News — Shree Raj Saubhag

Divinity - A Wonder of Virtues

Compassion - કરુણા


We celebrate Param Pujya Bhaishree's divinity through the wonder of his virtues. Each month a different writer has captured the inspirations drawn from Bhaishree's life that shed light on these beautiful virtues and help us recognise his inner being.

This month we explore Param Pujya Bhaishree's virtues of Compassion.


Compassion

‘Compassion’ is a superior, ‘universal love’ sentiment that has at its core this abiding desire:   'May all souls of the universe also enjoy eternal spiritual bliss that I am enjoying.' One's heart just cannot feel such compassion without first feeling selfless love that is free of craving. 

In other words, compassion is to mirror one's self in others and to experience another person's sufferings as strongly as one's own. Compassion leads to the development of other virtues like equanimity, tolerance, patience and selflessness. It spurs selfless efforts to uplift the downtrodden. 


The fountain of compassion, that is so vast that it can engulf the entire universe, leads deserving and eager souls to self-realization and, ultimately, all the way to liberation. 

Profound equanimity is the ultimate fruit of compassion - the idea that one’s soul is indeed identical to that of others is the seed of this tree of compassion.

It is important to develop the spiritual perspective that one’s true self is indeed God-like (like Siddha Bhagwan). Keeping this undaunted faith helps build one's conviction and in developing equanimity, an all-encompassing attitude of friendliness and brotherhood as we see that  the entire universe is a family of God-like souls. Ultimately, this, with other precious virtues such as friendship, adoration, compassion and equanimity, leads to the realization of one’s true self.

This potent stream of compassion flourishes within the heart of a truly enlightened soul and encompasses all souls of the universe. Enlightened souls feel others’ sufferings far more than their own. Their tender hearts undergo agonizing pain when they see people chasing a mirage in the illusory hope of achieving true happiness. 

The compassionate foresight of enlightened souls is not focused on eliminating the temporary sorrows of one's present life; it is actually focused on eliminating all sorrows of all times, leading souls towards eternal happiness.

The compassion of enlightened masters is devoid of expectations. Param Krupaludev Shrimad Rajchandraji has aptly said, "Even continuously extolling the selfless compassion of the enlightened soul awakens the true nature of the self." 

Such selfless love attracts one towards the enlightened Master. It awakens the purity of one’s soul, eliminating worldly filth. The degree of awakening of compassion is directly proportional to the degree to which the soul has been purified. The love that enlightened souls have towards the other souls of the universe is a 1000 times greater than the love a mother has towards her child.

"Service of mankind is service to God", "serving the interest of others is serving the interest of the self" - by embracing these noble principles in his life, Param Pujya Bhaishree has made selfless service his daily routine. He has dedicated his entire life towards serving others. Bhaishree's life goals are upliftment of the souls of spiritual seekers and upliftment of the suffering masses of the society. His compassion towards the souls of the universe in every step he takes is just mind-boggling.

During several occasions and functions at the Ashram, Bhaishree serves food to construction workers himself. He always takes comprehensive cognizance of the health and other minutest concerns of the employees and the elderly living at the Ashram. The numerous ongoing humanitarian programs of the Ashram such as the Ashirvad Viklang Center, Prem ni Parab, Community Health Center, Eye Hospital, Dental Clinic, Girl's School, eye camps, food grains distribution, buttermilk centres, camps for the handicapped, etc. are true symbols of the profound compassion that dwells in Bhaishree's tender heart.

He has utmost compassion for even the smallest of life forms. Bhaishree conducts all his routine activities with utmost sincerity, awareness and care. If he finds a tiny mosquito or insect on his bed, he gently and lovingly lifts it with a piece of paper, taking care not to injure it,  and places it at a safe location. He is constantly looking for avenues to construct or assist the development of shelters for cattle, other animals and birds. To ensure that small, remote villages can receive and store water easily, he has got many check dams made. 


To encourage humanitarian activities, Bhaishree has made several arduous journeys, negotiating narrow alleys in small villages, difficult terrain and tough weather conditions, without ever bothering about his own well-being. He has melted his personal need for comforts and his ego in the mammoth flow of his unfathomable compassion.


Bhaishree’s tremendous control over his body and mind is evident when he sits cross-legged for every discourse, whether it’s an hourly one in Mumbai or a three-hourly one in a Sayla shibir. When he uncoils his legs, there is no stress on his face. When he gets up, there’s no rigidity of the presumptive mind or the aching body. Apart from his phenomenal self-control, this demonstrates how he has melted his need for comfort in the flow of his unfathomable compassion.

 

Once Bhaishree was unwell and had been advised rest. All the Brahmanishts pleaded with him to take it easy. But he smiled away their concern and travelled to Sayla from Mumbai against medical advice to conduct the shibir. The day before the shibir, the spirits of the assembly were a bit low as everyone was worried for him. Bhaishree looked around the hall slowly, his knowing eyes not missing a thing, and grinned. He laughed in that gentle gurgle of his and teased everyone for fretting about his health. Keeping up a bold front for the sake of his disciples, he pepped them up. He assured them that he was well and told them they should not let anything come in the way of their spiritual goals. To him, the shibir was paramount. Because it was the path to his disciples’ true liberation.

 

Indeed, Bhaishree’s commitment to his disciples is always more important than anything else because he wants each one of us to reach where he is. In spite of his debilitating weakness, he would take three-hour discourses every day. He would wake up before 5 am to flag off the first meditation of the two shibirs, and walk from his kutir to the dining hall three times just so that he could eat with us- it was Br. Vikrambhai’s insistence that finally worked in persuading him to at least use the car for commuting to and from the dining hall. 

Here’s a Guru who expects nothing but the best for you, and for that, he is willing to forego and sacrifice not just his personal comfort but whatever comes in the way. His boundless compassion accompanies an iron will.  


With his primary focus always being on enabling seekers to achieve speedy progress along  the spiritual path, Bhaishree takes tremendous efforts to prepare for the monthly spiritual camps held at the Ashram. He listens patiently to the problems of his disciples and guides them appropriately, taking full responsibility of his mentorship. Bhaishree can see and sense the finest of feelings in people. That is why his sermons automatically resolve issues faced by seekers.


For a long time, administrative authorities of the Ashram were trying to persuade Bhaishree to raise the charges of accommodation and food costs at the ashram. Shree Raj Saubhag Ashram charges are among the lowest. As a result, the Ashram was suffering considerable losses by offering the rooms at subsidised charges. However, because Bapuji had desired that staying at the Ashram should not be burdensome to mumukshus, Bhaishree has carried forward that line of thought. He has been determined that charges should not be increased steeply. Bhaishree remains firm in his determination and compassion to ensure that no mumukshu feel deterred by the cost from coming to the ashram.

Mother Teresa once said, "If you judge people, you have no time to love them."  By judging people, one tends to miss recognising the Godly soul that dwells in each and everyone. Only when the entire universe is understood as soul-form can the virtue of compassion be developed. Param Pujya Bapuji always dwelled on the good virtues in people - no obstacles  could therefore ever hamper his flow of profound love and compassion.

Compassion entails tolerance and patience - virtues that come naturally to enlightened Masters such as our Bhaishree. It also gives birth to forgiveness. Jainism recognizes their saints as role models of the virtue of forgiveness. Bathing in the pond of eternal happiness, these tender-hearted saints, who have renounced the world, welcome even gross sinners with love and compassion. The way the sun, the moon and the rivers treat everyone in the same way, these compassionate enlightened souls are always ready to offer forgiveness. 

If we, truly and with simplicity, dedicate ourselves to the profoundly compassionate enlightened Master, then the karmas that have attached to our soul from infinite lifetimes would get detached in just one lifetime (termed as nirjaraa). By living under the shelter of pure love and boundless compassion of the enlightened Master, a soul can permanently liberate itself from pretence, deceit and self-indulgence. The compassion of the God-like enlightened Master empowers the disciple to smoothly traverse the spiritual path.


Trapped, since infinity, in this vicious cycle of life-and-death, I am in deep sorrow. I, a pure soul, am locked in this body that carries innumerable diseases. How will I ever liberate myself from these sorrows? Compassion for one's own soul is called  'nirved.' When compassion for our soul reaches its full potential, it leads to renunciation (originating from true knowledge). Renunciation guides the soul in achieving liberation.

It is thanks to Bhaishree's profound compassion and empathy that one steadfastly experiences fearlessness, safety, deep peace and unconditional love. The valuable jewels of his amazing virtues, shining bright through his enlightened soul, simply eliminates the darkness of our vices. One truly experiences Godliness in his divine shelter. He just gives, even without being asked. Under his grace, even the grossest sinner gets to soar in the sky of divinity.

કરુણા

કરુણા એટલે પોતે જે આધ્યાત્મિક આનંદને ભોગવી રહ્યાં છે તેવો જ આનંદ જગતના સૌ જીવો માણી શકે એવો ઉચ્ચ કોટિનો વિશ્વ વાત્સલ્યભાવ. નિઃસ્પૃહતા અને નિઃસ્વાર્થ પ્રેમ વગર હૃદય કરુણાથી ભીંજાઈ શકતું નથી. પોતાની જાતને અન્યમાં જોવી, અન્યોનાં દુઃખને અનુભવવા અને પોતાના માનવા તે કરુણા છે. જેવો આત્મા પોતાનો છે તેવો જ અન્ય જીવોનો છે એવો સમભાવ કેળવવો તે કરુણારુપી વૃક્ષનું બીજ છે.  અન્યની વેદનાને પોતાની વેદના કરતા પણ વધુ વેદવી એવી નિઃસ્વાર્થ કરુણાથી સત્પુરુષોનું હૃદય છલકાતું હોય છે. સાચા સુખની ભ્રમણામાં મૃગજળ તરફ પ્રયાણ કરી રહેલા જીવોને જોઈ  સંતોનું હૃદય પારાવાર પીડા અનુભવે છે. એટલે જ તેમનું અંતરમન જીવોને શાશ્વત સુખ તરફ વાળવા સતત કાર્યરત હોય છે. સંતોની કરુણા અપેક્ષારહિત હોય છે. એટલે જ પરમકૃપાળુદેવ કહે છે, “જ્ઞાનીપુરુષની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ શુધ્ધ આત્મસ્વભાવ પ્રગટે છે.” આવી પ્રચંડ શક્તિ ધરાવતો કરુણાનો ધોધ સાચા સંતના હૃદયમાં આવિર્ભાવ પામી જગતના સર્વ જીવોને એક સરખા ભીંજવે છે. કરુણાની સાથે રહેલો નિસ્વાર્થ પ્રેમ જીવોને ફરીફરી સત્પુરુષ પ્રત્યે આકર્ષિત કરે છે. આત્માની નિર્મળતાને જાગૃત કરી મલિનતા દૂર કરે છે. જેટલા પ્રમાણમાં આત્માની નિર્મળતા હોય તેટલા પ્રમાણમાં કરુણાભાવ જાગૃત થયેલો હોય છે. આ કરુણા જ પતિત જીવોના ઉત્થાન માટે નિઃસ્વાર્થ પ્રયત્નો કરે છે. જેવું વાત્સલ્ય માતાને પોતાના બાળક પ્રત્યે હોય છે, તેવું જ વાત્સલ્ય સંતોને જગતના સર્વે જીવો પ્રત્યે હોય છે. એ કરુણા જ છે જે હૃદયને આકાશ જેટલું વિશાળ બનાવી તેમાં સમભાવ, સહનશીલતા, ધીરજ તથા નિઃસ્વાર્થ પ્રેમ જેવા ગુણોને પ્રગટાવે છે. 

કરુણાસભર વ્યક્તિનું ઊંડાણ માપવું અશક્ય છે. આખા જગતને સમાવી શકે તેવી કરુણાની ધારા તૃષાતુર જીવોને આત્મદર્શન સુધી લઇ જઈ છેવટે મુક્તિની પ્રાપ્તિ કરાવે છે. સંતોની કરુણામય દીર્ઘદ્રષ્ટિ એક ભવના ક્ષણિક દુઃખને મટાડવા તરફ નહિ પણ અનંત કાળના અનંત દુઃખોને દૂર કરી જીવોને શાશ્વત સુખ તરફ લઇ જનાર હોય છે.

​“માનવસેવા એ જ પ્રભુસેવા”,  “પરહિત એ જ નિજહિત” એ સિદ્ધાંતો ને જીવનમાં અપનાવી પૂ. ભાઈશ્રીએ નિઃસ્વાર્થ સેવાના કાર્યોને જ એમનો જીવનક્રમ બનાવી દીધો છે. પરકલ્યાણ માટે આખું જીવન સમર્પિત કરી દીધું છે. મુમુક્ષુઓની આત્મઉન્નતિ અને સંસાર-પીડિત જીવોની જીવન ઉન્નતિ એ પૂ. ભાઈશ્રીનાં જીવન ધ્યેય બની ગયા છે. ડગલે ને પગલે જગતના જીવો પ્રત્યેનો તેમનો કરુણાભાવ આંખે ઊડીને વળગે છે.

આશ્રમનાં નાના મોટા પ્રસંગો વખતે આશ્રમનાં નવનિર્માણનાં કાર્યોમાં પ્રવૃત મજૂરોને પૂ. ભાઈશ્રી સ્વહસ્તે ભોજન પીરસતા હોય છે. આશ્રમમાં વડીલોની, કામ કરનાર સેવકોની તબિયત અને નાનામાં નાની વસ્તુઓની પૂ. ભાઈશ્રી ઘણી જ ચોકસાઈ અને ચીવટપૂર્વક નોંધ લેતાં હોય છે. આશીર્વાદ વિકલાંગ સેન્ટર, પ્રેમની પરબ, સી.એચ.સી., આંખની હોસ્પિટલ, દાંતનું દવાખાનું, ગર્લ્સ સ્કૂલ, નેત્રયજ્ઞો, અનાજ વિતરણ, છાશકેન્દ્રો, વિકલાંગ કેમ્પ વગેરે સેવાકીય પ્રવૃતિઓ પૂ. ભાઈશ્રીનાં હૃદયની કરુણાના જ પ્રતીક છે. નાનામાં નાના જીવજંતુઓ અને અન્ય પ્રાણીઓ પ્રત્યે પણ ઉચ્ચતમ કરુણાભાવ તેમણે કેળવ્યો છે. સૂવા, બેસવા, ચાલવા વગેરે બધી જ ક્રિયાઓ ઘણી ગંભીરતા, જાગૃતિ અને જયણાપૂર્વક તેઓ કરતા હોય છે. પથારી પર પડેલ નાનું મચ્છર કે અન્ય જીવને ઘણી જ કોમળતા અને પ્રેમપૂર્વક નાનાં કાગળ પર લઇ સુરક્ષિત સ્થાને મૂકતા હોય છે. પાંજરાપોળ, ગૌશાળા, ચબૂતરાં જેવાં પશુઓને રહેવા માટેનાં સ્થળોનાં નિર્માણ તેમ જ અન્ય રીતે સહાયભૂત થવા તેઓ સતત પ્રયત્નશીલ હોય છે. ગામડાંઓમાં પાણી સરળતાથી મળી શકે અને તેનો સંગ્રહ થઇ શકે એવા ‘ચેક ડેમ’નાં અનેક કાર્યોમાં તેઓ પ્રેરક બળ બન્યા છે. સામાજિક સેવાનાં અનેક કાર્યોની અનુમોદના કરવા નાનામાં નાના ગામડાઓમાં, પથરાળ જમીનોમાં, ગરમી કે ઠંડીની ફિકર કર્યા વગર, લાંબી મુસાફરીઓ કરી, શરીરની પણ શાતા – અશાતાનો વિચાર કર્યો નથી.

શાતાશીલીયાપણું અને અહંભાવ જાણે તેઓએ જગત પ્રત્યેની કરુણાના પ્રવાહમાં ઓગાળી નાખ્યાં છે.

દર મહિને યોજાતી અધ્યાત્મિક શિબિરોમાં પૂ. ભાઈશ્રી પોતાની તબિયતની દરકાર કર્યા વગર મુમુક્ષુઓની પ્રગતિને જ કેન્દ્ર સ્થાને રાખી અથાગ મહેનત કરતાં હોય છે. મુમુક્ષુઓની સઘળી તકલીફોનો ભાર જાણે પોતે જ લઈ લીધો હોય તેમ તેઓ સહુની જુદી જુદી સંસારિક પરિસ્થિતિઓને ધીરજપૂર્વક સાંભળી યથાતથ્ય બોધ આપતા હોય છે. લોકોની સૂક્ષ્મમાં સૂક્ષ્મ સંવેદનાઓને પૂ. ભાઈશ્રી જોઈ અને અનુભવી શકે છે, એટલે જ તેમનાં બોધ અને સ્વાધ્યાયમાં સમસ્યાઓનાં નિરાકારણ આપમેળે જ થઇ જાય છે.

મધર ટેરેસા કહેતા કે “લાકોનું મૂલ્યાંકન કરવાનું છોડી દેવું જોઈએ”. મૂલ્યાંકન કરવાથી તેમાં રહેલાં ભગવાન આત્મા તરફ દ્રષ્ટિ જતી નથી. જગતને આત્મરૂપ માનવાથી જ કરુણા ગુણને ઉત્તમ રીતે ખીલવી શકાય છે. પ.પૂ. બાપુજી હંમેશા ગુણગ્રાહ્યદ્રષ્ટિ રાખતા કે જેથી લોકોમાં રહેલા ગુણોને જ જોઈ શકાય. પરનાં દોષો તરફ દ્રષ્ટિ જ ન જાય.

દોષો તરફ દુર્લક્ષ સેવવાથી પ્રેમ અને કરુણાના પ્રવાહમાં અવરોધ આવતા નથી. સર્વ જીવોનું મૂળસ્વરૂપ તો સિદ્ધ ભગવંતો જેવું છે એવી તાત્વિક દ્રષ્ટિ કેળવવાથી અને દ્રઢ શ્રદ્ધા રાખવાથી અહોભાવ વધે છે. સૌનું સાચું સ્વરૂપ એક જ છે એવો સમભાવ કેળવવાથી મૈત્રીભાવ વધે છે. આખુ જગત એક સમભાવી તત્વનો પરિવાર છે એમ ભાવવાથી બંધુત્વભાવ અને વિશ્વવાત્સલ્યપણું વધે છે. જે છેવટે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થભાવ જેવાં અમૂલ્ય ગુણોથી આત્મરત્નને અજવાળે છે.

ક્ષમા અને સહનશીલતા એ કરુણામાંથી પ્રગટ થતાં બે અતિ મહત્વના ગુણો છે. જૈન દર્શનમાં સંયમધારી મુનિઓને ક્ષમા – ક્ષમણ તરીકે ઓળખવામાં આવે છે. સુખના સરોવરમાં સ્નાન કરતા એ ત્યાગી મહાત્માઓની સામે જયારે ઘોર અપરાધ કરનાર કોઈ અતિ હિંસક જીવ આવે છે ત્યારે કોમળ હૃદયી તેઓ કેવળ પ્રેમ અને કરુણાથી તેને વધાવી લે છે. જેમ સૂર્ય, ચંદ્ર તથા નદી એ સહુ માટે સમાન ભાવ રાખે છે તેમ પરમ કરુણાના ધારક સંતો સહુને ક્ષમા આપવા તત્પર હોય છે. અપ્રતિમ કરુણાના ધારક સમદર્શી સદગુરુ પ્રત્યે સરળતા કેળવી જો સમર્પિત થઈએ તો અનંત કાળના અનંત કર્મો એક ભવમાં નિર્જરી જાય છે. તેમનો નિર્મળ પ્રેમ અને અસીમ કરુણાના આશ્રયે રહેતા જીવાત્માઓ દંભ, કપટ અને સ્વચ્છંદથી સદૈવ માટે મુક્ત થાય છે. પરમેશ્વર સમાન સદગુરુની આ કરુણા અધ્યાત્મના માર્ગે ચાલવા માટે શિષ્યને અધિકારી બનાવે છે.

આનંદમાંથી પ્રગટ થતી તે કરુણામાં અપાર ધીરજ અને સહનશીલતા હોય છે. સમભાવ કેળવીને સહન કરતા રહેવું એ કરુણાના ધારક, પૂ. ભાઈશ્રી જેવા સદગુરુઓનો સહજ સ્વભાવ બની જાય છે.
​અનંત કાળથી ભવભ્રમણ કરતો હું અત્યંત દુઃખી છું. અસંખ્યાત રોગોથી ખરડાયેલી એવી કાયામાં હું ચૈતન્ય આત્મા પૂરાયેલો છું. હું કઈ રીતે આ દુઃખોમાંથી મારી જાતને છોડાવીશ? નિજ આત્મા ઉપર જાગતી આ કરુણા એ નિર્વેદ ભાવ છે. સ્વ-પ્રત્યેની આ કરુણાનો ઉહાપોહ જયારે અત્યંત ઉત્કટ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય ઉત્તમ રીતે ખીલે છે. તે વૈરાગ્ય મોક્ષમાર્ગનો ભોમિયો બની જીવને સિઘ્ઘાલય સુધી લઇ જાય છે.

પૂ. ભાઈશ્રીની કરુણા અને વાત્સલ્ય જ છે કે એમનાં સાનિધ્યમાં નિર્ભયતા, સુરક્ષિતતા, અદભુત શાંતિ અને નિ:સ્વાર્થ પ્રેમ સતત અનુભવાય છે. તેઓનાં જ્ઞાન ભંડારમાં ચમકતા અમૂલ્ય ગુણ રત્નો આપણા દોષોરૂપી અંધકારને સહજતાથી દૂર કરે છે. અચિંત્ય ચિંતામણિ વિષે સાંભળ્યું છે પણ પૂ. ભાઈશ્રીનાં આશ્રયમાં તેનો સાક્ષાત અનુભવ થાય છે. તેઓનો કરુણાભાવ કંઈ પણ ન માંગ્યા છતાં બધુંય આપી દે છે. અધમાધમ જીવોને પણ દિવ્યતાનાં આકાશમાં ઉડતાં કરી મૂકે છે. તેઓના વિરાટ અસ્તિત્વમાં રમણ કરી રહેલાં અનેક ગુણોમાંના એકાદ ગુણને પણ જીવનભર વળગી રહીએ, એ જ આ અમૃત મહોત્સવની સાચી ઊજવણી ગણાશે.


Moments of Insight: Compassion

Compassion comes naturally to an enlightened master. This quality is strikingly manifest in even the most ordinary of all activities.

Param Pujya Bhaishree has tremendous control over his body and mind. He sits cross-legged for every discourse, whether it’s an hourly one in Mumbai or a three-hourly one in a Sayla shibir. When he uncoils his legs, there is no stress on his face, the likes of which you’d get to see on most of us who would have shuffled and shifted our sitting positions a few hundred times in an hour. When he gets up, he gets up. There’s no rigidity of the presumptive mind or the aching body.

Once, Bhaishree was unwell and had been advised rest in Mumbai. He was in pain and quite weak. All the Brahmnishts pleaded with him to take it easy. But he smiled away their concern and left for Sayla against medical advice to conduct the shibir. The day before the shibir, everyone was concerned. The spirits were down. Bhaishree pepped us all up by laughing at us in that gently gurgle and teasing us for fretting. Keeping up a bold front for our sake, he assured us he was well and we shouldn’t let anything come in the way of our spiritual goals.

To him, the shibir was paramount. His commitment to his disciples was more important than anything else because he wanted each one of us to be where he was. Thus, he began taking three-hour discourses every day. He would wake up before 5 am to flag off our first meditation, and walk from his kutir to the dining hall three times only so that he could eat with us- it was Br. Vikrambhai’s insistence that finally worked in persuading him to at least use the car for the distance. Here’s a Guru for whom his disciples are paramount. He expects nothing but the best for you, and for that, he is willing to forego and sacrifice not just his personal comfort but whatever comes in the way. His boundless compassion also reveals his iron will and self-control. 

For a long time, all members concerned with the administration of the ashram had been trying to persuade Bhaishree to raise the charges for accommodation and food costs at the ashram. Raj Saubhag charges were the lowest amongst all Shrimad’s and similar ashrams. 

Ashram was suffering a considerable financial shortfall by offering the rooms at subsidised charges. Bapuji had mentioned that staying at the ashram should not be burdensome to mumukshus. Bhaishree continued in the same line of thought and was determined that charges should not be increased.

Bhaishree remains firm in his determination and compassion to ensure that no mumukshu feel deterred by the cost from coming to the ashram.

કરૂણા એ સત્પુરુષોનો સહજ સ્વભાવ બની જાય છે. તેઓનાં જીવનના નાના પ્રસંગોમાં પણ આ ગુણ આંખે ઊડીને વળગે છે.

એક વખત પૂજ્ય ભાઈશ્રીની તબિયત ખૂબ જ નાદુરસ્ત હતી. શિબિર હોવાથી સાયલા આવવાનું હતું. મુમુક્ષુઓ અને બ્રહ્મનિષ્ઠોને ઘણી જ ફિકર હતી. પણ ભાઈશ્રી ખૂબ જ મક્કમ રહ્યા. તેઓની નજર સમક્ષ મુમુક્ષુઓના કલ્યાણની ભાવના સિવાય બીજું કંઈ જ ન હતું. શારીરિક કઠિણાઈ ઘણી હતી. શરીરમાં દુ:ખાવા અને અશક્તિ હતા. ડોક્ટરની સલાહની પણ અવગણના કરી તેઓ સાયલા પધાર્યા. તેમણે બધા મુમુક્ષુઓની હતાશાને દૂર કરી ઉત્સાહ વધાર્યો. શરીર તરફ દુર્લક્ષ સેવી સાધનામાં જ એકાગ્રતા વધારવા બોધ આપ્યો. તબિયતની ફિકર કરી રહેલા મુમુક્ષુઓને પણ સમજણ આપી કે આધ્યાત્મિક લક્ષ્યને સાધવા પરવસ્તુઓ તરફ દુર્લક્ષ સેવ્યા વગર છૂટકો નથી. મુમુક્ષુઓની આધ્યાત્મિક ઉન્નતિની જવાબદારી લીધા પછી તેઓની પ્રગતિ જ ભાઈશ્રીના જીવનની સૌથી મોટી ફરજ બની ગઈ છે. 

શિબિરની શરૂઆત થતાં સવારના ૫ વાગ્યાના ધ્યાનમાં પહોચવા ૪-૧૫ વાગ્યે ઊઠી જતાં. અઢીથી ત્રણ કલાકના સત્સંગમાં પણ વિરામ લીધા વગર સતત સૌનો ઉત્સાહ વધારતાં અને પ્રેરણા આપતાં.

ભોજનાલયમાં પણ ચાલીને આવવાનો આગ્રહ રાખતાં. ક્યારેક બ્ર.નિ.વિક્રમભાઈના કહેવાથી ગાડી વાપરતાં. ખરેખર તો આ ભાઈશ્રીની ઉચ્ચતમ કરૂણા જ છે કે જે તેમની મોટામાં મોટી મુશ્કેલીઓને નજર અંદાજ કરી આપણને સાચા રસ્તે લઈ જવા હરહંમેશ તત્પર હોય છે.

આશ્રમની નાની મોટી દરેક વ્યવસ્થાને નિભાવવાનો ખર્ચ ઘણો જ મોટો હોય છે. છતાંય વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તે હેતુથી મુમુક્ષુઓ પાસેથી નજીવી રકમ લેવામાં આવે છે. 

મુમુક્ષુઓની સંખ્યામાં વધારો થતો જોઇ આશ્રમના ભાવ વધારાની રજૂઆત ભાઈશ્રી સમક્ષ કરવામાં આવી. 

સાધના કરી રહેલા સાધકો પર કોઈ આર્થિક દબાણ ન આવે એવી કરુણામય દ્રષ્ટિ પૂ.બાપુજીની હતી. તેને જ આગળ કરતાં ભાઈશ્રીએ પણ ભાવવધારો કરવાની મંજુરી ન આપી. બને તેટલું પોતે સહન કરી સાધકોની તકલીફો દૂર કરવાનો કરુણાભાવ ભાઈશ્રીના દરેક વ્યવહારમાં દેખાય છે.

Determination & Enthusiasm - સંકલ્પશક્તિ અને ઉત્સાહ


We celebrate Param Pujya Bhaishree's divinity through the wonder of his virtues. Each month a different writer has captured the inspirations drawn from Bhaishree's life that shed light on these beautiful virtues and help us recognise his inner being.

This month we explore Param Pujya Bhaishree's virtues of Determination & Enthusiasm.


Firm Determination and Unwavering Enthusiasm:

Nothing is impossible in this world. If one adheres resolutely to the motive behind a task, it’s achievable.

Determination is the steely resolve and steady focus on the task at hand in the most trying circumstances. It allows no room for pessimism or dejection. Unwavering enthusiasm is the ability to maintain and sustain a high level of enthusiasm from the start of the task till its completion.

Determination and enthusiasm are complementary virtues. Only where there is strong determination can there be unwavering enthusiasm, and only when there is enthusiasm, can strong determination be sustained.

Enthusiasm 2.jpg

Both are foundational virtues in that they lead to the acquisition of many other virtues. Determination and enthusiasm drive out laziness, the biggest adversary of success and build virtues such as patience, concentration, thinking, self-confidence, wisdom, discipline, cheerfulness, fearlessness, organisation and regularity.

If these two virtues are so important in achieving worldly success, their importance in the spiritual sphere cannot be overemphasized. A seeker’s goal of self-realisation may appear arduous at the outset but when he or she meets a true Guru and walks the path of devotion and faith with determination and enthusiasm, the goal appears magically achievable.

determination 1.jpg

How can a seeker develop these virtues and sustain them? By listening to the words of the one person in whom these virtues reach their pinnacle - Param Pujya Bhaishree. And by imbibing these words and implementing them in one’s life. To help seekers develop these qualities, Bhaishree repeatedly stresses upon them in his discourses. Whenever a seeker finds himself or herself in a difficult situation or whenever negative thoughts arise, Bhaishree’s motivational words resonating with positivity drive away all fears and negativity from the mind. They break the shackles of difficulties and open the doors to success.

Determination 2.jpg
Simplicity 1.jpg

Unshakeable faith in one’s Satdev (true deity) and Satguru (true guru) has the subtle power to see you through tough and challenging times with enthusiasm and determination.

Bhaishree often tells us to do whatever we do with enthusiasm, and that’s evident in his life. He never utters negative words. He undertakes even the most ordinary activity with enthusiasm and achieves it with determination. Many are witness to the way he completes challenging projects and achieves miraculous outcomes by the sheer force of his will power and zeal. Some instances:

(1) In the centennial year of Param Krupaludev’s dehvilay (passing away), a biographical film, book, CD and video CD were planned. However, at the time  this project was being discussed in December 1999, nobody except Bhaishree believed that the book would be ready by its deadline of May 7, 2000. Even the author of the book, Dr. Kumarpal Desai, expected the book to be ready only by September 2000. He saw no way to release the book earlier than that. However, Bhaishree remained firm that the book should be ready by May 7, 2000, or else it would not achieve its purpose. Bhaishree would motivate the team, meet Dr. Kumarpal Desai and even the printers. It was thanks to him that the book was ready for launch on April 30, 2000.

(2) Ninama’s revival: The earthquake of 26th January 2001 had caused great devastation in Gujarat. While Kutch was most affected, several villages and hamlets of Saurashtra had suffered great loss of life and property. One such village was Ninama in Sayla district, which was almost fully destroyed. The vast majority of government relief was being used in Kutch. Ninama was excluded from the relatively little help coming to Saurashtra because of some anti-social elements. The situation was worrisome. When Bhaishree heard of the matter and saw the suffering of the residents of Ninama, he promptly adopted the village and got to work. In spite of warnings from local officials on account of the anti-social elements, Bhaishree continued the mammoth work of resurrecting the village without paying any heed. He had a simple counter: “Why should 1500 people suffer due to the deeds of 20-25 unworthy people? Who will help them?”
Taking up this project was difficult enough. The other issue was that at that time, there were no concerted funds or resources for the village. Bhaishree’s overpowering will power turbocharged with enthusiasm changed all that. The physical metamorphosis was effected by sheer mental strength.

The project had an estimated cost of Rs 3 crore. How was such a large sum to be arranged so quickly? It so happened that the main trustee of the Gujarat relief fund and the trustee of Veerayatan were travelling to Kutch and were invited to Sayla on the way. When they were informed of Ninama’s plight, they pledged Rs 1 crore. The government pledged another Rs 1.5 crore. That left a balance of Rs 50 lakh. Bhaishree got us to contact the Times of India Foundation which was actively involved in humanitarian work but they did not work in collaboration with another organisation. However, on Bhaishree’s instructions, the situation was presented to the CEO of the organisation. And to everyone’s surprise, the Foundation pledged Rs 1.crore. All the development were nothing but a tribute to Bhaishree’s vision, iron will and enthusiastic pursuit of goal. Ninama could be raised and redeveloped admirably.

determination 4.jpg
determination 5.jpg

(3) Reviving the poorly managed government hospital Community Health Centre (CHC): The ashram faced many hiccups and hindrances when it took over the management of the government hospital CHC in Sayla. The centre needed continuous attention and intervention for a long time. Just when it seemed to begin functioning smoothly, some anti-social people created problems. This ended up getting the centre a negative report and reduced support from the government. When the ashram people looking after the Centre proposed dropping out of the centre, Bhaishree denied permission. He had a deep concern for the poor and the destitute people who visited the centre. He guided us to face the situation bravely and find solutions. He asked us to work with care and love and without any feelings of discrimination towards anyone. Thanks to his courage of conviction and refusal to be daunted, Bhaishree was proved right once again. All was well in some time and the centre became the villager’s pride and sanctum of refuge.

Today, the centre holds the top position among almost 300 such centre in the state! This is the only community health centre where a host of specialists such as gynaecologists, surgeons and paediatricians among others offer full time service.

 

રઢ સંકલ્પશક્તિ અને અક્ષય ઉત્સાહ

કુછ ભી નહિ અસંભવ જગ મેં, સબ સંભવ હો સકતા હૈ,
કાર્ય હેતુ યદિ કમર બાંધ લો, તો સબ કુછ હો સકતા હૈ..

કોઈ પણ કાર્યની શરૂઆત કરતાં એ કાર્ય યથાતથ્ય રીતે સફળ બનાવવા માટે દ્રઢ મનોબળ સાથે મક્કમ નિર્ધાર કરવો અને જ્યાં સુધી કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ ન થાય ત્યાં સુધી ગમે તેવી વિપરીત પરિસ્થિતિ ઊભી થાય, કાર્યને સફળ કરવું એ અસંભવ લાગવા લાગે - એવા મોટા વિઘ્નો આવે છતાં, એ દ્રઢ મનોબળ અને મક્કમ નિર્ધાર ટકાવી રાખી વ્યવસ્થિત આયોજન સાથે કાર્યને પાર પાડવા માટેનાં પ્રયત્નો કરતાં થાકવું નહિ એ છે દ્રઢ સંકલ્પશક્તિ - નિશ્ચયાત્મકતા (determination).
અને કાર્યની શરૂઆત જે ઉમંગ અને ઉલ્લાસથી કરી હોય તે જ ઉમંગ અને ઉલ્લાસ કાર્ય પૂરું થાય ત્યાં સુધી એવો ને એવો જ ટકાવી રાખવો એ છે અક્ષય ઉત્સાહ (enthusiasm).

આ બંને ગુણો ખરેખર તો એકબીજાના પૂરક છે. જો દ્રઢ સંકલ્પ હોય તો જ ઉત્સાહ અક્ષય બને છે, અને ઉત્સાહ હોય તો જ સંકલ્પબળ ટકી રહે છે.

આ બંને ગુણોને ગુણસમુદાયમાં અગ્રીમ સ્થાન આપી શકે, કારણ કે આ બંને ગુણો જીવમાં જેમ જેમ વિકાસ પામે છે તેમ તેમ તે જીવ બીજા અનેક ગુણોનો સ્વામી બનતો જાય છે. સફળતાનો સૌથી મોટો શત્રુ એવો “પ્રમાદ” એ આ બંને ગુણોના વિકાસથી ટળે છે. ધીરજ, એકાગ્રતા, વિચારશક્તિ, આત્મવિશ્વાસ, વિવેક, અનુશાસન, પ્રફુલ્લિતતા, નિર્ભયતા, સુવ્યવસ્થિતતા, નિયમિતતા જેવા અનેક ગુણો પ્રગટે છે. આવી વ્યક્તિનું જીવન બીજા જીવો માટે પણ પ્રેરણાદાયી બને છે.

Enthusiasm 1.jpg

આ બંને ગુણો સામાન્ય સાંસારિક કાર્યને સફળ બનાવવામાં પણ જો આટલા ઉપયોગી હોય તો મુમુક્ષુ આત્માઓએ તો આ ગુણોનું મહત્ત્વ કેટલું ઊંચું આંકવું ઘટે ! મુમુક્ષુ જીવનો જે મુખ્ય લક્ષ છે - “આત્મદર્શન” તેને પ્રાથમિક દ્રષ્ટિએ સિદ્ધ કરવું ખૂબ જ વિકટ અને કપરું લાગે, પરંતુ સાચા  સદગુરુ   મળ્યે, ભક્તિ અને શ્રધ્ધાના માર્ગે જો દ્રઢ સંકલ્પશક્તિ અને અક્ષય ઉત્સાહ જેવા ગુણો ઉમેરાય તો ‘આત્મદર્શન’ જેવું અતિવિકટ લક્ષ પણ સરળ અને સુગમ બને છે.

મુમુક્ષુઓએ આ ગુણો પોતાના આત્મામાં કઈ રીતે વિકસાવવા અને ટકાવી રાખવાં?

જેમનામાં આ બંને ગુણો પૂર્ણાતાને પામ્યા છે એવા શ્રી સદગુરુ એટલે કે પ.પૂ. ભાઈશ્રીના વચનબળે, તેમના બોધવચનો સાંભળી તેને અંતઃકરણમાં ઉતારી જીવનમાં અનુસરતાં આ ગુણો મુમુક્ષુમાં વિકાસ પામતાં જાય છે.  પ.પૂ. ભાઈશ્રી પણ મુમુક્ષુઓમાં સંકલ્પબળ અને ઉત્સાહ વધે એ માટે વારંવાર તેમના સ્વાધ્યાયો અને આશીર્વચનોમાં આ બંને ગુણો પર ખૂબ ભાર મૂકે છે. મુમુક્ષુ જીવે મુશ્કેલ પરિસ્થિતિમાં કે પછી નકારાત્મક વિચાર ઉદ્ભવે ત્યારે પ.પૂ.ભાઇશ્રીના ઉત્સાહપ્રેરક અને સકારાત્મકતાથી ઉભરાતાં બોધવચનો મનમાં જાગૃત કરતા તે નકારાત્મક વિચારો દૂર થઈ શકે છે અને મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સફળતાનો માર્ગ શોધી શકાય છે.

Determination 8.jpg

સાચા દેવ અને સદગુરુ પ્રત્યેની અવિચળ શ્રદ્ધા એ એક અદ્રશ્ય ચમત્કારિક શક્તિ છે. કાર્ય જયારે વિકટ હોય ત્યારે ઈશ્વર અને ગુરુ સદૈવ મારી સાથે છે એવી શ્રદ્ધા  આપણા ઉત્સાહ અને સંકલ્પને ટકાવી રાખે છે. કાર્યની પાછળ રહેલો હેતુ જો સતત યાદ રહે તો પ્રમાદ પ્રવેશતો નથી અને ન તો ઉત્સાહ ઓસરી જાય છે.  જ્યાં સમજવાનો, શીખવાનો અને જીવનમાં કંઈક વિશેષ કરવાનો અભિગમ છે, ત્યાં ઉત્સાહ અને સંકલ્પબળ જળવાયેલાં રહે છે. પરંતુ હા, આવા અભિગમની સાથે ધીરજ અનિવાર્ય છે. જ્યાં ઉતાવળ છે ત્યાં ચંચળતા, ભય, મૂંઝવણ, ગૂંચવણ બધું હોય છે. સંકલ્પ ડગમગી જાય છે અને ભયને કારણે ઉત્સાહ ખોવાઈ જાય છે. આ બંને ગુણોને ટકાવી રાખવા માટે અન્ય લોકોના નિરુત્સાહી અને નિષેધાત્મક વલણની યથાયોગ્ય સમીક્ષા તેમજ ઉપેક્ષા પણ જરૂરી છે.

Determination 7.jpg

નાનામાં નાના કે મોટામાં મોટા એવા દરેક કાર્ય માટે પ.પૂ. ભાઈશ્રીમાં રહેલ અક્ષય ઉત્સાહ અને દ્રઢ સંકલ્પશક્તિ સ્પષ્ટપણે દ્રશ્યમાન થાય છે. પ.પૂ. ભાઈશ્રીને કોઈએ ક્યારેય પણ નકારાત્મનક વાત કરતા સાંભળ્યા નથી. ભાઈશ્રી તો અખંડ ઉત્સાહનો પૂંજ છે. તેઓ હંમેશા પ્રફુલ્લિત રહે છે. તેમને જોતાં જ આપણી અંદર રહેલી નકારાત્મકતા દૂર થાય છે. અને આનંદનો સંચાર થાય છે. ક્યારેય કોઈ પણ શુભ કાર્ય માટે પ.પૂ. ભાઇશ્રીએ આ કાર્ય યથાયોગ્ય રીતે પૂરું નહિ થઇ શકે એવો નકારાત્મક વિચાર કે અભિપ્રાય દર્શાવ્યો નથી. અમુક કાર્યોમાં તો પ.પૂ. ભાઈશ્રીનાં સંકલ્પબળના ફળરૂપે જાણે ચમત્કાર જ અનુભવાયા છે. એવા અનેક પ્રસંગો છે કે જેમાં પ.પૂ. ભાઈશ્રીના આ ઉત્કૃષ્ટ ગુણોના પ્રત્યક્ષ દર્શન થાય છે, કે જેના વિના અમુક કાર્યો સફળ કરવાં અસંભવિત બન્યા હોત. એમાંનાં અમુક પ્રસંગો અહીં વર્ણવ્યા છે.

(1) પરમ કૃપાળુ દેવના દેહવિલય શતાબ્દી વર્ષની ઊજવણી રૂપે, પરમ કૃપાળુ દેવનું  જીવનચરિત્ર દર્શાવતું પુસ્તક, ફિલ્મ, ઓડિયો અને વિડિઓ CD વગેરે તૈયાર કરવાનું નક્કી કર્યું હતું. ડિસેમ્બર 1999 માં જયારે આ બાબતે ચર્ચા-વિચારણા થઇ રહી હતી ત્યારે, એકમાત્ર પ.પૂ. ભાઈશ્રી સિવાય દરેકે દરેક વ્યક્તિને પુસ્તક સમયસર (7 મી મે -2000) તૈયાર થવું અસંભવિત લાગ્યું હતું, અરે! સ્વયં પુસ્તકના રચયિતા પદ્મશ્રી ડૉ. કુમારપાળભાઈ દેસાઈએ પણ કહ્યું હતું કે પુસ્તક સપ્ટેમ્બર -2000 સુધીમાં તૈયાર થઈ શકશે. તેઓને પ્રસંગની અગત્યતા સમજાવી પુસ્તક સમયસર તૈયાર કરાવી આપવા માટે વિવેકપૂર્વ આગ્રહ કરવામાં આવ્યો, છતાં તેઓએ વહેલામાં વહેલા ઓગસ્ટ-2000 સુધીમાં પુસ્તક તૈયાર કરાવી આપવાની તૈયારી બતાવી. પરંતુ પ.પૂ.ભાઈશ્રીનો તો દ્રઢ નિર્ધાર હતો.   ‘પુસ્તક 7મી મે -2000 સુધીમાં તૈયાર થઇ જ જવું જોઈએ, અને જો એ પ્રમાણે નહી થાય તો પુસ્તકની કોઈ કિંમત રહેશે નહિ’ એમ કહી પ.પૂ.ભાઈશ્રીએ આખી ટીમને ઉત્સાહપ્રેરક માર્ગદર્શન આપી કાર્યને સફળ બનાવવા માટે તૈયાર કરી ભાઈશ્રી જાતે કુમારપાળ દેસાઈ ને મળ્યા, પ્રિન્ટિંગ પ્રેસની પણ મુલાકાત લીધી. પ.પૂ.ભાઈશ્રીના દ્રઢ સંકલ્પશક્તિ અને અવિરત ઉત્સાહ બળથી આખરે ધ્યેય સિદ્ધ થયું અને પુસ્તક 30મી એપ્રિલ - 2000 ના રોજ તૈયાર થઇ ગયું!

(2) 26મી જાન્યુઆરી, 2001માં ભૂકંપે ગુજરાતભરમાં ખૂબ જ તારાજી સર્જી. જેમાં સૌથી વધુ અસરગ્રસ્ત ક્ષેત્ર હતું કચ્છ, પરંતુ સૌરાષ્ટ્રનાં પણ અનેક નાનાં ગામડાંઓ જાનમાલની નુકશાનીનો ભોગ બન્યાં હતાં, જેમાંનું એક ગામ હતું સાયલા તાલુકાનું લગભગ 1500ની વસ્તી ધરાવતું નીનામા, જે ભૂકંપમાં 90%  તારાજ થઇ ગયું હતું. સરકાર તરફની મોટા ભાગની રાહત પ્રક્રિયા કચ્છ તરફી જ ચાલી રહી હતી. જે થોડી ઘણી રાહત સામગ્રી સૌરાષ્ટ્ર માટે આવી રહી હતી, એમાંથી પણ નીનામા ગામને ત્યાંનાં અમુક અસામાજિક તત્વોને કારણે બાકાત રાખવામાં આવ્યું હતું. ક્યાંયથી કોઈ પણ પ્રકારની મદદ ન મળતાં આ બાબત ચર્ચાનો વિષય બની.

Simplicity 2.jpg
SImplicity 4.jpg

આ વાત જયારે પ.પૂ. ભાઇશ્રીના જાણવામાં આવી અને તેઓએ નીનામાના લોકોને ખૂબ મુશ્કેલીમાં ફસાયેલા  જોયાં, ત્યારે જ કરુણાસાગર પ.પૂ. ભાઇશ્રીએ નીનામા ગામને દત્તક લેવાનું નક્કી કર્યું ! તાલુકા સરપંચની અસામાજિક તત્વોને કારણે આ કામ હાથમાં ન લેવાની નકારાત્મક સલાહને નજરઅંદાજ કરતાં પ.પૂ. ભાઇશ્રીએ કહ્યું, “20 - 25 અયોગ્ય વ્યક્તિઓને કારણે બાકીના 1470-80 લોકો શા માટે મુશ્કેલી ભોગવે? તેઓને કોણ મદદ કરશે?” એ વખતે મદદ કરી શકાય એટલું ફંડ કે સાધનસામગ્રી આશ્રમ પાસે હતી નહીં. છતાં પ.પૂ. ભાઈશ્રીએ પૂરી સકારાત્મકતા અને આત્મવિશ્વાસ સાથે કાર્ય શરુ કરી દેવાનો આદેશ આપ્યો. પ્રથમ નજરે તો આવો કઠિન સંકલ્પ સિદ્ધ થવો અસંભવ જ લાગે એમ હતો. અંદાજિત ખર્ચ લગભગ રૂપિયા 300 લાખ જેટલો નીકળતો હતો! આટલી મોટી રકમની વ્યવસ્થા કેવી રીતે કરવી? કચ્છની મુલાકાતે જઈ રહેલા ગુજરાત ભૂકંપ રાહત ફંડના મુખ્ય ટ્રષ્ટિ અને વિરાયતનના એક ટ્રષ્ટિને સાયલા પધારવા વિનંતી કરવામાં આવી. તેઓની સમક્ષ નીનામા ગામની પરિસ્થિતિ વ્યવસ્થિત રીતે રજૂ કરવામાં આવી. પરિણામે તેઓએ રૂપિયા 100 લાખની સહાયની બાંહેધરી આપી. સરકારશ્રી તરફથી પણ 150 લાખની મંજૂરી મળી. હવે ફક્ત બાકીના 50 લાખ માટે ડોનેશનની જરૂરિયાત રહી. છતાં આ રકમ પણ નાની ન હતી. પ.પૂ. ભાઇશ્રીએ જરાય નકારાત્મકતા મનમાં લાવ્યા વિના, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો સંપર્ક કરવા જણાવ્યું. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સામાન્ય રીતે પોતે જ આવા જનહિતના કાર્યો કરતું હતું, પરંતુ બીજા કોઈની સાથે ભાગીદારીમાં નહિ. છતાં પ.પૂ. ભાઇશ્રીના આદેશ અનુસાર તેના સીઈઓ સમક્ષ અસરકારક રીતે મુદ્દાની રજૂઆત કરવામાં આવી. અને સૌના આશ્ચર્ય વચ્ચે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ 120 લાખ રૂપિયાની સહાય કરી !! પ. પૂ. ભાઇશ્રીના દ્રઢ સંકલ્પ અને આત્મવિશ્વાસને કારણે અંતે નીનામા ગામના નવનિર્માણનું કાર્ય સફળતાપૂર્વક સંપન્ન થયું.

(3) સરકારી હોસ્પિટલ CHCના નબળા તંત્રનું સફળ નવનિર્માણ સાયલા સ્થિત સરકારી હોસ્પિટલ CHC ના વહીવટને હાથ ધર્યા બાદ, તંત્રમાં ઘણાં ફેરફાર અને સુધારા કર્યા બાદ જયારે CHC નો વહીવટ સરસ અને વ્યવસ્થિત બન્યો ત્યારે સાયલાનાં અમુક અસામાજિક અને બદમાશ તત્વોએ તંત્ર વ્યવસ્થામાં કનડગત શરુ કરી. જેના કારણે સરકારી હેલ્થ ડિપાર્ટમેન્ટ એ સહકાર આપવાનો ઓછો કરી CHC માટે નકારાત્મક રિપોર્ટ આપવાનું શરુ કર્યું. આવી ઘણી બધી મુશ્કેલીઓને કારણે આખી ટીમ પરમ પૂ. ભાઈશ્રી પાસે ગઈ, અને CHC નો વહીવટ છોડી દેવા માટે વિનંતી કરી. પરંતુ કરુણાસાગર પ. પૂ. ભાઈશ્રી તો ગરીબ અને નિઃસહાય લોકોના હિત માટે ઘણા ચિંતિત હતા. તેઓશ્રીએ તો અમને દરેક મુશ્કેલીનો સામનો કરી તેનો ઉકેલ લાવવા જણાવ્યું અને કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વિના દરેકે દરેક લોકોની પ્રેમ અને આદરભાવ સાથે સારસંભાળ ચાલુ જ રાખવા આગ્રહ દર્શાવ્યો. તેઓશ્રીને તેમનામાં રહેલા દ્રઢ આત્મવિશ્વાસને કારણે ખાતરી હતી કે મુશ્કેલીઓનું નિરાકરણ અવશ્ય થશે જ. અને આખરે ખરેખર ભાઈશ્રીના દ્રઢ સંકલ્પબળ અને ઉત્સાહભર્યા આત્મવિશ્વાસને કારણે બધી જ મુશ્કેલીઓ દૂર થઇ અને CHC માટે ખૂબ સકારત્મક રિપોર્ટ બનવાના શરુ થઇ ગયા. અને આજે આ જ CHC એ રાજ્યની લગભગ 300 CHC ઓમાં અગ્રીમ સ્થાન ગ્રહણ કર્યું છે! આ એક જ CHC એવી છે કે જ્યાં ગાયનેક, સર્જન, પેડિયાટ્રિશિયન, વિગેરે જેવા અનેક સ્પેશ્યલિલિસ્ટ અને અનુભવી ડોક્ટરો  આખો દિવસ સારવાર આપે છે.

     


Moments of Insight: Determination & Enthusiasm

“Obstacles are those frightful things you see when you take your eyes off your goal.”
— Henry Ford (Founder of the Ford Motor Company)

“Obstacles are those frightful things you see when you take your eyes off your goal.” – Henry Ford (Founder of the Ford Motor Company)

Since 1987, annual eye-camps are regularly held at the premises of Sayla Ashram of Shree Rajsaubhag Satsang Mandal. Our divinely benevolent Sadguruji, Param Pujya Bhaishree (Bhaishree), seeing the distress of unfortunate souls suffering from eye-related ailments, was very keen to set up an eye hospital in the Sayla region, which, in those days, was even devoid of basic healthcare infrastructure.

In 2006, inspired by London's mumukshu Shri Arunbhai Doshi, his close relative, Shri Manubhai Sanghrajka approached Bhaishree to donate a large sum of money with a splendid idea of setting-up a full-fledged eye hospital at the Sayla Village. Bhaishree enthusiastically accepted Manubhai's noble offer of this donation, and plans were immediately drawn-up to construct an eye hospital at Sayla.

Meanwhile, one of Manubhai's friends, who himself was operating an eye hospital under his Trust in Limbdi, met Manubhai. In casual conversation, Manubhai talked to him about his contemplated donation in Sayla for the aforementioned eye hospital. The gentleman, being very close to Manubhai, warned him, "In my opinion, you are taking a very wrong decision. I, myself, am running an eye hospital in a City like Limbdi, and we are barely conducting ten (10) operations per month. Fate of such an eye hospital, and that too in a small Village like Sayla, would definitely be bleak. Why you are wasting such a large sum of money?"

However, Manubhai did not flinch by such a detrimental opinion, even though it came from a close friend. His confidence and faith in Bhaishree were just unshakable. Manubhai stuck to his decision like the "Rock of Gibraltar," since Bhaishree had personally assured him of excellent results of his noble gesture.

Bhaishree even planned the inauguration ceremony of the Sayla Eye Hospital very meticulously and effectively. He invited religious and prominent leaders of the Sayla Taluka and also from the Villages of the region. Bhaishree, confidently and enthusiastically, appraised them about the state-of-the-art modern medical facilities and equipment available at the Sayla Eye Hospital, which was at par with facilities available at any Metro City.

Resulting from Bhaishree's robust determination and contagious enthusiasm, today, after a short span of only about ten (10) years, the Sayla Eye Hospital is consistently and successfully conducting almost five hundred (500) operations per month! Moreover, due to the lack of space within the ever-growing old Sayla Eye Hospital, a brand new and a much larger Eye Hospital facility has already been recently inaugurated at Sayla!

"Divine power of true Sadguru always elevates the Society" - Param Pujya Bhaishree has indeed brought these words of wisdom to life through his determination.

“અવરોધો તે ભયાનક વસ્તુઓ છે, જે જ્યારે તમે તમારા ધ્યેય પરથી નજર ખસાડો છો ત્યારે જ દેખાય છે.”
— હેનરી ફોર્ડ (ફોર્ડ મોટર કંપનીના નિર્માતા)

1987ની સાલથી દર વર્ષે શ્રી રાજસૌભાગ સત્સંગ મંડળના સાયલા આશ્રમના પ્રાંગણમાં નેત્ર-યજ્ઞનું આયોજન થતું આવે છે. સાયલાની આસપાસના પ્રદેશમાં પ્રાથમિક સારવાર પૂરતી પણ સવલતોના અભાવે, નેત્રરોગોથી પીડાતા દુર્ભાગી જીવોને જોતાં, અપાર કરુણાવાન અને ઋજુહૃદયી પ. પૂ. ભાઇશ્રીના અંતઃકરણમાં સાયલામાં આંખની હોસ્પિટલ બનાવવાની ઈચ્છા જાગી.

2006ની સાલમાં લંડનના મુમુક્ષુ શ્રી અરુણભાઈ દોશીની પ્રેરણાથી તેમના એક નજીકના સગા શ્રી મનુભાઈ સંઘરાજકા ભાઈશ્રી પાસે આવ્યા અને તેઓએ આંખની હોસ્પિટલ માટે ખૂબ જ મોટી રકમ દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. ભાઈશ્રીએ તેમની ઉમદા ભાવના અને ધગશને સહર્ષ સ્વીકારી અને સાયલામાં આંખની હોસ્પિટલના બાંધકામનું આયોજન શરુ થઇ ગયું.

દરમિયાન, મનુભાઈને એમના એક નજીકના મિત્રને મળવાનું થયું, કે જેઓ પોતે પોતાના જ ટ્રસ્ટ હેઠળ લીંબડી ખાતે આંખની હોસ્પિટલ ચલાવતા હતા. વાતવાતમાં તેઓને મનુભાઈના સાયલા ખાતેની આંખની હોસ્પિટલ માટેના મોટા યોગદાનની જાણ થઇ. તેઓના મનુભાઈ સાથે ઘનિષ્ઠ સંબંધ હોવાથી, તેઓએ મનુભાઈને કહ્યું, “તમે ઘણો ખોટો નિર્ણય લઇ રહ્યા છો. હું લીંબડી જેવા શહેરમાં આંખની હોસ્પિટલ ચલાવું છું, છતાંય અમને મહિનાના માંડ 10 ઓપરેશનો મળે છે. તો સાયલા જેવા નાના ગામડાંમાં આંખની હોસ્પિટલનું શું ભવિષ્ય હોઈ શકે? તમે શા માટે આટલી મોટી રકમ વેડફી રહ્યા છો?”

પરંતુ મનુભાઈને તો પ.પૂ. ભાઈશ્રીમાં પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા હતા જ. ભાઇશ્રીએ પણ તેઓને આ સુંદર કાર્યના ખૂબ જ સારા અને ઊંચા પરિણામો આવશે જ તેની પાક્કી ખાત્રી આપી હતી.

પ.પૂ. ભાઇશ્રીએ આંખની હોસ્પિટલના ઉદ્દઘાટન પ્રસંગનું આયોજન પણ ખૂબ વિચારપૂર્વક બધાજ મુદ્દાઓને લક્ષમાં રાખીને કર્યું. તેઓએ બધાં જ ધર્મોના અગ્રણીઓને, તેમજ સાયલા તાલુકા અને આજુબાજુના ગામોના આગેવાનોને, ખૂબ ભાવભર્યું આમંત્રણ આપ્યું. તેઓએ સૌને ખૂબ જ આત્મવિશ્વાસ, ઉત્સાહ અને આનંદપૂર્વક આંખની હોસ્પિટલની અત્યાધુનિક સુવિધાઓ અને સાધન સવલતો વિષે માહિતગાર કર્યા.

પ.પૂ. ભાઇશ્રીના એ દ્રઢ સંકલ્પબળ અને અવિરત ઉત્સાહને પરિણામે, આજે 10 વર્ષ બાદ, આંખની હોસ્પિટલમાં દર મહિને 500થી વધુ સફળ ઓપરેશનો થઇ રહ્યા છે! આ ઉપરાંત, હવે હોસ્પિટલની જગ્યા નાની પડતાં, વિશાળ જગ્યામાં તેનું નવનિર્માણ થઇ, હાલમાં જ તેનું ઉદઘાટન પણ થઈ ચૂક્યું છે..!

“સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો” - પ. પૂ. ભાઇશ્રીએ પોતાના સંકલ્પબળથી આ શબ્દોને સાકાર કરી બતાવ્યા છે.

Simplicity - સાદગી


We celebrate Param Pujya Bhaishree's divinity through the wonder of his virtues. Each month a different writer has captured the inspirations drawn from Bhaishree's life that shed light on these beautiful virtues and help us recognise his inner being.

This month we explore Param Pujya Bhaishree's virtue of Simplicity.


Simplicity

Simplicity is not just a virtue; it is a way of life. The quintessence of simplicity is honesty and straight-forwardness.

Simplicity is the ability to live without layers. It is the ability to speak plainly, think clearly and act honestly. It is the lack of deceit, pretentiousness, ambiguity or confusion.

A simple person may have one or all of these qualities – honesty, straight-forwardness, directness, easy-goingness, austerity, discipline and a frill-free living. Simplicity is also the ability to be yourself in all circumstances.

Simplicity is a virtue that can be seen. A simple person eschews fussy and ornate clothing, doublespeak, and guile. He or she walks without much ado, talks without much ado and works without much ado.

Simplicity is the wholeness of living where every act, including thinking and speaking, has a purpose that is clear and necessary. Nothing that is not necessary gets on the body, into the mind or in one’s lifestyle.

In its evolved form, simplicity is sincerity, austerity and ease with oneself. In its pure form, it is clarity of mind and purity of living. When we think of these qualities, the vision that flashes before our mind’s eye is that of our Sadguru, Param Pujya Bhaishree. Bhaishree is the personification of simplicity.

Simplicity 1.jpg

In his clothing, his look is clean and non-fussy. He prefers white. When he is gifted clothes, he opts for white as far as possible but does not insist on it to avoid inconveniencing the giver in any way.  There is not a single cut or design on his clothes that is not necessary. His shirts are cut straight, no tail-end snipping for him.

Bhaishree speaks in a measured tones; his voice is steady and even-pitched. He does not speak a single word that is superfluous. He does not waste two words when one will do. More to the point, he does not mince words. He speaks his mind gently, firmly and without hesitation. These are intricate aspects of simplicity in character.

Bhaishree’s activities are a resounding stamp of simplicity. When he walks, he takes measured steps. Each is a purposeful step in the right direction; there is no frivolity in his walk, no ambling about, no meandering. No wastage and no excess.

Every act of Bhaishree’s is conducted accurately and elegantly. Simplicity lives organically within him, like an entity. He weighs every item, event and issue according to its requirement and does justice to it in the most lucid way. His places of stay are the epitome of clean functionality. His home has no remote trace of extravagance.

Bhaishree is a frequent train traveler. As a thumb rule, he avoids the comfort of flights. On the train, he opts for the second class. For years, he travelled by second class. Only recently, he yielded to persistent requests from mumukshus to travel by an air-conditioned coach. When on the road, he always prefers a small car to a lavish sedan even for high-profile meetings.

Simplicity 5.jpg
SImplicity 4.jpg

During his international travel, Bhaishree travels economy class and refuses to upgrade to business or premier class in spite of the insistence of mumukshus who often have air miles to spare and can get the upgrade free of cost.

Simplicity 6.jpg

Like Mahatma Gandhi, Bhaishree believes in the concept of zero waste. He does not throw away anything that has any potential of ever being re-used. Instead of using fresh notepads for his work, he is often found writing on unused parts of pieces of paper. Like him, his day is organized in simple and disciplined slots.

Once, on his recent dharma yatra to the US, Bhaishree was sitting in the house of a mumukshu, along with Br. Vikrambhai, Br. Minalben and a few other Brahmnishths. In this August company were about 70 happy mumukshus. As there were many new faces, everyone decided to introduce themselves by their name and/or by association, such as “I am so-and-so’s son or daughter”. When everyone had finished, Bhaishree decided to introduce himself! Without any reference to his spiritual mentorship, he simply said, “I am Bapuji’s shishya.

Simplicity 2.jpg

Bhaishree is ‘saumya’, which for want of a better English equivalent, can be translated as a steady gentleness. Bhaishree’s face radiates a tranquil peace that is calming.

The possibility that we can be anything like him is just so  delightful a thought. How do we imbibe simplicity as a virtue in our day-to-day life?

Step 1. First and foremost, declutter. Declutter your home, workplace and mind. Reduce your possessions - ‘parigraha’ – little by little. The best way to trim your clutter aggregate is by getting rid of everything you have not used in the past six months. Likewise, if there is an emotion festering in your mind relating to an event or a person that is more than six months old, throw it out of your system. Lighten your load.

Do not get bogged down with too many ideas, too many thoughts, too many emotions. Let go. Focus on what is relevant. Think clean, think functional. Cut down on needless thoughts and needless chatter. Design your daily schedule in a way it makes sense to you. Prioritising is an essential ingredient of simplifying your life. Cut out the appendages of existence.

Step 2. Less is more, as Robert Browning said in his poem, ‘Andrea del Sarto.’  Don’t use a lot where a little will do. Keep or buy only what you need. Shed ostentatiousness from your life. If you need five pairs of clothing, do not get ten. Speak only what you need to. Speak sincerely without slipping into the dreary habit of being meaningless nice to everyone. Avoid getting curious about the lives of people who do not matter.

Step 3. Drop pretentiousness. This is a bit sticky. All of us are used to being nice when we do not mean it and putting on a face for the world. Shed the masks. Wear only your honest face. It helps us feel light and it will take us miles ahead in sadhana.

Step 4. Covet and pursue satsang. Merely being in Bhaishree’s presence can set you off on the path to simplicity without even trying. When you are around him,  you won’t need to be told. It will happen.

Leonardo da Vinci said simplicity is the ultimate sophistication. It is also the ultimate spiritual quest. For, our soul is simple and honest. Let it shine

સાદગી

સાદગી એ એક ઉત્તમ ગુણ તો છે જ પણ ગુણથી પણ વધારે તે જીવન શૈલી છે. સાદગીભર્યું આદર્શ જીવન જીવતા વ્યક્તિના ચારિત્રનો જો વિચાર કરીએ તો સાદગીને પુષ્ટ  કરનારા બીજા  અનેક ગુણો તેનામાં દેખાય છે,  જેવા કે સત્ય, સરળતા, અનુશાસન, નિખાલસતા, આંતરિક હળવાશ અને મોકળાશ તેમજ  સંયમ - તપ અને  ત્યાગ. એમાં પણ ખાસ જ્યાં સાદગી હોય ત્યાં અચૂક સત્ય અને સરળતા હોય જ.   

સાદગી એટલે ડોળ કે આડંબર  વગરનું નિખાલસ, પારદર્શક અને સત્યનિષ્ઠ જીવન. સાદગી એટલે જેવા છે તેવા દેખાવું. સાદગી એટલે સરળ ભાષા, સ્પષ્ટ વિચારણા અને સદાચરણ.  

સાદગી એક એવો ગુણ છે કે, જે જોઈ શકાય તેમજ અનુભવી શકાય. સાદગીમાં સામાન્યપણું રહ્યું છે. જે સાદગીને ધારણ કરે છે તેને વિશેષ બનવાની ખેવના હોતી નથી. ક્યા કપડાં પહેરું?, આ કપડાં પહેરવાથી શું હું વધુ સારો લાગીશ?, લોકો મને જોઈ, મારી પ્રસંશા કરશે કે નહિ?, આવા કોઈ પ્રશ્નો તેને થતા નથી. જેણે સાદગીનો ગુણ અપનાવ્યો છે તેને બાહ્ય દેખાવની ફિકર હોતી નથી. ઓછામાં ઓછા કપડાં તેના કબાટમાં હોય. જે ધોવાયેલા સ્વચ્છ કપડાં હોય તે પહેરી લે.

બધી બાબતોમાં તે નિરાગ્રહી વલણ અપનાવે છે. વયોવૃદ્ધ અનુભવી વ્યક્તિ સાથે વાત કરે કે પછી કોઈ યુવાન ભણેલા સાથે, તેના વિચારો કે મંતવ્યો બદલાતા નથી. તેનો જીવનવ્યવહાર એક સરખો રહે છે. લુચ્ચાઈ, છેતરપિંડી, દગો આપવો આવું તો એ ક્યારેય નથી કરતો. તે ચાલે, બોલે, ભોજન કરે, ગાડી ચલાવે કે કોઈ પણ અન્ય કાર્ય કરે તેની અંતરંગ શાંતિ જળવાયેલી રહે, ધાંધલ  કે ધમાલ કરી વાતાવરણને તે ક્યારેય તંગ નથી કરી દેતો. ઊલટું, તેની ઉપસ્થિતિને કારણે સુમેળ સધાય, સહુ સ્વસ્થ રહે અને નિરાંત અનુભવે.        

સાદગી એટલે અર્થપૂર્ણ જીવન. કશું નિરર્થક નહિ, ઉદ્દેશપૂર્વક તે વિચારે અને વિવેકપૂર્વક બોલે. જેની જરૂરિયાત નથી તેને ન તો એ શરીર ઉપર ધારણ કરે છે, ન મનમાં પ્રવેશવા દે છે. જીવન જળવાયેલું રહે એવી અંતરમાં એક ઉત્તમ જાગૃતિ કેળવી તે જીવે છે.         

સાદગીનો ગુણ ઉત્તરોત્તર જેમ જેમ વિકસતો જાય છે તેમ તેમ સહજતાએ તે જીવ સંયમને પાળતો થાય છે. પુદગલનું આકર્ષણ ઘટી જાય અને ભોગ પ્રત્યેનો અનાસક્ત ભાવ વધુ પ્રબળ બને છે. ત્યાગ અને વૈરાગ્યભાવથી તે વિશેષ સાત્વિક બને છે. મન અને ર્હદયની પવિત્રતા અને બાહ્ય જીવનમાં શુદ્ધતા, નિર્દોષતા, આમ તેનું જીવન પરમાર્થસ્વરૂપ બનતું જાય છે. આવા ગુણોનો વિચાર કરીએ એટલે તુરંત પ. પૂ. ભાઈશ્રી નજર સમક્ષ તરી આવે. તેઓ સાદગીના પર્યાય છે. સાદગીનું જીવંત ઉદાહરણ છે. અનેક ગુણોના સ્વામી તેઓ આપણા માટે ઉત્કૃષ્ટ અવલંબન છે. આપણા માટે તેઓ જંગમ તીર્થ છે. તેમના દર્શન કરીએ એટલે સમસ્ત ગુણોના દર્શન થાય. તેમનામાં રહેલો આ સાદગીનો ગુણ  તેમની આંતરિક સુંદરતાને પ્રગટ કરે છે.      

મોટે ભાગે ભાઈશ્રી સફેદ ઝભ્ભો અને ચૂડીદાર પહેરતા હોય છે. પણ નિરાગ્રહી ભાઇશ્રીને જો કોઈ ભેટમાં અન્ય રંગનો  ચૂડીદાર, ઝભ્ભો કે પછી શર્ટ કે પેન્ટ આપે તો તેઓ પ્રેમપૂર્વક પહેરી લે છે. એમના શર્ટનો વિચાર કરીએ તો તે નીચેથી ગોળાકારના હોય. બન્ને બાજુથી કટ કરેલા વિશેષ ઢબના શર્ટ તેઓ પહેરતા નથી.       

Simplicity 1.jpg

ભાઈશ્રી જ્યારે બોલે ત્યારે તોલી તોલીને બોલે, જો એક શબ્દથી ચાલે તો બીજા શબ્દનો ઉપયોગ ન કરે. સ્વાધ્યાય હોય કે પછી સામાન્ય વાતચીત, તેઓ ઓછું, ધીમું અને મધુર બોલે. તેમનો સ્વર ક્યારેય ઉંચો કે નીચો ન થાય. તેમની વાણી હંમેશાં સમાપ હોય, ક્યાંય કોઈ અતિશયોક્તિ નહિ. કોઈને પ્રભાવિત કરવાનો ભાવ પણ લેશ માત્ર નહિ. મક્કમતા અને મૃદુતાનો મીઠો સમન્વય કરી તેમના વિચારો તેઓ અભિવ્યક્ત કરતા  હોય છે. વાણીમાં રહેલા આ ગુણો તેમની વિનમ્રતા, સાદગી તેમજ સાધારણ વ્યક્તિત્વની પાછળ છુપાયેલા દશાવાન જ્ઞાનીપુરુષનો પરિચય કરાવે છે.

દરેક કાર્ય તેઓ સહેલાઈથી પૂર્ણ કરે. જ્યાં આંટીઘૂંટી હોય ત્યાં કાર્ય જટિલ તેમજ મુશ્કેલ બની જાય છે. ભાઈશ્રી જેવા સંતો માટે કશું છાનું કે છૂપું હોતું નથી. નિ:સ્વાર્થ અને નિ:સ્પૃહભાવે તેઓ ઉદયને સહજ અનુસરતા રહે છે. જયારે ચાલે ત્યારે જાગૃતિપૂર્વક માપીને દરેક પગલું ભરે. ધ્યેયને અનુસરતા તેઓ સાચી દિશામાં યોગ્ય પગલાં માંડે અને નિર્ધારિત લક્ષ્ય સુધી ઉત્સાહપૂર્વક ચાલતા રહે. તેઓ ખૂબ પીઢ છે. જ્ઞાનની ધારામાં રહીને કર્મો ભોગવી જાણે છે. ન કશું ઓછું ન કશું વધારે, બધું જ સમતુલ્ય!     

તેઓ  ઘણી ભૂમિકાઓ ભજવે છે. કૌટુંબિક ફરજો હોય, કે આશ્રમ અને સમાજને લગતા કાર્યો હોય, બધાં જ કાર્યો ચોકસાઈપૂર્વક થાય, ક્યાંય ભૂલ ન કરે. અસામાન્ય કાર્યો સાવ સામાન્ય રીતે પાર પાડે. કાર્ય કરવાની તેમની શૈલી એટલી નિરાળી હોય કે દરેક કાર્ય દીપી ઉઠે. સાદગી તેમના સ્વભાવમાં રહેલી છે એટલે તેમણે કોઈ પુરુષાર્થ કરવો પડતો નથી. પરિસ્થિતિનો તાગ પામી તેઓ યથાયોગ્ય નિર્ણયો લેતા હોય છે. સહુનું શ્રેય સધાય, સર્વમંગલ વર્તાય એવી તેમની અનોખી અને અલૌકિક રીત હોય છે.

તેઓ જ્યાં રહેતા હોય ત્યાં બધું અત્યંત સ્વચ્છ હોય. બધું એની જગ્યાએ વ્યવસ્થિત મુકાયેલું હોવાથી જે વસ્તુ જોઈએ, તે તુરંત મળે, શોધવી ન પડે. તેમનું ઘર સાવ સામાન્ય છે. કોઈ ભપકો નહિ, કોઈ સાધનસમૃદ્ધિ નહિ, એશોઆરામની કોઈ ચીજવસ્તુઓ નહિ. સાદગીભર્યું જીવન જીવીને, તેઓ સુખ અને સગવડનો ભેદ, નિજ આચરણ દ્વારા મુમુક્ષુઓને સમજાવે છે.          

મોટા ભાગે તેઓ ટ્રેનની મુસાફરી કરે છે. વિમાનનો આરામદાયક પ્રવાસ તેઓ ટાળતા હોય છે. શું જરૂર છે એટલા રૂપિયા ખર્ચવાની જયારે આપણે ટ્રેનમાં ઘણા થોડા ખર્ચમાં જઈ શકતા હોઈએ. વર્ષો સુધી તેઓએ સેકન્ડ  ક્લાસમાં મુસાફરી કરી અને જ્યારે મુમુક્ષુઓએ ખૂબ દબાણ કર્યું ત્યારે તેઓની  ભક્તિને વશ થઇ તેમની વિનંતી સ્વીકારીને હવે તેઓ એસી ડબ્બામાં પ્રવાસ કરે છે. ગાડીની મુસાફરી હોય તો તેઓ નાની ગાડીમાં જવું વધુ પસંદ કરે છે. વૈભવથી તેઓ પોતાને હરહંમેશ દૂર રાખે છે.

Simplicity 5.jpg
SImplicity 4.jpg

પરદેશ જાય ત્યારે પણ તેઓ ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરે છે. મુમુક્ષુઓ પ્રાર્થે કે ભાઈશ્રી, અમારી પાસે તે એરલાઈનના માઇલ્સ પડયા છે, મારે કોઈ રૂપિયા આપવાના નથી, છતાં તેઓ મંજૂરી ન જ આપે. સાદગી જેના જીવનનો ધ્રુવકાંટો હોય તે ક્યાંથી આવી વિનંતીઓને સ્વીકારે?  

Simplicity 6.jpg

મહાત્મા ગાંધીજીની જેમ ભાઈશ્રી પણ દરેક વસ્તુઓનો ફરી ઉપયોગ કરે, જે પાછું વાપરી શકાય તેને ફેંકી કેમ દેવાય? કાગળની બીજી બાજુ કોરી હોય તો તેઓ  તેમાંથી પોતાના માટે નોંધપોથી બનાવી લે  અને પછી તેની ઉપર કરવાના કામોની યાદી લખી રાખે. તેઓ ખૂબ વ્યવસ્થિત છે અને એમનું જીવન પણ યોગ્ય રીતે કલ્યાણના માર્ગે સંવેગથી આગળ વધી રહ્યું છે. શું કરવું, ક્યારે કરવું, કોને સાથે રાખવા બધું પહેલેથી નિર્ણિત હોય. તેમની આયોજન શક્તિ અનેકને આશ્ચર્ય ઉપજાવે છે.   

ગયા વર્ષે જ્યારે તેઓ અમેરિકા ગયા હતા ત્યારે એક રાત્રે ઘણા મુમુક્ષુઓ તેમની નિશ્રામાં તેમની સાથે બેઠા હતા. ઘણા નવા મુમુક્ષુઓ હતા તેથી દરેકે પોતાની ઓળખાણ આપવી એમ નકકી થયું. મુમુક્ષુઓએ પોતાની વ્યાવહારિક ઓળખાણ આપતા પોતાનું નામ અને અન્ય વિગતો કહી. જ્યારે ભાઈશ્રીનો વારો આવ્યો ત્યારે તેઓએ એટલું જ કહ્યું કે “હું બાપુજીનો શિષ્ય છું.” મુમુક્ષુઓના માર્ગદર્શક છે, શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળના તેઓ મુખ્ય કર્તા હર્તા છે એવું કશું ન કહ્યું. આ છે એમની વિનમ્રતા અને સાદગી.    

Simplicity 2.jpg

સૌમ્યતા, પ્રસન્નતા, શાંતિ વિગેરે જેવા ભાઈશ્રીની સાદગીના ઘણા રંગો છે. તે રંગોમાં રંગાતા મુમુક્ષુઓ શાંત સ્થિર અને પવિત્ર થઇ રહ્યા છે. આપણે તેમના જેવા થઈએ એ વિચાર કેટલો સમૃધ્ધ, સુખદ અને આહલાદક છે! સવાલ એ છે કે કઈ રીતે આપણે આપણા જીવનમાં આ સાદગીના ગુણને અપનાવીશું?

1) સહુથી પ્રથમ આપણે આપણા ઘરને, મનના વિચારો તેમજ ભાવોને  સુવ્યવસ્થિત કરી દઈએ. ન જોઈતી એવી ઘણી વસ્તુઓ આપણે ઘરમાં ભરી રાખી છે તેને ઘરમાંથી તિલાંજલિ આપીએ. જેની સાથે કંઈ લેવાદેવા નથી એના વિચારો ન કરીએ. જૂની નકારાત્મક સ્મૃતિઓને ભૂંસી નાંખીએ. મનને સ્વચ્છ અને પવિત્ર બનાવીએ. જ્યાં કેન્દ્રિત થવું જોઈએ ત્યાં કેન્દ્રિત થઈએ. આંતરિક રીતે હળવા થઈ જઈએ.

આપણું મન એ જ આપણા જીવનનું ચાલક બળ છે. જો એ મન અવ્યવસ્થિત હશે તો કાર્યો પણ યથાયોગ્ય રીતે નહિ થાય. માટે અનેક પ્રકારની કલ્પનાઓ, સંસારી મનોરથો, પૂર્વગ્રહ કે માન્યતાઓની જે પકડ છે તેમાંથી મનને છોડાવી દઈએ. પ્રથમ મનની મુક્તિ અને તે મુક્ત થયેલું મન આત્માને કર્મોથી મુક્ત કરાવશે. સમયને અનુસરી અનુશાસન પૂર્વકનું જીવન જીવતા થઈએ. તુલનાત્મક રીતે વિચારપૂર્વક ક્રમબદ્ધ બધાં કાર્યો કરતા રહીએ. જેની અગત્યતા અધિક છે તે પ્રથમ કરીએ અને જે કાર્ય કરતાં હોઈએ ત્યારે ચિત્ત એમાં પરોવાયેલું રાખીએ. જીવનમાં સાદગીનો ગુણ જો ખીલવવો હશે તો જેની જરૂરિયાત છે તેનો જ વિચાર કરી  તેને જ પ્રાપ્ત કરવા જેટલી મહેનત કરવી. આત્મશક્તિને સંસારની લોલુપતામાં ન ખર્ચી નાંખવી.

2) ઓછું એ જ ખરેખર અધિક છે. જ્યાં ઝાઝું  છે ત્યાં જીવન વધુ અટવાયેલું, ઘેરાયેલું અને મૂંઝાયેલું રહે છે. આપણા સહુનો આ પ્રત્યક્ષ અનુભવ છે. જેની જરૂરિયાત છે એ જ ખરીદવું.જેટલું જોઈએ તેનાથી વધારે ન ખરીદવું. જે લૌકિક મોટાઈને ઈચ્છે છે તે સાદગીભર્યું જીવન કઈ રીતે જીવી શકે? માટે સર્વ પ્રથમ રૂઆબદાર અને ભપકાભર્યું જીવન મારે નથી જીવવું એવો સંકલ્પ કરો. જે કંઈ બદલાવ લાવવાની આવશ્યકતા છે તેની એક સૂચિ બનાવો. ધીરે ધીરે પણ ચોક્કસપણે તે બદલાવ લાવી દો. જો પાંચ જોડી કપડાં જોતા હોય તો 10 ના ખરીદો. જેટલું જરૂરી છે એટલું જ બોલો. બધાંને સામે ચાલીને મળવાનો, પ્રેમની લાગણીઓને સતત અભિવ્યક્ત કરવાનો, સંબંધોને વધુ સુદ્રઢ બનાવાના પ્રયત્નોમાંથી નિવૃત થાઓ. બીજાના જીવન વિષે જાણવાની ઉત્સુકતામાંથી બહાર આવી જાઓ.

3) દંભ અને બાહ્ય આડંબરને ત્યજી દો. વ્યાવહારિક જીવનમાં, ચહેરાપર મુખવટો પહેરીને બધા સાથે ખોટે ખોટો સ્નેહભાવ ન બતાવો. મનમાં અને હૃદયમાં દ્વેષ ભાવ છે અને બહારમાં મીઠા શબ્દો બોલી ખોટો પ્રેમ જાહેર કરવાનું રહેવા દો. ડોળ  ન કરતાં માધ્યસ્થ ભાવે જીવન જીવવાનો પ્રયત્ન કરો. જીવનને તેમજ સંબંધોને સમેટી લો. લૌકિક અભિનિવેશમાં અતિ દુર્લભ એવો મનુષ્યભવ આપણે હારી જઈએ છીએ એ યાદ રાખો.

સાધનામાં જો આગળ વધવું હશે તો અસંગ થવું પડશે અને અસંગ થવા માટે એકાંત અને મૌન એ અત્યંત આવશ્યક છે.        

4) તૃષ્ણાને સમજી, અંતરની લોભ વૃત્તિઓને વિવેકપૂર્વક દૂર કરી દો. ભાઈશ્રીની સાદગી એ જ એમની દિવ્યતા છે. તે દિવ્યતાના વર્તુળમાં રહેતા સ્વાભાવિક રીતે સાદગીનો ગુણ આપણી અંદર સ્થાપિત થશે.  એમની સાથે રહેતા અને એમના બોધને વાગોળતા આપમેળે પરિવર્તન થતું રહેશે. એમનું સત્ એ આપણા માટે સાક્ષાત્કારનું નિમિત્ત બનશે.  

લિઓનાર્દો ડા વિન્સીએ કહ્યું છે કે, “સાદગીમાં જ અપ્રતિમ સુંદરતા અને દિવ્યતા રહેલી છે”, માટે સાદગીને ઝંખો. આપણે  આપણા અસલ સ્વરૂપને સાદગી દ્વારા પામવાના છીએ કારણ આપણો આત્મા એ પ્રાકૃતિક છે, અકૃત્રિમ છે, સ્વાભાવિક છે. તે જેવો છે એવો તેને રાખતા તેના જ્ઞાનનું તેજ  અનાવરિત થશે, તેને ઝળહળવા દો, તેને ઝળહળવા દો.


Moments of Insight: Simplicity

Meticulousness - ચોકસાઈ


We celebrate Param Pujya Bhaishree's divinity through the wonder of his virtues. Each month a different writer has captured the inspirations drawn from Bhaishree's life that shed light on these beautiful virtues and help us recognise his inner being.

This month we explore Param Pujya Bhaishree's virtue of Meticulousness.


Meticulousness

Conscience is the ripe fruit of the strictest discipline.
— Mahatma Gandhi

"When did you arrive? Have you been standing here for long?" Param Pujya Bhaishree asked, dragging himself out of the work that he was engrossed in.

"Maybe about 5 minutes or so," I replied, feeling a trifle embarrassed that I had disturbed Bhaishree from his work, that he was so diligently performing.

"Sorry, I just did not notice," Bhaishree said apologetically, putting aside the work that he was doing, and involving himself in a conversation with me.

This was my maiden experience of observing Bhaishree meticulously perform his day-to-day tasks. It was like a poetry-in-motion. He was so painstakingly precise about every detail, even the trivial ones, and his concentration was immaculate. I fondly remember those 5 long minutes of silence. Observing Bhaishree was a world-class lesson in meticulousness. It was mesmerising just to watch this beautiful poetry unfold in front of my eyes.

Bhaishree writing his diary 2.jpg

That day, I observed Bhaishree writing his daily diary. Everything was jotted-down to the minutest details with neatly tabulated specifics of every event, it was literally an encyclopedia in the making! It was a treat to peek into Bhaishree's diary - his attention to details and systematic manner of writing were just mind-boggling.

Aristotle once said, "We are what we repeatedly do. Excellence, then, is not an act, but a habit." As such, Bhaishree has attained excellence in so many areas through his virtue of meticulousness, i.e. keeping cognizant attention to details, remaining engrossed in the present, and making this a habit.

The fruits of meticulousness
As I spend more time under Bhaishree's divine shelter, I know for a fact that attaining excellence at everything has become a casual habit for him. His actions have taught me that, by developing the virtue of meticulousness within me, i.e. through industriously focusing on the task presently at hand:

  • Avenues for new karmas getting attracted towards my soul would get blocked (termed as aashrav bhaav);
  • I would remain in a blissful state through which my soul would not attract additional karmas (termed as samvar bhaav); and
  • By continuously remaining in good or pure thoughts and deeds, karmas that I have already attached to my soul would eventually be detached and removed (termed as nirjaraa bhaav).

Thus, by remaining mindfully immersed in the present, I would tend to knowledgeably disregard the past and the future, and, moreover, the likes (termed as raag) and dislikes (termed as dwesh) associated with them, achieving a blissful state of equanimity (termed as sambhaav). This practice, the control of the mind, would elevate my focus and concentration, and benefit me in achieving rapid progress on the spiritual path - and all this through the art of meticulousness.

Meetings
They way in which Bhaishree conducts meetings, both formal and informal, is something to behold. He hardly speaks, and instead listens intently. He may speak for only 5% of the conversation but he 'connects' through his listening and one definitely gets the answers from the 'teacher of few valuable words.' His focus is always on new ideas or possibilities that lead to better options and opportunities. He never lets distractions cloud his objectives and ultimate goals.

Bhashree listening.jpg

Bhaishree's phone calls are always brief and to-the-point, with an identical tone and expression, yet filled with love, irrespective of the topic or caller. Equanimity personified, always.

Punctuality
Bhaishree is always punctual for events. Before leaving for an engagement he will always call the person-in-charge of the event to inquire about the time he should arrive, making that person feel totally at ease. He is always patient, even if he reaches the venue and the hosts are not ready.

A Referenced and Cataglogued Library
Bhaishree's personal books are adorned with lots of highlighting, notes, labelling, and cross-referencing of stories and anecdotes. These are created with intense study, hard-work and diligence, and their purpose is for delivering perfect shibirs or meditation retreats. Whether it is shibir-related material or the Kutir library, topic-specific archives are created, catalogued, packed and neatly placed on numbered shelves. Everything is always easily and readily available for future reference and use. Every detail is on top of his head - he does not miss or forget a thing, forever! None of the material will be seen lying around stray, ever.

Bhaishree Writing.jpg

Correspondence
It is amazing to see how correspondence envelopes are neatly cut-open with a paper knife, postage stamps are neatly removed and placed in country-specific stamp folders, mumukshus' addresses are jotted-down in his address diary, responses are diligently drafted using references from various books such as Vachnamrutji, reply envelopes are addressed, neatly sealed with a glue stick and promptly mailed to mumukshus. Bhaishree invariably replies with a formal thank you note, or another greeting as appropriate (through a letter or an e-mail). No communication ever goes unattended, however insignificant it might seem to the common eye.

Donations
Mumukshus donation initiatives are always appreciated, and Bhaishree always asks the donor as to how he or she would like the donation to be utilised (i.e. for which humanitarian activity), and requests the donor to make the donation at the Ashram office with their own hands and obtain an official receipt for the same. He often personally follows-up to ensure that the donor has been provided with the receipt for his or her donation.

Gifts
When a mumukshu gives a gift: the wrapping paper is carefully opened (without tearing/ripping and is always reused), plastic bags are folded and stored for reuse, gift and chocolate boxes are carefully opened (without tearing or ripping and are always reused for packing other items), decoration materials are stored for future use. The mumukshu's name label is attached to the gift which is then preserved for further apt use. I have hardly seen Bhaishree use any of the gifts that he receives - they are always given away.

Interactions with Ashram staff
Bhaishree always exchanges words, gestures and smiles of appreciation and encouragement with ashram staff and workers. He will ask after their health conditions and their family members with true concern and willingness to help. It is just amazing how Bhaishree remembers the names and scenarios of so many people, many of whom are not even in day-to-day contact with him.

Bhaishree's organisation
Whether it is Bhaishree's room, clothes, or footwear, each item is always in its designated place, nothing will ever be seen lying around haphazardly. His daily wear, formal and special occasion clothes are individually stacked in neat piles, the special occasion clothes being packed in plastic pouches. The clothes used for a part of a day are neatly hung on hangers (for reuse - no unnecessary washing). Neatly stacked undergarments, towels, napkins and handkerchiefs are kept on their precise shelf. Daily chappals are placed on a designated floor-rug, with all other footwear (formal shoes, sports/walking shoes, spare chappals) stored in the bathroom cabinet. After use footwear is immediately placed back in their designated locations after being aired out. Stationery items are placed in their designated drawers, and his mobile phone placed in its designated cradle. The blank backside of all papers are always used for rough note-pads. No paper or stationery is ever wasted. Bhaishree has a clear count of each and every item.

It may sound trivial, but the way Bhaishree folds his napkin is my personal favourite! The first fold is placed along the length of the napkin, followed by one more fold along the length, and then the breadth is folded in three equal parts - all edges have to precisely meet each time. Bhaishree will never hand-over a napkin to anybody unless it is folded personally by him, precisely, as above - what diligence!

Every interaction with Param Pujya Bhaishree, however small, leaves such a deeply positive impression on us and teaches us profound lessons of lifetimes. It is impossible not to fall in love (sorry, rise in love!!!) with Param Pujya Bhaishree.

ચોકસાઈ

અંતરાત્મા, એ કડક શિસ્તનું પાકેલું ફળ છે.
— મહાત્મા ગાંધી

"તમે ક્યારે આવ્યા? શું તમે અહીં ઘણાં લાંબા સમયથી ઊભા છો?" પોતાના કામમાં, જેમાં તેઓ ઓતપ્રોત હતા, તેમાંથી પોતાની જાતને બહાર ખેંચીને પરમ પૂજ્ય ભાઈશ્રીએ પ્રેમથી પૂછ્યું.

“લગભગ પાંચેક મિનિટ થઇ હશે,” મેં જવાબ આપ્યો, પરંતુ મારા મનમાં પરમ પૂજ્ય ભાઈશ્રીની એકાગ્રતામાં વિક્ષેપ પાડવાનો ખુબ જ રંજ હતો.

"માફ કરશો, મારું ધ્યાન નહોતું," પરમ પૂજ્ય ભાઈશ્રીએ કહયું, અને પોતે જે કામ કરતા હતા તેને  બાજુમાં મૂકીને મારી સાથે વાતચીતમાં પરોવાયા.

પરમ પૂજ્ય ભાઈશ્રી રોજીંદુ કામ કરતા હોય તેનું આટલું કરીબી નિરીક્ષણ કરવાનો મારા જીવનનો આ પહેલવહેલો લ્હાવો હતો - જાણે કે “ગતિશીલ કવિતા” ન હોય! મેં નિહાળ્યું કે તેઓ સૂક્ષ્મ વિગતો વિશે તો ચોક્કસ હતા જ, પરંતુ તેઓ બીજી સામાન્ય બાબતો વિશે પણ તેટલા જ ચોક્કસ હતા, અને તેઓની એકાગ્રતા અત્યંત અણિશુદ્ધ હતી. પરમ પૂજ્ય ભાઈશ્રીને નિહાળવાની તે મૌન પાંચ મિનિટો મારા જીવનની ખુબ જ યાદગાર પળો છે, અને મારે માટે તે “વિશ્વ કક્ષાનો” ખંતનો પાઠ બની ગઈ છે. મારી દ્રષ્ટિ સમક્ષ આ સુંદર ગતિશીલ કવિતાની એક એક પંક્તિઓ ઉઘડતી જોવાનો રોમાંચ અદ્ભૂત હતો.

Bhaishree Writing 3.jpg

મેં તે દિવસે પરમ પૂજ્ય ભાઈશ્રીને પોતાની રોજનીશી ડાયરી લખતા નિહાળ્યા - સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિગતો તેમાં ટંકાઈ રહી હતી - દિવસ દરમિયાનના દરેક પ્રસંગો વ્યવસ્થિત રીતે કોષ્ટકોમાં લખાઈ રહ્યા હતા - જાણે કોઈ અદ્ભૂત જ્ઞાનકોષનું નિર્માણ ન ચાલતું હોય! ભાઈશ્રીની ડાયરીમાં નજર નાખવાનો લ્હાવો અનેરો જ હતો - તેઓની લખવાની વ્યવસ્થિત પદ્ધતિ અને સૂક્ષ્મ વિગતો ટાંકવાની ચોક્કસાઈ ભલભલાને આષ્ચર્યચકિત કરી દે તેવા હતા. હું તો હતપ્રભ રહી ગયો - ભાઈશ્રી ના પ્રેમમાં પડી ગયો.

એરિસ્ટોટલે કહ્યું હતું કે, "આપણે જે વારંવાર કરીએ, તે જ આપણી ખરી ઓળખાણ. તેના પછી, શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે પ્રયત્નો કરવા પડતા નથી, પરંતુ તે એક સહજ આદત જ બની જાય છે." એ મુજબ, એ તો દેખીતું જ છે કે, પરમ પૂજ્ય ભાઈશ્રીએ પોતાના ખંતના સદ્દગુણ મારફતે બધા જ કાર્યોમાં સહજ રીતે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી છે. ખંત એટલે - સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિગતો પ્રત્યે જ્ઞાનાત્મક ધ્યાન રાખવું, આત્માના ઉપયોગને હાજર પળમાં જ સૂલિખિત રાખવો; અને આને જ આદત બનાવી દેવી.

હું જેમ જેમ પરમ પૂજ્ય ભાઈશ્રીની દિવ્ય નિશ્રામાં વધારેને વધારે સમય ગાળું છું, તેમ તેમ મને પાક્કી ખાત્રી થઇ ગઈ છે કે, દરેક બાબતમાં શ્રેષ્ટતા હાંસલ કરવી તે ભાઈશ્રીની સહજ આદત બની ગઈ છે. તેઓની સુસંગત ક્રિયાઓએ મને શીખવ્યું છે કે, મારામાં ખંતનો ગુણ કેળવવાથી, એટલે કે, વર્તમાનમાં કરાતી ક્રિયા પર અતૂટ એકાગ્રતા કેળવવાથી:
મારા આત્મા તરફ નવા કર્મો આકર્ષાવાના દ્વારો બંધ થઈ જશે (જેને આશ્રવના દ્વાર કહેવાય);

  • હું એવી સુખાવહ અવસ્થામાં રહી શકીશ, જેથી મારા આત્મા તરફ નવા કર્મો નહીં આકર્ષાય (જેને સંવર કહેવાય);
  • નિરંતર શુભ/શુદ્ધ વિચારો/કર્મોમાં રહેવાથી મારા આત્મા પર ચોંટેલા કર્મો ઉત્તરોત્તર ખરી જશે (જેને નિર્જરા કહેવાય); અને
  • પરિણામે, હું, પરમ પૂજ્ય ભાઈશ્રીએ દર્શાવેલા, અધ્યાત્મ માર્ગ પર ઝડપી પ્રગતિ સાધી શકીશ.

એટલે કે, વર્તમાનકાળમાં કરાતી ક્રિયામાં તલ્લિન રહેવાથી, ભૂતકાળ અને ભવિષ્યકાળની, અને તેની સાથે સંડોવાયેલા ગમા (જેને રાગ કહેવાય) અને અણગમાની (જેને દ્વેષ કહેવાય), હું જ્ઞાનપૂર્વક અવગણના કરી શકીશ, અને પરિણામે સમભાવની સુખાવહ અવસ્થામાં રહી શકીશ. આ મુજબ મારા મન ઉપર કાબુ મેળવવાની આ પદ્ધતિથી મારી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અને એકાગ્રતા ઘણા જ વધતા જશે. આથી મને વ્યવહારિક જીવનમાં તો ફાયદો થશે જ, પણ તેનાથી થતા આધ્યાત્મિક ફાયદાની તો શું વાત કરાય? -  અને, આ બધું, ફક્ત ખંતિલા બનવાથી! કેટલું સુલભ!

પરમ પૂજ્ય ભાઈશ્રીનો ઝળહળતો ખંત સદ્દગુણ દર્શાવતા અનેક પ્રસંગોનો હું સાક્ષી બન્યો  છું. તેના સંદર્ભમાં, મેં મારા મનગમતા થોડા પ્રસંગો નીચે ટૂંકમાં ટપકાવ્યા છે:

પરમ પૂજ્ય ભાઈશ્રી કોઈ બેઠકનું સંચાલન કરતા હોય તેનું વિશ્લેષણ આ મુજબ છે - ભાઈશ્રી ઘણું જ ઓછું બોલે (લગભગ માત્ર 5%), પણ ઉત્સુકતાપૂર્વક વધારે સાંભળે (લગભગ 95%). ભાઈશ્રી પોતાના સાંભળવાથીજ સામેની વ્યક્તિ સાથે આંતરિક જોડાણ જોડે, અને આ તદ્દન ઓછું, પણ મૂલ્યવાન શબ્દો, બોલનારા સત્પુરુષ પાસેથી સૌને પોતાના જવાબ જરૂરથી મળી જ રહે. તેમનું ધ્યાન હંમેશા નવા વિચારો અને નવી શક્યતાઓ તરફ જ હોય, જેથી ચઢિયાતી તકોનું નિર્માણ થઈ શકે. બેઠકના ધ્યેયથી દૂર લઇ જતી કોઈ પણ બાબત તરફ તેઓનું ધ્યાન કદી પણ ન દોરાય.

પરમ પૂજ્ય ભાઈશ્રીની ફોન પરની વાતો એકદમ ટૂંકી અને મુદ્દાલક્ષી જ હોય. ભલે કોઈ પણ વિષય ચર્ચાતો હોય કે સામેની બાજુ કોઈ પણ વ્યક્તિ હોય, તેઓની બોલવાની છટા અને તેઓના હાવભાવ હંમેશા એક સમાન જ હોય. ઝળહળતો સમભાવ - અચૂક અને હંમેશ!

Bhaishree sitting.jpg

પરમ પૂજ્ય ભાઈશ્રી દરેક બાબતમાં હંમેશા સમયસર જ હોય. ખુબીની વાત તો એ છે કે - ભાઈશ્રી કોઈપણ પ્રસંગ માટે નીકળે તે પહેલા તેઓ જેનો પ્રસંગ હોય તેને ફોન કરીને પોતે કેટલા વાગે પહોંચે તે અવશ્ય પુછી લે, જેથી સામેવાળી વ્યક્તિ નિરાંતનો શ્વાસ લઇ શકે. ઘણીવાર તો મેં જોયું છે કે ભાઈશ્રી પ્રસંગના સ્થળે પહોંચી ગયા હોય અને સામેવાળી વ્યક્તિ તૈયાર ન હોય તો પણ ભાઈશ્રી શાંતિથી રાહ જુએ અને જરાક પણ અણગમો ન દર્શાવે.

Bhaishree giving Swadhyay.jpg

પરમ પૂજ્ય ભાઈશ્રીના સ્વાધ્યાયના પુસ્તકોમાં બહુ જ મહેનત અને ખંતથી તૈયાર કરેલી ઘણી બધી નોટસ, રેખાંકિત કરેલા વાક્યો, સંદર્ભી વાર્તાઓની યાદીઓ, વિશેષ ટિપ્પણીઓ, ઇત્યાદિ હોય જ, જેથી કે તેઓ સાધકોને અચૂક સંપૂર્ણ અને સચોટ સ્વાધ્યાયો અને શિબિરો કરાવી શકે. સ્વાધ્યાય અને શિબિરલક્ષી પુસ્તકો વ્યવસ્થિત સૂચિબદ્ધ રીતે તેમના કુટીરના વ્યક્તિગત પુસ્તકાલયમાં ક્રમાંકિત કબાટોમાં ગોઠવ્યા હોય. હજી સુધી એવું કોઈ વખત બન્યું નથી કે કોઈ પુસ્તક જોઈતું હોય અને ન મળ્યું હોય! સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાતો ભાઈશ્રીના મગજમાં હોય - તેઓ કોઈ દિવસ કશું ભૂલ્યા કે ચુક્યા હોય એવું મને યાદ નથી. કોઈપણ વસ્તુ આમતેમ રખડતી હોય, એવું કદી બને જ નહીં.

મુમુક્ષુઓના પત્રોના પરબિડીયા અત્યંત સુઘડતાથી અને સાવચેતીથી પેપર કાપવાના ચાકુ વડે ઉઘાડાય, ટપાલની ટિકિટો પણ સુઘડતાથી ફાટ્યા વગર કઢાય અને દેશ-વિશિષ્ટ ફોલ્ડરોમાં સંગ્રહિત કરાય, મુમુક્ષુઓના સરનામા તરત જ ડાયરીમાં ટપકાવાય, શ્રી વચનામૃતજી, ઇત્યાદિ પુસ્તકોના સંદર્ભ લઈને પત્રોના જવાબો ખુબ જ ખંતથી તૈયાર કરાય, જવાબના પરબિડીયા પર મુમુક્ષુઓના સરનામા સુંદર અક્ષરોમાં લખાય, પરબિડીયા ગુંદરથી સુઘડ રીતે ચોંટાડાય, અને પત્રો ત્વરાથી પોસ્ટ કરાય - અચૂક અને હંમેશ - જોનાર તો આશ્ચર્યચકિત થઇ જાય. ભાઈશ્રી દરેક પત્રવ્યવ્હારનો જવાબ અચૂક આપે જ - ક્યારેક માત્ર આભાર પત્ર, તો ક્યારેક વિગતવાર ઔપચારિક પત્ર, તો ક્યારેક શુભેચ્છાઓ; પત્ર દ્વારા કે ઈ-મૈલ દ્વારા - કોઈ પણ પત્રનો જવાબ ભાઈશ્રીએ ન આપ્યો હોય તેવું ન બને.

મુમુક્ષુઓએ આપેલા દાનની ભાઈશ્રી ખુબ જ કદર કરે અને દાતાઓને તે પુણ્ય કરવા બદ્દલ હંમેશા બિરદાવે. મુમુક્ષુને પોતાનું દાન કયા શુભ કાર્યમાં (એટલે કે સંસ્થાની કઈ માનવતાવાદી પ્રવૃત્તિમાં) વાપરવું છે તે ભાઈશ્રી દાતાને જ પૂછે, અને પોતાના દાનની રસીદ આશ્રમની ઓફિસમાં જઈને પોતે જ બનાવડાવી લે તેવી ભલામણ કરે. ઘણીવાર તો દાતાઓને પોતાના દાનની રસીદ મળી ગઈ કે નહિ તેનું ભાઈશ્રી પોતે જ અનુવર્તન કરે. શું ગજબનો ખંત? વાહ!

મુમુક્ષુઓએ આપેલી ભેટોને લપેટવાના કાગળો ખુબ જ સાવચેતીથી ફાટ્યા વગર ખોલાય (અને તે કાગળો હંમશા ફરી વપરાય જ), ભેટોની પ્લાસ્ટિકની કોથળીઓ સચવાય (અને તે હંમશા ફરી વપરાય જ), ભેટોના અને ચોકલૅટોના ડબ્બા ખુબ જ સાવચેતીથી ફાટ્યા વગર ખોલાય (અને તે હંમશા ફરી બીજી વસ્તુઓ બાંધવા માટે વપરાય જ), ભેટોના શણગારનો સામાન પણ ખુબ સાચવીને રખાય (જેથી કે તે ફરી વાપરી શકાય), ભેટો પર આપનાર મુમુક્ષુનું નામ લખાઈ જાય અને બધી ભેટો ભવિષ્યના વપરાશ માટે સંભાળીને રખાઈ જાય. પોતાને મળેલી ભેટો ભાઈશ્રીએ પોતે વાપરી હોય તેવું મેં ઘણી ઓછી વખત જોયું છે - ભેટો હંમેશા બીજાને જ અપાઈ જાય.

પરમ પૂજ્ય ભાઈશ્રી હંમેશા પોતાના શબ્દો, હાવભાવ કે સ્મિત દ્વારા આશ્રમના કર્મચારીઓની અને કાર્યકરોની પ્રશંસા કરે જ અને પ્રોત્સાહન આપે જ. તેઓના કુટુંબીજનોની તબિયતનો અહેવાલ ભાઈશ્રી પૂછ્યા વગર ન રહે, અને જરૂરતી મદદ પણ આપે જ. મને તો ઘણી વાર તાજ્જુબ લાગે કે ભાઈશ્રીને આટલા બધા લોકો, જેઓ ભાઈશ્રીના દરરોજના સંપર્કમાં પણ નથી, તેઓના નામો અને તે ઉપરાંત તેઓના રોજિંદા અહેવાલની યાદગીરી કેવી રીતે રહે છે? તેઓની કરુણા અત્યંત હૃદયસ્પર્શી છે - આંખોમાં આંસુ લાવી દે!

ભલે એ પરમ પૂજ્ય ભાઈશ્રીનો રૂમ હોય, કે તેમના કપડાં હોય, કે તેમના પગરખાં હોય, કે બીજુ કાંઈ પણ હોય; દરેક વસ્તુ પોતપોતાની નિયુક્ત જગ્યાએ જ હોય - કોઈ પણ વસ્તુ કદી પણ લઘરવઘર રીતે પડી ન હોય. રોજિંદા કપડાં, ઔપચારિક પ્રસંગોના કપડાં, ખાસ પ્રસંગોના કપડાં, ઘડી કરીને સુઘડ રીતે પોતપોતાના ઢગલાઓમાં કબાટમાં મુક્યા હોય - ખાસ પ્રસંગોના કપડાં વ્યવસ્થિત રીતે પ્લાસ્ટિકના પૅકેટમાં રખાયા હોય જેથી તેને ધૂળ ન લાગે, ઓછા સમય માટે વપરાયેલા કપડાં વ્યવસ્થિત રીતે ટાંગીને બાથરૂમના દરવાજા પાછળ રાખ્યા હોય (જેથી ફરીથી વપરાય - ખોટા ધોવા ન પડે), ટુવાલો, જાંગિયા/ગંજી, રૂમાલો, ઇત્યાદિ સુઘડતાથી પોતપોતાના ઢગલાઓમાં બાથરૂમના કબાટમાં રાખ્યા હોય. રોજિંદા ચંપલ પોતાના નિયુક્ત જમીન-પાથરણા પર જ કાઢ્યા હોય, બાકીના બધા પગરખા (ઔપચારિક પ્રસંગોના બૂટ, ચાલવાના બૂટ, વધારાના બૂટ-ચંપલ) બાથરૂમના કબાટમાં પ્લાસ્ટિકની કોથળીઓમાં સુઘડ રીતે રાખ્યા હોય, વપરાશ પછી તરત જ પગરખા ચોખ્ખા કરીને પોતપોતાની નિર્ધારિત જગ્યાએ મુકાઈ ગયા જ હોય. બધી જ લેખન સામગ્રીઓ પણ નિર્ધારિત ખાનાઓમાં મુકાઈ જાય, અને મોબાઇલ ફોન પણ પોતાના લાકડાના નાના પારણાંમાં ગોઠવાઈ જાય. કાગળોની કોરી બાજુ રફ-પેડ તરીકે વપરાય - કોઈ પણ લેખન સામગ્રીનો કે કાગળનો બગાડ ન જ થાય. ભાઈશ્રીને દરેકે દરેક વસ્તુની પાક્કી ગણત્રી હોય જ. હજી સુધી એવું કોઈ વખત બન્યું નથી કે કોઈ વસ્તુ જોઈતી હોય અને ન મળી હોય!

આ છેલ્લી બાબત કદાચ કોઈને તદ્દન સાધારણ લાગે, પણ મારે મન તે સૌથી મનગમતી છે! તે છે પરમ પૂજ્ય ભાઈશ્રીની તેમના નેપકીનની ગડી કરવાની પદ્ધતિ - હરહંમેશ અને અચૂક! નેપકીનની લંબાઈ પર પહેલી ગડી, પાછી નેપકીનની લંબાઈ પર બીજી ઘડી અને છેલ્લે નેપકીનની પહોળાઈ પર ત્રણ સમાન ભાગમાં ગડીઓ - નેપકીનના બધા ખૂણાઓ ચોક્કસ રીતે મળવા જ જોઈએ - દર વખતે! નેપકીન આ રીતે ગડી કર્યા વગર ભાઈશ્રી કોઈને સુપ્રત ન કરે - શું ખંત, શી સુસંગતા - વાહ!

પરમ પૂજ્ય ભાઈશ્રી પાસેથી ખંત સદ્દગુણ શીખીને, તેઓ જેવા જ થવું, તે મારા જીવનનો ધ્યેય બની ગયો છે. ભાઈશ્રી સાથેની દરેક ક્રિયાપ્રતિક્રિયા આપણા ઉપર એક ઉંડી સકારાત્મક છાપ છોડી જાય છે અને આપણને ભવોભવના ગહન પાઠ શીખવે છે.

પરમ પૂજ્ય ભાઈશ્રી સાથે ન પ્રેમમાં પડવું (માફ કરજો, પ્રેમમાં ઉઠવું!!!) તે બિલકુલ અશક્ય જ છે.


Moments of Insight: Meticulousness

Discipline is based on pride, on meticulous attention to details, and on mutual respect and confidence. Discipline must be a habit so ingrained that it is stronger than the excitement of the goal or the fear of failure.
— Gary Ryan Blair

"Bhaishree, we need to pack," I reminded Param Pujya Bhaishree (Bhaishree), at about 3:50pm.

"Yes, we will soon do that," Bhaishree very calmly replied, and continued looking through Vachanamrutji, preparing for his 4:00pm swadhyay and sipping his afternoon tea.

Bhaishree was to depart from Sayla at about 5:30pm to go to Mumbai via a flight from Rajkot, and then, he was to leave for the Dharamayatra to UK the very next day early morning from Mumbai.

This was my maiden experience of helping Bhaishree pack for an extended overseas trip. There was so much happening, and he was so relaxed! 'How?' It just beat me!

"Okay," I said, pretending to remain calm. Deep down, I was wondering, 'Bhaishree will return back from the swadhyay at about 5:15pm and how will we manage to complete his entire packing in just 5-10 minutes!' My anxiety level was on the rise - there was so much to think about and pack for the 12-days’ Dharmayatra; clothes, warm clothes, winter jacket, swadhyay books, medicines, gifts, footwear, etc. etc.

Bhaishree delivered the 4:00pm swadhyay in his calm and cool "signature style," and I could hardly comprehended what Bhaishree said during the swadhyay, continuously thinking about the packing to be done and how the time was getting tighter and tighter for the flight. 'Why does he need to deliver this last swadhyay, when he has to leave and the time is so tight? He can surely ask any Brahmanishth to do that,' I kept questioning and wondering - understanding the unconditional love and overflowing compassion of a true Sadgurudev for his disciples was just beyond me.

Bhaishree compassionately completed his swadhyay at about 5:15pm and stepped out of the Kalyan Hall. "Bhaishree, we have to pack," I once again sternly reminded Bhaishree. I just could not resist my affirmation, and he just sweetly smiled back.  I think he sensed the frustration in my tone, that I was forcibly attempting to camouflage. Along the way from Kalyan Hall to Kutir, several mumuxus stopped Bhaishree in his way to get his blessings, and every stop he was patiently making, my anxiety was just shooting through the roof.

We reached the Kutir at about 5:25pm. "Can you pull out my suitcase and the hand bag, and can you check whether Vijaybhai has brought the car to the Kutir entrance?" Bhaishree requested. 'Will we ever make it? Flight will definitely be missed today,' was still my concern.

I promptly removed Bhaishree's suitcase and hand bag from the cupboard, and hurriedly opened them to start packing. I just could not believe my eyes with what I saw - both bags were almost packed and ready to go! Just then, Bhaishree handed me a bunch of files and a plastic pouch with his medicines, and asked me to put them in the handbag. He also handed me a comprehensive list of all the contents of both his bags! He locked his cupboard and put the keys in his handbag, changed his clothes, wore his shoes, and said, "we are ready, let's go." It was only 5:28pm: I know for sure, since I checked my watch.

Bhaishree catching flight.jpg

He was indeed ready - Bhaishree is always ready! Just then, it dawned on me that during the previous five days of the Ekant Maun Aradhana Shibir, I had seen Bhaishree on-and-off put stuff away either in his suitcase or in his hand bag - as such, he had been continuously and meticulously packing, and also simultaneously preparing a comprehensive list of all the items! He had also prepared a set of files that he would be carrying with him, and had put them aside on the side-table. He had also prepared a clearly-counted set of daily medicines, and systematically packed them in a plastic pouch. These were the last items to be put away in his hand bag - everything was on top of Bhaishree's head and nothing would get missed-out.

I thought, 'What I would have taken a minimum of half-to-one-hour to pack, Bhaishree did it in minutes, sorry, literally in seconds! No last-minute stress or anxiety. No extra effort. How thoughtful? How meticulous?'

That day, I understood the true meaning of Gary Ryan Blair's words that "Discipline must be a habit so ingrained that it is stronger than the excitement of the goal or the fear of failure." Bhaishree is a living proof of these words - every time, without fail.

After the above-narrated instance, I have personally witnessed numerous such 'packing for an extended overseas trip' occasions with Bhaishree, and, believe me, they were all identical. I, sometimes, still do get anxious, but, Bhaishree never does! I truly feel that - that ubiquitous peace on Bhaishree's face emerges directly from his shining virtue of meticulousness - he is always planned and prepared!

By spending precious moments in Bhaishree's divine second-to-none shelter, I have gradually come to understand that, being meticulous eliminates unwarranted anxiety and associated fears. It tends to make one efficient and focused towards the goal, rather than wasting precious time mulling over irrelevant options that would otherwise clutter the mind. No wonder Bhaishree is always razor-sharp decisive.

As Param Krupaludev Shrimad Rajchandraji has quoted in one of his poems - "Greed and mulling over irrelevant options has created this entire worldly life; only remaining inwardly-focused will allow one to achieve salvation." As above, being meticulous, allows one to remain alert in the present and equanimous, and thus would be one of the practical ways of rapidly progressing along the spiritual path towards salvation.

Meticulousness: What an amazing virtue to cultivate in ourselves for our spiritual progress, under the divine shelter of our Sadgurudev Bhaishree, learning from the Master himself. Wow!!!

શિસ્તતા, તે, ગર્વ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિગતો ઉપર રખાતા ધ્યાન, અને અરસપરસના આદર અને વિશ્વાસ પર અવલંબિત છે. શિસ્તતા એવી આંતરિક આદત થઇ જવી જોઈએ કે તે લક્ષ્ય પ્રાપ્ત કર્યાની ખુશી કે નિષ્ફળતાના ડરથી પણ ખુબ જ વધારે મજબૂત હોય.
— ગેરી રયાન બ્લેર

“ભાઈશ્રી, આપણે સામાન બાંધવાનો છે,” લગભગ બપોરે ત્રણને પચાસના સુમારે મેં પરમ પૂજ્ય ભાઈશ્રીને યાદ દેવડાવ્યું.
 
“હા, આપણે થોડી જ વારમાં સામાન બાંધી દઈશું,” બપોરની ચાહનો સબડકો મારતા, ભાઈશ્રીએ ખુબ જ શાંતિથી જવાબ આપ્યો, અને વચનામૃતજીમાંથી બપોરના ચાર વાગ્યાના સ્વાધ્યાયની તૈયારી ચાલુ રાખી.

ભાઈશ્રી તે દિવસે સાંજે સાડા પાંચ વાગે, રાજકોટથી વિમાનમાં મુંબઈ જવા આશ્રમથી રવાના થવાના હતા, અને બીજે જ દિવસે સવારના પહોરમાં યુ.કે.ની ધર્મયાત્રા માટે મુંબઈથી પ્રયાણ કરવાના હતા.

ભાઈશ્રીને જાત્રા માટે તેઓનો સમાન બાંધવામાં મદદ કરવાની આ મારી પહેલવહેલી તક હતી. આટલું બધુ એકી સાથે ચાલતું હતું, અને ભાઈશ્રી એકદમ જ હળવા હતા. ‘કેવી રીતે આટલી હળવાશ?,’ મને જરાક પણ સમજાતું નહોતું.

“બરાબર,” હું જાણે એકદમ જ શાંત હોઉ તેઓ ડોળ કરતા, મેં કહ્યું. મારા મનમાં વિચાર ચાલી રહ્યો હતો કે, ‘ભાઈશ્રી લગભગ સવા પાંચ વાગે સ્વાધ્યાયથી પાછા આવશે, તો તેના પછીની પાંચથી દસ મિનિટમાં બધો સમાન કેવી રીતે બંધાઈ જશે?’ મારી ચિંતા વધતી જતી હતી - કેટલો બધો વિચાર કરીને, પુરા બાર દિવસની ધર્મયાત્રા માટે, કેટલો બધો સમાન બાંધવાનો છે; સાદા કપડા, ગરમ કપડા, શિયાળાનું જૅકેટ, સ્વાધ્યાયલક્ષી પુસ્તકો, દવાઓ, લોકોને આપવાની ભેટો, પગરખા, ઇત્યાદિ, ઇત્યાદિ.

એક બાજુ, ભાઈશ્રીએ પોતાની વિશિષ્ટ શૈલીમાં ચાર વાગ્યાનો સ્વાધ્યાય ઘણી જ શાંતિથી કરાવ્યો, અને, બીજી બાજુ, તે સ્વાધ્યાય દરમિયાન ભાઈશ્રી શું બોલ્યા તેના પર હું જરાક પણ ધ્યાન ન આપી શક્યો! મારા મનમાં, સામાન બાંધવાના અને વિમાનનો સમય નજીકને નજીક આવતો જતો હતો તેના, વિચારો જ સતત આવ્યા કરતા હતા. ‘સમય આટલો ઓછો છે તો ભાઇશ્રીને આ છેલ્લો સ્વાધ્યાય પોતે કરાવવાની શું જરુરત છે? કોઈ પણ બ્રહ્મનિષ્ઠને આ કામ સોંપ્યું હોત તો કેટલું સારુ થાત,’ હું પોતાની જાતને પ્રશ્ન પુછતો રહ્યો - મને એક સદગુરુના તેમના શિષ્યો પ્રત્યેના નિષ્કારણ પ્રેમની અને સતત વહેતી અઢળક કરુણાની સમજણ ન પડી.

ભાઈશ્રી જરા પણ ઉતાવળમાં ન હતા, અને તેઓ લગભગ સવા પાંચ વાગે સ્વાધ્યાય સમાપ્ત કરીને કલ્યાણ હોલમાંથી બહાર આવ્યા. “ભાઈશ્રી, આપણે સામાન બાંધવાનો બાકી છે,” મારાથી જરાક કડક અવાજમાં ફરીથી યાદ દેવડાવાઈ ગયું, અને ભાઈશ્રીએ જવાબમાં મારા તરફ એક મીઠું સ્મિત ફરકાવ્યું. મને એવું લાગ્યું કે ભાઈશ્રીને મારી હતાશાનો ખ્યાલ આવી ગયો હતો, જેને હું ખુબ જ ચાલાકીથી છુપાવવાની કોશિષ કરી રહ્યો હતો. કલ્યાણ હોલથી કુટિર જતા રસ્તામાં ઘણા મુમુક્ષુઓએ આશીર્વાદ લેવા ભાઈશ્રીને અટકાવ્યા, અને જેટલી વાર ભાઈશ્રી શાંતિથી ઉભા રહ્યા, તેટલી જ મારી ચિંતા વધતી ગઈ.

અમે લગભગ પાંચને પચ્ચિસે કુટિરમાં પહોંચ્યા હશું. “જરા મારી સૂટકેસ અને હેન્ડબેગ કાઢીશ? અને જરા જો તો વિજયભાઈએ ગાડી કુટિરની બહાર લગાડી છે કે નહિ?” ભાઈશ્રીએ વિનંતી કરી.

‘શું આપણે આજે સમયસર એરપોર્ટ પહોંચી શકશું? આજે તો વિમાન ગયું જ સમજો,’ હું ખુબ જ ચિંતિત હતો.

મેં તરત જ ભાઈશ્રીની સૂટકેસ અને હેન્ડબેગ કબાટમાંથી બહાર કાઢ્યા અને તેને ખોલીને હું ઉતાવળે સામાન બાંધવાની શરૂઆત કરવા ગયો. ત્યારે મેં જે મારી સગી આંખે જોયું તેને હું માની જ ન શક્યો - બન્ને બેગોમાં સામાન લગભગ મુકાઈ ગયો હતો, બન્ને બેગો લગભગ તૈયાર જેવી જ હતી! ત્યારે ભાઈશ્રીએ મને એક ફાઈલોનો નાનો થોકડો અને દવાઓનું પ્લાસ્ટિકનું પેકેટ આપ્યું, અને તેને હેન્ડબેગમાં મુકવાનું કહ્યું. ભાઈશ્રીએ મને ત્યારે બન્ને બેગોમાં રખાયેલી વસ્તુઓની વ્યવસ્થિત લાંબી યાદિ પણ આપી, અને તેને પણ હેન્ડબેગમાં મુકવાનું કહ્યું. તે પછી ભાઇશ્રીએ કબાટને વાસીને, ચાવીને હેન્ડબેગમાં મૂકી, પોતાતા કપડા બદલાવ્યા, બુટ પહેર્યા, અને બોલ્યા, “આપણે તૈયાર છીએ, ચાલો નીકળીએ.” એ વખતે માત્ર પાંચને અઠિયાવીશ થઇ હતી: મને તેની પાક્કી ખાત્રી છે, કારણ કે ચિંતામાંને ચિંતામાં તે વખતે મેં મારી ઘડિયાળ અવશ્ય જોઈ હતી.

તેઓ તૈયાર હતા - પરમ પૂજ્ય ભાઈશ્રી હંમેશા તૈયાર જ હોય છે! ત્યારે મને યાદ આવ્યું કે તે એકાંત મૌન આરાધના શિબિરના છેલ્લા પાંચ દિવસો દરમિયાન ભાઇશ્રી કંઈને કંઈ તેઓની સૂટકેસમાં કે હેન્ડબેગમાં મુકતા જતા હતા - ભાઈશ્રીએ તો તેમનો સામાન બાંધવાનું ક્યારનું શરુ કરી દીધું હતું, અને લગભગ સમાપ્ત પણ કરી કાઢ્યું હતું, અને સાથે સાથે બન્ને બેગોમાં રખાયેલી બધી વસ્તુઓની વ્યવસ્થિત યાદિ પણ તૈયાર જ હતી! તે ઉપરાંત, તેઓએ તેમના પલંગની બાજુના ટેબલ ઉપર સાથે લઇ જવાની ફાઈલોનો થોકડો અને જાત્રા દરમિયાન જોઈતી દવાઓનું વ્યવસ્થિત ગણીને પ્લાસ્ટિકનું પેકેટ પણ તૈયાર કરી દીધું હતું, જે છેલ્લે હેન્ડબેગમાં મુકવાના હતા. ભાઈશ્રીને બધું જ યાદ હતું, જેથી કે કશું પણ ચૂકાઈ ન જાય.
 
મને વિચાર આવ્યો કે, ‘આ સામાન બાંધતા મને ઓછામાં ઓછો અડધો કલાક કે પૂરો કલાક લાગ્યો હોત, તે કામ ભાઈશ્રીએ મિનિટોમાં નહિ પણ સેકન્ડોમાં પતાવ્યું! ન કોઈ છેલ્લી ઘડીની ચિંતા કે તણાવ. ન કોઈ ઉશ્કેરાટ, કે ન કોઈ વધારાના વલ્ખા. શું વિચારશીલતા? શું ખંત? વાહ!

તે દિવસે મને ગેરી રયાન બ્લેરના શબ્દો ખરેખર સમજાયા કે, “શિસ્તતા એવી આંતરિક આદત થઇ જવી જોઈએ કે તે લક્ષ્ય પ્રાપ્ત કર્યાની ખુશી કે નિષ્ફળતાના ડરથી પણ ખુબ જ વધારે મજબૂત હોય.” પરમ પૂજ્ય ભાઈશ્રી આ શબ્દોની જીવંત સાબિતી છે - હરહંમેશ, કદી પણ ચુક્યા વગર.
 
ઉપર દર્શાવેલા દ્રષ્ટાંત પછી, ભાઈશ્રી સાથે ધર્મયાત્રા માટે સામાન બાંધવાના અનેક પ્રસંગોનો હું સાક્ષી બન્યો છું, અને તે બધા પ્રસંગો એક સરખા જ રહ્યા છે. હું ઘણી વાર છેલ્લી ઘડીએ ચિંતિત થયો હોઈશ, પણ ભાઈશ્રી તો હંમેશા અચલ અને અડગ જ રહ્યા હોય!

મને ખાત્રી છે - પરમ પૂજ્ય ભાઈશ્રીના મુખ ઉપર હરહંમેશ શોભતી અચલ શાંતિ તેઓના ઝળહળતા ખંત સદ્દગુણને કારણે જ છે - તેઓ હંમેશા સંપૂર્ણ રીતે આયોજિત અને તૈયાર જ હોય છે!

પરમ પૂજ્ય ભાઇશ્રીની દિવ્ય નિશ્રામાં રહેતા રહેતા મારી સમજણ વધતી ગઈ છે કે, ખંતીલા બનવાથી બિનજરૂરી ચિંતા અને ડરનો સહજ નાશ થાય છે. ખંત સદ્દગુણ વિકસાવવાથી કાર્યક્ષમતા અને લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કેન્દ્રિત કરાતું ધ્યાન વધશે, જેથી મનને દુષિત કરતા વિકલ્પોમાં મારો ખોટો કિંમતી સમય નહિ વેડફાય. આ પછી, ભાઈશ્રીની નિર્ણય લેવાની ક્ષમતા એકદમ જ અણીશુદ્ધ હોય, તેમાં હવે નવાઈ શી?

પરમ કૃપાળુદેવ શ્રીમદ્દ રાજચંદ્રજીએ તેઓના એક પદમાં (શ્રી જિન પરમાત્માને નમઃ, રાજકોટ, 1957) સ્પષ્ટ દર્શાવ્યું છે કે -

“ઉપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર;
અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહીં વાર.”

એ જ પ્રમાણે - ખંત સદ્દગુણ કેળવવાથી મુમુક્ષુથી વર્તમાનકાળમાં સમભાવથી (મોહ અને વિકલ્પ વગર, રાગ અને દ્વેષ વગર) સાવચેતીપૂર્વક વર્તાશે, અને મુમુક્ષુ માટે વ્યવહારૂ જીવનમાં પણ ખંત સદ્દગુણ અધ્યાત્મ માર્ગ પર ઝડપથી સહજ પ્રગતિ સાધવાનું કારણ બની જશે.

ખંત/ચોકસાઈ: આપણી આધ્યાત્મિક પ્રગતિ માટે, આપણામાં વિકસાવવા લાયક એક અદભુત સદ્દગુણ! અને તે પણ આપણા ખંતિલા સદગુરુદેવ પરમ પૂજ્ય ભાઇશ્રીના માર્ગદર્શન હેઠળ, તેઓના જ દિવ્ય અનન્ય શરણમાં રહી ને. એનાથી વધારે સુંદર શું વાત હોઈ શકે? વાહ!!!

Bhaishree at the airport.jpg