ્રવર્તે છે. અનંતા અનંત જીવાત્માઓ અશુભ (પાપ) શુભ (પુણ્ય) અને શુદ્ધ (નિર્જરા) ભાવ વડે પોતાનું ભાવિ ઘડે છે. કર્મ સત્તાનું વિજ્ઞાન શ્રી તીર્થંકર ભગવાને પોતાના આગમોમાં સ્પષ્ટ રીતે નિરૂપિત કર્યું છે. કર્મોથી, જન્મ મરણના ચક્રવ્યુહથી, અનંતકાળના દુઃખથી છૂટવાનો મહામાર્ગ જૈન દર્શનમાં સુવ્યવસ્થિત દર્શાવાયો છે.

જ્યાં કેવળ શોક અને દુઃખ પ્રવર્તી રહ્યું છે એવા ભૌતિક જગતનું સ્વરૂપ તેમજ ચૈતન્ય ભગવાન આત્માનું સચ્ચિદાનંદ સ્વરૂપ આ બન્નેને જાણ્યા બાદ હવે એવી કથાઓની શરૂઆત કરીએ છીએ જેમાં કર્મસત્તાના વૈશ્વિક, બ્રહ્માંડીય પ્રભાવને, તેના સાર્વત્રિક બળને ઉંડાણથી સમજવાનો આપણે પ્રયત્ન કરીશું.

આંતરદ્રષ્ટા પરમ પૂજ્ય ભાઈશ્રી, સરળ શૈલીમાં કર્મસત્તાના વિવિધ પાસાઓને યથાર્થ રીતે સમજાવે છે. કર્મના ફળથી કોઈ છટકી શક્યું નથી, દરેકે પોતાના કર્મો અવશ્ય ભોગવવા જ પડે છે એ સત્ય આ કથાઓ દ્વારા પ્રગટ થાય છે. અજ્ઞાની જીવો ઉદયમાં આવેલું કર્મ ભોગવતા નવું કર્મ બાંધે છે કારણ કે ન તેઓ પાસે જ્ઞાનીની દ્રષ્ટિ છે, ન તો સમભાવની સાધના છે.

સદગુરુની નિશ્રામાં રહી, યથાર્થ બોધને પામીને એક સાચો શિષ્ય આત્મજાગૃતિ કેળવીને કર્મોથી મુક્ત થવાના પુરુષાર્થમાં જોડાય છે. મનશુદ્ધિ, વૃતિસંક્ષેપ, નિષ્કષાય પરિણામ,જીતેન્દ્રિયપણું તથા સંયમ પૂર્વકના આચરણથી જીવ નવા કર્મોને રોકી શકે છે. આમ, નવા કર્મોને પ્રવેશવાના દ્વારોને બંધ રાખવા તેનું નામ સંવર. તપ અને ત્યાગ દ્વારા તેમજ ફળની અપેક્ષા વગર, અકર્તૃત્વ બુદ્ધિએ, પોતાના ઉદયને સમભાવે ભોગવી લેવા તે નિર્જરા ભાવના.

આ વાર્તાઓ દ્વારા, આપણે સભાન અને સાવધાન થઈએ, ભૌતિક પ્રવૃત્તિ મધ્યે આપણે ધીરજ, શાંતિ અને આત્મજાગૃતિના ગુણોને ધરી રાખીને કર્મોનો ભાર ઓછો કરીએ એવું કલ્યાણમૂર્તિ ભાઇશ્રી ઈચ્છે છે.

કર્મથી અધિક કોઈ શક્તિ હોય તો તે છે સદગુરુ કૃપા. પ્રમાદ અને સ્વછંદને ત્યાગી, યોગ્ય પુરુષાર્થ વડે આપણે તે કૃપાના દ્વારને ખોલી શકીએ છીએ. કરુણાસાગર ભાઇશ્રીની દિવ્ય કૃપા જો નિરંતર આપણી ઉપર વરસતી રહેશે તો કર્મોની માયાજાળમાંથી મુક્ત થઈને આપણે અક્ષય સુખને પ્રાપ્ત કરીશું. ૐ શાંતિ.

 

Theme 6: Might of Karma

You reap what you sow. Karma is the foundation of the Jain philosophy and governs all Jain precepts for ideal living. After developing a clear understanding of the nature of the material world and that of the self, we begin a new series of short stories by Param Pujya Bhaishree called ‘Karma ni gati’ of the 'Force of Karma' which seeks to impart a deeper understanding of this universal force. In his simple and insightful manner, Bhaishree explains the multiple facets of karma. Each story reveals the inevitability, inescapability and the compelling nature of karma.

Karma can be good and bad. Good karma eventually begets more karma for most of us because we do not have the vision or knowledge of a gnani (a self-realised soul). For us, karma can only be annihilated by conscious effort. We could cleanse our minds of various vices and emotions to avoid accumulating new karma - samvar - and accept manifested karma without emotional involvement – nirjara. Through these stories, Bhaishree helps us develop that wakeful awareness for both possibilities to reduce our karmic load.

There is only one force greater than karma and that is grace. We can channel the grace of a superior power such as our Sadguru Bhaishree by following his agnas and guidance to find relief and release from the all-enveloping tentacles of karma.

કથા ૧: વાવે તેવું લણે

પૂર્વભવનું જ્ઞાન ધરાવનાર કૂતરાની તથા તેને પથરો મારનાર બ્રાહ્મણની કથાના માધ્યમે, પરમ પૂજ્ય ભાઈશ્રી કર્મના સૂક્ષ્મ સ્વરૂપને સમજાવે છે.

Story 1: Hidden Punishment

A man hits a dog. When the injured dog is asked to name his punishment for the man, he expressed his desire that the man be appointed as the priest of a big temple. Param Pujya Bhaishree explains how karmic justice lay behind this quaint idea of retribution.

કથા ૨: કર્મની વિષમ દશાદશા

ભાવોની તારત્મ્યતા અનુસાર જ થતા કર્મ બંધનના તથ્યને, પરમ પૂજ્ય ભાઈશ્રી રાણી કુંતલાદેવીના દ્રષ્ટાંતે સમજાવે છે.

Story 2: Dogged by Envy

Queen Kuntala Devi was devout and trained many other queens in devotional rites. In some time, the other queens stole a march over her. Param Pujya Bhaishree narrates the fate of Queen Kuntala, who became a karmic victim of the negative emotion of envy.

કથા ૩: ઈર્ષાનો હુતાશન

પોતાના જ શિષ્ય પ્રત્યે અદેખાઈ સેવનાર, આચાર્યશ્રી નયશીલસુરિશ્વરજીની કથાના માધ્યમથી, પરમ પૂજ્ય ભાઈશ્રી, કર્મક્ષયને જ લક્ષમાં રાખવાના મહત્વને સમજાવે છે.

Story 3: The Green Poison

Jain Acharya Naysheelsuriji m.s. was envious of his disciples who demonstrated great proficiency in their knowledge of Jain philosophy. Param Pujya Bhaishree explains the quirk of karma that saw him being reborn as a snake.

કથા ૪: છળકપટનો પરિપાક

માયાશલ્યસહિત કરેલી આલોયણાની અંત:ચેતનામાં થતી સૂક્ષ્મ નોંધના પરિણામે, સર્વવિરતિ જીવોને પણ ભોગવવા પડતા કર્મફળને, પરમ પૂજ્ય ભાઈશ્રી, લક્ષ્મણા સાધ્વીજીની કથાના માધ્યમથી સમજાવે છે.

Story 4: Inadequate Penance

A momentary thought of lust drove Laxmana sadhviji into deep regret and a lifetime of intense penance. Yet, she could not be free of her karma. Param Pujya Bhaishree explains why.

કથા ૫: વેરવૃતિનો આવેશ

કિર્તીધર મુનિ તથા સુકોશલ મુનિ પ્રત્યે મહારાણી સહદેવીની પ્રતિશોધની વૃતિના માધ્યમથી, પરમ પૂજ્ય ભાઈશ્રી જગતના જીવોની કર્માધીનપણાને સમજાવે છે.

Story 5: The Passion of Revenge

In this story about Kirtidhar Muni and Sukoshal Muni, Param Pujya Bhaishree explains the karmic destiny that visits them through a revengeful act of Queen Sahdevi.

કથા ૬: જેવું કરે તેવું પામે

પૂર્વભવમાં કરેલા તીવ્ર અનાચારી વર્તનના આકરા કર્મબંધનથી લેપાયેલા મૃગાપુત્રની આ કથાના માધ્યમથી, પરમ પૂજ્ય ભાઈશ્રી કર્મની અપરિહાર્યતાને સમજાવે છે.

Story 6: Unforgiving Karma

Bhagwan Mahavir tells Gautam Swami about Queen Mrugavati's deformed son. Param Pujya Bhaishree explains the reasons for the son's pitiable condition and his future suffering.

કથા ૭: મદોન્મત્તતા

સત્તાના કેફમાં મહાલતા નેપોલિયન, મહારાણા પ્રતાપ, શાહ આલમ જેવા મહારથીઓએ, અંતિમકાળે ભોગવેલી કરુણ દૂર્દશાના કારણોને પરમ પૂજ્ય ભાઈશ્રી નિરૂપે છે.

Story 7: Powerless before Karma

Through the examples of powerful historical people like Napoleon Bonaparte, Maharaja Rana Pratap and others, Param Pujya Bhaishree explains how karma spares no one and how bad times can reduce apparently invincible leaders to pitiable penury.

કથા ૮: કર્મસત્તાનું એકહથ્થુ સામ્રાજ્ય

આત્મિક એશ્વર્યાનીજ વાંછા સેવનાર સુરપ્રભમુનિશ્રી તથા ભૌતિક સુખમાંજ રક્ત રહેનાર શશિપ્રભની કથાના માધ્યમથી, પરમ પૂજ્ય ભાઈશ્રી નિરાસક્તિ અને આસક્તિના ફળને સમજાવે છે.

Story 8: The Karmic Bind

Two brothers - King Shashiprabh and Muni Surprabh - receive the fruits of their karma in their afterlife. Param Pujya Bhaishree explains how karma has no mercy and how our inability to appreciate the karmic process can be extremely costly.

કથા ૯: શ્રેયકારી ઉર્ધ્વગમન

જીવનની અંતિમ ક્ષણો વખતની ધર્મમયી શુભવૃત્તિથી ઉચ્ચ ગતિને પામેલા જીવાત્માની કથાના માધ્યમથી, પરમ પૂજ્ય ભાઈશ્રી ધર્મના માહાત્મ્યને નિરૂપે છે.

Story 9: Fruits of Renunciation

A spiritual seer elevates the last moments of a young boy and changes his destiny. Param Pujya Bhaishree explains the value of being on the path and the karmic benefits of renunciation.

કથા ૧૦: સદ્દગતિનું બીજ

જીવનની અંતિમ પળોમાં, કુકડાએ ગ્રહણ કરેલા ધર્મના શરણના પ્રભાવને, પરમ પૂજ્ય ભાઈશ્રી સમજાવે આપે છે.

Story 10: Redeemed by a Moment

Babubhai recalls his previous birth as a healthy chicken. Param Pujya Bhaishree explains how his thoughts in his last moments led to his birth in human form.

કથા શૃંખલા “કર્મ ની ગતિ” નું સમાપન

દરેક જીવાત્માઓને પોતે કરેલા શુભ, અશુભ તેમજ શુદ્ધ પરિણામોનું ફળ, કર્મસત્તા દ્વારા મળે છે. સુખ-દુ:ખ, શાતા-અશાતા, જીવન-મૃત્યુ કે પછી મોક્ષનું અનંત અવ્યાબાધ શાશ્વત સુખ, બધું જ જીવાત્માઓની કરણી ઉપર નિર્ધારિત છે. કર્મ અનુસાર ગતિ તેમજ યોનિમાં જન્મ લઈ મળેલ દેહ દ્વારા કર્મોના ફળને તે ભોગવે છે. પરમ પૂજ્ય ભાઇશ્રીએ કહેલી છેલ્લી થોડી કથાઓનું આ મુખ્ય તાત્પર્ય છે.

દરેક વાર્તા દ્વારા એ સિદ્ધ થાય છે કે ભૂત, વર્તમાન તેમજ અનાગત ભવોમાં વિવિધ સ્વરૂપે કર્મો સતત આવીને આપણાં આત્માને ઘેરે છે. આ કર્મસત્તા, ક્યારેય કોઈને લેશમાત્ર પણ અન્યાય કરતી નથી. એક સમયે તમામ જીવોને વિવિધ પ્રકારના ફળ આપી શકવાની ક્ષમતા તે ધરાવે છે. ક્રૂર અને ઘાતકી ઉદયમાં અનહદ પીડાને કોઈ અનુભવે છે તો એ જ સમયે અન્ય આત્મા સંસારના ઉત્તમ સુખને ભોગવે છે. સત્તા, સંપતિ અને સમૃદ્ધિ હોવા છતાં રાણી મૃગાવતી લાચાર છે. પોતાનાં પુત્રને બેડોળ થતાં તે નથી અટકાવી શકી; વરિષ્ઠ એવા જૈન મુનિ નયશીલસૂરિજીને તેમની તમામ તપસ્યા, વિદ્વતા તેમજ ત્યાગ પુનર્જન્મમાં સાપ તરીકે ઉત્પન્ન થવામાં બચાવી શક્યા નહીં; રાજા શશિપ્રભ, પાપી જીવન માટે નરકમાં અનંત દુઃખ ભોગવી અત્યંત વ્યાકુળ થઈ ગયા જ્યારે તેમનો જ ભાઈ જૈન મુનિ સુરપ્રભ સ્વર્ગના સુખને ભોગવે છે.

બ્રહ્માંડની એવી કોઈ અન્ય શક્તિ નથી જે આપણે કરેલા કર્મોથી આપણને બચાવી શકે. દયાળુ ભાઈશ્રી કહે છે કે, કર્મ નિષ્પક્ષ છે. તેને કોઈનો ભય નથી ના તો કોઈ સાથે એવો સ્નેહ છે. તે ભેદભાવ કરતું નથી. કર્મસત્તા એ સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપેલી નિર્જીવ પુદગલ સત્તા છે, જેના માટે એમ કહેવાય છે કે તે એવી ન્યાયની દેવી છે જે અંધ અને અસંવેદનશીલ છે.

માટે યાદ રાખવું કે પરિણામનો વિચાર કર્યા વગર જો આપણે સંસારના સુખોમાં લુબ્ધ રહેશું તો જે પાપકર્મો બંધાશે તેમાંથી કોઈ મુક્ત નહિ કરાવી શકે. કથાઓ દ્વારા ભાઇશ્રી ચેતવીને સમજાવે છે કે આપણે અનાસક્ત રહી વિચારપૂર્વક વર્તવું. અહિંસાનો લક્ષ રાખીને સાદગીભર્યું સાત્વિક જીવન જીવવું.

એકાંત શોક અને કેવળ અશાતામય એવા સંસારમાં

કર્મતંત્રની સંપૂર્ણ વ્યવસ્થા આ કથાઓ દ્વારા આપણે જાણી. હવે કર્તવ્ય એ છે કે આપણે પૂર્ણ સભાન થઈએ, જાગૃત રહીએ અને જ્યાં શાશ્વત આનંદ રહ્યો છે એવા આત્માના સાક્ષાતકાર માટે આપણી તમામ શક્તિઓને ગોપવ્યા વગર પુરુષાર્થ કરીએ.

મોક્ષનો માર્ગ સદૈવ ખુલ્લો છે. પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીપુરુષોના પાદચિહ્નો તેમજ વિદ્યમાન પ્રત્યક્ષ સદગુરુની નિશ્રામાં તે માર્ગ પ્રકાશિત થઈ રહ્યો છે. પ્રજ્ઞાવંત એવા ભાઈશ્રીએ અનંત કૃપા કરીને તે માર્ગ પર ચાલવાનું જ્ઞાન તેમજ બળ આપ્યું છે. આપણે આ વાર્તાઓમાંથી શીખવા માંગતા હોઈએ અને ગાઢ કર્મના જુવાળમાંથી છૂટકારો મેળવવા માંગતા હોઈએ, તો આપણે ફક્ત તેનું પાલન કરવાની જરૂર છે

Conclusion of the Story Series - “Might of Karma”

Karma is the guiding force behind everything that we are and everything that happens to us – good and bad, our blessings and our misfortunes. That is the profound gist of the varied stories presented to us in the series by Param Pujya Bhaishree.

Each story convincingly narrated the multiple ways in which karma manifests in our lives and beyond. It is at once kind and brutal, benevolent and unforgiving. With all her wealth and power, a queen like Mrugavati could not help her son from being deformed; all his austerity, scholastic sagacity and renunciation could not save Jain acharya Naysheelsuriji from being reborn as a snake; King Shashiprabh writhed in hell for his sinful life while his brother, Jain muni Surprabh, dwelled in heaven.

No power in the universe can save us from our own doing. As Bhaishree says, karma operates without fear or favour; it does not discriminate. Like the proverbial deity for justice, it is blind and insentient. “If we keep coveting external happiness without a thought for the adverse karma we attract, we get no exemption from the fruits of our action,” he says. The only way out of karmic suffering is by not coveting the material world.

The only true happiness we should covet knowingly, consciously and wholeheartedly is that of the soul, the way to which is enlightenment. And the path to enlightenment is always but always lit by the footsteps of the master. Param Pujya Bhaishree has in His infinite kindness, graced us with the knowledge to walk the path. If we wish to learn from these stories and rid ourselves of the dense karmic yoke, all we need to do is follow.

 

Theme 7:

મૈત્રી

Friendship

ખરી મૈત્રી

'મૈત્રી’ એટલે બંધુત્વની ભાવના. કર્મ અને તેની ન ઉકેલી શકાય એવી જટિલ અને વિસ્મયજનક પરિસ્થિતિઓને જાણ્યા બાદ, અશુભ કર્મને ટાળવાના એક ઉત્તમ ઉપાય વિષે આપણે શીખીએ. તે છે વિશ્વ બંધુત્વની, પ્રેમ સભર મૈત્રીની ભાવના. દરેક સંબંધને કાળજીપૂર્વક સ્નેહથી જાળવવો તે.

"મૈત્રી" - આ વિષય ઉપર પરમ પૂજ્ય ભાઈશ્રીની ટૂંકી વાર્તાઓની નવી શ્રેણી આપણા વ્યવહારિક જીવનમાં આધ્યાત્મિક ભાવનાઓને ટકાવી રાખવામાં ખૂબ મદદરૂપ થશે. સરળ શબ્દોમાં કહીએ તો, 'મૈત્રી' એટલે પ્રેમ, કાળજી અને પરોપકારની સંવેદનાઓ સાથે એકબીજા પ્રત્યેના ઋણાનુબંધને હૃદયથી સાચવી લેવા તે. આવો સુમધુર વ્યવહાર આપણા આધ્યાત્મિક વ્યક્તિત્વનું વિસ્તરણ છે. આવી સકારાત્મક ભાવઊર્જા થકી આપણાં જીવન સાથે જોડાયેલી તમામ વ્યક્તિઓના વિકાસમાં આપણે શુભ નિમિત્ત બનીએ છીએ. ઉપરાંત, તેઓ અનિષ્ટ કાર્યોથી પોતાને દૂર રાખે અને સામૂહિક રીતે આખો સમાજ એકબીજાની હિંમત અને શક્તિ બની જાય, જરૂરિયાતના સમયે એક મિત્ર બીજાને ટેકો આપી તેને પડતો ધરી રાખે તેમજ જેને આશરો નથી તેને આશ્રય પ્રદાન કરે છે.

જૈન ધર્મમાં વૈશ્વિક ભાઈચારાની, તમામ જીવાત્માઓને આવરી લે એવી વિશાળ દ્રષ્ટિનું સિંચન કરવાનો બોધ પ્રાપ્ત થાય છે. આ બોધને ચરિતાર્થ કરી આપણે દરેકની આધ્યાત્મિક પ્રગતિ અને સુખ માટે અનુકૂળ વાતાવરણ બનાવીએ છીએ.

જૈન દર્શનમાં મૈત્રીની સાથોસાથ બીજી ત્રણ ઉત્તમ ભાવનાઓને અંતરમાં જીવંત રાખવાની વાત કરી છે:
પ્રમોદ: અન્યના ગુણો પ્રત્યે બહુમાન.
કરુણા: બીજાના દુઃખને પોતાનું ગણી મદદરૂપ થવું.
મધ્યસ્થતા: દરેકમાં પોતાના જેવો આત્મા છે એમ જોવું.
આધ્યાત્મિક ઉન્નતિ તેમજ કર્મોથી મુક્ત થવા માટેના આ પ્રબળ સાધન છે. માત્ર તમામ મનુષ્યો માટે જ નહીં પરંતુ તમામ જીવોના મિત્ર બનવું જોઈએ.

પહેલાની મોટાભાગની કથાઓ, આધ્યાત્મિક સિદ્ધાંતોને સમજાવીને, મુમુક્ષુઓને બહિરાત્મભાવમાંથી અંતરાત્મભાવમાં સ્થિર થવામાં સહાયભૂત થઈ છે.

‘મૈત્રી’નો ઉદ્દેશ્ય આપણને અસ્તિત્વના એક અલગ તળિયે લઈ જવાનો છે. જ્યાં આપણા બાહ્ય આચરણ તેમજ અંદરની પ્રેમસભર લાગણીઓનો સુમેળ સધાય છે, ત્યાં આપણો આત્મા છળ, કપટ, દ્વંદ્વ કે વિખવાદથી મુક્ત થાય છે. મન અને આત્માની એકરૂપતાની આ દિવ્ય અભિવ્યક્તિ દ્વારા આપણું જીવન પવિત્ર બનતું જાય છે.

True Friendship

‘Maitri’ is friendship. After negotiating the complex maze of karma and its mysterious ways, we learn about one of the ways to avoid bad karma – build genuine and caring relationships with one and all. The new series of short stories by Param Pujya Bhaishree on ‘Maitri’ guides us in creating and sustaining a spiritual dimension in our functional lives. In simple terms, ‘Maitri’ is about the bonds we forge with one another out of kindness, care and love. In spiritual terms, it is an extension of our spiritual personality. It is about giving everyone around us the love and room to grow, to steer them from evil and towards good, to lend a hand in bad times, to protect friends from a fall, to shelter those who need sheltering.

Jainism offers a wide scope for ‘Maitri’ as the feeling of universal brotherhood, where we create an enabling environment for each one’s spiritual progress and happiness. Maitri is cited as one of the four key bhavanas - the other ones being ‘pramod’ (appreciation), ‘karuna’ (compassion) and madhyasthta (equanimity) - for one’s evolution in this life and beyond. Bhagwan Mahavir says we must be a friend not just to all human beings but to all living beings.

In his body, mind and soul as well as in his thought, speech and action, Bhaishree embodies the vastness of the meaning of Maitri. He connects as much with evolved souls and accomplished people as with ordinary people. Even though miles superior, he also treats everyone equally, without judging our flaws.

Most of the preceding series help us understand spiritual concepts, take us inward and subsequently dwell there. ‘Maitri’ aims to take us to a different plane of existence where our outward and inward beings are in sync without any dichotomy, discord or deception. It is the manifestation of the uniformity of mind and soul.

કથા ૨: ક્ષમાશીલ મૈત્રી

પાડોશીના કટુ વર્તનમાં પણ, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના માતુશ્રીએ ધારણ કરેલી નિર્વેર મૈત્રીને પરમ પૂજ્ય ભાઈશ્રી અનુમોદે છે.

Story 2: No Room for Hate

Reformer Ishwarchandra Vidyasagarji's mother was a kind soul who cared for everybody. However, her neighbours envied her and harassed her. Param Pujya Bhaishree narrates this true story about the true spirit of friendship.

કથા ૩: પરિપક્વ મૈત્રી

શાળાની નિબંધ સ્પર્ધા વખતે, બાળક લાલા લજપતરાયએ પોતાના સહાધ્યાયી પ્રત્યે દાખવેલી વિશાળતા અને પ્રૌઢતાને પરમ પૂજ્ય ભાઈશ્રી નિરૂપે છે.

Story 3: Principled Friendship

Param Pujya Bhaishree narrates this interesting true story about Lala Lajpat Rai's childhood. Lalaji didn't want his school friend to lose out on the first rank because he was occupied in taking care of his ailing mother.

કથા ૪: અવિચલિત મૈત્રી

કાર અકસ્માતની આ સત્ય ઘટનામાં, સંસદસભ્ય શ્રી રામ મનોહર લોહિયાજીએ ધારણ કરેલી સૌમ્ય શાંતિના પડેલા પડઘાને, પરમ પૂજ્ય ભાઈશ્રી કહે છે.

Story 4: Ethics Above All

Socialist leader Ram Manohar Lohia once accidentally rammed his car into a truck. What followed was a lesson in winning friends with truth and love. Param Pujya Bhaishree narrates this educative story.

કથા ૫: વિશ્વવત્સલ મૈત્રી

પોતાના સદગુરુદેવની આજ્ઞાની અવજ્ઞા કરી હોવા છતાંય, શ્રી રામાનુજાચાર્યજી પર તેમના સદગુરુદેવની વરસેલી પ્રસન્નતાના રહસ્યને પરમ પૂજ્ય ભાઈશ્રી પ્રગટ કરે છે.

Story 5: Universal Love

In this interesting story, Param Pujya Bhaishree talks of the love for all mankind that philosopher Ramanuj demonstrated even though his desire to uplift humanity had a high personal cost.

કથા ૬: વૈશ્વિક બંધુત્વ

સુફી સંતોની હત્યાનો આદેશ આપનાર ખલીફા તથા મૌલવીઓ પ્રત્યે, તે સંતોનું પ્રેરક વલણ તથા તેના પ્રભાવને, પરમ પૂજ્ય ભાઈશ્રી વર્ણવે છે.

Story 6: Brotherhood for Life

Param Pujya Bhaishree narrates this story of a time when radical Islamists detested Sufism and condemned the followers of the sect to torture and death. The story tells us how the Sufi followers displayed extraordinary bonds with one another.

કથા ૭: કુનેહશીલ મૈત્રી

ધોળકા તથા દિલ્હી વચ્ચે યુદ્ધના પડઘમ વાગવાના હતા. આવા વખતે, પત્નીના વિકટ પડકારને ઝીલનાર વિચક્ષણ વસ્તુપાળની ચાણક્ય બુદ્ધિની આ રોચક કથાને, પરમ પૂજ્ય ભાઈશ્રી વર્ણવે છે.

Story 7: Winning Peace with Love

In the 13th century, Vastupal, the religious and canny minister of the King of present-day Dholka, was challenged by his wife to avert an impending war between his king and Sultan Mojuddin of Delhi. Param Pujya Bhaishree explains how the Sultan responded to his friendly overtures.

કથા ૮: નિર્વેર મૈત્રી

ગણરાજ્યના રાજવીએ વૈમનસ્યભાવથી કામ્પિલ્યપૂર ઉપર કરેલા હુમલા વખતે, ત્યાંના નગરજનોએ દર્શાવેલી અકલ્પનીય પ્રતિક્રિયાની આ સત્ય ઐતિહાસિક ઘટનાને પરમ પૂજ્ય ભાઈશ્રી વર્ણવે છે.

Story 8: A Unique friendliness

Param Pujya Bhaishree narrates the story of an unexpected welcome by the people of Kapilyapur when King Viddhubh attacked it during the time of Gautam Buddha.

કથા ૯: મૈત્રીનું અમૃત

અપરિમિત મૈત્રી જ જેમનો સ્વભાવ હતો, એવા પ્રજાવત્સલ કૌશલ નરેશ, પાડોશના કાશી રાજાની ઈર્ષાનો ભોગ બન્યા હતા. જંગલમાં ભમતા ભમતા તેમને એક વટેમાર્ગુ સાથે ભેટો થયો. મૈત્રીની ઉત્કટતાથી દ્રવિત થયેલા હૃદયની આ કથાને પરમ પૂજ્ય ભાઈશ્રી બોધે છે.

Story 9: Sublime Friendship

The king of Kaushal sets an extraordinary example of friendship and care even for a stranger. Param Pujya Bhaishree narrates this story that changed the thinking of another hard-hearted king.

કથા ૧૦: તિર્યંચની સ્વાર્પણ મૈત્રી

સન્યાસી સાથે જંગલમાં ગયેલા રાજાને ટાઢ તથા ભૂખે વ્યાકુળ બનાવ્યા હતા. ઝાડ ઉપર રહેલા ગીધ પક્ષી તથા તેની પત્નીએ, રાજાની કરેલી નિસ્વાર્થ, નત્ મસ્તક કરનારી પરોણાગતને પરમ પૂજ્ય ભાઈશ્રી નિરૂપે છે.

Story 10: Supreme Sacrifice

In this poignant story, Param Pujya Bhaishree depicts the evolved sense of friendship demonstrated by a vulture couple for a stranger.

કથા શૃંખલા “મૈત્રી”નું સમાપન

પરમ પૂજ્ય ભાઈશ્રી દ્વારા ‘મૈત્રી’ પર કહેવાયેલી વાર્તાઓએ આપણને આ વિષય પર એક અલગ દ્રષ્ટિકોણ આપ્યો છે. તેમણે કહ્યું કે મિત્ર પ્રતિસાદ આપે કે ન આપે, આપણા પ્રેમમાં ઓટ ન આવે એનું ધ્યાન રાખવું. માત્ર જેમને ઓળખીએ છીએ તેમની સાથે જ નહિ પણ વિશ્વના તમામ જીવો પ્રત્યે આપણે મૈત્રી ભાવ રાખવાનો છે. મૈત્રી ભાવ કેવો વ્યાપક અને વિશાળ છે તેનો પ્રેમાળ ભાઇશ્રીએ પરિચય આપ્યો.

મૈત્રી એ માત્ર શત્રુતાનો વિરોધી શબ્દ છે એમ કહેવું તે તો હળવાશભર્યું સામાન્ય વચન કહેવાય. ખરેખર ગંભીરતાથી વિચારીએ, તો મૈત્રી દ્વારા સર્વવ્યાપી સકારાત્મકતાની સ્થાપના થાય છે. મૈત્રીમાં રહેલી પ્રેમ અને હૂંફની લાગણી સૌના મનનાં ઘાવોને, જખ્મોને ભરી દે છે. મૈત્રીનો પ્રભાવ એવો છે કે તે સૃષ્ટિની તમામ નકારાત્મકતાને દૂર કરી દે છે.

સમાજ સુધારક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરજી, સ્વાતંત્ર્ય સેનાની લાલા લજપતરાય અને સમાજવાદી રામ મનોહર લોહિયા જેવી કેટલીક કથાઓ સમકાલીન હોવાથી હૃદયને વધુ સ્પર્શે એવી હતી.

આ સત્ય ઘટનાઓએ શીખવ્યું કે કેવી રીતે મૈત્રીનું સન્માન કરવું. પ્રતિકૂળ તેમજ પ્રતિકારના સમયે કઈ રીતે એક મિત્રે બીજા મિત્રનું રક્ષણ કરવું.

સૂફી અનુયાયીઓ, કપિલ્યપુરના લોકો અને ગીધ દંપતિ જેવા કેટલાક ઉદાહરણોમાં, મિત્રતાની ભાવનાએ આત્મ-બલિદાનની ભારે કિંમત ચૂકવવી પડી હતી. તેમ છતાં, કોઈ પણ પ્રસંગમાં, ગુસ્સાનો અથવા અફસોસનો કોઈ ભાવ નહોતો, ઉલટું મૈત્રીમાં ફના થઈ જવાનો આનંદ હતો.

મિત્રતાનો લંબાવાયેલો હાથ સ્વીકારવામાં આવે કે નકારવામાં આવે, બધી જ વાર્તાઓમાં, ચરિત્રનાયકો પોતાના પાત્ર પ્રત્યે સાચા રહ્યાં અને વફાદારીપૂર્વક તેમણે મૈત્રીને નિભાવીને, યોગ્ય કાર્યો કરીને, આપણી ઉપર ઊંડી અમીટ છાપ છોડી.

આ વાર્તાઓ દ્વારા ભાઈશ્રીએ અસરકારક રીતે સમજાવ્યું કે મૈત્રીનો પ્રાણ એ અહિંસા, પ્રેમ અને કરુણા છે. જૈન ધર્મના આદર્શો દ્વારા મહાન ગુણો અને સિદ્ધાંતો શીખવા મળે છે. જે વ્યક્તિ વિચાર, વાણી અને વર્તનમાં હિંસાથી દૂર રહે છે અને તમામ જીવો પ્રત્યે પ્રેમની, મૈત્રીભરી સંવેદનશીલતા કેળવીને વ્યવહાર કરે છે તે અંતિમ આધ્યાત્મિક ધ્યેય માટે ખરેખર તૈયાર છે. કારણ કે, તે સ્વાર્થી વિચારો કે ઈચ્છાઓથી દોરવાતો નથી. તેને પોતાના સુખની સાથે અન્યના સુખની એટલી જ કાળજી અને ફિકર છે.

વિશ્વવત્સલ, પરમ પૂજ્ય ભાઈશ્રીના જીવનમાં આ તમામ ગુણો પ્રતિબિંબિત થાય છે. ફક્ત તેમનું અવલોકન કરતા રહીએ તો આ વાર્તાઓના બોધને આપણે સહેલાઈથી આત્મસાત કરી શકીએ. આમ આપણે સહજ રીતે આંતરિક પરિવર્તન આણીને આપણી આધ્યાત્મિક યાત્રામાં ઝડપથી આગળ વધી શકીએ છીએ. ૐ શાંતિ.

Conclusion of the Story Series “Friendship”

The stories narrated by Param Pujya Bhaishree’s on ‘Maitri’ (friendship) gave us a different perspective on the subject. Firstly, it made us appreciate that Maitri does not have to be reciprocal. Our friendship should not be determined by whether or not a friend returns favours. Secondly, it made us understand that the spirit of Maitri is not confined to a few people we know and like but it is the spirit of universal brotherhood.

To say it is the opposite of, or is antithetical to, enmity is to put it mildly. Maitri eliminates negativity around us by its all-encompassing positivity and warmth. Some of the stories such as those of reformer Ishwarchandra Vidyasagarji, freedom fighter Lala Lajpat Rai and socialist Ram Manohar Lohia were contemporary and relatable. They taught us how to honour a friendship and protect a friend in times of adversity or resistance. In a few instances such as those of the Sufi followers, the people of Kapilyapur and the vulture couple, the spirit of friendship extorted a heavy price of self-sacrifice. Yet, in all the instances, there was no trace of anger or even regret. Whether an extended hand of friendship was accepted or rejected, the protagonist in all the stories continued to be true to their character and, with their deeds, left a deep impression on us.

Through these stories, Bhaishree effectively conveyed that the soul of the concept of Maitri is non-violence and compassion. Jain philosophy sets great store by these ideals. A person who shuns violence in thought, speech and action, and is sensitive to all living beings is truly ready for the ultimate spiritual goal of enlightenment. For, he has no selfish thought or desire.

In his very being, Bhaishree epitomizes these qualities. Merely by observing him, we can effortlessly internalize the lessons imbibed from these stories and move apace in our spiritual journey.


Theme 8:

ભક્તિ

Devotion

પરમ પૂજ્ય ભાઈશ્રીની, ભક્તિ ઉપરની ટૂંકી વાર્તાઓની શ્રેણીનો મંગલ આરંભ.

મૈત્રી (મિત્રતા)ના સર્વવ્યાપક અને સર્વગ્રાહી ભાવને પ્રેમથી આલિંગન આપ્યા બાદ આત્માનું શુદ્ધિકરણ કરવા અર્થે હવે આપણે "ભક્તિમાં" ઝબોળાઈએ, તરબોળ થઈએ. પરમ પૂજ્ય ભાઈશ્રીએ કહેલી ભક્તિના વિષય પરની ટૂંકી વાર્તાઓની નવી શ્રેણી આજથી શરૂ થઈ રહી છે. તે દ્વારા આપણે ભક્તિભાવના ઉદ્દેશ્યને જાણીશું. મન, બુદ્ધિ, હૃદય તેમજ આત્માને ભક્તિની શક્તિ કઈ રીતે વિશુદ્ધ કરે છે, આત્મિક વિકાસના પંથે સાધકને કઈ રીતે આગળ વધારે છે તેને સમજવાનો પ્રયાસ કરીશું.

ભક્તના અંતરના ઊંડાણમાંથી પ્રચુર ભક્તિભાવ ઉદભવે છે ત્યારે ભક્તનું સમગ્ર અસ્તિત્વ આ ભક્તિના રંગમાં રંગાઈ જાય છે. ભક્તિમાંથી પ્રગટ થતો આનંદ ટકી રહે છે કારણ કે તે ભૌતિક પદાર્થ કે તેની ઇચ્છા પર નિર્ધારિત નથી.

જ્ઞાની ગુરુ તેમજ વીતરાગ ભગવાના અનંત ગુણો પ્રત્યેના ઉત્કૃષ્ટ અહોભાવને ભક્તિ કહેવાય છે. જેમ જેમ તે ગુણોનું ગૌરવ વેદાય છે તેમ તેમ આપણી અંદર આંતરિક પરિવર્તનની ધારા શરૂ થાય છે. ભાઈશ્રી કહે છે કે જ્યારે શિષ્યમાં પૂર્ણ શ્રધ્ધાન જાગે છે ત્યારે તે સદગુરુ પાસે જઈ પોતાને ધરી દે છે. બિનશરતી સમર્પણ કર્યા બાદ તે શુદ્ધ મનથી, પૂર્ણ એકાગ્રતાથી સદગુરુની આજ્ઞાઓનું પાલન કરીને સદગુરુનાં નિર્મળ સ્વરૂપ સાથેના ઐક્ય ભાવને અનુભવે છે. આ ભક્તિની પરાકાષ્ઠા છે.

પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી જેવા અનેક સંતોએ ભક્તિનો મહિમા ગાયો છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભક્તિ આપણને જ્ઞાનના અંતિમ ચરણ સુધી લઈ જઈ શકે છે. ભક્તિનો ચમત્કાર એવો છે કે તે શૈતાનને સાધુ બનાવી દે છે. જેમણે ક્રૂર કર્મો કર્યા છે એવા પાપી અને ઘાતકી પુરુષોના સમસ્ત કર્મોને ધોઈને મુક્ત કરાવી મોક્ષપદ અપાવવાની તાકાત ભક્તિમાં રહી છે.

જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ તેમજ નિષ્કામ કર્મયોગ - આમ મોક્ષના ત્રણ માર્ગોનો ઉલ્લેખ ભગવદ્ ગીતામાં કરાયો છે તે ત્રણેયમાં ભક્તિને સૌથી સરળ અને સુગમ માર્ગ તરીકે સ્વીકાર્યો છે. અનુભવી સંતો કહે છે કે ભક્તિનો કોઈ અનેરો પ્રભાવ છે. પ્રભુ તેમજ ગુરુના સ્વરુપમાં જે ખોવાઇ જાય છે તે સાધકો પોતાની નબળાઈઓ તેમજ આંતર શત્રુઓ ઉપર વિજય મેળવે છે.

આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે પ્રેમના પારાવાર એવા પરમ પૂજ્ય ભાઈશ્રી આપણા સદગુરુ છે. તેમની અપાર કરુણા અને પ્રેમનું જાદૂ એવું છે કે તે આપણાં જેવા શિષ્યોને ધર્મના માર્ગમાં ધરી રાખે છે. તેમના દિવ્ય ગુણોને અનુભવતાં આપણાં અંતરમાં તેમના પ્રત્યે ભગવાન તુલ્ય ભક્તિ જાગે છે. હવે એક માત્ર પુરુષાર્થ એ કરવાનો છે કે જ્યાં સુધી આપણે મુક્ત ન થઈએ ત્યાં સુધી આપણે આપણી ભક્તિને વધુને વધુ શુદ્ધ કરતાં રહીએ. ગુરુ ગૌતમને ભગવાન શ્રી મહાવીર પ્રત્યે, હનુમાનને ભગવાન શ્રી રામ પ્રત્યે, ભવ્ય શ્રી સૌભાગભાઈને પરમ કૃપાળુદેવ પ્રત્યે જેવી ભક્તિ હતી તેવી ભક્તિ આપણે આપણામાં જગાડીએ.

ૐ શાંતિ.

Intro to Param Pujya Bhaishree’s short story series on bhakti

After a dip into the all-embracing sentiment of ‘Maitri (friendship)’ that soothes and heals, we dive into the purifying power of ‘Bhakti (Devotion)’. The new series of short stories on ‘Bhakti’ by Param Pujya Bhaishree will convey the intent and ‘bhaav’ (emotion) as well as its cleansing and uplifting power of this virtue.

Devotion is an emotion that arises from the deep recesses of one’s being and consumes it. It is indeed a state of being – a blissful feeling of happiness that endures because it is not founded on desire. The object of devotion is immaterial – it can be God or a Guru or both because devotion transforms the giver and not the receiver. Bhaishree says that in its sublime form, devotion includes unconditional surrender, an evolved stage when the devotee feels oneness with their idol.

Scores of saints and gurus such as Shrimad Rajchandra have sung the glory of the virtue of devotion. It is said that devotion can carry us to the penultimate phase of enlightenment. History records many legends about sinners who turned saints and attained salvation on the sheer strength of their devotion to God.

Bhagvad Geeta mentions three paths to salvation – gynan (knowledge), bhakti (devotion) and karm (deeds) – and emphasizes devotion as the easiest and the most potent path. Seers say spiritual seekers need to cultivate merely one quality of devotion to purge themselves of all their failings and frailties.

We are extremely fortunate to have as our Sadguru Param Pujya Bhaishree who, with his benevolence and love, makes it so easy for us to feel devoted to him. For, therein lies the seed of our salvation. All we need to do is keep refining our devotion till it purifies and frees us.

કથા ૨: ભક્તિની મસ્તી

ધન મેળવવાની અભિલાષાથી સંન્યાસી પાસે ગયેલા એક ગરીબ માણસની આ કથામાં, પરમ પૂજ્ય ભાઈશ્રી અંતર-સુખના મૂલ્યને સમજાવે છે.

Story 2: Biggest Treasure

A man, stricken by poverty, approaches a perennially happy monk to seek wealth. Param Pujya Bhaishree tells us how he finds much more than the stone with the Midas touch.

કથા ૩: ભક્તિનું પરમોચ્ચ સુખ

પ્રભુભક્ત રઈદાસના દર્શનાર્થે આવેલા એક સન્યાસીએ, સંતની ગરીબીને ટાળવા અર્થે ભેટ આપેલા પારસમણીની કથાના માધ્યમથી પરમ પૂજ્ય ભાઈશ્રી, સંત રઇદાસની ભક્તિની ખુમારીને વર્ણવે છે.

Story 3: Nothing but Devotion

A devotee of the highest order, Rahidas, is offered a miracle stone that could transform his material status from that of a destitute to that of a millionaire. Param Pujya Bhaishree tells us what he did with that stone.

કથા ૪: પ્રેમસ્વરૂપા ભક્તિ

પ્રભુભક્ત મીરાબાઈની નિષ્કામ તથા સંનિષ્ટ ભક્તિના પરિતોષને પરમ પૂજ્ય ભાઈશ્રી વર્ણવે છે.

Story 4: A Most Valuable Treasure

Impressed with Sant Meerabai's devotion, Mughal king Akbar gifts her his extremely expensive necklace. Param Pujya Bhaishree explains what Sant Meerabai did with it and why.

કથા ૫: ભક્તિભાવનો આરોહ-અવરોહ

ભગવાનની ભક્તિમાં કલાકો સુધી લીન રહેવાવાળા પેથાભાઇના ભક્તિભાવમાં આવેલા પરિવર્તનના મૂળ કારણને પરમ પૂજ્ય ભાઈશ્રી સમજાવે છે.

Story 5: The See-Saw

A true devotee, Pethabhai would spend hours in the temple till he was blessed by the temple angel with prosperity. In this example, Param Pujya Bhaishree describes the equation between devotion and wealth for ordinary humans.

કથા ૬: નિર્મળ પ્રેમાભક્તિ

અંતરચક્ષુના ઉઘાડ દ્વારા કૃષ્ણભક્તિમાં એકતાર બનેલા સંત સુરદાસની એકનિષ્ઠ ઉપાસનાની રસપ્રદ કથાને પરમ પૂજ્ય ભાઈશ્રી વર્ણવે છે.

Story 6: Unshakeable Devotion

This engaging story narrated by Param Pujya Bhaishree gives us an insight into the profundity of Surdas' devotion to Lord Krishna.

કથા ૭: શાશ્વત સુખની કુંચી

ગંભીરપણે બીમાર પડેલા રાજા ત્રિવિક્રમની કથાના માધ્યમથી પરમ પૂજ્ય ભાઈશ્રી નિસ્પૃહતા અને સુખના અન્યોન્ય સંબંધને સમજાવે છે.

Story 7: The Fount of Happiness

When he fell ill, King Trivikram sent his men in search of a happy person. Param Pujya Bhaishree tells us where the hunt led.

કથા શૃંખલા “ભક્તિ” નું સમાપન

‘ભક્તિ’ વિષય ઉપરની, પરમ પૂજ્ય ભાઈશ્રીની ટૂંકી પણ અર્થગંભીર વાર્તા શ્રેણીએ, આપણને તેના વિવિધ પાસાઓની, ભકિતમાં રહેલી પ્રચંડ શક્તિઓની તેમજ નિર્દોષ સમર્પણની કોમળ લાગણીઓ વિશેની સૂક્ષ્મ અને સુંદર સમજણ આપી. આ કથાઓ દ્વારા આંતરદ્રષ્ટિ પ્રદાન કરીને, ભક્તવત્સલ ભાઇશ્રીએ મુમુક્ષુઓને ભક્તિનો દિવ્ય અને પ્રશસ્ત અનુભવ કરાવ્યો. આત્મશુધ્ધિ એ જ ભક્તિનું એક-પરિમાણિય ફળ હોવાને કારણે, તે સહજ, સરળ અને સૌથી આહ્લાદક અતિન્દ્રિય સંવેદન છે. વીતરાગ ભગવાન તેમજ નિર્ગ્રંથ સદગુરુ પ્રત્યેની અખંડ એકલક્ષી ભક્તિ, એ એક એવું તપ છે જેમાં તમામ કર્મો ભસ્મીભૂત થઈ જાય છે અને શિષ્ય સદેહે મુક્તિનો અનુભવ કરે છે.

ભક્તિની પવિત્ર લયમાં જે જીવે છે તેનો આત્મા વિના પ્રયાસે શુદ્ધ બુદ્ધ અને મુક્ત બનતો જાય છે. ઈશ્વરી ગુણો તેનામાં ક્યારે પ્રગટ થયા તેની ખબર સુધ્ધાં તેને હોતી નથી. અખંડ વિશ્વાસ અને નિ:સ્પૃહ પ્રેમભક્તિનો એવો પ્રભાવ છે કે તે પરપદાર્થ પ્રત્યેની સુખબુદ્ધિને તોડી અનાસક્ત યોગ જગાડે છે. પ્રેમના પર્યાય એવા હરિસ્વરૂપ બનેલા નિર્લેપ સંતો જેવા કે સંત રઈદાસ, મીરાંબાઈ અને સૂરદાસના ઉદાહરણો આપીને અલૌકિક ભક્તિના અદભુત ચમત્કારોના ભાઇશ્રીએ દર્શન કરાવ્યાં. પેથાભાઈની વાર્તા, આ દુનિયાની માયાજાળથી બચવા માટે જાગૃત કરે છે. દુન્યવી ચમકદમકથી પ્રલોભિત ન થઈએ, ભૂલભૂલામણીમાં ખોવાઈ ન જઈએ તે માટે ચેતવે છે. પ્રખર યોગીપુરુષ પણ જો સતત સાવધાન નથી રહેતો, તો તેનું મન પણ ચલિત થતાં, વર્ષોની સાધના પળમાં ધૂળધાણી થઈ જાય છે. માટે આંશિક પ્રમાદ પણ ન કરવો એવો બોધ અપ્રમત ભાઇશ્રી આપે છે.

મીરાંબાઈ અને સાધુની વાર્તાઓ સ્પષ્ટ કરે છે કે જેને ભક્તિની ખુમારી ચઢી છે તેને પાપ કે પુણ્યના ઉદયો, સુખ કે દુઃખના સંસારી સંગપ્રસંગનો કોઈ પ્રભાવ વર્તતો નથી. કર્મની ચિત્ર વિચિત્ર બાહ્ય પરિસ્થિતિઓને કેવળ અબંધપરિણામે, સાક્ષીભાવે તે ભોગવી જાણે છે. ભક્તિ તેમજ જ્ઞાનના બળ આગળ કર્મનું બળ નહિવત્ રહ્યું છે.

ભક્તિની શુદ્ધ ઊર્જા અને આનંદનો અનુભવ કર્યા પછી સંસાર સ્વપ્ન સમાન સાવ અસત્ય અને નિરર્થક લાગે છે.

કોઈ આરાધક નિયમિત રીતે ધર્મના નામે ક્રિયાકાંડ કરે છે તેના કરતાં અનેક ગણી આઘ્યાત્મિક ઊંચાઈને એક દ્રઢ સંકલ્પધારી સાચો ભક્ત વરે છે.

જેને અક્ષર જ્ઞાન ઓછું છે એવા મોક્ષાભિલાષી માટે, ભક્તિ એ સર્વોત્તમ માર્ગ છે. ભલે તે તત્વનું ચિંતન કરવા માટે અસમર્થ હોય છતાં શ્રદ્ધા અને સમર્પણ થકી તેની આધ્યાત્મિક યાત્રા સંવેગે આગળ વધે છે. જે સાક્ષર અને બુધ્ધિજીવી છે, ગ્રંથોમાં પરોવાયેલું જેનું મન છે એવા સાધક માટે પણ ભક્તિ અને સમર્પણનો ભાવ અનિવાર્ય છે. સદગુરુ ઉપદેશ તેમજ ધર્મના ગ્રંથોમાંથી પ્રાપ્ત થયેલી તાત્વિક સમજણને ભક્તિનો રંગ ચઢતા તે આત્મજ્ઞાનમાં પરિણમે છે. અનંત પુણ્યોદય છે, કે ઈશ્વરીય ગુણોના મૂર્ત સ્વરૂપ એવા વિદેહી ભાઇશ્રીમાં, સાચા ભવતારક સદગુરુ આપણને પ્રાપ્ત થયાં છે. તેમના દર્શન થતાં જ તેમનામાં રહેલું પરમેશ્વરપણું સ્વાભાવિક રીતે વેદાય છે અને આપણે શાંતિનો, નિર્ભયતાનો તેમજ આનંદનો અનુભવ કરીએ છીએ.

આ વાર્તાઓ એમ અંગુલિનિર્દેશ કરી સૂચવે છે કે "હે સાધક, તારી ભક્તિ સંપૂર્ણપણે વિશુધ્ધ ન થાય ત્યાં સુધી તું વૈરાગ્ય અને ઉપશમના ભાવમાં દ્રઢ થા અને આરંભ અને પરિગ્રહ પ્રત્યેની તારી આસક્તિને દૂર કર."

ૐ શાંતિ શાંતિ શાંતિ

Conclusion of the Story Series “Devotion”

Param Pujya Bhaishree’s short story series on ‘Bhakti’ (Devotion) gave us penetrating insights into its various layers, its power and its fragility. Devotion is an emotion and, being uni-dimensional, is also the simplest and the most potent. All it takes is singular faith in one’s God and Guru to manifest the power of Bhakti and deliver us to salvation.

Devotion has the distinctive quality of purging, cleansing and uplifting us without our conscious realisation. Such unshakeable faith and love, however, comes from the purity of one’s being and a true detachment from the world. Bhaishree showed us through numerous examples of Rahidas, Meerabai and Surdas that such devotion is possible. Pethabhai’s story alerted us to the need to guard against the temptations of this world which can distract even the most ardent devotee.

The stories of Meerabai and the monk teach us that devotion does not actually empower one with the will to reject worldly pleasures or the strength to bear misfortune; it simply makes everything irrelevant to the devotee. Having experienced the pure energy and bliss of devotion, and consequently freedom from want, a true devotee perceives the world for what it is: unreal. Their devotion pushes up their spiritual quotient several notches above that of a sincere seeker who may be regular in their spiritual practices but does not possess unwavering devotion.

For the unlettered, devotion is the path that accelerates their spiritual journey. For the lettered, devotion is quicker than reading and absorbing the rich spiritual texts. We, the mumukshus of Sayla, have it even easier. In Bhaishree, we have a Sadguru who is the embodiment of Godly qualities and towards whom we feel devotion not just easily but naturally. These stories tell us we need to work on refining our devotion till we achieve separation from worldly desires and attachment.




Theme 9:

સમ્યગ્દર્શન

Self-realisation

પરમ પૂજ્ય ભાઈશ્રીની હવે પછીની ટૂંકી વાર્તાઓની નવી શ્રેણી શરૂ થાય છે. સત્ દેવ, સત્ ગુરુ અને સત્ ધર્મ પ્રત્યેની ભક્તિ પાછળ રહેલા ઉત્તમ ધ્યેય એટલે કે સમ્યગ્દર્શન (આત્મ-સાક્ષાત્કાર) વિશેની સમજણ આ શ્રેણી પ્રદાન કરશે. મોક્ષમાર્ગના પ્રવાસી માટે સમ્યગ્દર્શન એ પ્રથમ નિર્ણાયક પડાવ છે જે દ્વારા મોક્ષપ્રાપ્તિ સુનિશ્ચિત થાય છે. આપણા મૂળ અસ્તિત્વના દરેક કોષમાં, આત્માના દરેક પ્રદેશમાં, અનુભવાતી શાશ્વતી જ્ઞાયકશક્તિ થકી આપણો આત્મા હરહંમેશ જીવંત છે. અનંતાનુબંધી કષાયની ચોકડી તેમજ ત્રણ પ્રકારના મિથ્યાત્વ ઉપર વિજય મેળવી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. ત્યારબાદ તારતમ્યતાના ભેદે સાધકનો આત્મા, નિજ-સ્વરૂપનો ઓછો કે વધતો અનુભવ કરે છે.

અતિ દુર્લભ એવા મનુષ્ય ભવમાં જ સમ્યક્ દર્શનનો પુરુષાર્થ થઈ શકે છે ને માટે જ દેવો પણ મનુષ્ય ભવને ઝંખે છે. સાચા સાધક માટે સમ્યગ્દર્શન એ બધી ઈચ્છાઓમાં, સર્વે પ્રાપ્તિઓમાં સૌથી વધુ ઇચ્છનીય, ઇષ્ટ ઉપલબ્ધિ છે; તમામ ખજાનામાં સૌથી મૂલ્યવાન રત્ન છે અને માનવીના આંતર અનુભવનું શુદ્ધતમ્ અને શ્રેષ્ઠતમ્ શિખર છે. એક સાચા સાધક માટે પોતાના સ્વભાવની સહજ અનુભૂતિ કરતાં વધુ અપૂર્વ અને અમૂલ્ય બીજું શું હોઈ શકે?

જૈન દર્શનમાં પાંચ પ્રકારના સમ્યક્ દર્શનનો ઉલ્લેખ છે - સાસ્વાદન, ઉપશમ, ક્ષયોપક્ષમ, વેદક અને ક્ષાયિક.

ક્ષાયિક સમ્યક્ દર્શન એ આત્મનો સૌથી શુદ્ધ અનુભવ છે. સદગુરુની પ્રાપ્તિ અને તેની અનન્ય નિશ્રામાં સમ્યક્ દર્શનની આધ્યાત્મિક યાત્રા શરૂ થાય છે. આ યાત્રામાં મોક્ષાભિલાશીનો આત્મા પોતાની અંતરંગ દશા, રાગ અને દ્વેષના પરિણામો, મનમાં ચાલતાં વિચારો, બુદ્ધિ દ્વારા થતાં તર્ક અને નિર્ણયો તરફ સજાગ થઈને સાક્ષીભાવમાં, સમતાભાવમાં સ્થિર થવાના અખંડ પુરુષાર્થમાં જોડાય છે અને ગુણસ્થાનક આરોહણનાં ક્રમમાં આગળ વધે છે. ઈન્દ્રિયોનાં વિષયો તેમજ કષાયોને સંપૂર્ણ નિયંત્રણમાં આપણે નથી લાવી શક્યા પણ સમ્યક્ દર્શનની પ્રાપ્તિ અર્થે સંયમી જીવન જીવવું અત્યંત જરૂરી છે.

આત્મસાક્ષાતકારની ઘટના આપણી અંદર થવાની છે પણ તે ઉપાદાન શક્તિને ઉજાગર કરવા શ્રી સદગુરુ અનિવાર્ય નિમિત્ત છે. અનુશાસન, ત્યાગ-વૈરાગ્ય, સમ્યક્ દર્શન પામવાની તીવ્ર પિપાસા જેવી અનેક પૂર્વજરૂરીયાતો તેમજ ઉત્તમ પરિબળો આપણી અંદર હોવા છતાં નિર્ગ્રંથ સદગુરુના આશ્રય વગર પોતાની મેળે જીવ સમ્યક્ દર્શનને પામી શકતો નથી. પામેલો પમાડી શકે, મોક્ષના માર્ગે જે ચાલ્યા છે તે જ પથપ્રદર્શક બની શકે છે. એક પ્રજ્વલિત દીવો જ અન્ય દીવાને પ્રદીપ્ત કરે છે. આ ત્રિકાલિક સત્યને સમજાવી, ધર્માનુરાગી જીવોને, દયાળુ ભાઇશ્રી કહે છે કે "સ્વચ્છંદે, પોતાની મતિકલ્પનાએ મિથ્યાત્વ નહિ ટળે અને ભવરોગ દૂર નહિ થાય."

દુઃખ અને પીડામાં, સંઘર્ષની કપરી ક્ષણોમાં કે પછી ભૌતિક સુખ સમૃદ્ધિના સાનુકૂળ ઉદયમાં ભાઇશ્રી જેવા સમર્થ જ્ઞાની, પ્રેમપૂર્વક હાથ પકડીને દરેક શિષ્યને તેના ધ્યેય તરફ દોરી જાય છે. તેમનું કલ્યાણકારી શરણ સૌને કર્મોના આક્રમણનાં સમયે સુરક્ષિત રાખે છે. ઝાડી-ઝાંખરાં, કંટક - કાંકરાનાં ત્રાસદાયક, ભય ઉપજાવનારા કઠિન માર્ગને તેઓ ચોખ્ખો, સમસ્થળ અને સહેલો બનાવી દે છે. આપણા જેવાં ભાગ્યશાળી બહુ થોડાં જ છે. તેમના આશ્રયમાં, તેમની નજર હેઠળ જો એકાગ્રતા પૂર્વક આજ્ઞાપાલન કરીએ, તેમના ઉપદેશ સ્વરૂપ આપણું જીવન બનાવીએ તો અંતરમાં જરૂર ખાતરી થાય કે, કેવળજ્ઞાનને અપાવનારું એવું અપૂર્વ સમ્યક્ દર્શન નજીકના વળાંક પર આપણને વરવા રાહ જોઈ રહ્યું છે.

ૐ શાંતિ શાંતિ શાંતિ.

The new series of short stories by Param Pujya Bhaishree probes the goal of bhakti – Samyag darshan (self-realisation). Samyag darshan is awareness of the self and the most crucial first step towards moksh (salvation). It is the knowledge of our core that permeates every cell of our being and infuses it with life. Samyag darshan refers to the revelation of the soul in our consciousness to a lesser or greater degree.

Samyag darshan is the reason heavenly beings covet human birth because Samyag darshan is attainable only as a human. For a true seeker, Samyag darshan is the most desirable of all desires, the most precious of all treasures, and the pinnacle of human experience. There is nothing a true seeker values more than the realisation of their self.

Jain philosophy lists five types of Samyag darshan – Saasvaadan, Upsham, Kshayopksham, Vedak and Kshayik, the last being the purest experience of the self. Experiencing Samyag darshan is a journey that begins with attention to our internal states of raag (attachment) and dvesh (aversion) followed by their progressive elimination. Samyag darshan requires control, if not victory, over one’s sensory desires and emotions.

Although the experience manifests from within us, one cannot attain Samyag darshan by oneself. Many genuine seekers with a keen spiritual yearning and discipline – both of which are prerequisites for Samyag Darshan – are left craving for Samyag darshan only because they do not have a Sadguru. It is an enlightened master alone who can show us the path to Samyag darshan for he has experienced it himself.

Just as a lit lamp lights another, a Sadguru knowledgeably steers us to our goal. Under the divine grace of a Sadguru like Param Pujya Bhaishree, we are assured not only of a gentle hand-holding that does not slip in our weak and worst moments but also of the path being smoothened out for our benefit. There are few as fortunate as us. In his shelter, under his watch, we do our agnaas and repose, knowing that the glory of Samyag darshan awaits us at some near turn.

કથા ૧: સમ્યગ્દર્શનનો મહિમા

અહંકારના વિષથી વ્યાપેલી કાયાને અમૃતમય બનાવવાનું સામર્થ્ય સનતકુમાર ચક્રવર્તીએ કેવી રીતે પ્રાપ્ત કર્યું, તેને પરમ પૂજ્ય ભાઈશ્રી આ કથામાં સમજાવે છે.

Story 1: The Power Within

When the good-looking Sanatkumar Chakravarti realised his body had gone toxic, he instantly took an unusual decision. Param Pujya Bhaishree enlightens us about the transformative nature of his spiritual prowess.

કથા ૨: ઉત્કટ સંવેગભાવ

સંસારના આરંભ સમારંભથી વિરક્ત બનેલા બાળમુનિ અતિમુક્તની ઉપાદાન જાગૃતિની પ્રેરક કથાને પરમ પૂજ્ય ભાઈશ્રી વર્ણવે છે.

Story 2: Golden Chance

Eight-year-old Atimuktak elatedly ran after Gautam Swami to ask him to accept gochri (food) from his home. Param Pujya Bhaishree says what followed was the holy opportunity for a ready seeker to attain his spiritual goal.

કથા ૩ઃ સ્વાનુભવથી ચ્યુત

સંયમી જીવનના પાલનની શિથિલતાના કારણે મરીચીને ભોગવવા પડેલા પરિણામોને પરમ પૂજ્ય ભાઈશ્રી નિરૂપે છે.

Story 3: A Minor Slip

Marichi was born into a spiritually evolved family of a tirthankar and had access to the most treasured knowledge. He was also on the right path but slided into the quagmire of rebirths. Param Pujya Bhaishree explains why he did and tell us how eternal vigilance is crucial for a seeker.

કથા ૪: અદ્વિતીય નીતિમત્તા

મહાવીર પ્રભુની દેશનાને આચરણમાં મૂકીને ઉત્તરોત્તર આત્મિક વિશુદ્ધતાની વૃદ્ધિ કરવાનું સામર્થ્ય ધરાવનાર પરમ ભક્ત પુણિયા શ્રાવકના વંદનીય અપરિગ્રહ વ્રતને પરમ પૂજ્ય ભાઈશ્રી સમજાવે છે.

Story 4: A Step Towards Renunciation

Deeply influenced by Mahavir Swami's teaching of aparigrah (non-possession) as a prerequisite for Samyag Darshan, Punamchand Sheth turned into Punyo who gave away everything and decided to earn enough only for the day every day. Param Pujya Bhaishree explains how his refined sense of aparigrah worked out.

કથા પ: ક્ષાયિક સમ્યગ્દર્શનનું માહાત્મ્ય

પૂર્વે કરેલા ઘોર કર્મોના પરિણામે શ્રેણિક રાજાએ સાતમી નરકનું આયુષ્ય કર્મ બાંધ્યું હતું. જે આંતરિક બળના સામર્થ્યથી નારકીના આયુષ્યને, મગધ રાજાએ સીમિત કરી દીધું હતું, તે બળ ની વાત પરમ પૂજ્ય ભાઈશ્રી કહે છે.

Story 5: The Power That Can Dilute Karma

King Shrenik had the highest order of Samyag Darshan which empowered him to dilute his karmas. Param Pujya Bhaishree narrates this legendary story which embodies many lessons for a seeker.

કથા ૬: મનોજયની મહત્તા

સુવિખ્યાત તત્વચિંતક કન્ફ્યુશિયસે દર્શાવેલા ઇન્દ્રિયનિગ્રહના સચોટ ઉપાયને પરમ પૂજ્ય ભાઈશ્રી નિરૂપે છે.

Story 6: Control of the Senses

Listen only with your ears, said a popular Chinese philosopher. In this interesting story, Param Pujya Bhaishree explains the Confucian formula for self-discipline.

કથા ૭: સહજ નિર્મમ જ્ઞાનદશા

કુંડમાં સ્નાન કરી રહેલી બહેનોએ, સુખદેવજી પ્રત્યેના વર્તનમાં તથા વ્યાસજી પ્રત્યેના વર્તનમાં દર્શાવેલી ભિન્નતાના મર્મને, પરમ પૂજ્ય ભાઈશ્રી પ્રગટ કરે છે.

Story 7: Freedom from Desire

Hindu saint Sukhdev was extremely spiritual even while he was in his mother's womb. In this anecdote from his life, Param Pujya Bhaishree explains the power of a man who has attained Samyag Darshan.

કથા ૮: પરિપક્વ જ્ઞાન

જ્ઞાનધારામાં જાગૃત રહીને, ગ્રીષ્મ ઋતુના આકરા તાપમાં વિહાર કરી રહેલા પિતામુનિને, પ્રસંગવશાત ઉત્પન્ન થયેલા મોહભાવની તથા બાળમુનિના પ્રતિભાવની આ રોચક કથાને પરમ પૂજ્ય ભાઈશ્રી નિરૂપે છે.

Story 8: A Drop of Sin

A father-son monk duo were walking under an extremely harsh Sun when the father felt concerned about the son's dehydrated state. Did he give in to his love for his son and advise straying from the path? Param Pujya Bhaishree narrates the finer nuances of Jain living that are critical for a spiritual seeker.

સમ્યગ્દર્શન કથાનુયોગ ઉપસંહાર.

નિષ્કારણ કરુણાશીલ એવાં પ. પૂ. ભાઇશ્રીએ સમ્યગ્દર્શનના વિષય ઉપરની ટૂંકી વાર્તાઓની શ્રેણી દ્વારા સાંભળનાર મુમુક્ષુઓમાં આંતરદ્રષ્ટિ સ્થાપીને, આત્મ-સાક્ષાત્કારનો અનંત મહિમા સ્થાપ્યો છે. સાથોસાથ, તેમણે માનવજીવનના આ ઉચ્ચતમ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે જરૂરી આંતરિક વલણ અને પુરુષાર્થની પણ વાત કરી.

મનુષ્યનું વિચારશીલ મન હેય અને ઉપાદેયનો વિવેક કરવાને સમર્થ હોવાથી, લાખો જીવસૃષ્ટિમાં માત્ર એક મનુષ્ય દેહપર્યાયમાં જ જીવ મોક્ષ માટે ઉદ્યમી બની શકે છે. જે આત્મા કેવળ મોક્ષનો અભિલાષી છે, તે અનંત દુઃખમાંથી મુક્ત થઇ શાશ્વત સુખમાં નિવાસ કરવા માટે અધિકારી બને છે.

આત્મ-સાક્ષાત્કારનો લક્ષ કરાવીને પછી પ્રજ્ઞાવંત એવા ભાઇશ્રીએ કહ્યું કે આત્મ-સાક્ષાત્કાર દ્વારા જ સમગ્ર કર્મોથી જીવ મુક્ત થઈ શકે છે. સમ્યગ્દર્શન થકી જ મોક્ષ તરફની સંવેગાતિશય ગતિ જીવ સાધી શકે છે. તેથી, આ શ્રેણીની કથાઓ, દરેકના અંતરમનમાં મુક્તિના પડઘાઓ પાડે છે. બહિરાત્મભાવમાંથી પાછા વાળી અંતરાત્મભાવમાં સ્થિર કરાવી દેહાત્મબુધ્ધિને તોડવાના મૂળ લક્ષ તરફ આગળ વધારે છે.

દેહાદિ પૌદ્ગલિક પદાર્થોનું

વિનાશીપણું તથા તેમાંથી મેળવાતો આનંદ કેટલો ક્ષણિક છે તેની પ્રતીતિ થતાં સનત કુમાર ચક્રવર્તી સંસાર ત્યાગી મોક્ષ માર્ગે આરૂઢ થયાં. પૂર્વજન્મમાં, અજ્ઞાન અવસ્થામાં થયેલી ભૂલને કારણે ભગવાન મહાવીર સ્વામીના આત્માની આધ્યાત્મિક યાત્રા રૂંધાઇ ગઈ હતી. આશ્ચર્ય ઉપજાવે એવો પુણ્ય શ્રાવકનો મહાત્યાગ ભાવ, રાજા શ્રેણિકના જીવનમાં વર્તાતો સમ્યગ્દર્શનનો પ્રભાવ, કંફ્યુશિયસના સહજ છતાં ગહન ઉપદેશમાંથી મનની રક્ષા કરવાનો બોધ. આમ, આ કથાઓના સથવારે પરમ પૂજ્ય ભાઈશ્રીએ સૂક્ષ્મ બોધ આપીને ઊંડું તત્વજ્ઞાન પીરસ્યું છે.

જેના જીવનનું ધ્યેય એક માત્ર સમ્યગ્દર્શન છે તો તેવા નિષ્ઠાવાન અને પ્રતિબદ્ધ વૈરાગી આત્માને અવશ્ય કોઈ પ્રત્યક્ષ સદગુરુનો યોગ પ્રાપ્ત થાય છે. અપાર પ્રેમ અને કરુણાથી તે વિદેહી મહાત્મા તેનો હાથ ઝાલી છેક મુક્તિ સુધી લઈ જાય છે. કીડી પોતાની મેળે નદીને ઓળંગી શકતી નથી. પણ જો તે અસમર્થ કીડી, હંસની પીઠ પર સવાર થાય છે તો મિનિટોમાં, સુરક્ષિત રીતે, નદીના બીજા કિનારે પહોંચી જવા સમર્થ બને છે.

અનેક જન્મોના આપણા પુણ્યોદય જાગ્યા છે અને તેથી જ આત્મઉધ્ધારક એવા પરમ દયાળુ અને પરોપકારી ભાઇશ્રીની કલ્યાણકારી નિશ્રા મળી છે. સંકલ્પ અને સાચો સમર્પણભાવ કેળવીને, આપણા ધ્યેય સુધી પહોંચવાની આ અપૂર્વ તક હવે ગુમાવવી નથી. સ્વ-પર કલ્યાણના ભાવનો વિસ્તાર કરતા એવા નિર્મોહી ભાઇશ્રી સહુને વ્યક્તિગત માર્ગદર્શન આપે છે. વિવિધ વિષયો લઈને યથાર્થ બોધ આપી મુમુક્ષુઓને ઘડે છે. તેમની કરુણા સહુને કૃતાર્થ કરે છે અને તેમની કૃપા પુરુષાર્થી સાધકને રૂપાંતરિત કરવામાં નિમિત્ત બને છે.

જ્ઞાની સદગુરુ ભાઈશ્રીનું ઐશ્વર્ય એવું બળવાન અને પાવનકારી છે કે તેમના કહ્યા પ્રમાણે જો કરીએ તો મોક્ષ સુધીની આપણી મુસાફરી ટૂંકી અને સરળ બની જાય એમ છે. જરૂરી છે કે આપણે પ્રમાદ વગર અને જાગૃતિપૂર્વક સતત એ દિશામાં ચાલતા રહીએ.

ૐ શાંતિ.

Conclusion of the Story Series: Self-realisation

Param Pujya Bhaishree’s short story series on Samyag Darshan gave us knowledgeable insights into not just the glory of self-realisation but also the temperament and effort required to attain the highest human goal.

Among the lakhs of life species, it is only in a human form that we can aspire to and attain freedom from the roller coaster of tortuous rebirths. Samyag darshan or self-realisation is the launchpad to such freedom or moksh. Hence, the series resonates immensely with each seeker and pivots each one of us towards our one true aim.

The spiritual learnings from these short stories takes us beyond the ordinary understanding of Samyag Darshan – the inspirational Sanat Kumar Chakravarti was alerted into acknowledging the perishable nature of material aspects of life in time and walked the path to his liberation; the riveting slips in the previous lives of Mahavir Swami that thwarted his onward spiritual journey; the exemplary renunciation of Punyo, the demonstration of the power of Samyag Darshan in King Shrenik’s instance and the profound Confucian precept of guarding the mind.

If Samyag Darshan is the goal of our lives, it is only the generously outstretched hand of the master, our Sadguru, that can take us there. An ant cannot cross the river by itself but riding on the back of a swan, it can safely land on the other side in minutes. We have the exceptional opportunity to reach our goal under the shelter of an extremely benevolent and gracious Sadguru who gives us everything we need and more - His precious time, invaluable bodh and divine grace. Under the privilege of his stewardship, the journey is short and smooth, and the destination is within easy reach. We need to merely walk.


Theme 10

વૈરાગ્ય

Detachment

કથા ૧: અસાર સંસાર

રેલવે સ્ટેશન ઉપર એક પ્રેમાળ દંપતીના સ્નેહરાગને નિહાળીને, એક સહપ્રવાસી ભાવુક થઈ ગયા હતા. તે પ્રવાસીનું રુદન અને એના કારણ દ્વારા પરમ પૂજ્ય ભાઈશ્રી સંસારની વિચિત્રતાને સમજાવે છે.

Story 1: A Tear for the Wife

A man burst into tears while seeing off his wife at a railway station. Another man standing next to him also teared up. In this funny story, Param Pujya Bhaishree brings out the different facets of sansaric life.

કથા ૨: સંસારથી વિમુખતા

અનાથ આશ્રમમાં ઉછરેલો થોમસ, સ્વબળે અબજોપતિ બને છે. અઢળક જાહોજલાલીની વચ્ચે રહીને પણ તેને પ્રગટેલા તીવ્ર વૈરાગ્યને પરમ પૂજ્ય ભાઈશ્રી આ કથામાં નિરૂપે છે.

Story 2: True Prosperity

Thomas Monaghan, the founder of a popular pizza chain, was a super-successful businessman till he read C S Lewis's book, 'Mere Christianity'. Param Pujya Bhaishree tells us how a good book can make all the difference.

કથા ૩: મૃત્યુની નોટિસ

યમલોકમાં જવાનું નકારનાર વકીલસાહેબે, પ્રથમ યમદૂતો સાથે અને ત્યારબાદ યમરાજા સાથે જોરદાર દલીલો કરી હતી. માનવમાત્રને જાગૃત કરનારા યમરાજાના પ્રત્યુતરને પરમ પૂજ્ય ભાઈશ્રી નિરૂપે છે.

Story 3: The Notice from Death

A lawyer refuses to heed the call of Yamraj for want of a notice. Through Yamraj's replies and arguments, Param Pujya Bhaishree alerts us to the inevitability of death.

કથા ૪: સ્વાર્થની સગાઈ

નાના બાળકના તેજસ્વી લલાટથી પ્રભાવિત થઈને, મુનિએ નિસ્વાર્થ ભાવે તેને દીક્ષા લેવાનું સૂચન કર્યું. કુટુંબ-પરિવારના મોહને વશ થઈને, બાળકે નકાર ભણ્યા બાદની ઘટનાઓને, પરમ પૂજ્ય ભાઈશ્રી આ રોચક કથામાં નિરૂપે છે.

Story 4: The Depth of Worldly Love

A young boy tests the love of his family to determine whether his attachment to them should stop him from renouncing the world. Param Pujya Bhaishree explains the tenuous web of maya we build around ourselves.

કથા પ: મતલબી સંસાર

આપઘાત કરવા નીકળેલા રમણભાઈ અને એમની પત્નીના રમુજી વાર્તાલાપ દ્વારા સાંસારિક સંબંધોની સ્વાર્થપરાયણતાને પરમ પૂજ્ય ભાઈશ્રી આ કથામાં નિરૂપે છે.

Story 5: An Endless Whirl

Like most of us, Ramanbhai was fed up of the daily demands of life. Through his example, Param Pujya Bhaishree tells us how sansar is relentless and hopeless.

કથા ૬: નિર્મમત્વનો મહિમા

ઈશ્વરપરાયણ બ્રાહ્મણ દંપત્તિના મોટા પુત્રને આત્મબોધ પ્રાપ્ત થયો હતો. પરંતુ નાના પુત્રને સ્વરૂપસિદ્ધિ થઈ નહોતી. તેમના પિતાશ્રી તેમજ માતુશ્રીના દેહત્યાગ પછી, બંને પુત્રોના, એકબીજાથી તદ્દન ભિન્ન પ્રત્યાઘાતોનું નિરૂપણ કરીને, અપાયકારક મોહાસક્તિને પરમ પૂજ્ય ભાઈશ્રી સમજાવે છે.

Story 6: The Root of Spiritual Growth

Of the two brothers, Punya and Pavan, Punya was spiritually evolved and hence above the tugs and pulls of worldly emotions. Param Pujya Bhaishree draws a parallel between the two brothers to explain the essence of spiritual growth.

કથા ૭: વેરનો ડંખ

રાજ્યસુખ ભોગવવાની અભિલાષા પૂર્ણ ન થવાના કારણે, ઉદયન રાજા પ્રત્યે તેના પુત્રની મનોદશાના કટુ વિપાકને, પરમ પૂજ્ય ભાઈશ્રી સમજાવે છે.

Story 7: The Single Most Grudge

Son Abhichi is a bit unhappy with King Udayan who has only the former's best interests at heart. Param Pujya Bhaishree narrates a story of complex emotions and explains how they interfere with our spiritual progress.

કથા ૮: વિરક્તિનો તેજોવલય

અખૂટ વૈભવ અને વિપુલ સમૃદ્ધિમાં મહાલનારા શેખ વાજીદ અલીને ઉદભવેલા ગહન મનોમંથન અને એના શ્રેયસ્કારી પરિણમન ને પરમ પૂજ્ય ભાઈશ્રી બોધે છે.

Story 8: Not Even a Clay Pot

The sheikh of Bul Bukhara, Wajid Ali, was headed home with his procession of camels and staff when one of the camels died. In this engaging story, Param Pujya Bhaishree narrates the thought process sparked by the death and its subsequent impact on the wealthy sheikh.

વૈરાગ્યની કથાઓનું સમીકરણ

પરમ પૂજ્ય ભાઈશ્રીની વૈરાગ્ય (ડિટેચમેન્ટ) પ્રેરિત ટૂંકી વાર્તા શ્રેણીએ વિવિધ પ્રકારના અનાસક્ત ભાવનો સરળ પરિચય આપ્યો. ગૃહસ્થ જીવનમાં પણ વિરતિ ધર્મને પાળી, નિરાગીભાવે જીવવાનો યથાર્થ બોધ તેમણે આપ્યો.

વૈરાગ્ય એટલે નિર્મમત્વ ભાવે જીવન જીવવું. સંયોગિક સંબંધોમાં વિચારપૂર્વક વર્તવું અને તાદાત્મ્ય ન થવું. પુદગલ પદાર્થો હોય, અંતર મનમાં ઊભી થતી ઈચ્છાઓ હોય કે જે શરીર ધારણ કર્યું છે તે સર્વ પ્રત્યે જાગૃતિ સાથેનું યોગ્ય વલણ. અસંગ રહીને વ્યવહાર કરવો.

સાધનામાં આગળ વધ્યાં બાદ, સાધકનો આત્મા જ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં સ્થિર થાય છે. મનની ગતિવિધિઓને તે સૂક્ષ્મ રીતે સમજી શકે છે. વિચારો, ઈચ્છાઓ, સંવેદનાઓ તેમજ પૂર્વગ્રહો આ બધાનો તે જ્ઞાતા અને દ્રષ્ટા બને છે. પોતાની સમક્ષ તેમજ પોતાની અંદર અનુભવાતી તમામ ઘટનાઓને તે જ્ઞાનભાવે પૂર્ણ સ્વસ્થતા સાથે નિહાળે છે.

ઉત્તમ પ્રકારની આંતરિક અસંગતાને વરેલો સાધક ઉદાસીન રહીને સર્વ કાર્યો કરે છે. કર્મયોગી બનીને યોગ્ય પુરુષાર્થમાં જોડાય છે છતાં ફળની અપેક્ષા રાખતો નથી તેમજ કોઈ ફરિયાદ પણ કરતો નથી. જ્ઞાનભાવમાં પ્રતિષ્ઠિત, સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં રમમાણ તે સદૈવ સકામ નિર્જરા કરતો રહે છે.

ડોમિનોઝ પિઝા ચેઈનના સ્થાપક થોમસ મોનાઘનની કથામાં આપણે જોયું કે એક જ પુસ્તક વાંચતાં તેમનું સમગ્ર જીવન બદલાઈ ગયું. સારું સાહિત્ય વાંચવા માટે તેઓએ સહુને પ્રેરિત કર્યા, વકીલની વાર્તાએ મૃત્યુની અનિવાર્યતા વિશે ચેતવણી આપી, પુન્યો અને પવનની સરખામણી દ્વારા પરમ પૂજ્ય ભાઈશ્રીએ સૌને જાગૃત કરતા કહ્યું કે સંસાર પ્રત્યેની મોહાસક્તિ એ આધ્યાત્મિક માર્ગમાં કેટલું મોટું અવરોધક તત્વ છે. જ્યારે બુલ બુખારાના શેખની તેજસ્વી વાર્તા દ્વારા ચિત્તભૂમિમાં રહેલી અત્યંત સૂક્ષ્મ ઇચ્છાઓમાંથી પણ મુક્ત થવાની ઉત્તમ પ્રેરણા સત્વશીલ પૂજ્ય ભાઇશ્રીએ આપી છે.

વૈરાગ્ય સંપન્ન વ્યવહારિક જીવનથી માંડીને ઉચ્ચ આધ્યાત્મિક, ત્યાગી જીવન જીવવા માટેની તમામ બાબતો આ કથાઓમાં આવરી લેવામાં આવી છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્યનાં પાવન રંગમાં રંગાવા માટેની ઉત્તમ વિચારધારાઓ આ કથાઓના શ્રવણથી અંતરમાં પ્રગટે છે.

બાલ્યાકાળથી જ જેઓ પ્રબુધ્ધ હતા એવા આજન્મયોગી શ્રીમદ્ રાજચંદ્રજીનો વૈરાગ્યભાવ તેઓની વય સાથે વૃધ્ધિ પામતો રહ્યો. ભૌતિક જગતના લૌકિક સુખ માટે લેશમાત્ર પણ તેમને ઈચ્છા નોહતી. સર્વસંગ પરિત્યાગ કરવા માટે જેઓ સુદ્રઢ હતા એવા જ્ઞાનપીપાસુ શ્રીમદ્જીનો નિર્મળ આત્મા શુધ્ધ સમ્યગદર્શનને પ્રાપ્ત કરીને કેવળ અસંગ રહ્યો.

વૈરાગ્યભાવને સમજવા માટે આપણે ક્યાંય દૂર જવાની જરૂર નથી. આપણી સામે આપણા સદગુરુ પરમ પૂજ્ય ભાઈશ્રીજી હાજરાહજૂર છે. જેઓ અસંગતાની, નિઃસ્પૃહતાની, ત્યાગ તેમજ વૈરાગ્યની સાક્ષાત જીવંત પ્રતિમા છે. પરમ પૂજ્ય ભાઈશ્રીનું જીવન એ જ વૈરાગ્યની સાચી વ્યાખ્યા છે. તેમનું ધૈર્ય, શાંતિ, સમતા અને અંતર જાગૃતિ જેવા અપ્રતિમ ગુણો આપણી અંદર વૈરાગ્યનો મહિમા સ્થાપિત કરે છે.

તેમના આંતરિક તેમજ બાહ્ય સ્વરૂપમાં વૈરાગ્ય ઝળહળતો વેદાય. આંખમાં એકાગ્રતા, સ્મિત વેરતો સૌમ્ય ચહેરો, દેહમાંથી પ્રગટ થતી વિદેહી દશા, ધીમાં સ્વરે પ્રગટ થતી શાંત મધુર વાણી, ઉપયોગ પૂર્વકની ચાલ, વિચારપૂર્વક થતી તમામ પ્રવૃત્તિઓ - બધામાં તેમનો અંતરાત્મભાવ એટલો અધિક આંખે વળગે કે આપણે નજરાઈ જઈએ.

ૐ શાંતિ.

Conclusion of the Story Series: Detachment

Param Pujya Bhaishree’s short story series on Vairagya (detachment) educated us about the different layers to the as concept that we simplistically understand to mean detachment. As we understand it, vairagya is detachment from all worldly objects, desires and even our bodies.

At a higher level, vairagya is also the ability to distance ourselves from our minds. We step back and disown our thoughts, desires and emotions. This would allow us to become a drasta (observer) of everything that happens to us, before us and within us. A state of detachment of this level makes it easy to disengage ourselves from any outcomes as well as expectations from outcomes and pursue a state of being known as sthithpragna (steadfast wisdom).

The story of Thomas Monaghan, the founder of the Domino’s Pizza chain whose life was turned around by a single book, motivated us to read good literature; the lawyer’s story alerted us about the inevitability of death; a comparison of Punyo and Pavan awakened us to the massive impediment that attachment is in our spiritual journey while the inspiring story of sheikh of Bul Bukhara jolted us into recognizing the power of extremely subtle desires that stay embedded in the dark recesses of our consciousness.

From the practical to the sublime, the stories covered a thought-provoking arc to empower our pursuit of vairagya. Shrimad Rajchandra’s vairagya was legendary. Right from his childhood, he had developed immunity to pain and desire. All he had was an intensely acute craving for enlightenment which left no room for any other thought or desire to sneak in.

To understand vairagya, we need not go far. We have with us our own Sadguru who epitomizes detachment in a way nobody else can. Param Pujya Bhaishree is the living definition of the idea of vairagya in all its glory. Every inch of his inner and outer self - his face, body language, walk, talk, activities – speaks the language of vairagya. In him, every single lesson and story comes alive vividly in a way that it requires no translation or transcription. Under his grace and with him as our inspiration, let’s dwell within to find what he has found.


Theme 11

લોભ

Greed

કથા ૧: લોભને થોભ ન હોય

લોભમૂર્છિત દંપતીના જીવનના એક વિનોદી પ્રસંગ દ્વારા પરમ પૂજ્ય ભાઈશ્રી, માનવની લાલસાને સમજાવે છે.

Story 1: Endless Greed

Param Pujya Bhaishree cites this amusing anecdote to convey the vice grip of greed.

કથા ૨: તૃષ્ણાની લતાઓ

ચોથી પેઢીની ફિકરમાં ચિંતિત રહેનારા સુધીરની લોભસંજ્ઞાની પ્રબળતાને અને તેના પ્રતિપક્ષી સંતોષધન ને પરમ પૂજ્ય ભાઈશ્રી વર્ણવે છે.

Story 2: Greed or Need?

Param Pujya Bhaishree narrates the obsessive nature of greed through the story of a bereaved son who gets a wake-up call from a beggar.

કથા ૩: સંપત્તિની લિપ્સા

સત્તા-લોલુપ સમ્રાટ સિકંદરને ભોજન પીરસતી વખતે, તુર્કીસ્તાનના બાદશાહએ વાપરેલી કુનેહભરી ચતુરાઈની આ કથા દ્વારા, જીવની દુરંત સ્પૃહાને પરમ પૂજ્ય ભાઈશ્રી સમજાવે છે.

Story 3: A Diamond Meal

King Alexander (Sikander) wanted to invade Turkestan (central Asia). The ruler of Turkestan decided to give up his empire without a fight. Param Pujya Bhaishree narrates the lavish meal given to the powerful invader.

કથા ૪: દુર્ગતિનું મૂળ

બે ભાઈઓ વચ્ચેના નિર્મળ હેત-પ્રીતને, ક્ષણવારમાં બંધુ-દ્રોહમાં પલટાવનાર, ધનની વાંછનાને પરમ પૂજ્ય ભાઈશ્રી, આ કરુણ કથામાં વર્ણવે છે.

Story 4: Killed by Greed

Brothers Jagmohan and Manmohan were inseparable. After the death of their parents, they go in search of livelihood and find a bag of gold coins. Param Pujya Bhaishree explains how greed destroys families.

કથા પ: લલચામણી તૃષ્ણા

રાજપુરોહિત દેવદત્તે, વારાંગના તિલોત્તમાને પૂછેલા ગૂઢ પ્રશ્નની આ કથા દ્વારા, પરમ પૂજ્ય ભાઈશ્રી પ્રલોભનોના અપાયોને અને ભાવનાત્મક જ્ઞાનની અગત્યતાને સમજાવે છે.

Story 5: The Root of Sin

At his induction as head priest, Devdutt is asked a pertinent question: What is the root of sin? Devdutt is unable to provide an answer. Param Pujya Bhaishree explains how he finds the answer in the course of his travel.

કથા ૬: તૃપ્તિ-અતૃપ્તિ

સંત અને તેના શિષ્યની કથાના માધ્યમથી, સંતોષ-અસંતોષના ભેદને પરમ પૂજ્ય ભાઈશ્રી સચોટ રીતે સમજાવે છે.

Story 6: More is Less

A saint and his disciple had an argument about the contentment generated by material possessions. Finally, the saint decided to demonstrate it in practice. Through this anecdote, Param Pujya Bhaishree indicates the root of discontent.

કથા ૭: નિયાણાનું અનિષ્ઠ

નિરાભિમાનીપણે મુનિગણની અવિરત સેવામાં લીન રહેનાર મહાજ્ઞાની મુનિ નંદીષેણના જીવનની અંતિમ પળોમાં, તેમના મનમાં જાગેલા ઝંઝાવાત અને તેના અહિતકારી પરિણામને પરમ પૂજ્ય ભાઈશ્રી સમજાવે છે.

Story 7: Spending Pounds for a Penny

A misshapen orphan, Nandi Sen, was rejected by society until a saint influenced him into asceticism. However, that was not the end of his misfortune. Through this educative story, Param Pujya Bhaishree alerts us to the real enemy within us and the slippery nature of greed.

કથા ૮: અપાર લાલસા

શ્રી આદિનાથ પ્રભુના જ હસ્તે રાજ્યનો હિસ્સો મેળવવાની કામના ધરાવનાર નમિ તથા વિનમિ ને એક માર્મિક પ્રશ્ન દ્વારા સત્યના પંથે દોરનાર પ્રભુની કથાના માધ્યમથી, પરમ પૂજ્ય ભાઈશ્રી સદૈવ અતૃપ્ત રહેનારી વાસનાની સૂક્ષ્મતાને સમજાવે છે.

Story 8: Insatiable Desire

Before leaving for his spiritual journey, Tirthankar Bhagwan Adinath distributed his kingdom among all his sons except two who were absent. Param Pujya Bhaishree narrates the profound learning imparted by Bhagwan Adinath to his sons about the insatiable nature of all material desires.

કથા ૯: અમીર કે દીન?

સંત અને અસંતુષ્ટ રાજાની આ કથા દ્વારા પરમ પૂજ્ય ભાઈશ્રી સંતોષી મનની સૂક્ષ્મતાને સમજાવે છે.

Story 9: Fulfil or End Desire?

In this engaging story about a king and a monk, Param Pujya Bhaishree corrects our understanding of poverty and gives us a thought-provoking take on desires.

"લોભ" કથાનુયોગ ઉપસંહાર

લોભ કષાય: સમીકરણ

પરમ પૂજ્ય ભાઈશ્રીની ‘લોભ’ ઉપરની ટૂંકી વાર્તા શ્રેણીએ આપણા અંતરના ઊંડાણમાં જઈને જે સૂક્ષ્મ ઈચ્છાઓ રહેલી છે, કે જેનાથી આપણે પોતે પણ અજાણ છીએ તેને આપણી સમક્ષ છતી કરી છે.

ચાર કષાયોમાં, જેનાં મૂળિયા સૌથી ઊંડા ઉતરેલા છે અને જે અતિશય પ્રલોભિત કરાવનાર છે, પાપનો બાપ છે, તે છે લોભ. આપણે ભલેને સજાગ હોઈએ છતાં લોભનું વર્ચસ્વ એવું છે કે ચિંતન કરી રહેલા જાગૃત આત્માને પણ વિચલિત કરીને તે છટકી જઈ તેના આત્માને છેતરે છે. પ્રગતિશીલ એવા ઉચ્ચ દશાવાન સાધક માટે પણ ‘લોભ’ એ મોટું પડવાનું કારણ બને છે.

આ વાર્તાઓ દ્વારા, લોભના વિવિધ સ્વરૂપો, કેવા હઠીલા અને સબળ છે તે સમજાય છે. અનેક પ્રયત્નો કરવા છતાં તે લોભ દૂર નથી થતો, એનો ખ્યાલ આવે છે. ‘ક્રોધ’ ‘માન’ અને ‘માયા’ આ ત્રણ કષાયો પર કાબુ મેળવી લઈએ તો પણ ‘લોભ’ હેરાન કરે છે. લોભ અધિક જટિલ છે, તેની ચિકાશ આત્મામાં વ્યાપેલી છે.

લોભી દંપતીની રમૂજી અને હાસ્યાસ્પદ વાર્તા દ્વારા પરમ પૂજ્ય ભાઇશ્રીજી લક્ષ દોરતા કહે છે કે તે દંપતીની જેમ વપરાશની કેટલીયે વસ્તુઓનો લોભ આપણી અંદર રહ્યો છે. દૈનિક જીવનમાં આ પ્રકારનો લોભ સતત પ્રગટ થતો રહે છે.

સિકંદરની વાર્તા દ્વારા, કરુણાસાગર ભાઇશ્રીએ, સ્પષ્ટ સમજાવ્યું કે ગમે તેટલી સંપતિ ભેગી કરીએ તે સાથે આવવાની નથી. જીવવા માટે અઢળક સંપતિની કોઈ આવશ્યકતા પણ નથી. કમાવા માટે જીવવાનું નથી પણ જીવવા માટે કમાવાનું છે.

બે સગા ભાઈઓ, જગમોહન અને મનમોહનના અંતરમાં લોભ અને લાલચ જાગતાં તેઓ એકબીજાની કરપીણ હત્યાનું કારણ બને છે. અંદર છુપાયેલો લોભ એક એવો રાક્ષસ છે કે તે જ્યારે પ્રગટ થાય છે ત્યારે ક્ષણમાં બધું ખાઇ જાય છે. તીર્થંકર ભગવાન આદિનાથનાં બે પુત્રો નમિ અને વિનમિ, ભગવાનનાં હાથે જ રાજ્યનો હિસ્સો લેવાની જીદ કરે છે. ભગવાને તેમની આ ઇચ્છામાં ગર્ભિત રીતે રહેલા લોભને દર્શાવીને તેમને પ્રતિબોધ્યા.

ક્યારેક અંતરમાં રહેલી લોભ વૃત્તિઓ સ્પષ્ટ ઓળખાય જાય છે પણ ઘણી વાર તે સૂક્ષ્મ તેમજ સૂક્ષ્મતમ્ હોવાથી ઓળખાતી નથી. આ વાર્તાઓ દ્વારા લોભનાં સરળ તેમજ જટિલ સ્વરૂપને ઓળખવાની શક્તિ નિર્લોભી ભાઇશ્રી આપણને પ્રદાન કરે છે.

સદગુરુની આજ્ઞાઓનું યથાર્થ પાલન કરવાથી, માત્ર આપણાં કર્મો જ નહીં પણ આપણા કષાયો તેમજ અવગુણોથી પણ આપણે મુક્ત થઈએ છીએ. આજ્ઞાપાલન એ સૌથી સરળ ઉપાય છે. જેમ જેમ કર્મો અને દોષો પાતળાં પડતાં જાય, તેમ તેમ આત્માનું અલૌકિક સ્વરૂપ પ્રગટ થતું જાય છે. ‘લોભ’ના સંપૂર્ણ વિનાશ બાદ જ આત્માનું અત્યંત નિર્મળ સ્વરૂપ એવું કેવળજ્ઞાન પ્રગટ થાય છે.

ભાઈશ્રી જેવાં સમર્થ, જ્ઞાનવંત ગુરુના આશ્રયમાં રહેવાથી, મોક્ષાભિલાષી મુમુક્ષુનો આત્મા, આવાં અટપટા અવગુણોનું નિવારણ કરવાને શક્તિસંપન્ન બને છે. તેઓ એકલા જ જાણે છે કે આપણે શું પુરુષાર્થ કરવાનો છે, તેમની કલ્યાણકારી નિશ્રામાં આપણે કર્મોનો પરાજય કરી અવશ્ય વિજયી બનીશું.

ૐ શાંતિઃ

Conclusion of the Story Series: "Greed"

Param Pujya Bhaishree’s short story series on ‘Lobh’ (greed) has mined our innermost and subtlest of desires and exposed them to us. The most deep-rooted of the four vices and perhaps the most slippery one that can escape our contemplation and vigil, ‘Lobh’ can become the biggest stumbling block in the most evolved seeker. The stories help awaken us to its stubborn existence within us in its myriad forms.

Even if we overcome the three vices of ‘krodh’ (anger), ‘maan’ (ego) and ‘maya’ (delusion), the blemish of ‘lobh’ endures within us in its sticky layers. The story of the couple that tried hard to save any wear on their footwear was amusing while alerting us to the equally laughable ways we tie ourselves to our possessions. Through the notorious king Alexander’s story, we learnt of the simple truth that, how much ever we obsess about acquiring wealth, it cannot be consumed and is irrelevant to our survival. The two brothers, Jagmohan and Manmohan, showed us the self-destructive tendency of greed. Lurking deep within, greed pops up in a flash and devours us. And Tirthankar Bhagwan Adinath pointed out the greed implicit in the desire of his two sons to take their share of the kingdom at his hands. From the obvious to the subtle and the most subtle, the stories explain the all-consuming nature of greed in its identifiable and unidentifiable as well as simple and complex forms. Following one’s Agnaa is the easiest remedy for purging not just our karmas but also our vices. As they get progressively diluted, the soul begins to express itself. The full expression and experience of the soul, as in a kevalgnani, requires annihilation of ‘lobh’. For a seeker, elimination of this clingy vice is possible only under the refuge of a powerful master like Bhaishree. He alone knows what it takes and he alone has the capability to help us conquer it.





Theme 12

ગુરુ

Guru

કથા ૧: જગતવંધ્ધ ગુરુનો એકનિષ્ઠ શિષ્ય

કારૂણ્યમૂર્તિ શ્રીસદગુરુદેવના અનન્ય ઉપકારની આ કથામાં, દારૂના વ્યસની સાળવીએ, મુનિવરની દેશના ના પ્રભાવથી લીધેલી પ્રતિજ્ઞામાં આવેલા વિઘ્નની અને તેના પરિણામને, પરમ પૂજ્ય ભાઈશ્રી કહે છે.

Story 1: A Divine Debt

An inveterate alcoholic, Saadhvi, has the opportunity to turn around his life when he meets a saint. Param Pujya Bhaishree explains how the encounter pans out.

કથા ૨: શ્રીસદગુરુ શરણનો મહિમા

સિદ્ધર્ષિ ગણિના તેજસ્વી ભાવિને પારખીને, જ્ઞાનીગુરુએ તેમને આપેલા આશ્રયને અને તેના નિષ્કર્ષને પરમ પૂજ્ય ભાઈશ્રી નિરૂપે છે.

Story 2: A Transformative Encounter

Param Pujya Bhaishree narrates the story of Jain Acharya Shree Siddharshi Gani, who was a gambler and had a chance encounter with a Jain acharya.

કથા ૩: સંતની સખાવત

પ્રસન્નતાની મસ્તીમાં મહાલતા જ્ઞાની સંત અને નાસ્તિક કપિલની આ કથામાં, સંતના સંતત્વના માહાત્મ્યને પરમ પૂજ્ય ભાઈશ્રી સમજાવે છે.

Story 3: Immune to the Body

Laxman Seth had admiration for a saint who was always centred and calm. In this true story, Param Pujya Bhaishree tells us the truth of the saint's bodily state and how he was indifferent to it.

કથા ૪: સદગુરુની અગાધ અનુકંપા

મહાજ્ઞાની જૈનાચાર્ય શ્રી સિદ્ધિસેન દિવાકરને, શિથિલ ચારિત્રપાલનથી ઉગારીને, તેને સત્ય માર્ગે પુનઃ ચઢાવનારા, એમના અનંત ઉપકારી શ્રી સદગુરુદેવની કથાને પરમ પૂજ્ય ભાઈશ્રી નિરૂપે છે.

Story 4: The Guiding Hand

Jain Acharya Diwakarsuriji had got carried away by the attention he was receiving as a scholar. Param Pujya Bhaishree explains how his Guru made plans to steer him back to the path.

કથા પ: પ્રસન્નતાનો સ્ત્રોત

શ્રી આદિ શંકરાચાર્યજીના જીવન પ્રસંગો દ્વારા, મિથ્યાત્વરૂપી કાદવને જ્ઞાનરૂપી અમૃતથી નિર્મળ કરનારા શ્રી સદગુરુદેવના માહાત્મ્યને, પરમ પૂજ્ય ભાઈશ્રી વર્ણવે છે

Story 5: Similar Bodies, Dissimilar Souls

Adi Shankaracharya was a child prodigy. After renounciation, he became a guru to many. Param Pujya Bhaishree explains how an encounter with a low-caste incarnate of Bhagwan Shiv drove him to delve into the eternal truth.

કથા ૬: વૈશ્વિક અનુકંપા

મહાન દાર્શનિક રામાનુજાચાર્યજીએ, ગુરુઆજ્ઞાથી વિરુદ્ધ કરેલા આચરણની આ કથામાં અને શત્રુનું પણ પારમાર્થિક કલ્યાણની વાંચ્છા ધરાવનારા સુફી સંતોની બીજી કથામાં, પરમ પૂજ્ય ભાઈશ્રી, જ્ઞાની ગુરુઓની વિશ્વવ્યાપક કરુણાને વર્ણવે છે.

Story 6: For One and All

Ramanujacharya was imparted an invaluable mantra for moksha by his guru. The ecstatic disciple decided to do something completely unexpected. Param Pujya Bhaishree narrates the generosity of spirit that one of India's greatest seers possessed.

કથા ૭: અન્યોન્ય હીતકારી

મહાન યોગી મચ્છેન્દ્રનાથની ભયસંજ્ઞાથી વિસ્મિત થયેલા શિષ્ય ગોરખનાથના પ્રતિભાવને પરમ પૂજ્ય ભાઈશ્રી વર્ણવે છે.

Story 7: Greed Turns All

Guru Macchindranath, a scholar with siddhis, feared losing a gold ring he had found on the way. Param Pujya Bhaishree tell us what his disciple, Gorakhnath, did on discovering the item hidden among his possessions.

કથા ૮: શિષ્યત્વનો અધિકારી જીવ

શિષ્ય બનવા ઇચ્છનાર રાજાની, તેમના સદગુરુદેવે કરેલી કસોટીઓ તથા તેના પરિણામને, પરમ પૂજ્ય ભાઈશ્રી આ બોધકથામાં સમજાવે છે.

Story 8: Melting the Self

In this interesting story, Param Pujya Bhaishree narrates a saint's challenges to a king to annihilate his self before he could be made a disciple.

કથા ૯: સંત-સમાગમનો પ્રભાવ

ક્રૂર ડાકુ જેસલના અંતરમાં, સતીમા તોરલે જગાડેલા મનોમંથનની અને એના પરિણામની આ હૃદયસ્પર્શી કથાને પરમ પૂજ્ય ભાઈશ્રી સમજાવે છે.

Story 9: The Power of Satsang

Dacoit Jesal Jadeja was feared for his cruelty In this famous story, Param Pujya Bhaishree tells us how a challenge by his sister-in-law led to his transformation.

કથા ૧૦: સંતનું માર્ગદર્શન

એક વિવાહિત કન્યાના સંસારમાં રહેલા ક્લેશ-કંકાસને રોકવા માટે સંતે સૂચવેલા સચોટ ઉપાયને પરમ પૂજ્ય ભાઈશ્રી વર્ણવે છે.

Story 10: The Miracle of Silence

A married girl faced continuous nagging at the hands of her mother-in-law. Param Pujya Bhaishree tells us how a talisman given by a saint worked wonders.

કથા ૧૧: સદગુરુ વૈદ્ય સુજાણ

શારીરિક વ્યાધિથી પીડાતા વણિકની આ કથામાં ગુંથાયેલી અનેક આધ્યાત્મિક કૂંચીઓને પરમ પૂજ્ય ભાઈશ્રી દર્શાવે છે.

Story 11: The Apt Medicine

A man was extremely distressed because of his health issues. He visited a good vaid for resolution of his problems. Param Pujya Bhaishree uses this story to illustrate the illness inherent in our attachment-ridden lives.


Theme 13