Bodhdurlabh Bhavana
From the time we are born, we are taught how to walk, talk, sit, eat, etc. When we get a little older, we go to school to imbibe knowledge about the world we live in – what it is and how it functions.
Acquiring this knowledge is important for us to live well in this life. There is a knowledge, however, that goes beyond the given. It helps us and heals us forever. It bestows inner peace and lasting calm.
જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું
This knowledge is actually the substratum of all knowledge that we can derive from other sources, because once we acquire this knowledge, we can progressively ascend the path to salvation and naturally know everything about all the worlds that exist without ever reading a text book or going to school. But that’s just the side benefit. The real advantage of acquiring this knowledge of the self is that it can lift you out of the vicious cycle of births and deaths and eliminate all possibility of sorrow and unhappiness. For good.
Each one of us has spent an eternity in nigod - that pit of misery where infinite souls struggle in invisible bodies squashed against one another in a crushing lack of space. Each time a soul attains liberation (Siddha), one organism is freed from nigod, giving it the opportunity to fashion its life intelligently and attain liberation.
Thanks to our good fortune, we have been released from that abyss. From an organism with a single sense organ to one with mobility is a tough progression that only some manage; from that to possessing a body with five senses is an ascent that even fewer make. Rarer than these possibilities is the acquisition of the acme of physical evolution - a human form.
Back and forth, we have been criss-crossing a cyclical labyrinth of infinite births and deaths to get at where we are. A human body is an exceptional (dushprapya) accomplishment that is achieved only with a sustained struggle and accumulation of good karma over a zillion millennia. It is only in the human form that we can liberate our soul.
We are fortunate that our transmigration has endowed us with the human form countless times but, regrettably, we have not managed to liberate ourselves from the bondage of birth and death. A step ahead of accomplishing a human form is getting a conducive environment where our spiritual quest can take seed and grow.
We have attained this rare stage as well, in many human births, after a lot of hardship. The fact that our soul still continues to be trapped in a body suggests that we have missed something in previous human lives in spite of being blessed with an encouraging atmosphere for spiritual growth.
બહુ પૂણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો,
તોયે અરે! ભવચક્રનો આંટો નહિ એક્કે ટાળ્યો.
That elusive element that we missed is access to right knowledge (samyak gnaan), right faith (samyak darshan) and right conduct (samyak chaaritra) which can help us escape the relentless grind of life.
In Jainism, we are blessed to have a rich bounty of literature on the right knowledge. There is road map expertly guiding us towards self-realisation and salvation. Even though many original scriptures have been lost over time, what we have today is more than adequate to deliver us from our miserable existence in this world. But we falter in our inability to decode and understand the teachings as they should be. We need somebody who can interpret it the correct way.
Western philosopher Bertrand Russell, in ‘Appearance and Reality’, tells us that we see a rectangular table as rectangular even though that is not how it appears to our eyes. In our perception, the farther side of the table looks shorter; the table appears as if it tapers towards the other side. However, our experience informs us that the table is rectangular. Therefore, we see the table as rectangular in our mind, and not a trapezoid as our eyes see it.
In the same way, knowledge of the self is acquired by seeking out an experienced master who knows the soul as it is and can impart that knowledge to us on the basis of his profound insight into our spiritual texts.
Left to ourselves, we may not interpret or comprehend the teaching as they are. A little knowledge is a dangerous thing.
In all his literature, Param Krupaludev Shrimad Rajchandra has articulated the ‘mool marg’ – the quintessential path - of Bhagwan Mahavir. His teachings have enlightened innumerable seekers. In verse 128 of ‘Aatmasiddhi Shastra’, he sums up the six core spiritual truths and tells us their significance:
દર્શન ષટે સમાય છે, આ ષટ સ્થાનકમાંહી,
વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ
There is soul; the soul is eternal; the soul is the doer of karma; the soul bears the fruits of its karma; there is salvation; the path of salvation is through true dharma. Contemplation of these eternal truths will clear all cobwebs of doubt and open our inner eye.
The primary quality a seeker needs to have is thirst for truth - right knowledge (samyak gnaan). Param Pujya Bhaishree says right knowledge leads to right faith. However, right knowledge gets fructified only with the experience of the self or right faith (samyak darshan). These two lead us to right conduct (samyak chaaritra). Therefore, right faith is what seekers need to strive for. That is the number one. If you add zeroes to zeroes, you get nothing. Add zeroes to the number one, and you get a value.
On one occasion, Shrimadji told the village children a story: A goat and a buffalo went to a pond to drink water. When they returned, the goat had had some water but the buffalo had not. He asked the children why that was so. The children could not answer. Shrimadji explained, not in these exact words, “A buffalo has the habit of muddying the water while the goat drank from the edge of the pond. Like the buffalo, some people go to a wise person but are unable to benefit from his experience, and instead are a hindrance to others. Other listeners are like the goat. They absorb what he says and benefit.”
A true seeker needs to have the drive - the thirst and the respect for knowledge. He needs to want out. Permanently. Our mindless pursuit of the temporal can be arrested only with the force of a Sadguru’s blessing and our hard work. We are blessed to have the grace of an enlightened master like Param Pujya Bhaishree who is holding up the invaluable light of liberation in his hands to offer us. What are we waiting for? Why slacken in following the path?
We cannot falter now. There are many organisms still out there suffering in nigod who are suffering unbearable agony. The incidence of our freedom from our past must mean something. Let’s contemplate: “I have suffered immeasurable agony in the terminal darkness of nigod and other life forms. I do not wish to prolong my suffering by taking any other form. I will follow my Sadguru’s aagnas, read and listen to what he has said and work hard to free my soul from transmigration.”
That is the only way we too can experience the bliss we see on our Sadguru’s face.
બોધદુર્લભ ભાવના
દુર્લભબોધિ એવા પંચમ કાળમાં સાચું જ્ઞાન કોને કહેવાય તેજ મોટા ભાગના મનુષ્યો જાણતા નથી માટે પ્રથમ સમ્યફજ્ઞાન શું છે તે જાણવું અગત્યનું છે.
ખાવું, પીવું, બેસવું, ચાલવું વગેરે બધી સાહજિક ક્રિયાઓ છે. આ ક્રિયાઓ થકી મનુષ્ય સ્વાવલંબી બને છે અને માટેજ બાળકનો જન્મ થાય ત્યારથીજ તે બધું શીખવા માંડે એવો ભાવ માતા પિતા તેમજ અન્ય કુટુંબીજનને હોય છે.
દરેક બાળકમાં ગ્રહણ કરવાની નૈસર્ગિક શક્તિ રહેલી છે. જેમ જેમ તે મોટું થાય, તેમ તેમ આ જગતને તે જાણતું અને સમજતું થાય છે. શાળાનો અભ્યાસ તેને વ્યવસ્થિત રીતે વિવિધ વિષયો શીખવાડે છે. વિવેકપૂર્ણ જીવન જીવવા માટે ભાષાજ્ઞાન, ગણિત, વિજ્ઞાન વગેરે ભણવાની જરૂરિયાત છે. આ ભૌતિક જ્ઞાન થકી વ્યાવહારિક જીવન ઉન્નત બને છે. દુર્ભાગ્યે, સારા મનુષ્ય બનવાને બદલે સારી નોકરી મળશે એવા લક્ષ્યે બાળકને ભણાવામાં આવે છે. ભણવું એ વાસ્તવમાં જ્ઞાન નથી, જ્ઞાન એ કંઈ જુદીજ વસ્તુ છે. પર પદાર્થોનું જ્ઞાન લેવું એ ખરેખર માત્ર માહિતી છે. પુસ્તકમાંથી વાંચેલું, કોઈનું સાંભળેલું અથવા પોતે જોવાથી કે બાહ્ય જીવનના અનુભવથી આપણે આ જગતને જાણીએ છીએ, તેની રીતભાત શીખી જીવન જીવીએ છીએ. તે જ્ઞાન એ વાસ્તવમાં જ્ઞાન નથી. જ્ઞાન એજ કે જે ભવ હેતુ નહિ પણ મોક્ષ માટેનો સેતુ બને.
“જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો” એ પદમાં પરમ કૃપાળુ દેવ શ્રીમદ્જી લખે છે:
નહિ ગ્રંથમાંહી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિ કવિચાતુરી;
નહિ મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિ ભાષા ઠરી;
નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળો;
જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો.
તમામ આગમોને જાણતો, નવપૂર્વધારી વિદ્વાન હોય પણ જો આત્માને ન જાણ્યો તો બધું જાણવું નિષ્ફળ છે, નિરર્થક છે. જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું.
પ્રેમ, શાંતિ, પ્રસન્નતા, ક્ષમા સહનશીલતા અને સમભાવ જેવા ગુણ જેના દ્વારા પ્રગટ થાય તે સાચું જ્ઞાન. જ્ઞાન એ એક એવી અવસ્થા છે જેમાં શરીર પ્રત્યે આત્મબુધ્ધિ થતી નથી. જ્યાં જ્ઞાન છે ત્યાં દુઃખ મધ્યે પણ સુખનો અહેસાસ થાય છે. જ્ઞાન એ આત્માનો સહજ સ્વભાવ છે, દેહ, ઇન્દ્રિયો, મન એ તેના માધ્યમ છે. પોતાને એટલે કે આત્માને જાણવા માટે કોઈ ઇન્દ્રિયોની આવશ્ક્યતા નથી તે અતીન્દ્રિય જ્ઞાન છે. આ જ્ઞાન જયારે પૂર્ણ રૂપે ખીલે છે ત્યારે કોઈ પુસ્તકો વાંચવા પડતા નથી ત્રણે લોક અને ત્રણે કાળ આત્માના જ્ઞાનમાં સહજ જણાય છે. ખરેખર તે જ્ઞાનનો હેતુ અનંત સમાધિ સુખ છે, પણ આંતરિક નિર્મળતા એટલી અધિક છે કે આખુંએ બ્રહ્માંડ તે જ્ઞાનમાં સહજ સમાય જાય છે.
અનંતકાળનું જન્મમરણનું તીવ્રતમ દુઃખ એક માત્ર આત્મજ્ઞાન થતાં દૂર થાય છે. તે જ્ઞાન ભવસમુદ્ર પાર કરાવી દે છે. આ જ્ઞાન દ્વારા અનેક ગુણો ઉત્તમ રીતે ખીલતા જાય છે અને પરમાર્થના પંથે તે આગળ વધારે છે. આ જ્ઞાનમાં સ્થાયિ નિવાસ કરતા અનંત કર્મોની નિર્જરા થાય છે. જ્ઞાનભાવમાં રહી, શુધ્ધ ચારિત્ર પાળી, અસંગ બની જીવ મોક્ષને પ્રાપ્ત કરે છે.
એક શરીરમાં અગણિત જીવો અનંત કાળ સુધી નિગોદમાં રહી અત્યંત દુઃખ અનુભવતા રહે છે. એક આત્મા જ્યારે સિધ્ધ ગતિને વરે ત્યારે નિગોદમાંનો એક જીવ છૂટે છે. છૂટ્યા પછી જો તે જીવ સદબુધ્ધિપૂર્વક, પોતાનું કલ્યાણ વિચારીને જીવન જીવે તો અવશ્ય મોક્ષને પામે છે. આપણે અતિ ભાગ્યશાળી છીએ કે અનંત કાળના એ દુઃખમય કારાગૃહ માંથી છૂટી ગયા છીએ. અકામ નિર્જરા કરતા કરતા અસંખ્યાત કાળ વ્યતીત થયા બાદ એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિય મનુષ્યપણું પ્રાપ્ત થયું છે. નિગોદથી મનુષ્યની આ દુઃખમય યાત્રા અનંત વાર આપણા આત્માએ કરી છે પણ અફસોસ કે સંસારચક્ર હજુ સુધી ફરતુંજ રહ્યું છે. આપણે સંકલ્પ કરીએ કે સદ્દગુરુ પાસેથી પ્રાપ્ત થયેલા યથાર્થ બોધને આપણે સૂક્ષ્મ રીતે વાગોળીશું, આપણી તમામ શક્તિઓને જોડીને ઉત્તમ પુરુષાર્થ કરીશું. યાદ રાખીએ કે મનુષ્ય ભવ તે મોક્ષ પ્રાપ્તિ માટેનું અમૂલ્ય સાધન છે. જ્ઞાનીઓ કહે છે કે મનુષ્ય ભવ મળતાં જ મોક્ષની અર્ધી યાત્રા તો પુરી થઇ ગઈ. હવે બાકીનો અર્ધો માર્ગ પૂરો કરવામાં પ્રમાદ શું કામ કરવો જોઈએ?
ભગવાન મહાવીરે પોતાની છેલ્લી દેશના, ઉત્તરાધ્યયન સૂત્રમાં 4 વસ્તુઓને ઉત્તરોત્તર અતિ દુર્લભ ગણાવી છે. મનુષ્ય ભવ, જિન ઉપદેશનું શ્રવણ, તે ઉપદેશ પરનું શ્રધ્ધાન અને ભગવાને આપેલા ઉપદેશનું જીવનમાં આચરણ. આ બોધિદુર્લભ કાળમાં ધર્મ પામવો સહેલો નથી પણ જેને પરમ કૃપાળુ દેવનું ધર્મ સાહિત્ય ભાઈશ્રી જેવા જ્ઞાનવંત ગુરુ પાસે સાંભળવા અને સમજવા મળ્યું હોય તેને તે અતિ દુર્લભ પણ સુલભ છે.
જે અતિ દુર્લભ છે તે પણ આપણે અનેક વખત પ્રાપ્ત કર્યું અને છતાંયે આપણે અહીં રાખડીએ છીએ. જન્મ અને મરણના અતિશય દુઃખ સહન કરીએ છીએ.
મોક્ષમાળાના ૬૭માં પાઠમાં અમૂલ્ય તત્વ વિચારના શીર્ષક હેઠળ પરમ કૃપાળુ દેવે એક એવા પદની રચના કરી કે જે પરમાર્થ માર્ગે પ્રવેશ કરવાનું નિમિત્ત બને છે. તેમાં તેઓ લખે છે.
બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો,
તોયે અરે! ભવચક્રનો આંટો નહિ એક્કે ટળ્યો,
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહો
ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો
બાહ્ય સુખની પ્રાપ્તિને અર્થે આવો મહામૂલો ભવ વેડફાય ગયો. લક્ષ્મી, અધિકાર, કુટુંબ પરિવાર વગેરે મેળળવા અને સાચવામાં આ ભવનો અંત આવી ગયો. આ બધામાં ભગવાનને ભુલ્યો તેથી ભવભ્રમણનો અંત ના આવ્યો.
એવી તે શું ભૂલ રહી ગઈ કે જેથી હોઠ સુધી પ્યાલો આવ્યો પણ અમૃત પીવાયું નહિ?
પોતાની મતિકલ્પનાએ ધર્મ કર્યો, સદ્દગુરુને શોધ્યા નહિ તેની આજ્ઞાઓને અપૂર્વ રુચિ સાથે પાળી નહિ જો પાળી હોત તો સમ્યફજ્ઞાન, દર્શન અને ચારિત્રની અભેદ અવસ્થાને પ્રાપ્ત કરી આ સંસાર અને તેના તાપથી મુક્ત થઇ ગયો હોત.
સ્વછંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ
સમકિત તેને ભાખીયું કારણ ગણી પ્રત્યક્ષ
જૈન પૂર્વાચાર્યોએ અનેક ધર્મગ્રંથો રચેલા છે. પ્રાચીન ગ્રંથો અને થોડા આગમો અત્યારે સચવાયેલા નથી છતાં જે છે તે ઘણું છે. આગમોનો સાર તેમાં પ્રાપ્ત થાય છે. મોક્ષનો માર્ગ તેમાં યથાર્થ રીતે આલેખાયો છે. તે ધર્મ ગ્રંથોની તાત્વિક સમજણ આપણે પોતે વાંચીને મેળવી શકીએ એમ નથી. તેની યથાર્થ સમજણ કોઈ આત્મજ્ઞાની ગુરુ પાસે મેળવવી જરૂરી છે. પરમ કૃપાળુ શ્રીમદ્જી કહે છે કે શાસ્ત્રોમાં માર્ગ કહ્યો છે પણ મર્મ તો સત્પુરુષના અંત:કરણમાં રહ્યો છે. એક વિશિષ્ઠ પ્રજ્ઞાના સહારે અને સથવારે આ ગ્રંથોનું નવનીત આપણે પામી શકીએ એમ છીએ.
પશ્ચિમના તત્વચિંતક બેર્ટ્રેન્ડ રસેલ, તેમના પુસ્તક “દેખાવ અને સત્ય” માં જણાવે છે કે, લંબચોરસ ટેબલને જયારે આપણે જોઈએ છીએ ત્યારે આપણી દ્રષ્ટિમાં તેની બીજી બાજુ નાની લાગે છે અને તે ખૂણાઓથી નાનું થતું જતું હોય એવું પણ ભાસે છે છતાંએ આપણે આપણા અનુભવથી તે ટેબલને લંબચોરસ જ માનીએ છીએ.
એક પ્રજ્વલિત દીવો અન્ય દીવાને પ્રદીપ્ત કરવાની શક્તિ ધરાવે છે. અનુભવી ગુરુ દ્વારા જીવ સાચું જ્ઞાન પ્રાપ્ત કરે છે. દ્રશ્યને અદ્રશ્ય કરી, અદ્રશ્યને જેણે દ્રશ્ય કર્યું છે એવા આત્મઅનુભવી સત્પુરુષના જ્ઞાન વચનો દ્વારા મોહ અને મિથ્યાત્વ દૂર થાય છે. સદ્દગુરુના આશ્રયે રહેતા સાધકને આત્માનો લક્ષ થાય છે કારણ સદ્દગુરુ સ્વયં વિદેહી છે, દેહ છતાં દેહાતીત છે.
“મૂળ મારગ સાંભળો જિનનો રે” પદમાં તેમજ આ અવનીનું અમૃત એવી “આત્મસિધ્ધિમાં” પરમ કૃપાળુ દેવે ભગવાન મહાવીરે ભાખેલા મૂળ સનાતન આત્મધર્મની પ્રરુપણા કરી છે. મોક્ષના માર્ગે ચાલનારા પથિકોને તે અત્યંત ઉપકારી છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રની સરળ વ્યાખ્યાઓ મૂળ મારગમાં આપી છે. સદગુરુનું માહાત્મ્ય, તેમના ગુણલક્ષણો, મતાર્થીપણુ, આત્માર્થીપણુ, આત્માના છ પદ તેમજ છ દર્શનની સમજણ, 3 પ્રકારના સમ્યગદર્શન જેવી અનેક બાબતો ગુરુશિષ્ય સંવાદની શૈલીથી આત્મસિધ્ધિમાં વણાયેલી છે.
સત્યને પ્રાપ્ત કરવાની અદમ્ય ઈચ્છા પ્રથમ જાગવી જોઈએ. દુઃખ જેને વેદાય તેજ દુઃખથી મુક્ત થવા ઈચ્છે છે. દર્દ હોય તો દવા માટે જીવ પુરુષાર્થ કરે છે. પરમ પૂજ્ય ભાઈશ્રી એમ કહે છે કે, સાચી સમજણ હોય તો પુરુષાર્થ પણ સુવ્યવસ્થિત થાય. જેને આત્માનો સાક્ષાત્કાર થયો છે તેમની વાણી સતનું શ્રધ્ધાન કરાવવામાં સમર્થ બને છે અને સમ્યફજ્ઞાન અને શ્રધ્ધા બંને ભેગા થાય ત્યાં સનાતન આત્મધર્મ પાળવો મુશ્કેલ નથી. તેના આચરણમાં સતધર્મ વણાય જાય છે. માટે શ્રધ્ધા એ પરમ આવશ્યક તત્વ છે. તોજ જીવ સમર્પિત થઇ, પ્રમાદને દૂર કરી ખંતપૂર્વક મહેનત કરે છે.
બાળકોને કથાનુયોગ દ્વારા બોધ આપતા શ્રીમદ્જીએ કહ્યું: એક વાર બકરી અને ભેંસ બંને પાણી પીવા તળાવે ગયા. પાછા આવ્યા ત્યારે બકરીએ પાણી પી પોતાની તરસ છીપાવી હતી પણ ભેંસ તરસી ને તરસી રહી. કહો તેનું શું કારણ હશે? એમ શ્રીમદ્જીએ બાળકોને પ્રશ્ન કર્યો. જ્યારે કોઈએ જવાબ ન આપ્યો ત્યારે શ્રીમદ્જીએ રહસ્ય સમજાવતાં કહ્યું. તળાવના કિનારે ઉભા રહીને બકરીએ પાણી પી લીધું જ્યારે ભેંસ પોતાના ભારી શરીર સાથે સિધી તળાવની અંદર દાખલ થઇ. તળાવમાં નીચે રહેલી માટી તેના પગથી ખુંદાતા તે ઉપર આવી અને પાણી આખું ડહોળાય ગયું, જેથી ભેંસ તે પાણી પી ન શકી અને અતૃપ્ત પાછી ફરી. આવીજ રીતે પોતાને ચતુર સમજતો વ્યક્તિ જ્યારે જ્ઞાની પાસે જાય છે ત્યારે તેને કોઈ ફાયદો થતો નથી અને ઉલટો તે અન્યને નડતરરૂપ બને છે. જે લઘુતા ભાવે, વિનયપૂર્વક જ્ઞાની પાસે જાય છે તે આ બકરીની જેમ અધ્યાત્મનું જળ પીને પાવન થાય છે.
સાચો સાધક છે તે માત્ર જિજ્ઞાસુ નહિ પણ પિપાસુ હોવો જોઈએ. જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે હૃદયમાં ઉત્કૃષ્ટ પૂજ્યભાવ ધારણ કરીને તે સાધના કરે છે. જીવન મૃત્યુની ઘટમાળ તેને અસહ્ય લાગે છે અને તેને તેમાંથી હવે છૂટવુંજ છે. ધર્મ અને ધંધો બન્નેમાં પગ રાખીને આત્મા નહિ પ્રાપ્ત થાય તે એ સ્પષ્ટ જાણે છે. તે હવે માત્ર મોક્ષનો જ અભિલાષી છે. સંસારમાં, તેને કોઈ રુચિ રહી નથી. કર્મ છોડવા છે અને નવા હવે નથીજ બાંધવા એવો દ્રઢ સંકલ્પ રાખી તે સદ્દગુરુ અનુગ્રહે સાધનાના પંથે ઉત્તમ પુરુષાર્થ કરે છે. શિષ્યની યોગ્યતા જોઈ સદગુરૂ બોધિબીજની પ્રાપ્તિ કરાવે છે. ધ્યાન સાધનાનો પુરુષાર્થ અવિરત ચાલુ થાય છે. જડ શરીર અને ચૈતન્ય આત્માનું ભેદજ્ઞાન કરી તે સાધક કાર્યે કાર્યે અને પ્રસંગે પ્રસંગે મોહને દૂર કરતો જાય છે. અંતે શરીરમાં નહિ પણ આત્મામાં જીવતો થાય છે.
પરમ પૂજ્ય ભાઈશ્રી જેવા સમર્થ સદ્દગુરુ મળ્યા પછી હવે આપણે કોની રાહ જોઈએ છીએ? કેમ પ્રમાદમાં પડ્યા રહ્યા છીએ?
બોધિદુર્લભ કાળમાં આવા ઉત્તમ નિમિત્તો કોઈ મહાપુણ્યશાળીને જ મળે. અનંત જીવો નિગોદમાં હજુ દુઃખ અને પીડામાં ટળવળી રહ્યા છે. ત્યાંથી આપણે માંડ માંડ છૂટ્યા છીએ. શું મોહ અને પ્રમાદને વશ થઇ ફરી નિગોદમાં જવું છે? નથીજ જવું. મુક્તિ એ મારુ લક્ષ છે. ગુરુ આશ્રયે રહી, અહિંસા પરમો ધર્મને પાળી, હું મારું કલ્યાણ સાધીશ એ પ્રતિજ્ઞા છે. આ એક માત્ર છૂટવાનો મહામાર્ગ છે અને હું તે માર્ગે ચાલીને અવશ્ય છૂટીશ.