Daily Discipline
I shall plan my routine and schedule my life in such a way that I do not waste a single moment of this most precious human life. Excercise, meditation, following agnas, reading good books, I vow to become pure and divine from within. A pure mind and a healthy body will help my soul to become divine.
ધ્યેય 2: જીવનમાં અનુશાશન
મનુષ્યભવની એકપણ ક્ષણ ન વેડફાય તે માટે હું મારી દૈનિક જીવન ચર્યાને સમજણપૂર્વક ગોઠવીને તમામ કાર્યો કરીશ. અનુશાસન દ્વારા જ વિકાસ સંભવિત છે, એ હું ક્યારેય નહિ ભુલું. વ્યાયામ- ધ્યાન- ગુરૂ આજ્ઞા પાલન- ઉત્તમ ધર્મગ્રંથોના વાંચન થકી હું મારા આરોગ્યને સાચવીશ અને મનને પવિત્ર રાખીશ.
Creating a foundation for change and contemplation:
Here are some questions you can use to structure your thoughts in an objective and open manner. They are just a guide and we encourage you to be as broad and as open in your exploration as you can be. Please share your contemplations by clicking on the button below. You can choose to keep your thoughts anonymous.
Reflect - Where am I now
Contemplate - What does this goal really mean
Plan - How can I imbibe this in my life
Strive - Be positive, cultivate enthusiasm and inner energy
Implement - Put it into action
Observe - Evaluate, see the change and celebrate it
મનન : મારી વર્તમાન દશા શું છે?
ચિંતન : આ દયેય કઈ રીતે મારા જીવનને ઉન્નત બનાવશે?
યોજના : હું કઈ રીતે આ બધું આચરણમાં મુકીશ?
પુરુષાર્થ : સકારાત્મક બનીને, અંતરમાં ઉત્સાહ વધારો તેમજ વીર્યબળ ને જગાડો.
અમલ : અમલમાં મુકો.
સ્વ અવલોકન : સ્વનું મુલ્યાંકન કરો. શું હું મારા જીવનમાં બદલાવ લાવી શકયો છું? જો લાવી શકયો હોઉં તો તેનું ગૌરવ અનુભવો.
EXAMPLE QUESTIONS
Q: What is weak about my discipline and why?
Q: Why can I not sustain my enthusiasm? Why does my daily routine not last?
Q: What are my personal reasons for being lazy - what is it about my personality, my attractions towards worldly life that draws me away from my goals?
Q: What is the root cause for my laziness?
Q: What things fill my day, where is my time being spent and is this in line with my daily goals?
Q: How can I be more present in the moment?
Q: How can I be less distracted by my work overload and be present for each task I am trying to achieve.
Q: Am I realistic about what I can achieve in my day? Do I allocate enough time to each task?
Q: Do I have a good work - life balance?
Q: How can I weave spirituality into every aspect of my existence
Q: Why is excercise and having a healthy body important for my spiritual growth?
Q: How is having a pure mind healthy for my spiritual growth?
Q: Do I get depressed? What are the causes? How can I bring positivity into my daily routine?
આંતરિક પરિવર્તન લાવવા તેમજ વિચારધારાને સૂક્ષ્મ બનાવવા માટે આ પ્રશ્નો આધાર બનશે:
પ્ર. જીવનમાં નિયમિત થવા માટે, મેં વિચારીને દૈનિક ચર્યાનો એક વ્યવસ્થિત ક્રમ નક્કી કર્યો છતાં હું તે પ્રમાણે કેમ નથી જીવી શકતો? કેમ હું અંતરના ઉત્સાહને જાળવી નથી શકતો? મારો સંકલ્પ લાંબો કેમ ટકતો નથી?
પ્ર. કેમ હું પ્રમાદી થઈ જાઉં છું? મારા વ્યક્તિત્વમાં એવી કઈ બાબત છે જે મને શિથિલ બનાવી દે છે? જીવનના કયા પ્રલોભનો છે જે મને મારા ધ્યેય સુધી પહોંચવામાં વચે નડે છે?
પ્ર. કેમ હું આટલો બધો આળસુ છું? મારું તેજ કયાં ચાલ્યું ગયું? જે તરવરાટ જોઇએ તે કેમ નથી? અંતર મનમાં જીવનને ઉન્નત કરવાની ભાવના જાગે છે પણ પ્રમાદ તેને કાર્યકારી થવા દેતો નથી તેના મૂળ કારણો શું?
પ્ર. હું કેવી રીતે દિવસ પસાર કરું છું? કયાં જાઉં છું? કોને મળું છું? શું એ મારા આત્મિક લક્ષને સિદ્ધ કરવામાં મદદરૂપ થાય છે કે પછી સંસારની મોહમાયા જાળમાં મને મસ્ત રહેવું ગમે છે?
પ્ર. વર્તમાન સમયે મારી એકાગ્રતા મારા મન વચન અને કાયાસાથે જોડાયેલી છે ખરી? જીવાતી દરેક પળમાં શું હું હાજર છું કે પછી મન ક્યાંય અલગ દિશામાં ભટકી રહ્યું છે? કાર્યો કરતા હું જાગૃત રહું છું ખરો?
પ્ર. શું મેં મારા દૈનિક કાર્યોનું આયોજન સમય, શક્તિ અને સંજોગોનો વિચાર કરીને વિચારપૂર્વક કર્યું છે ને? શું દરેક કાર્યો માટે મેં પૂરતો સમય ફાળવેલો છે?
પ્ર. શું મેં લેવી જોઇએ એના કરતાં ઘણી વધારે જવાબદારીઓ માથે લીધી છે? શું તેથી આખો દિવસ મારું મન સતત તે જવાબદારીઓને પુરી કરવામાં વ્યસ્ત, ચિંતીત રહે છે? એક સાથે અનેક કાર્યો કરવામાં મારી એકાગ્રતા ફંટાઇ જતા શું હું તે કાર્યો યથાયોગ્ય રીતે કરી શકું છું ખરો?
પ્ર. વ્યવહાર અને વ્યવસાય, શું હું આ બન્નેનો યોગ્ય સમન્વય સાધી શકયો છું? કે પછી વ્યવસાયિક વ્યસ્તતામાં હું જીવન જીવવાનું ભુલી ગયો છું?
પ્ર. કઈ રીતે હું મારા દરેક કાર્યોને આધ્યાત્મિક બનાવી શકું? મારું કર્મજ ધર્મ બની જાય એંવુ જીવન જીવવા માટે મારે કઈ દ્રષ્ટિ અપનાવી જોઇએ?
પ્ર. આધ્યાત્મિક વિકાસ માટે આરોગ્ય સારું રહેવું જોઇએ એવું હું અંતરથી માનું છું ખરો? જો હું માનું છું તો તે બાબત મેં કોઈ નક્કર પગલા લીધા છે ખરા? કસરત, યોગા જેવી આરોગ્ય વર્ધક ક્રિયાઓ હું કરું છું ખરો ?
પ્ર. મનની પવિત્રતા આધ્યાત્મિક વિકાસ માટે જરૂરી છે? મન ઊપર વિપરીત પ્રભાવો ન પડે અને તે મેલું ન થાય એવી જાગૃત્તિ મેં રાખી છે?
પ્ર. શું હું નિરાશ થઈ જાઉં છું? જો હું ખેદ, નિરાશા, દુઃખ વગેરે આવા નકારાત્મક વિચારો અને ભાવો અનુભવું છું તો તેની પાછળ કયા કારણો રહેલા છે? કઈ રીતે હું સદૈવ સુખી અને આનંદમય રહી શકું અને દરેક કાર્ય હું ઉમંગ અને ઉત્સાહ સાથે કરી શકું?
Insights from others
Below we will share some contemplations from our audience. Be inspired to read them - often others may have insights which we may not have thought of before. The insights might contain poetry, video clips and personal thoughts.
Param Pujya Bhaishree says: "Be disciplined and strive hard, for the goal is not achievable unless this instrumental effort is invested. Do not give in to excuses. Whatever the circumstances for the body or otherwise, draw on your inner conviction. If we let the body and mind distract us then how can we face death with equanimity. Fully utilise this opportunity. For eternity our efforts have been weak, we have failed time and again. It is only through satsang and through our efforts that we will cross this ocean and reap the reward of freedom."
- Extract from Updesh Chaya 6, January Shibir 2017
Daily Discipline
Being disciplined is being systematic in everything we do, in both thought, speech and action. It is about self control, focus and prioritisation. Having a structured daily routine means the mind can relax in the knowledge that time has been allocated for the next tasks and so can focus and be completely present in the current task at hand.
Doing things haphazardly, without proper thinking or planning is the biggest obstacle that prevents our own progress or may be the cause of our regression.
We all value and understand how important discipline is but, very few of us cultivate it and strengthen ourselves.
Discipline is also about the choices we make. Rather than short term pleasures, one with discipline keeps the longer term objectives in mind looking for greater gains and bigger success. Responsible living is discipline.
Day following the night, each season leading the other, phases of moon, orbiting of planets, everything in nature is so rhythmic. Confining to the edges on both the sides, a river keeps on flowing towards the sea. A tree grows and remains firm when its roots are deeply grounded. Discipline guards and protects us.
Being disciplined is being more systematic in whatever we do. There are many qualities needed for living a meaningful life, Discipline is singularly the most important attribute needed to achieve personal excellence.
Whether it is diet, fitness, work ethics or relationship, self discipline is the most essential trait to accomplish goals, lead a healthy life and be happy.
Benefits of Living A Disciplined Life
Self discipline is indeed very empowering. It helps us to respect our own efforts and we inwardly become confident.
By remaining disciplined we tame and train our mind and enhance our will power by building up our tolerance.
We restrict our choices and diligently move forward with awareness.
While pursuing our goals we shall encounter many alluring objects and tempting situations. Self discipline will resist and overcome those challenges.
Discipline regulates our action and reactions.
Discipline governs our life and channelises our strength to reach out and accomplish our objective.
Discipline shall set a divine rhythm in us.
Discipline is one of the most important qualities in life to achieve personal excellance and Param Pujya Bhaishree is such a great example of this. He is so rhythmic, his attention so focussed, fully present in whatever he does. Discipline has made him meticulous, sincere and serious in all he undertakes, yet done with lightness, steadfast awareness and a happy heart. His greetings, his walk, how he packs, how he travels, his way to fold his napkin, his diary, his shibir preparations, his manner in giving swadhyay, his advice and his love everything is so disciplined. No wonder we feel secure in his shelter.
"અનુશાસન" ને જીવનની આધારશિલા બનાવીએ
સમયને અનુસરતું, અનુશાસનયુક્ત જીવન જીવવા ઉપર ગંભીરતાપૂર્વક વિચાર કરીએ.
શું છે આ અનુશાસન?
અનુશાસન એક એવો સેતુ છે જે માનવીને ધ્યેય સુધી પહોંચાડી દે છે. એવી શક્તિ છે જે સ્વપ્નોને સાકારિત કરી આપે છે. જીવન જીવવાની એક એવી શૈલી છે જે શરીરમાં રહેલી આળસ અને મનમાં ભરાયેલા પ્રમાદને ખંખેરી જીવનમાં નવો ઉત્સાહ અને ઉમંગ ભરી દે છે.
સંયમિત જીવન જીવવું એટલે દરેક કાર્યો વ્યવસ્થિત કરવાં. અર્થપૂર્ણ જીવન જીવવા માટે ઘણા ગુણોની આવશ્યકતા છે પણ એક મુખ્ય ગુણ કે જે વ્યક્તિને પોતાના ક્ષેત્રમાં ટોચ ઉપર લઈ જાય છે, તે છે "અનુશાસન".
ખાવાપીવાની બાબત હોય કે પછી નિયમિત વ્યાયામ કરવાની, પ્રામાણિકતા સાથે વ્યવસાય કરવાની બાબત હોય કે પછી સંબંધોને વફાદારીપૂર્વક નિભાવવાની, જીવનની દરેક બાબતોમાં, યમ નિયમ સાથેનું સંયમી જીવન ખૂબ મદદરૂપ થાય છે. પૂર્વનિર્ણિત એવું, ઘડિયાળના કાંટાને અનુસરતું, પવિત્ર જીવન જે જીવે છે તેને સિદ્ધિઓ સહજમાં પ્રાપ્ત થાય છે.
પ્રતિપક્ષે, વિચાર્યા વગરનું, આયોજન રહિત, મનને ગમે અને ફાવે એવું જીવન જીવતા આપણે સ્વયં પોતાને જ નડતા રહિયે છીએ. વિકાસના માર્ગે જો કોઈ સહુથી મોટું અવરોધક તત્વ હોય તો તે જીવ સ્વયં પોતે છે, તેનું આવુ લક્ષ્ય વગરનું શિથિલ જીવન છે.
અનુશાસન, નિયમિતતા, સંયમી જીવન આ બધાં શબ્દો સહુને ખૂબ પ્રિય લાગે છે. આવુ ઊંચું જીવન જીવવા સહુ ઇચ્છે પણ છે, છતાંયે તે દિશામાં સાચા પ્રયત્નો કોઈ કરતું નથી. જો કરે તો તેની તમામ શક્તિઓ એકત્રિત થાય ને લક્ષ્યને આંબી જાય.
અનુશાસનની વ્યાખ્યા ઘણી મોટી છે. સમયને અનુસરતું વ્યવસ્થિત જીવન તે પ્રારંભિક અવસ્થા છે. જેમ સમય પસાર થતો જાય, અંતરની દ્રઢતા વધતી જાય, તેમ તે અનુશાસન નવા રંગો સાથે જીવનને ઉન્નત બનાવતું જાય છે. મન, વચન અને કાયાને તે નિયંત્રિત રાખે છે, દરેક કાર્ય એકાગ્રતાપૂર્વક થાય છે, હેય અને ઉપાદેયનો વિવેક જળવાય છે, મનમાં ઉદ્દભવતી ઇચ્છાઓને સતત તપાસીને આચરણમાં મૂકાય છે, લીધેલા નિર્ણયોનું શું પરિણામ આવશે તે વિચારીને પછી પગલા ભરાય છે. વિવિધ દિશાઓમાં આપણું જીવન પ્રગતિશીલ બને છે. ખરેખર તો અનુશાસન તે સ્વ અને પરના કલ્યાણથી પૂર્ણ થાય છે.
ડગલે અને પગલે ક્ષણિક સુખ આપનારા અનેક પ્રલોભનો આવતા રહેશે પણ તેની ઉપેક્ષા કરીને, છેવટનું લક્ષ્ય મનમાં રાખીને પુરૂષાર્થ કરતા રહી, જવાબદારીપૂર્વક જીવન જીવવું તે છે અનુશાસન. ઇચ્છાઓની આહુતિ જે આપી શકે છે તે જ ઊંચા શિખરો સર કરી શકે છે.
રાત અને દિવસ એકબીજાથી થાક્યા વગર અનુસરતા રહે છે, એક પછી એક ઋતુઓ બદલાતી રહે છે, અમાવસથી પૂર્ણિમા સુધી ક્રમશઃ ચંદ્રમા ખીલતો રહે છે, બ્રહ્માંડમાં એક ગ્રહ અન્યની પ્રદક્ષિણા કરતો રહે છે. નૈસર્ગમાં બધું લયબદ્ધ ચાલતું જ રહે છે. ક્રમ પ્રમાણે દરેક ઘટનાઓ થતી રહે છે. કાંઠાઓનું બંધન સ્વીકારી નદી વહ્યાં કરે છે ને અંતે સાગરમાં વિલીન થઈ જાય છે. વૃક્ષ જમીનનું બંધન સ્વીકારીને તેના મૂળિયાં ઊંડા ઉતારી એક વિશાળ વડલો બની જાય છે. અનુશાસન થકી વ્યક્તિનો પુરૂષાર્થ લક્ષભેદી બને છે. સંયમ એ સ્વયં સ્વીકારેલું બંધન છે અને માટે તેનો કોઈ ભાર લાગતો નથી. જે બંધન મુક્તિને અપાવે તેને કોણ ન સ્વીકારે? સ્વતંત્રતા અને સ્વચ્છંદતાનો ભેદ જે જાણે છે, તે ઉત્સાહ સાથે સંયમી જીવન જીવી સિદ્ધિને વરે છે.
સંયમી જીવન જીવવાના ફાયદાઓ:
- સંયમી જીવન જીવવાથી આત્મામાં રહેલી અનંત શક્તિઓ ઉજાગર થાય છે. આપણો આત્મા વિવિધ રીતે સક્ષમ બનતો જાય છે. પોતે કરેલા પુરૂષાર્થની જીવ કદર કરતો થાય છે. આત્મવિશ્વાસ વધતો જાય છે અને અંતરનું ઉપાદાન તત્વ પરાક્રમી બનીને ન ધારેલા કાર્યો કરી શકે છે.
- જે મન અત્યાર સુધી ચપળ અને ચંચળ હતું તે શાંત, સ્થિર અને વ્યવસ્થિત બની આત્માને વિકાસ કરવામાં સહાયભૂત થાય છે. કેળવાયેલું મન વધુ દ્રઢ અને સહનશીલતા સાથે લક્ષ તરફ આગળ વધે છે.
- જીવનમાં અનુશાસન સ્થપાય એટલે પછી વિચારી વિચારીને દરેક કાર્યો થાય. અંતર જાગૃતિ ખૂબ વધી જાય છે. આ તેનો સહુથી મોટો ફાયદો છે. કલ્યાણના માર્ગે તે ખૂબ સાવચેતી અને સભાનતા સાથે ચોક્કસપણે આગળ વધે છે.
- લક્ષ્યના માર્ગે ચાલતા, આરામદાયક સંજોગો આમંત્રિત કરશે પણ હવે સ્પષ્ટ સમજાઈ ગયું છે કે સુખ સગવડોમાં નથી. પ્રતિકૂળતામાં પણ જીવ નિરાકુળ રહી શકે છે. સાત્વિક, સદાચારી અને સાદગીભર્યું જીવન જીવવા તે ઇચ્છે છે. સંઘર્ષોનો સામનો કરવા તે સમર્થ બને છે.
- દરેક કાર્ય ઉપયોગપૂર્વક થાય. ક્યાંય ઉતાવળ નહી. એક ઠરેલું સૌમ્ય પ્રસન્ન ચિત્ત. બાહ્ય સંજોગોનો સામનો તે શાંત ભાવે ઉશ્કેરાયા વગર પ્રૌઢ રીતે કરી શકે છે. પ્રભાવ, ઘાત, પ્રત્યાઘાત જે તોફાનો સર્જાતા હતાં તેવું હવે કશું થતું નથી. બધું યથાયોગ્ય ચાલતું રહે છે.
- અનુશાસન થકી આપણું સમગ્ર જીવન નિયંત્રિત થાય છે. યમ, નિયમ અને સંયમ એ એક એવો સુંદર પુરૂષાર્થ છે કે જે ગુરુકૃપાનાં દ્વાર ખોલી આપે છે. તે કૃપાના બળે આંતરીક શક્તિઓ સાચી દિશામાં વેગપૂર્વક વહેતી થાય છે અને પછી ધ્યેયપ્રાપ્તિ સુલભ બની જાય છે.
- જીવન એક દિવ્ય સંગીતની જેમ લયમાં બંધાય છે. આવું સુંદર જીવન ખૂબ કલ્યાણકારી બનીને પ્રાપ્ત મનુષ્યભવને સફળ બનાવે છે.
ઉપસંહાર
પ. પૂ. ભાઈશ્રીના મન, વચન, કાયાના યોગ આત્મિક લયમાં બંધાયેલા છે. તેમનુ બોલવું, ચાલવું, ખાવું - પીવું, હસવું બધું જ દિવ્ય. જાગૃતિ સાથે તેમની એકાગ્રતા કાર્યોમાં જોડાયેલી રહે છે. વર્તમાનની દરેક ક્ષણમાં તેઓ જે કંઈ પ્રવૃતિ કરી રહ્યાં છે તેમાં તેઓ હાજર છે. અપ્રમત ભાવે તેઓની સાધના અખંડ ચાલુ છે અને તેથી અધ્યાત્મના શિખરોને સર કરતા રહ્યાં છે.
તેમના જીવનમાં અનુશાસન અદભૂત રીતે વણાઈ ગયું છે. તેઓ જે કરે તે બધી જ રીતે બરાબર, યથાયોગ્ય અને પૂર્ણ હોય. સદૈવ આનંદમાં રહીને, અંતર જાગૃતિ સહિત તેઓ જીવનની દરેક જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવે છે. તેમનું શરણ ખરેખર અનન્ય છે ને માટે જ આપણે સહુ પરમ ધન્યતાને અનુભવીએ છીએ. ભાઈશ્રીની જેમ આપણે પણ આપણા જીવનમાં, મનના મંદિરમાં, આ અનુશાસન નામના દેવને સ્થાપીએ અને જીવન ઉજજવળ બનાવીએ.
What changes have you perceived in yourself and what plans have you made to change?:
Now, my prayers are answered with the launch of 10 goals
Su vicharna during the whole day or remembering Param Pujya Bhaishree's words and Naam smaran or reciting navkaar mantra or sahajatma swarup param guru helps.
I have So much of ahobhaav towards Bhaishree and all who is giving us so much material to help us with our goals;
I begin the day reading the words of Param Krupaludev that is shared on the whatsapp group. It has further advanced my purusharth. And I am now regular in following aagnas and contemplation.
Now I don't miss any day fully due to my weakness. My positivity has increased ten fold. Feel peace and happiness throughout the day.
Very humbled by all this support.
- Anonymous Mumukshu
વર્તમાનપુરુષાર્થ
આત્મા છે, નિત્ય છે, સમજણ, સ્થિરીકરણ સુવિચારણા પ.પૂ,બ્ર.નિષ્ઠ મીનળ બેન શ્રીજીના આખા બે સ્વાધ્યાય ઓન લIઈને જઈને નોટે કર્યા.
આમાં બધ્ધા સત્પુરુષો દ્વારા આપેલી સમજણ, સિદ્ધિ શાસ્ત્ર માં આપેલા પ્રમાણ એક-એક મુદ્દો અદભુત,ચમત્કારિક રીતે સમજાવયા છે. જ્ઞાન કર્યા પછી ઉપયોગ પોતા તરફ વાળવા ઈંકલુડિંગ કષાય રસ્તો બતાવ્યો છે.
આત્મ લક્ષી પુરુષાર્થ આયોજન ખુબજ સરસ,મજાનું છે.જવાબદારી, જાગૃતિ અમલ ની ચિન્તા રહે છે. મહિના નું ટાઈમ ઓછૂ લાગે છે.પહેલા ચાલુ કર્યું હતું કોણ જાણે કેમ છૂટી ગયું હતું. હવે તો જવાબ આપવાનું છે. ઉત્સાહ, આનંદ રહે છે.
અમલ :
જયારે-જયારે દેહ ની ક્રિયા થાય ત્યારે-ત્યારે ભેદ પાડવા જાગ્રતિ પ્રયાસ. સવારે આંખ ખુલી આત્મા છે તો આજના દિવસ નો ઉપયોગ આત્માર્થ પુરુષાર્થ માં કરીશ. બ્રશ ની,દેહ ની ક્રિયા થાય છે હું આત્મા જોઉં,જાણું છું,તેમજ નહાવાની,ખાવાની, દેહ આહાર કરે છે, હું નિહારું છું, સાથે વિચાર વળિયે દ્રશ્ય ને અદ્રશ્ય કરવા,મીનિંગ લેસ કરવા પ્રયત્ન આ સુખ કેટલા સમય નું છે,જેમ ગ્રહણ થાય તેમ ઘટે છે,સુખ ની પાછળ થાક છે.રાગ થી,પશ્ચાત દુઃખ, અલગ, અલગ શરીરોમાં, ચારગતિમાં ભોગવવા પડશે. વિષ મિલીઓ પક્વાન, ક્યાં રાચીએ શણ નો પ્રસંગ,દેહ ના સંગ થી નિહાર રૂપે ચેન્જ થઈ જશે, કપડાં, દાગીના મેલા, ઝાખાં થઈ જશે, ડિઝાઇન બદલાઈ જશે. જે સમયે જે મળે સંતોષ માં રહે, પ્રાપ્ત ને પર્યાપ્ત જાણ, માણ.
સાથે આત્મા ના ગુણ-લક્ષણ વિચાર આત્મા ની સામે જે આવે એનું જ્ઞાન કરે છે. દ્રષ્ટિ, સ્વાદ દ્વારા જેનું જે કાર્ય છે તે કરે છે, આત્મા છે તો? એનાથી તદાકાર નથી થવાતું, ક્યારે ખાઉં, કેટલું ખાઉં જાગ્રતિ રહે છે. ભાવ આવયા? ખબર કોને પડી ? આત્મા છે તો શરીરી, સંસારી, કષાયી છે, હેય છે, લેટ ઈટ ગો, એનાથી સઁકલ્પ-વિકલ્પ ટૂંકા, મંદ પડે છે.અનિત્ય વિચારણાથી રાગ-દ્વેષ મંદ, ચિત્ત અધ્યાત્મમય રહે છે. શન્તિ, સુખ, આનાંદ રહે છે.
અઠવાડીએ એક વાર શ્રી વચનામૃતજી માં થી વાંચુ છું. ભિખારી ખેદ પ્રમાણ શિક્ષા વિચારું છું ઓન લાઈન વાંચું છું. આત્મા નિત્ય છે સુવિચારણા આજ થી અશરણ ભાવના સાથે શરૂ કરું છું. પ્રસંગો માં પર પક્કડ આસક્તિ કેટલી મોળી પડી, અથવા વૃત્તિ જોર કરી ગઈ આંતર સ્થિતિ વિગેરે, પુરુષાર્થ જાણ કરીશ.જુદી નોંધઃ કરવા ને જણાવવા પ્રયત્ન કરીશ. પુરુષાર્થ બરાબર કરું છું કે નહિ? કૃપા કરી જાણ કરશો. મુખ થી જ્ઞાન કથે અંતર છૂટ્યો ન મોહ, ભાખે વાણી માંહી વિગેરે શુષ્ક જ્ઞાન, સ્વચ્છંદ થી ભરેલી છું. પર્સનલ માર્ગદર્શન આપને યોગ્ય લાગે તો જરૂર થી કરશો. પાંચે સદ્દગુરુવર્યો, બધ્ધા બ્રહ્મનિષ્ઠો ને અત્યન્ત ભક્તિ થી કોટી-કોટી પ્રણામ.
- Anonymous Mumukshu